________________
૧/૬/-/૩૫૨,૩૫૩
૧૬૭
પાર ઉતારવામાં સમર્થ એવો આ ધર્મ કોણે કહ્યો છે. એવું મને નિગ્રંન્યાદિ શ્રમણો, બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન રત બ્રાહ્મણો, ક્ષત્રિયાદિ ગૃહસ્થો અને શાક્યાદિ પરતીર્થિકોએ પૂણ્ય છે -
તે કોણ છે ? જેણે દુર્ગતિમાં પડતા જીવોને ધારનારો એકાંતહિતકારી અનુપમ ધર્મ બતાવ્યો છે તથા શ્રેષ્ઠ સમીક્ષા - યથાવસ્થિત તવ પરીક્ષા વડે અથવા સાધુસમીક્ષા વડે સમભાવથી કહ્યો છે.
- તથા તે જ જ્ઞાનાદિ ગુણો જાણવા માટે પ્રશ્ન પૂછ્યો - કેવી રીતે ભગવંતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? અથવા તે ભગવંતનું જ્ઞાન કેવા વિશેષ બોધવાળું છે ? તેમનું સામાન્ય અર્થપરિચ્છેદક દર્શન કેવું છે ? યમ-નિયમરૂપ શીલ કેવું છે ? જ્ઞાત ક્ષત્રિયના પુત્ર ભગવાન વર્ધમાનસ્વામી હતા. તેમનું ચઢિ પૂછ્યું છે, તે હે સુધર્માસ્વામી ! તમે જેવું જાણતા હો તે બધું જેમ સાંભળેલ હોય અને સાંભળીને અવઘાર્યું હોય, જોયું હોય તે સર્વે કહો. આ પ્રમાણે પૂછવાથી સુધર્માસ્વામી ભગવંત મહાવીરના ગુણો કહે છે
• સૂત્ર-૩૫૪,૩૫ - - તેઓ ખેદજ્ઞ, કુશળ, આશુપજ્ઞ, મહર્ષિ, અનંતજ્ઞાની, અનંતદર્શ હતા. એવા યશસ્વી, ચક્ષuથમાં સ્થિત ભગવંતના ધર્મ અને જૈને જણો.
ઉkd, આધો, તિછી દિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને નિત્ય, અનિત્ય દૈષ્ટિથી સમીક્ષા કરી પ્રજ્ઞએ દ્વીપ તુલ્ય ધર્મ કહ્યો.
• વિવેચન-૩૫૪,૩૫૫ -
તે ભગવંત ચોત્રીશ અતિશયયુક્ત, ખેદજ્ઞ-સંસારમાં રહેલા જીવોના કર્મવિપાક જન્ય દુ:ખને જાણે છે કેમકે દુ:ખ મુક્તિનો સમર્થ ઉપદેશ આપે છે અથવા ફોત્રજ્ઞયથાવસ્થિત આત્મસ્વરૂપ પરિજ્ઞાનથી આત્મજ્ઞ છે અથવા ક્ષેત્ર એટલે આકાશનેલોકાલોકના સ્વરૂપને જાણે છે. તથા ભાવકુશ તે આઠ પ્રકારના કર્મોને છેદે છે. માટે કુશળ છે. અર્થાત્ પ્રાણીના કર્મોને છંદવામાં નિપૂણ છે. આશુપજ્ઞ - સર્વત્ર સદ્ ઉપયોગથી શીધ્ર પ્રજ્ઞાવાળા છે. તેમને છાસ્થની જેમ વિચારીને ઉત્તર આપવાનો નથી. પાઠાંતરમાં મહર્ષિ પાઠ છે. અત્યંત ઉગ્ર તપ-સાત્રિને આદરે છે અને અતુલ ઉપસર્ગ-પરીષહોને સહે છે તેથી મહાન એવા ઋષિ છે. તથા અવિનાશી અનંત પદાર્થના પરિચ્છેદક છે અથવા જ્ઞાનના વિશેષથી ગ્રાહક છે. માટે અનંતજ્ઞાની છે. અને સામાન્ય અર્થ પરિચ્છેદકવ થકી અનંતદર્શી છે. આવા ભગવંતનો યશ મનુષ્ય-સુર-અસુરથી વિશેષ હોવાથી યશસ્વી છે. લોકોના લોચનમાર્ગમાં ભવસ્થા કેવલીપણે સ્થિત છે અથવા લોકોના સૂક્ષ્મ, દૂર રહેલા ન દેખાતા પદાર્થો કહે છે સંસારને ઉદ્ભરવાના સ્વભાવવાળા કે શ્રુતચારિત્ર નામક ધર્મ કહે છે. તેમને ઉપસર્ગ થયા છતાં નિશ્ચલ, ચાસ્ત્રિથી ચલિત ન થનારા, અથવા તેમણે બતાવેલી સંયમમાં રતિ જાણ - સભ્ય કુશાગ્ર બુદ્ધિથી વિચાર અથવા શ્રમણાદિ વડે સુધમસ્વિામીને પૂછાયું - તમે તે ભગવંતના યશસ્વી ચક્ષુપમાં રહેલા છો, તેમના
૧૬૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ધર્મ-ધૈર્યને - x - કહો.
