Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 201
________________ ૨/૨/-/૬૬૨ ૧૩૧ મસ્ય, પા, શંખ, ચક્ર, શ્રીવસ આદિ. વ્યંજન-તલ, મસા આદિ. સ્ત્રી લક્ષણ - લાલ હાથ, પણ. આ પ્રમાણે પુરુષ લક્ષણથી લઈને કાકિણીરત્ન પર્યાના લક્ષણ પ્રતિપાદક શાઅને જાણવું. તથા મંત્ર વિશેષરૂપ - વિધા જેમકે દુર્ભગતે સુભગ કરે તે સુભગાકરા. સુભગને દુર્ભગ કરે તે દુર્ભાગાકસ. ગર્ભાધાનની વિધા તે ગર્ભકા. મોહનકરા એટલે વ્યામોહ કે વેદોદય કરાવવો. આયર્વણી - જદી અનર્થ કરનારી. પાકશાસતી - ઇન્દ્રજાળ નામની વિધા. દ્રવ્યહોમ - પુષ્પ, ઘી, મધ આદિ વડે અથવા ઉચ્ચાટનાદિ કાર્ય માટે હવન કરવો. ક્ષત્રિય વિધા - ધનુર્વેદ આદિ અથવા વંશ પરંપરામાં આવેલી, તે શીખીને પ્રયોજે. વિવિધ પ્રકારે જ્યોતિષ ભણીને જે પ્રવૃત્તિ કરે તે કહે છે - ચંદ્રનું ચરિત-તેના વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રભા, નક્ષત્ર યોગ, રાહુ ગ્રહાદિ, સૂર્ય ચરિત આ પ્રમાણે - સૂર્યના મંડલનું પરિમાણ, સશિપરિભોગ, ઉધોત, અવકાશ, રાહુ-ઉપરાગ આદિ. શુકચાર-વીથીગયચાર આદિ બૃહસ્પતિચાર [એ બધાનું શુભાશુભ ફળ કથન, સંવત્સર ફળ, રશિફળ ઇત્યાદિ. ઉલ્કાપાત, દિગ્દાહ - વાયવ્યાદિ મંડળમાં થતાં શસ્ત્ર, અગ્નિ, ભૂખ આદિ પીડા કરે. મૃગાંક - હરણ, શીયાળ આદિના ટોળાને ગ્રામ-નગર પ્રવેશ વખતે જુએ કે તેના શબ્દો સાંભળી શુભાશુભ કહે છે. કાગડા આદિ પક્ષીઓને જે દિશામાં રહે • જાય કે અવાજ કરે, તેનું શુભાશુભ ફળ કહે તે વાયસ પરિમંડલ. તથા ઘુવી-વાળમાંસ-લોહી આદિની વૃષ્ટિના અનિષ્ટ ફળ જે રીતે શાસ્ત્રમાં કહ્યા હોય તે બતાવે. | વિવિધ પ્રકારના ક્ષદ્ર કર્મકારિણી, તે આ પ્રમાણે - વૈતાલીવિધા જે નિયત અક્ષર પ્રતિબદ્ધ છે, તેનો કેટલોક જાપ કરવાથી દંડ ઉભો થાય છે. અધવેતાલી - તેના જાપથી દંડ ઉપશાંત થાય છે. તથા અવસ્થાપિની, તાલ ઉદ્ઘાટની, શ્વપાકી, શાંબરી તથા બીજી - દ્રાવિડી, કાલિંગી, ગૌરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, શૃંભણી, સ્તંભની, શ્લેષણી, આમયકરણી, વિશચ કરણી, પ્રકામણિ, અંતર્ધાનકરણી આદિ વિધા ભણે. - આ વિધાઓનો અર્થ સંજ્ઞા વડે જાણવો. વિશેષ એ કે શાંબરી, દ્રાવિડી, કાલિંગી તે-તે દેશમાં ઉદભવેલ, તે-તે ભાષા નિબદ્ધા, વિવિધ ફળદાયી છે. અવપતનીના જાપથી તે નીચે પડે છે. ઉત્પતનથી ઉંચે ઉડે છે. આ વિધા આદિના ગ્રહણથી પ્રજ્ઞપ્તિ આદિ વિધાને ગ્રહણ કરવી. - આ વિધાઓ પાખંડીઓ, પરમાને ન જાણનારા ગૃહસ્થો કે માત્ર દ્રવ્યથી વેશધારી સ્વચૂથના સાધુઓ અન્ન-પાનાદિ અર્થે પ્રયોજે છે. તથા બીજા ઉચ્ચ-નીચ શબ્દાદિ કામભોગોને મેળવવા પ્રયોજે છે. સામાન્યથી વિધાનું સેવન અનિષ્ટકારી છે તે દશવિ છે - નિરજી અનનુકૂલ, સદનુષ્ઠાન પ્રતિઘાતક તે અનાર્યો લોકનિંધ વિધા સેવે છે. તેઓ જો કે કાર્ય, ભાષાય છે તો પણ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિથી અનાર્યકર્મકારી