Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 168
________________ ૧/૧૫/-I૬૧૫ થી ૬૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ દોરી શકાય તે અનુશાસન. ધદિશના વડે સન્માર્ગે લઈ જવા. તે બોધ ભવ્યઅભવ્યાદિ પ્રાણીમાં જેમ પૃથ્વી પર જળ પડે તેમ સ્વ આશયવશ અનેક પ્રકારે છે. જો કે અભવ્યને બોધ, તેને સમ્યક્ ન પરિણમે, તો પણ સર્વ ઉપાયને જાણનાર સર્વજ્ઞને તેમાં દોષ નથી. પણ તે શ્રોતાના સ્વભાવની પરિણતિનો દોષ છે, કે જે અમૃતરૂપ, એકાંત પથ્ય, રાગદ્વેષનાશક વચન તેમને યથાવત્ પરિણમતું નથી. કહ્યું છે - હે લોકબંધુ! સદ્ધર્મ બીજ વાવવાના કશલ્ય છતાં આપના વચન અભવ્યોને લાભદાયી ન થાય. તેમાં કોઈ આશ્ચર્ય નથી કેમકે સૂર્યના કિરણો - X • x ઘવડને દિવસમાં પ્રકાશ આપતા નથી. આ અનુશાસક કેવા છે ? વહુ એટલે અહીં મોક્ષ છે, તે પ્રતિ પ્રવૃત્ત સંયમ જેને છે, તે વસુમન. તેઓ દેવાદિકૃત અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને પામે છે. [પ્રશ્ન દેવાદિકૃત સમોસરણાદિમાં આધાકર્મી દોષ ન લાગે ? ના, કેમકે તેને ભોગવવાનો આશય નથી. માટે અનાશય છે. અથવા દ્રવ્ય થકી ભોગવે પણ ભાવથી ન આસ્વાદે, તેમાં વૃદ્ધિ નથી, ભોગવવા છતાં એકાંતે સંયમ તત્પર હોવાથી સંયમવાનું જ છે. કેવી રીતે? - ઇન્દ્રિય અને મન વડે દાંત છે, વળી સંયમમાં દંઢ છે, મૈથુનથી વિરત છે, ઇચ્છા-મદન-કામના અભાવથી સંયમમાં દેઢ છે, આયતયાસ્મિત્વથી દાંત છે. ઇન્દ્રિય-મનના દમનથી સંયમમાં યનવાનું છે, તેથી દેવાદિ પૂજનનો આસ્વાદ ન લેવાથી, દેખીતું દ્રવ્ય ભોગવવા છતાં તેઓ સાચા સંયમવાળા છે. [૬૧૮] ભગવંત મૈથુનથી કઈ રીતે દૂર છે, તે કહે છે - આ મૈથુન મુંડ આદિને વયસ્થાને લઈ જવા મુકેલ ભક્ષ્ય સમાન છે. જેમ પશુઓ આ ભઠ્યથી લોભાઈને વધ્યસ્થાને આવી વિવિધ વેદના પામે છે તેમ આ જીવો પણ સ્ત્રી સંગ વડે વશ થઈને ઘણી વાતના પામે છે. આવું નીવાર જેવું મૈથુન સમજીને તત્વજ્ઞ સ્ત્રી પ્રસંગ ન કરે. મૈથુનથી સંસાર શ્રોતમાં અવતરવું પડે, ઇન્દ્રિય વિષયોમાં વર્તતા પ્રાણાતિપાતાદિ આશ્રવ લાગે, આ શ્રોતને છેદવાથી છિન્નશ્રોત છે, તથા રાગદ્વેષરૂપ મલથી રહિત કે વિષયથી અપ્રવૃત છે માટે અનાકુલ છે - સ્વસ્થ ચિત છે, આવી અનાકુળ બનીને, સર્વકાળ ઇન્દ્રિય-મનથી દાંત હોય છે. એ રીતે કર્મનાશ જેવી અનન્ય ભાવસંધિ પામ્યા છે. • સૂત્ર-૬૧૯ થી ૬૨૨ - અનન્યાદેશ અને ખેદજ્ઞ, ણ મન-વચન-કાયાથી કોઈ સાથે વિરોધ ન કરે, તે જ પરમાદર્શ છે...જે આકાંક્ષાનો અંત કરે છે, તે મનુષ્ય માટે ચણ સમ છે. અસ્તરો તે ચાલે છે, ચક્ર અંતથી ઘુમે છે...