હવે સુધર્માસ્વામી ભગવંતના ગુણોને કહે છે - ઉદ્ધ, અધો, તિછું એમ સર્વત્ર ચૌદ રાજ પ્રમાણ લોકમાં જે કોઈ ત્રાસ પામે તે કસ - તેઉ - વાયુ, વિકલૅન્દ્રિય, પંચેન્દ્રિય એમ ત્રણ ભેદે છે તથા જે સ્થાવરો - પૃથ્વી, અપ, વનસ્પતિ એ ત્રણ ભેદે છે. તથા જેમને ઉચ્છવાસ આદિ પ્રાણો છે તે પ્રાણી છે. એમ કહી શાક્યાદિ મતનું ખંડન કરીને પૃથ્વી આદિ એકેન્દ્રિયોનું જીવવા કહ્યું. તે ભગવંત તે પાણીને કેવલજ્ઞાની હોવાથી પ્રકર્ષથી જાણે છે માટે તે પ્રાજ્ઞ છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે એવું કેવળજ્ઞાનથી જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થને કહે છે. તે પ્રાણીઓની પાસે પદાર્થો પ્રકાશવાણી “દીપ' સમાન છે અથવા સંસાર સમદ્રમાં પડતાને સદુપદેશ આપીને આશ્વાસ હેત હોવાથી દ્વીપ સમાન છે એવા ભગવંત સંસાર પાર ઉતારવા સમર્થ છે તે શ્રુત-ચાસ્ત્રિ ધર્મને કહે છે સદનુષ્ઠાનથી અથવા રાગદ્વેષ રહિતતાથી સમભાવે કહે છે માટે સમિત છે, કહ્યું છે કે જેમ પુણ્યવાનને ઉપદેશ આપે છે, તેમ કને પણ આપે છે અથવા સમ ધર્મને પ્રાબલ્યથી કહ્યો છે - પ્રાણીઓના અનુગ્રહથી ધર્મ કહ્યો છે, પૂજા સકાર અર્થે કહ્યો નથી.
• સૂમ-૩૫૬,૩૫૩ :
તેઓ સર્વદશી, પતિeતજ્ઞાની, નિરામગંધ, ધૈર્યવાન સ્થિતાત્મા, સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને નાયુ હતા.
તેઓ ભૂતિપા, અનિકેતયારી, સંસાર પાણામી, ધીર, અનંતયજ્ઞ, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન અંધકારમાં પ્રકાશ કરનાર હતા.
• વિવેચન-૩૫૬,૩૫૩ :
તે ભગવંત આ ચરાચર જગતમાં સર્વ પદાર્થને સામાન્યથી જોનારા છે માટે સર્વદર્શી છે. તથા મતિ આદિ ચાર જ્ઞાનોને છોડીને કેવલજ્ઞાનચી યુક્ત જ્ઞાની છે, આ વિશેષણ થકી બીજા તીર્થાધિપોથી અધિકપણું સૂચવ્યું છે. વળી “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે'' તેથી તે ભગવંતનું જ્ઞાન દર્શાવી ક્રિયા બતાવે છે. ‘નિરામગંધ' - અવિશોધિ કોટિ અને વિશોધિકોટિરૂપ દોષ જેના દૂર થયા છે, મૂળ-ઉત્તગુણ ભેદયુક્ત યાત્રિક્રિયાને ભગવંતે કરી તથા અસહ્ય પરીષહ, ઉપસર્ગો આવ્યા તો પણ નિશ્ચલપણે ચારિત્રમાં વૈર્ય રાખ્યું માટે ધૃતિમાન છે. સર્વ કર્મો દૂર થવાથી આત્મસ્વરૂપમાં આમાં સ્થિર હોવાથી સ્વિાત્મા છે. આ જ્ઞાન-ક્રિયા ફળદ્વારનું વિશેષ છે તથા જેનાથી સર્વ જગતમાં શ્રેષ્ઠ બીજું કોઈ નથી માટે અનુત્તર છે હાથમાં રહેલા આમળા માફક સર્વ પદાર્થને જાણે માટે વિદ્વાનું છે. સચિત આદિ બાહ્ય ગ્રંથ અને કમરૂપ અત્યંતર ગ્રંથને અતિક્રમવાથી ગ્રંથાતિત-નિર્મન્થ છે. સાત પ્રકારના ભયથી હિત હોવાથી નિર્ભયસમસ્ત ભયરહિત છે. ચતુર્વિધ આયુ દૂર થવાથી અનાયું છે. કેમકે કર્મબીજ બળી જવાણી ફરી જન્મનો અભાવ છે.
‘પૂતિ' શબ્દ વૃદ્ધિ, મંગલ અને રક્ષા અર્થમાં વર્તે છે. તેમાં ભૂતિપા અહીં પ્રવૃદ્ધ પ્રજ્ઞ-અનંતજ્ઞાતવાન અર્થમાં છે; વળી જગની રક્ષા કરવાની પ્રજ્ઞાવાળા છે