Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 176
________________ ૨/૧/-/૬૩૩ થી ૬૩૮ વાઘ અર્થના નિષેધ માટે છે. પૌંડરીક શબ્દથી શ્વેત શતપત્ર લીધા. વર શબ્દ પધાનની નિવૃત્તિ માટે છે આવા ઘણાં “પાવર પૌંડરીકો” કહ્યા. આનુપૂર્વીશી - વિશિષ્ટ રચનાથી રહેલકાદવ અને પાણી ઉપર ઉંચા રહેલ. રુચિ એટલે ‘દીપ્તિ' તેને લાવનાર તે રુચિલ-દીપ્તિમાન તથા શોભન વર્ણ-ગંધ-રસસ્પર્શવાળા છે. તથા પ્રાસાદીય આદિથી સુંદરતા બતાવે છે. તે પુષ્કરિણી બધી બાજુએ કમળથી વીંટાયેલ છે. તેના બરોબર મધ્યભાગમાં એક મહા પાવર પૌંડરીક અનુક્રમે સૌથી ઉંચુ, મનોહર વણદિ યુકત તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપતર, પ્રતિરૂપતર છે. હવે આ અનંતરોક્ત સૂત્ર કરતા વિશેષ એ છે કે - x • તે વાવડીના બધાં પ્રદેશોમાં યશોકત વિશેષણ વિશિષ્ટ ઘણાં પદો છે, તે બધાંના બહુ મધ્ય દેશ ભાગમાં ચચોક્ત વિશેષણ વિશિષ્ટ એક મોટું કમળ છે. - ૪ - | [૬૩૪] હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી આવીને આવી વાવડીના કિનારે બેસીને આ પાને જુએ છે, જે પ્રાસાદીયાદિ વિશેષણ યુક્ત છે. • x • ત્યારે આ પુરુષ કહે છે - હું પુરુષ છું. કેવો ? હિત-અહિત પ્રવૃત્તિ-નિવૃત્તિ નિપુણ તથા પાપથી દૂર તે પંડિત, ધર્મજ્ઞ, દેશકાલજ્ઞ, ક્ષેત્રજ્ઞ, બાલભાવી ઉપર, પરિણતબુદ્ધિ, નીચે-ઉંચે કુદવાનો ઉપાય જાણનાર, સોળ વર્ષથી વધુ-મધ્યમ વયવાળો, સજ્જનોએ આચરેલ માર્ગે ચાલતો તથા સન્માર્ગજ્ઞ, માર્ગની ગતિ વડે જે પરાક્રમ-વિવક્ષિત દેશ ગમનને જાણનાર તે પરાક્રમજ્ઞ અથવા પરાક્રમ તે સામર્થ્યનો જ્ઞાતા છું. આવા વિશેષણયુક્ત હું, પૂર્વોક્ત વિશેષણ યુક્ત પરાવર પૌંડરીકને વાવડીના મધ્ય ભાગેથી ઉખેડી લાવીશ * * * - આ રીતે પૂર્વોકત * * * પુરુષ તે વાવડી તરફ જાય. જેવો-જેવો તે વાવડીમાં જવા આગળ ચાલે, તેમ તેમ તે વાવડીના ઘણાં ઉંડા પાણીમાં તથા કાદવમાં જઈ, તેનાથી અકળાયેલો, સવિવેક હિત થઈને કિનારાથી ભ્રષ્ટ થઈને મુખ્ય કમળ સુધી નહીં પહોંચેલો, તે વાવડીમાં કે તેના કાદવમાં ખેંચીને પોતાને બચાવવા અસમર્થ બનીને, કિનારાથી ભ્રષ્ટ થયેલો તે વાવડીના મધ્યમાં જ રહે છે. તે - X - આ પાર કે પેલે પાર જવા સમર્થ ન બને. એ રીતે ઉભયથી ભ્રષ્ટ થઈ • x • પોતાના અનર્થને માટે જ થાય છે. આવાને પ્રથમ પુરુષની જાતિ જાણવી. ૬િ૩૫] હવે પહેલા પુરુષ પછી બીજી પુરુષજાતિ-પુરુષ. પછી કોઈ પુરુષ દક્ષિણ દિશાથી આવીને તે વાવડીના કિનારે રહીને, વાવડીમાં રહેલ એક મોટા કમળને જુએ, જે• x• પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે કિનારે રહેલ પુરુષ, પૂર્વે રહેલા પુરુષને જુએ છે, જે કિનારાથી ભ્રષ્ટ છે અને શ્રેષ્ઠ કમળ પામ્યો નથી, એ રીતે ઉભય ભ્રષ્ટ થઈ મધ્યમાં જ ફસાયો છે, તે જોઈને, ત્યાં રહેલા પુરુષને આ બીજો પુરુષ વિચારે છે ઉો - ખેદની વાત છે, આ કાદવમાં ખૂંચેલો પુરૂષ અખેદજ્ઞ આદિ છે. [અર્થમાં નોંધેલ હોવાની વૃત્તિમાં ફરી નથી લખ્યું. પણ હું ખેદજ્ઞ, કુશળ ઇત્યાદિ છું. માટે હું શ્રેષ્ઠ કમળને લાવીશ એવી પ્રતિજ્ઞાવાળો થાય. આ શ્રેષ્ઠ કમળ. જે રીતે આ પુરુષ લાવવા માંગે છે, તેમ ન લવાય. પણ હું લાવવામાં કુશળ છું ઇત્યાદિ બતાવે છે - તે સુગમ છે. [4/6] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ ૬િ૩૬,૬૩૩] ત્રીજા પુરુષજાતિ [પુરુષ ને આશ્રીને કહે છે. બીજા અને ચોથા પુરુષજાત [નોવિષય સુગમ છે. [માટે વૃત્તિકારે કંઈ નોંધેલ નથી.] | [૬૩૮] હવે પાંચમાં વિલક્ષણ પુરુષ સંબંધ કહે છે પૂર્વેના ચાર પુરુષો કરતા આ પુરષમાં આ વિશેષતા છે. ભિક્ષણશીલ તે ભિક્ષ. પચન-પાચન આદિ સાવધ અનુષ્ઠાન રહિતતાથી નિર્દોષ આહાર ભોઇ. સૂક્ષ એટલે રાગદ્વેષરહિત. કેમકે તે બંને કર્મબંધ હેતુપાણાથી પ્તિબ્ધ છે. સ્નિગ્ધતા અભાવે જેમ જ ન લાગે, તેમ રાગદ્વેષ અભાવે કમર જ ન લાગે. માટે રક્ષ કહ્યું. સંસારસાગરને તરવા ઇચ્છુક, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ. માર્ગના ગતિ પરાક્રમનો જ્ઞાતા. તે કોઈ પણ દિશા-વિદિશાથી આવીને - X • ઉત્તમ શ્વેત કમળને - x - તથા ચાર પુરુષોને જુએ છે. • x • કેવા ? ઉભયભ્રષ્ટ - X - કાદવ અને જળમાં ડૂબેલા. ફરી કાંઠે આવવા અસમર્થ. તેને જોઈને ભિક્ષ કહે છે– ' અરે ! આ ચારે પુરુષો અખેદજ્ઞ છે. ચાવતું માર્ગના ગતિ પરાક્રમથી અજ્ઞાત છે. તે પુરુષો અને પાવર પોંડરીકને ખેંચી લાવીશું તેમ માનતા હતા, પણ આ રીતે તે કમળ લાવી શકાય નહીં. જ્યારે હું રક્ષ યાવતુ ગતિ પરાક્રમ જ્ઞાતા ભિક્ષુ છું. આવા વિશિષ્ટ ગુણવાળો હું આ કમળ લાવીશ • x • એમ કહી તે વાવડીમાં ન પ્રવેશ્યો. • x - કાંઠે રહીને જ તયાવિધ અવાજ કર્યો - હે કમળ! ઉંચે ઉછળ, ઉછળ. * x - એ રીતે કમળ ઉછળીને આવ્યું. આ દષ્ટાંત આપી તેનો સાર ભગવંત મહાવીર સ્વ શિષ્યોને કહે છે• સૂત્ર-૬૩૯ : હે આયુષ્યમાન શ્રમણો ! મેં જે ટાંત કહ્યું, તેનો અર્થ જાણવો જોઈએ. હા, ભદતા કહી, શ્રમણ ભગવંત મહાવીરને સાધુ-સાધ્વીઓ વાંદી, નમીને આ પ્રમાણે બોલ્યા - હે આયુષ્યમાન શ્રમણ ! અમે તે દષ્ટાંતનો અર્થ જાણતા નથી. શ્રમણ ભગવંત મહાવીરે તે અનેક સાધુ-સાધીઓને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન શ્રમણો ! હું તેનો અર્થ કહીશ, સ્પષ્ટ કરીશ, પર્યાયો કહીશ, પ્રવેદીશ, અર્થ-હેતુ-નિમિત્ત સહિત છે અને વારંવાર જણાવીશ. • વિવેચન-૬૩૯ : હે શ્રમણો ! ભગવંતે કહેલ ઉદાહરણ, મેં કહ્યું, તેનો અર્થ તમારે જાણવો જોઈએ. અર્થાત્ આ ઉદાહરણનો પરમાર્થ તમે જાણતા નથી - x • ભગવંતે તેમને આ પ્રમાણે કહેતા - તે શ્રમણ ભગવંત મહાવીરને તે સાધુ આદિએ કાયાથી વાંધા, નમ્યા. વિનયી શબ્દોથી સ્તન્યા. વંદીને, નમીને આ પ્રમાણે કહે છે -x - આપે જે ઉદાહરણ કહ્યું અને તેનો અર્થ સારી રીતે જાણતા નથી. આમ પૂછયું ત્યારે ભગવંત શ્રમણ મહાવીરે તે નિર્ગુન્થોને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમંતો, શ્રમણો ! તમે મને જે પૂછયું તેની ઉપપત્તિ તમને કહીશ, અષ્ટ અર્થમાં કહીશ, પયય કથનથી જણાવીશ તથા પ્રકર્ષથી હેતુ-દષ્ટાંત વડે ચિતસંતતિના ખુલાસા કહીશ અથવા આ શબ્દો એકાર્થક છે. કઈ રીતે કહીશ, તે બતાવે છે–

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264