________________
૧/૬/-/૩૬૪,૩૬૫
૧૭૧
જ્ઞાતપુટમ મહાવીર જાતિ, યશ, દર્શન, જ્ઞાન, શીલથી બધામાં શ્રેષ્ઠ છે.
• વિવેચન-૩૬૪,૩૬૫ -
રત્નપ્રભા પૃથ્વીના મધ્યભાગે જંબુદ્વીપ, તેના બહુ મધ્ય ભાગે સૌમનસ, વિધપ્રભ, ગંધમાદન, માલ્યવંત એવા ચાર દાઢા પર્વતોથી શોભિત સમ ભૂ ભાગમાં ૧૦,૦૦૦ યોજન વિસ્તારવાળો, ઉપર ૧૦૦૦ યોજનાનો અને પ્રતિ ૯૦ યોજનને યોજનના ૧૧માં ભાગે ઘટતો જતો - x - છે. મેરુ પર્વત ઉપર ૪ યોજનની ચૂડા શોભે છે. પર્વતોમાં પ્રધાન એવો આ મેર લોકમાં વિખ્યાત છે. તે સૂર્ય સમાન તેજવાળો છે, પૂર્વોક્ત પ્રકારે શોભિત છે. -x • અનેકવણ રત્નોથી શોભતો હોવાથી અંત:કરણને રોચક એવો મનોરમ છે. સૂર્ય માફક સ્વ તેજથી દશે દિશાને પ્રકાશિત કરી રહ્યો છે.
હવે મેરુ પર્વતના ટાંતથી ભગવંતને ઓળખાવે છે. હમણાં કહેલ મેરુ ગિરિસુદર્શન-મહાપર્વતનું કીર્તન-યશ દાન્તિકમાં યોજે છે - શ્રમ પામે તે શ્રમણ, જે તપોનિષ્ઠ તપ્ત દેહી છે. જ્ઞાત-ક્ષત્રિયના પુત્ર-શ્રીમદ્ મહાવીર વર્ધમાનસ્વામી. તેઓ જતિ વડે બધી જાતિઓથી, બધાં યશસ્વી પુરષોથી, બધાં દર્શન-જ્ઞાનવાળાઓથી, બધા શીલવાનોથી શ્રેષ્ઠ છે - X - X -
ફરી પણ દષ્ટાંત દ્વારા ભગવંતનું વર્ણન કરતા કહે છે– • સૂત્ર-૩૬૬,૩૬૭ -
જેમ પર્વતોમાં નિષધ સૌથી લાંબો છે, વલયાકાર પર્વતોમાં રૂચક શ્રેષ્ઠ છે, તેમ જગતના બધાં મુનિ મધ્યે મહાવીર શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાની કહે છે.
તેમણે અનુત્તર ધર્મ બતાવી અનુત્તર એવું શ્રેષ્ઠ ધ્યાન કર્યું. તે શુકલ ફીણ જેવું ચંદ્રમાં અને શંખ જેવું એકાંત શુકલ કે શુભ ધ્યાન હતું.
- વિવેચન-૩૬,૩૬૭ -
જેમ નિષધ પર્વત બીજા પર્વતોની લંબાઈ કરતા જંબૂદ્વીપ કે અન્ય દ્વીપોમાં દીધતામાં શ્રેષ્ઠ છે, વલયાકારમાં ચકપર્વત વલયાકારપણે શ્રેષ્ઠ છે. તે જ રૂચકદ્વીપની અંદર રહેલો માનુષોતર પર્વત જેવો વૃત આયત છે પરિક્ષેપથી સંખ્યય યોજન છે. તે જ રીતે તે ભગવંત પણ • x • સંસારમાં પ્રભૂત જ્ઞાનવાળા અર્થાત્ પ્રજ્ઞા વડે શ્રેષ્ઠ છે. તથા બીજા મુનિઓ કરતાં પ્રકર્ષથી જાણે છે માટે પ્રજ્ઞ છે. એવું તેમનું સ્વરૂપ જાણનારાઓ કહે છે.
વળી જેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી માટે અનુત્તર, એવા ધર્મને ઉત્કૃષ્ટથી કહીને - પ્રકાશીને સ્વયં શ્રેષ્ઠ-પ્રધાન યાતને ધ્યાવે છે. જેમકે - કેવળજ્ઞાન પછી ભગવંત યોગનિરોધ સમયે સૂક્ષ્મ કાયયોગને રૂંધતા શુક્લધ્યાનના બીજા ભેદ “સૂક્ષ્મક્રિયા આપતિપાતી” તથા “યોગતિરોધ કરીને શુક્લધ્યાનનો ચોથો ભેદ - “ચુપરત ક્રિયા અનિવૃત” માવે છે. તે બતાવે છે - સુપ્પ શુક્લવ - શુકલ ધ્યાન તથા મલિનતા દૂર થઈ હોય તેવું નિર્દોષ, અર્જુન સ્વર્ણ માફક શુક્લ અથવા પાણીના ફીણ સમાન શુકલ તથા શંખ-ચંદ્ર જેવું એકાંત નિર્મળ શુકલધ્યાન, તેના છેલ્લા બે
૧૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભેદોનો ધ્યાવે છે.
