Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 188
________________ ૨/૧/-I૬૪૫ ૧૦૫ પ્રાણધારણ લક્ષણ તે જીવ, તેથી વિપરીત તે અજીવ-ધર્મ, અધર્મ, આકાશ આદિ છે. તેમાં સાધની અહિંસાની પ્રસિદ્ધિ માટે જીવોના વિભાગ બતાવે છે - ઉપયોગ લક્ષણા જીવો બે પ્રકારે - બેઇત્યાદિ ત્રસ અને પૃથ્વીકાયાદિ થાવર. તે પણ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તાદિ ભેદેથી ઘણાં જાણવા. તેના આધારે ઘણો વ્યવહાર ચાલે છે - તેમને કહે છે • સૂત્ર-૬૪૬ - આ લોકમાં ગૃહસ્થ આરંભ, પરિગ્રહ યુક્ત હોય છે. કેટલાંક શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહયુક્ત હોય છે. જેઓ આ મસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે પણ આરંભ કરાવે છે અન્ય આરંભ કરનારનું પણ અનુમોદન કરે છે. જગવમાં ગૃહસ્થ તથા કેટલાંક શ્રમણ, બ્રાહ્મણ પણ આરંભ, પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગો સ્વયં ગ્રહણ કરે છે, બીજી પાસે પણ ગ્રહણ કરાવે છે અને ગ્રહણ કરનારાની અનુમોદના પણ કરે છે. આ જગતમાં ઝહર અને કેટલાંક શ્રમણ, બ્રાહાણ પણ આરંભ, પરિગ્રહથી યુક્ત હોય છે. હું આરંભ અને પરિગ્રહથી રહિત છું. જે ગૃહસ્થો અને કેટલાંક શ્રમણ, બ્રાહાણ આરંભ, પરિગ્રહયુક્ત છે, તેઓની નિશ્રામાં બહાચવાસમાં હું વસીશ, તો તેનો લાભ શો? ગૃહસ્થ જેવા પહેલા આરંભા-પરિગ્રહી હતા, તેવા પછી પણ છે, તેમ કેટલાંક શ્રમણ-બ્રાહ્મણ પdજ્યા પૂર્વે પણ આરંભી-પરિગ્રહી હતા અને પછી પણ હોય છે. આરંભ-પરિગ્રહયુક્ત ગૃહસ્થ કે શ્રમણ-બ્રાહાણ તેઓ બંને પ્રકારે પાપકર્મો કરે છે. એવું જાણીને તે બંને અંતથી અદૃશ્ય થઈને ભિક્ષ સંયમમાં પ્રવૃત્તિ કરે તેથી હું કહું છું - પૂવદિ દિશાથી આવેલા યાવત કર્મના રહસ્યને જાણે છે, કમબંધન રહિત થાય છે, કર્મોનો અંત કરે છે, તેમ તીર્થંકરાદિએ કહ્યું છે. • વિવેચન-૬૪૬ : આ સંસારમાં ઘરમાં રહેનાર ગૃહસ્થો જીવ ઉપમઈનકારી, આરંભી હોય છે. દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્યાદિ પરિગ્રહી છે, તે સિવાય કેટલાંક શાક્યાદિ શ્રમણો રાંધવા-રંધાવવાની અનુમતિથી આભવાળા અને દાસી આદિના પરિગ્રહવાળા છે તથા બ્રાહ્મણો પણ એવા જ છે. એમનું સારંભપણું કહે છે ઉક્ત લોકો ત્રસ-સ્થાવર પ્રાણીના - Xઉપમર્દન વ્યાપાર-આરંભ પોતે જ કરે છે, બીજા પાસે કરાવે છે, સમારંભ કરનાર બીજાને અનુમોદે છે. એ રીતે જીવહિંસા બતાવીને હવે ભોગના કારણે પરિગ્રહને બતાવે છે– અહીં ગૃહસ્થો સારંભ સપરિગ્રહ છે, તેમ શ્રમણ-બ્રાહ્મણો છે, તેઓ આરંભ, પરિગ્રહથી શું કરે છે - તે બતાવે છે - આ કામપ્રધાન ભોગો - કામભોગ છે. સ્ત્રીના અંગના સ્પશિિદ, તેની કામના તે કામ છે. ફૂલની માળા, ચંદન, વાજિંત્રાદિ ભોગવાય તે ભોગ. તે સચિત કે અચિત હોય છે. તેનું મુખ્યકારણ અર્થ [ધન છે. તે સયિતઅચિત ભોગ કે અને કામભોગાર્થી ગૃહસ્થાદિ પોતે ગ્રહણ કરે છે, બીજા પાસે ૧૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ગ્રહણ કરાવે છે, ગ્રહણ કરનારને અનુમોદે છે હવે ઉપસંહાર કરતા કહે છે - x • આ જગતમાં ગૃહસ્થો, તથાવિધ શ્રમણ, બ્રાહ્મણોને આરંભી અને પરિગ્રહી જાણીને તે ભિક્ષુ એમ વિચારે કે હું જ અહીં અનારંભી અને અપરિગ્રહી છું આ ગૃહસ્થાદિ સાભાદિ ગુણયુક્ત હોવાથી તેમની નિશ્રાએ શ્રમણ્યમાં વિચરીશ, અનારંભી, અપરિગ્રહી થઈને ધર્મના આધારરૂપ દેહના પ્રતિપાલનાર્થે આહારાદિ માટે આરંભ, પરિગ્રહવાળા ગૃહસ્થોની નિશ્રા લઈને દીક્ષા પાલન કરીશ. પ્રશ્ન - જો તેમનો જ આશ્રય લેવો છે, તો તેમનો ત્યાગ શા માટે કરવો ? ઉત્તર : * * તેઓ પૂર્વે આરંભ. પરિગ્રહવાળા હતા, પછી પણ ગૃહસ્થો આ આરંભાદિ દોષથી યુક્ત છે, કેટલાંક શ્રમણો પૂર્વે ગૃહસ્થભાવે આરંભી, પરિગ્રહી હતા પ્રવજ્યાકાળના આરંભમાં પણ તેવા જ હતા. હવે તે બંને પદોની નિર્દોષતાને બતાવવા કહે છે - પ્રવજ્યા સમયે અને ગૃહરીભાવે પણ જો ગૃહસ્થાદિનો આશ્રય કરે તો તેનો અર્થ શો ? મિાટે આરંભ, પરિગ્રહ ત્યાગવો જોઈએ. અથવા - દીક્ષાના આરંભે કે પછી ભિક્ષાદિ લેવાનું ગૃહસ્થો પાસે છે, ત્યારે સાધુની નિર્દોષવૃત્તિ કઈ રીતે રહે ? તે માટે સાધુએ આરંભાદિનો ત્યાગ કરીને ખપ પુરતો આરંભીનો આશ્રય કરવો. આ ગૃહસ્યો પ્રત્યક્ષ જ સારંભી, સપરિગ્રહી છે, તે દશવિ છે - ઍનૂ - આ ગૃહસ્થાદિ વ્યક્ત જ છે અથવા જીભથી પરવશ બનીને સાવધ અનુષ્ઠાનથી છૂટ્યા નથી, પરિગ્રહ અને આરંભથી સંયમાનુષ્ઠાનમાં સમ્યક ઉસ્થિત થયા નથી. તેથી જેઓ કોઈ અંશે ધર્મ કરવા તૈયાર થયા હોય, તે પણ ઉદ્દિષ્ટ ભોજન માટે સાવધાનુષ્ઠાન રત હોવાથી ગૃહસ્થભાવ અનુષ્ઠાનમાં વર્તતા તેઓ પણ ગૃહસ્થ સમાન જ છે. હવે ઉપસંહાર કરે છે જે આ ગૃહસ્થો છે, તે આરંભ અને પરિગ્રહ વડે પાપોને ઉપાર્જન કરે છે, અથવા ગ-દ્વેષ વડે અથવા ગૃહસ્થ અને પ્રવજયા પયયિ વડે પાપો કરે છે. તેમ જાણીને આરંભ-પરિગ્રહને કે રાગ-દ્વેષને પ્રાપ્ત ન થાય અથવા રાગદ્વેષનો અંત કરે અથવા રાગદ્વેષરહિત બનીને ભિક્ષાથી નિર્વાહ કરનાર બની સારી સંયમ ક્રિયામાં પ્રવર્તે. તેનો સાર એ કે - જે આ જ્ઞાતિ સંયોગો, જે આ ધનધાન્યાદિ પરિગ્રહો, જે આ હાથ-પગવાળું શરીર, આયુ, બળ, વણદિ, તે બધું અશાશ્વત, અનિત્ય, સ્વર્ણઇન્દ્રજાળ સમાન અસાર છે તથા ગૃહસ્ય-શ્રમણ-બ્રાહ્મણ આરંભ-પરિગ્રહવાળા છે તેમાં જાણીને ભિક્ષ સારા સંયમાનુષ્ઠાનમાં વ. વળી હું જરા વધુ સ્પષ્ટતાથી કહ્યું - પ્રજ્ઞાપકની અપેક્ષાઓ પૂર્વાદિમાંથી કોઈપણ દિશામાંથી આવેલો ભિક્ષુ રાગ-દ્વેષાદિ બંને અંતથી દૂર રહીને સારા સંયમમાં રહેલો પૂર્વે બતાવ્યા પ્રમાણે જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચકખાણ કરીને પરિજ્ઞાતકમાં થાય. વળી પરિજ્ઞાતકર્મચી નવા કર્મો ન બાંધનારો થાય • અપૂર્વનો અબંધક થાય. એ અબંધકપણાથી યોગનિરોધના ઉપાયો વડે પૂર્વે બાંધેલા કર્મોનો વિશેષથી અંતકારક બને. આ બધું તીર્થકર, ગણધર આદિએ કેવલજ્ઞાનથી જાણીને

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264