________________
૧/૩/૪/૨૪૨,૨૪૩,૨૪૪
ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા પર્યાપ્ત - અપર્યાપ્ત ભેદવાળા જીવો લેવા - આ રીતે દ્રવ્ય પ્રાણાતિપાત લીધો. બધી અવસ્થામાં - સર્વત્ર કાલે કાળ-ભાવ ભેદ ભિન્ન
પ્રાણાતિપાત સ્વીકાર્યો. આ રીતે ચૌદે જીવ સ્થાનોમાં કરવું - કરાવવું - અનુમોદવું વડે અને મન-વચન-કાયાથી પ્રાણાતિપાતની વિરતિ કરે. આ રીતે એક પાદ ઉણ બે શ્લોક વડે જીવહિંસા વિરતિ આદિ મૂલગુણો બતાવ્યા.
હવે મૂલ-ઉત્તર ગુણોના ફળને બતાવવા કહે છે • સૂત્ર-૨૪૪ [અધુરેથી-], ૨૪૫,૨૪૬ :
[ઉકત હિંસાદિના ત્યાગથી શાંતિ અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
૧૨૩
કાશ્યપ મહાવીર સ્વામી દ્વારા કહેલ આ ધર્મને સ્વીકારીને ભિક્ષુ અગ્લાન ભાવે, સમાધિયુક્ત થઈને રોગી સાધુની સેવા કરે.
સમ્યગ્દષ્ટિ, શાંત મુનિ, મોક્ષ આપવામાં કુશળ એવા આ ધર્મને જાણીને ઉપસર્ગો સહે, મોક્ષ પ્રાપ્તિ સુધી સંયમ પાળે - તેમ હું કહું છું. • વિવેચન-ર૪૪ [અધુરેથી-] ૨૪૫,૨૪૬ :
શાંતિ એટલે કર્મ દાહનો ઉપશમ. નિર્વાણ એટલે મોક્ષપદ. તે રાગ-દ્વેષના દ્વન્દ્વના નિવારણરૂપ પ્રતિપાદિત કર્યું છે, તે અવશ્ય ચરણકરણના અનુષ્ઠાયી સાધુને હોય છે. હવે સમસ્ત અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે -
પૂર્વોક્ત મૂળ, ઉત્તરગુણરૂપ અથવા શ્રુત-ચાસ્ત્રિરૂપ દુર્ગતિને અટકાવવાથી ધર્મ છે. તેને આચાર્યાદિ પાસે ઉપદેશ વડે ગ્રહણ કરે છે. તે શ્રી મહાવીર વર્ધમાન સ્વામીએ કેવળજ્ઞાન થયા બાદ ભવ્ય જીવોના ઉદ્ધારને માટે કહેલ છે. તેને સમજીને સાધુએ પરીષહ-ઉપસર્ગથી કંટાળ્યા વિના માંદા સાધુની વૈયાવચ્ચ કરવી. - કેવી રીતે? - પોતે માંદો ન પડે તે રીતે યથાશક્તિ સમાધિ રાખીને કરે. અર્થાત્ મારું જીવન સફળ થયું એમ માનતો વૈયાવચ્ચ-માંદા સાધુની સેવા કરે.
આ પ્રમાણે સમ્યક્ રીતે જાણીને, પોતાની મતિથી કે બીજા પાસે સાંભળી મોક્ષે જવામાં અનુકૂળ એવા શ્રુત-ચાત્રિ ધર્મને આદરી તે સમ્યગ્દર્શની તથા કષાયના ઉપશમથી શીતીભૂત થઈ અથવા પરિનિવૃત કલ્પવાળો થઈ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહીને મોક્ષે જતાં સુધી સંયમાનુષ્ઠાન વડે નિર્વાહ કરો.
અધ્યયન-૩ 'ઉપસર્ગપરિજ્ઞા' ઉદ્દેશા-૪નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
=
કૃતિ - અધ્યયન પૂર્ણ થવા માટે છે. વ્રીમિ - પૂર્વવત્, નયચર્ચા તેમજ. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ટીકાનુવાદ પૂર્ણ
- * - * - * - * - * - X -
૧૨૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધ્યયન-૪ “સ્ત્રી પરિજ્ઞા' છ
• ભૂમિકા :
ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો કહ્યા. તેમાં પ્રાયે અનુકૂળ ઉપસર્ગો દુઃસહ્ય છે. તેમાં પણ મુખ્ય સ્ત્રીકૃત છે તેને જીતવા આ અધ્યયન કહ્યું છે એ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપક્રમ અંતર્ગત્ અર્થાધિકાર બે છે. (૧) અધ્યયનનો, (૨) ઉદ્દેશાનો. તેમાં અધ્યયનનો અર્થાધિકાર નિર્યુક્તિકારે પૂર્વે બતાવેલ છે ઉદ્દેશાનો અર્થાધિકાર નિર્યુક્તિકાર હવે કહેશે. હવે નિક્ષેપ - તે ઓઘ, નામ, સૂમાલાપક એ ત્રણ ભેદે છે તેમાં ઓઘનિષ્પન્ન એ અધ્યયન, નામ નિષ્પન્ન-સ્ત્રી પરિજ્ઞા છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને સ્ત્રી શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ કહે છે.
[નિ.૫૬-] દ્રવ્ય સ્ત્રી બે પ્રકારે - આગમથી, નો આગમથી. આગમથી સ્ત્રી પદાર્થને જાણનાર પણ ઉપયોગ રહિત. - × - નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદ, વ્યતિરિક્તના ત્રણ ભેદ - એકભવિકા, બદ્ઘાયુષ્કા, અભિમુખનામગોત્રા. જેના વડે ઓળખાય તે ચિન્હ - રતન, વેશ, આદિ. ચિન્હમાત્રથી સ્ત્રી તે ચિન્હ સ્ત્રી - જેનો વેદ નાશ પામ્યો છે તે છદ્મસ્થ કેવલી અથવા સ્ત્રી
વેશધારી, કોઈ પણ. વેદ સ્ત્રી - પુરુષ અભિલાષરૂપ વેદોદય. અભિલાપ - ૪ - બોલાય તે. સ્ત્રી લિંગી નામો; જેમકે - શાળા, માળા આદિ.
ભાવ સ્ત્રી બે પ્રકારે - આગમથી, નો આગમથી - સ્ત્રી પદાર્થજ્ઞાતા અને તેમાં ઉપયોગ હોય. - ૪ - નો આગમથી ભાવ વિષયના નિક્ષેપમાં સ્ત્રી વેદરૂપ વસ્તુના ઉપયોગયુક્ત. તેના ઉપયોગથી અનન્યપણે હોવાથી તે જ ભાવ સ્ત્રી છે. જેમ અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ થાય છે અથવા સ્ત્રીવેદના નિર્વકના ઉદયમાં આવેલ કર્મોને અનુભવે તે ભાવ સ્ત્રી આ પ્રમાણે સ્ત્રીનો નિક્ષેપ છે.
પરિજ્ઞા નિક્ષેપ “શસ્ત્રપરિજ્ઞા' મુજબ જાણવો. હવે પુરુષ નિક્ષેપ
[નિ.૫૭-] નામ એટલે સંજ્ઞા. સંજ્ઞા માત્રથી પુરુષ તે નામ પુરુષ. જેમકે ઘડો, વસ્ત્ર આદિ. અથવા જેનું નામ ‘પુરુષ' હોય. સ્થાપના પુરુષ - કાષ્ઠાદિની પ્રતિમારૂપે છે. દ્રવ્ય પુરુષ નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિક્તિ-તેમાં એકભવિક, બદ્ઘાયુષ્ય, અભિમુખનામગોત્ર. અથવા દ્રવ્ય પ્રધાન તે મમ્મણ શેઠ આદિ ક્ષેત્રને આશ્રીને તે ક્ષેત્રપુરુષ - સૌરાષ્ટ્રિક આદિ અથવા જે ક્ષેત્રને આશ્રીને પુરુષપણું મળે તે ક્ષેત્રપુરુષ.
જે જેટલો કાળ પુરુષવેદ વેદે તે કાલપુરુષ. જેમકે–
હે ભગવન્ ! પુરુષ એ કાળથી પુરુષપણે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી જે કાળે પુરુષપણું અનુભવે. જેમકે કોઈ એક પક્ષમાં પુરુષપણું ભોગવે, બીજા પક્ષમાં નપુંસકપણું. જેના વડે પ્રજા ઉત્પન્ન થાય તે પુરુષ ચિન્હ, તેનાથી પ્રધાન તે પ્રજનન પુરુષ - ૪ - કર્મ એટલે અનુષ્ઠાનથી પ્રધાન તે