• સૂત્ર-૩૬૮,૩૬૯ :
મહર્ષિ મહાવીરે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના પ્રભાવથી સર્વે કર્મોનો ક્ષય કરીને અનુત્તર, સાદિ અનંત એવી પરમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી.
જેમ વૃક્ષોમાં શાભલીવૃક્ષ શ્રેષ્ઠ છે, જ્યાં સુવર્ણકુમાર રતિ અનુભવે છે. વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાન અને શીલથી ભૂતિપ્રજ્ઞ શ્રેષ્ઠ છે.
• વિવેચન-૩૬૮,૩૬૯ :
આ ભગવંત શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનનો ચોથો ભેદ પામીને સાદિ અનંતકાળની સિદ્ધિગતિ નામે પાંચમી ગતિ પામ્યા છે, તે સિદ્ધિગતિને ઓળખાવે છે. તે સર્વોત્તમ હોવાથી અનુત્તર છે, લોકના અગ્રભાગે હોવાથી અગ્યા છે. તેવી પરમ ગતિને આ મહર્ષિ પામ્યા છે. તેમણે ઉગ્ર તપ વડે દેહને તપાવી જ્ઞાનાવરણાદિ સર્વે કર્મોને દૂર કરી વિશિષ્ટ જ્ઞાન-દર્શન-શીલ વડે ક્ષાયિક ભાવે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી માટે મહર્ષિ કહ્યા.
ફરી દષ્ટાંત દ્વારા ભગવંતની સ્તુતિ કરે છે - વૃક્ષો મણ જેમ દેવકરસ્થિત શાભલી વૃક્ષ, જે ભવનપતિ ક્રીડા સ્થાન છે, તે પ્રસિદ્ધ છે. ત્યાં આવીને ભવનપતિ • સુવર્ણકુમાર મણકીડાને અનુભવે છે. વનોમાં જેમ નંદનવન દેવોનું પ્રધાન ક્રીડાસ્થાન છે, તેમ ભગવંત પણ કેવલજ્ઞાન વડે સર્વ પદાર્થોના પ્રકાશક અને યથાવાત ચાસ્ત્રિ વડે પ્રધાન છે, પ્રવૃદ્ધજ્ઞાનવાળા છે.
• સૂમ-390,39૧ :
જેમ શબ્દોમાં મેઘગર્જના અનુત્તર છે, તારાગણમાં ચંદ્રમાં પ્રધાન છે, ગંધોમાં ચંદન શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં આપતિજ્ઞ ભગવંત શ્રેષ્ઠ છે.
જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, નાગકુમારોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, સોમાં ઇશુરસ શ્રેષ્ઠ છે, તેમ તપસ્વીઓમાં ભગવંત સર્વોપરી છે.
• વિવેચન-૩૦૦,૩૭૧ -
જેમ શબ્દોમાં શ્રેષ્ઠ મેઘગર્જના છે, - x - નમો મળે ચંદ્રમા મહા અનુભાવવાળો છે, સર્વે લોકોને નિવૃત્તિ આપનાર, કાંતિ વડે મનોમ લાગે છે • x • સુગંધી વસ્તુઓમાં ગોશીષ ચંદન કે મલયચંદનને તેના જ્ઞાતા શ્રેષ્ઠ કહે છે. એ રીતે મહર્ષિ મધ્ય ભગવંત શ્રેષ્ઠ છે, કેમકે પ્રભુની પ્રતિજ્ઞા આલોક પરલોકનાં સુખની ઇચ્છા નથી હોતી. તેથી પ્રતિજ્ઞ છે.
વળી - x - સ્વયંભૂમણ, ત્યાં આવીને દેવો રમણ કરે છે. તે સમુદ્રો મળે શ્રેષ્ઠ છે, જેમ સર્વે દ્વીપ સમુદ્રોને અંતે રહેલ સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે. ભવનપતિ મળે જેમ ધરણેન્દ્ર શ્રેષ્ઠ કહ્યો છે. ઇક્ષના સ જેવું પાણી જેનું છે તે ઇશુસોદક છે, તે રસને આશ્રીને પ્રધાન છે એટલે પોતાના ગુણોને લીધે બીજા સમુદ્રોમાં પતાકા માફક છે. તે પ્રમાણે વિશિષ્ટ તપ વડે ભગવંત જગતની ત્રિકાલ અવસ્થામાં શ્રેષ્ઠ છે, મહાતપથી લોકમાં પતાકારૂપ છે.