હોવાથી અનાર્યો જ જાણવા. તેઓ પોતાનું આયુ ક્ષય થતાં મૃત્યુ કાળે મૃત્યુ પામીને કદાચ દેવલોકમાં ૧૩૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્પન્ન થાય તો પણ તે કોઈ આરિકમાં કિબિપિકાદિ સ્થાનોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી વીને કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય તો પણ ત્યાં બાકી રહેલા પાપકર્મોને કારણે એડમૂકવ, અવ્યક્તભાષી, જન્માંધ કે જન્મમૂકપણાને પામે છે. ત્યાંથી પણ વિવિધ પ્રકારના યાતના સ્થાનરૂપ નક, તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય છે - હવે ગૃહસ્થ આશ્રિત અધર્મપક્ષ કહે છે • સૂ-૬૬૩ - કોઈ પાપી મનુષ્ય પોતાને માટે, જ્ઞાતિજન કે વજન માટે, ઘર કે પરિવાર માટે અથવા નાયક કે સહવાસીની નિશ્રાએ આવા પાપકર્મના આચરણ કરનારા થાય છે. જેમકે : ૧-અનુગામિક, ર-ઉપચરક, 3-wાતિપાથિક, ૪-સંધિ છેદક, ૫ગ્રંથિછેદક, ૬-ઔરમિક, શૌકસ્કિ, ૮-Mાગુકિ, ૯-શાકુનિક, ૧૦-માસિક, ૧૧-ગોઘાતક, ગોપાલક, ૧૩-શ્વપાલક અથવા ૧૪-શૌનાંતિક (આમાંનું કંઈપણ બનીને પાપકર્મ આચરે છે.] [૧] અનુગામિક-કોઈ પાપી પુરુષ તેનો પીછો કરવાની નિયતથી તેની પાછળ પાછળ ચાલે છે, પછી તેને હણીને, છેદીને, ભેદીને, લુપન-વિલુપન કરીને, મારી નાંખીને તેના ધનને લુંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહાન પાપકર્મથી પોતાને પાપીરૂપે પ્રસિદ્ધ કરે છે. ]િ ઉપચક - કોઈ પાપી ઉપચક-રોનક વૃત્તિ સ્વીકારીને તે શેઠને હણીને, છેદીને યાવતું મારી નાંખીને, તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહા પાપકર્મથી પોતાને પ્રસિદ્ધ કરે છે. ]િ પ્રાતિપથિક- કોઈ પાપી ધનિક પથિકને સામે આવતો જોઈને પતિપથિક બનીને તે જ પ્રતિપથમાં રહેલાને હણીને, છેદીને યાવતું મારી નાંખીને પોતાની આજીવિકા ચલાવતો મહાપાપકર્મથી પોતાને ઓળખાવે છે. ]િ સંધિચ્છદક - કોઈ પાઈ સંધિ છેદકભાવ ધારણ કરીને તે ધનિકનો સંધિ છેદ કરી યાવત મહાપાપ કર્મોથી પોતાને પ્રસિદ્ધ કરે છે. [૫] ગ્રંથિછેદક : કોઈ પાપી ગ્રંથિ છેદક બનીને દેશનિકોનો ગ્રંથિ છેદ કરીને, હણીને યાવત મહાપાપકર્મશી પોતાને પ્રસિદ્ધ કરે છે. ૬િ] ઔરભિક - કોઈ પાપી ઘેટાનો પાળનાર બનીને તે ઘેટાને કે બીજ પ્રાણીઓને મારીને યાવતુ સ્વયં મહાપાપી નામે પ્રસિદ્ધ થાય છે. 9િ શૌકકિ - કોઈ પાપી સાઈ ભાવ ધરીને ભેંસ કે બીજા ત્રસ પાણીને મારીને યાવત મહાપાપી બનીને પ્રસિદ્ધ થાય છે. [] વાયુરિક - કોઈ વાઘરી બનીને મૃગ કે બીજા બસ પાણીને હણે છે... 9િ Iકનિક - કોઈ શિકારી બનીને પક્ષી કે બીજા કસ પ્રાણીને હણ છે... [૧૦] માસ્મિક - કોઈ માછીમારીનો ધંધો કરી માછલી આદિને હણે છે... [૧૧] ગોઘાતક : કોઈ ગાયના ઘાતક બનીને ગાય આદિને હણે છે.... [૧૨] ગૌપાલક - કોઈ ગોપાલનનો ધંધો કરી, તેમાંથી ગાય કે વાછડીના

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264