Book Title: Adhar Pap Sthanakni Sazzaya Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ { પ્રસ્તાવના સંસારવર્તી સર્વે જીવો અનાદિ કાળથી મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ દુષિત ભાવોથી નિરંતર કર્મ બાંધે છે. તેના કારણે ભવોભવમાં જન્મમરણની પરંપરામાં રખડે છે. અને અનંત દુ:ખો પામે છે. પાપકાર્ય આચરવાં તે પાપબંધનું કારણ છે. અને દુ:ખોની પ્રાપ્તિ એ પાપોનું ફળ છે. આ વાત સમજીને જીવનમાં દુઃખો ન આવે તે માટે પાપોનું આચરણ ત્યજી દેવું જોઈએ. કેવાં કેવા પાપો આચરનારા જીવો કેવા કેવાં દુઃખો પામ્યા? તે વાત સમજાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ૧૮ પાપસ્થાનકોની વર્ણનને સમજાવતી સુંદર સઝાય બનાવી છે. તેની ૧૮ ઢાળો છે. (૧) પ્રાણાતિપાત - બીજા જીવના પ્રાણોનો નાશ કરવો, હત્યા કરવી, કોઈનું મન દુભાવવું, માનસિક પીડા ઉપજાવવી, વ્યંગ વચનો બોલી દુઃખ આપવાં, કાયાથી માર મારવો, મારામારી કરવી ઈત્યાદિ. (૨) મૃષાવાદ - જુઠું બોલવું, ખોટું બોલી વાત છુપાવવી, અસત્ય ભાષણ કરવું. (૩) અદત્તાદાન - કોઈની પણ માલિકીની વસ્તુ તે માલિકના આપ્યા વિના લેવી, લેવાની બુદ્ધિ પણ કરવી. (૪) મૈથુન - સંસારક્રીડા કરવી, સંભોગ કરવો, સ્ત્રી-પુરુષની સંસાર ક્રિયા. (૫) પરિગ્રહ - મમતા-મૂછ, આસક્તિ-ઈચ્છા તે ભાવપરિગ્રહ. અને ધન-ધાન્યાદિનો સંગ્રહ કરવો તે નવવિધ દ્રવ્યપરિગ્રહ. (૬) ક્રોધ - આવેશ-ગુસ્સો-તપી જવું. (૭) માન - અહંકાર, અભિમાન, મોટાઈ. (૮) માયા - કપટ, છેતરપિંડી, હૈયામાં જુદા ભાવ અને હોઠમાં જુદા ભાવ, બનાવટ. (૯) લોભ - આસક્તિ, મમતા, મૂછ, મારાપણું. (૧૦)રાગ - પ્રેમ, સ્નેહ, લાગણીવાળાપણું. (૧૧)ષ - દાઝ, અદેખાઈ, અણગમો, નાખુશીભાવ. (૧૨)કલેશ - ઝઘડો, કડવાશ, બોલાચાલી. (૧૩)અભ્યાખ્યાન - ખોટું કોઈના ઉપર આળ દેવું, કલંક ચઢાવવું, કોઈનો પણ જુઠો પ્રચાર કરવો. www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 242