ધીર તને સેવે છે, તેથી તે તકર છે. તે નર આ મનુષ્ય જીવનમાં ધમરિાધના કરીને મુક્ત થાય છે કે અનુત્તર દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. મનુષ્ય સિવાયની ગતિમાં આ યોગ્યતા નથી.. • વિવેચન-૬૧૯ થી ૬૨૨ - [૬૧૯] અનન્યસદેશ સંયમ કે જિનધર્મ, તેમાં જે નિપુણ છે. તેવા અનિદૈશખેદજ્ઞા 4/5] કોઈ સાથે વિરોધ ન કરે. સર્વ પ્રાણી સાથે મૈત્રી રાખે. તે યોગમિક કરણગિકથી દશવિ છે - અંતઃકરણથી પ્રશાંતમના, વચનથી-હિતમિતભાષી, કાયાથી દુપ્પણિહિત સર્વકાય ચેટા રોકીને દષ્ટિપૂત પાદચારી થઈ, પરમાર્થથી ચાખાનું થાય છે. [૬૦] વળી તે વિશે કર્મવિવર પામેલા અનીદેશ, નિપુણ, ભવ્ય મનુષ્યોના ચા-સારા માઠા પદાર્થોના પ્રગટ કરનારા હોવાથી આંખો જેવા છે. તેઓ ભોગેચ્છા અને વિષયgણાના અંત કરનારા છે. અંત કરીને ઇચ્છિત અને સાધનારા છે, તેનું દેહાંત - જેમ અસ્તરો અંતધારથી કાપે છે, ચક-રથનું પૈડું અંતથી માર્ગમાં ચાલે છે, તે રીતે સાધુ વિષયકષાયરૂપ મોહનીયનો અંત કરી સંસારનો ક્ષય કરે છે. ૬િ૨૧] ઉક્ત અને પુષ્ટ કરે છે . વિષય, કષાય, તૃણાનો નાશ કરવા માટે ઉધાનના એકાંતમાં રહે અથવા અંતરાંતાદિ આહારને વિષયસુખથી નિસ્પૃહો સેવે છે. તેના વડે સંસારનો કે તેના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર થાય છે. તે મનુષ્યલોકમાં આર્યોત્રમાં થાય છે. તે તીર્થકર જ આવું કરે છે, તેમ નહીં, બીજા પણ મનુષ્યલોકમાં આવેલા સમ્યક્ દર્શન જ્ઞાન યાત્રિાત્મક ધર્મ આરાધીને મનુષ્યો કર્મભૂમિમાં જન્મીને - X - સંદનુષ્ઠાન સામગ્રી પામીને નિષ્કિતાથ બને છે. | ૬િ૨૨] ઉપર કહ્યા મુજબ નિષ્ઠિતા થાય છે. કેટલાંક પ્રચુર કર્મોથી સમ્યક્ત્વાદિ સામગ્રી છતાં તે ભવે મોક્ષે જતાં નથી. તો પણ વૈમાનિક દેવપણાંને પામે છે. એવું આગમશ્રુત-પ્રવચનમાં કહ્યું છે. સુધમસ્વિામી જંબુસ્વામીને કહે છે - મેં આ લોકોત્તર ભગવંત પાસે સાંભળ્યું છે કે - સમ્યક્ત્વાદિ સામગ્રી પામીને મનુષ્ય મોક્ષમાં જાય છે કે વૈમાનિક થાય છે આ મનુષ્યગતિમાં જ થાય છે, અન્યત્ર નહીં, તે બતાવે છે - x • તીર્થકર પાસે સાંભળ્યું, ગણધરે પોતાના શિષ્યોને કહ્યું કે - મનુષ્ય જ સર્વ કર્મક્ષય કરી સિદ્ધિ ગતિમાં જાય છે, અમનુષ્ય નહીં. આ કથનથી શાક્ય મતનું - X • ખંડન કર્યું છે. મનુષ્ય સિવાયની ત્રણે ગતિમાં સચ્ચા»િ પરિણામ અભાવે મોક્ષમાં ન જાય. • સૂત્ર-૬૨૩ થી ૬૨૬ : કોઈ કહે છે - મનુષ્ય જ દુઃખોનો અંત કરે છે, કોઈ કહે છે - મનુષ્ય ભવ મળવો દુર્લભ છે...અહીંથી યુત જીવને સંબોધિ દુર્લભ છે, ધમથિના ઉપદેટા પુરુષનો યોગ પણ દુર્લભ છે...જે પતિપૂર્ણ, અનુપમ, શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે અને તે પ્રમાણે આચરે છે, તેમને ફરી જન્મ લેવાની વાત ક્યાંથી હોય ...મેધાવી, તથાગત સંસારમાં ક્યાંથી ઉત્પન્ન થાય! આપતિજ્ઞ તથાગત લોકના અનુત્તર નેત્ર-પથદર્શક છે. • વિવેચન-૬૨૩ થી ૬૨૬ : ૬િ૨૩] અમનુષ્યો તેવી સામગ્રીના અભાવે સર્વ દુઃખોનો અંત કરી શકતા નથી. કોઈ વાદી કહે છે • દેવો જ ઉત્તરોતર સ્થાન પ્રાપ્તિથી સંપૂર્ણ કલેશોનો નાશ કરે છે. જૈનદર્શન એવું માનતું નથી. ભગવંતે ગણધરાદિ સ્વશિષ્યોને કે ગણધરાદિએ કહ્યું છે * * * * * આ જીવને મનુષ્ય જન્મ મળવો ઘણો દુર્લભ છે. કદાય કર્મવિવરથી

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264