________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૧૭
રસાભાસ પણ માણસમાં વિવેકશક્તિનું ભાન રહેવા દેતો નથી. માત્ર અભેદની કલ્પનામાં રચ્યા રહેવું એ પણ બ્રહ્મસાક્ષાત્કારમાં અડચણરૂપ છે. તેથી ખરું જોતાં ભેદ સાથે યથાર્થરૂપે અભેદનો અનુભવ થાય ત્યારે જ બ્રહ્મસાક્ષાત્કાર થયો ગણાય અને આ યથાર્થ દર્શન બુદ્ધિ અને હૃદય બંને વડે થાય છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૫)
આ રીતે આનંદશંકરના તત્ત્વવિચારમાં બુદ્ધિનો પણ યથાર્થ સ્વીકાર થયેલો છે. “મનુષ્યનો સમગ્ર આત્મા પરમતત્ત્વ સાથે નિકટનો સંબંધ ધરાવે છે. એની ઈન્દ્રિયોના વ્યાપાર પરમતત્ત્વના સિંધ ઉપર જ ચાલે છે. જે જે વિષયો એ ગ્રહણ કરે છે એ એ મહાન સિંધુ ઉપર તરતા દીપ જેવા, અથવા વધારે ઘટતું ઉપમાન લઈએ તો બુદબુદ જેવા છે. ઘટપટાદિ વિષયજાતને એની આસપાસ વિસ્તરતા તેમ જ એના અંતરમાં પ્રવેશી રહેલા અનંતતાના સાગરથી પૃથક્ પાડી ગ્રહણ કરવા યત્ન કરો એટલે તરત જણાશે કે એના વિના તો તમારી દૃષ્ટિ આગળ કેવળ અંધકાર – જ્ઞાનહીન, વ્યવસ્થાહીન, સ્વરૂપવાન કાંઈક (?) - એટલું જ છે, જે છે એટલું કહેવું પણ શક્ય નથી. વળી સમગ્ર વિશ્વનું વિશ્વરૂપે અનાદ્યનંત દેશકાળમાં પરસ્પર સંબંધ પદાર્થોની એકતાની મૂર્તિરૂપે ગ્રહણ થવું આત્મા વિના સંભવે છે? વળી આ આત્મા તે મારો જ (અંત:કરણાવચ્છિન્ન ચૈતન્યરૂપ) આત્મા ? મારા (અંતઃકરણાવચ્છિન્ન) આત્માનું અસ્તિત્વ વિશ્વની કાંઈક અનુભવવિષયતાનો ખુલાસો કરી શકે, પણ વિશ્વ “છે”-સર્વને માટે “છે'- એમ એ આત્મામાંથી કેમ સિદ્ધ થાય ? માટે એવો આત્મા- પરમ આત્મા- સ્વીકારવો જોઈએ કે જેનું આ સમગ્ર વિશ્વ દશ્ય છે અને જેની દષ્ટિ સદા યથાર્થ છે અને જેની એ યથાર્થ દષ્ટિ સાથે મારી દષ્ટિ મેળવવી એનું નામ વિશ્વનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તાત્પર્ય કે જ્ઞાનમાં જે પ્રમા-અપ્રમાનો ભેદ પડે છે તેનો એકજીવવાદ સ્વીકારવાથી અથવા તો અંતરમાં એકતારહિત અનેક જીવોનું પ્રતિવ્યક્તિ સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવાથી ખુલાસો થઈ શકતો નથી : અનેક જીવો આગળ પ્રમા (યથાર્થજ્ઞાન)ની ભાવના એક જ છે. એથી એક પરમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (ધર્મવિચાર-૧, પૃ.૨૭૬).
અપૂર્ણ આત્મા અને અપૂર્ણ જ્ઞાનનો જ આધાર લઈ અહીં આનંદશંકર બુદ્ધિ અને શ્રદ્ધા બંને માટે સર્વજ્ઞ આત્માની કલ્પનાને આવશ્યક ઠેરવે છે. આ જ દૃષ્ટિએ આનંદશંકર સત અને ચિત્ના ભાસમાન બૈતમાં અદ્વૈત સિદ્ધ કરે છે. “સત અને ચિત એકબીજામાં સમાયેલા છે, કેમ કે જે સત ચિતમાં પ્રકાશતું નથી એ શૂન્ય સમાન છે અને જે ચિત સત ને પ્રકટ કરતું નથી. એ પ્રકાશરૂપ ચૈતન્ય ધર્મથી રહિત છે અને શૂન્ય થઈ જાય છે તેથી સત અને ચિતનું અદ્વૈત જ યુક્ત છે.” (ધર્મવિચાર-૧, પૃ.૧૧૯).
કેવલાદ્વૈતમાં રહેલા જગતના નિષેધને આનંદશંકર તાર્કિક ગણાવે છે. લૌકિક વ્યવહારિક કે સામાન્ય બુદ્ધિની દૃષ્ટિએ આ સૃષ્ટિ દેખાય છે તેવી નથી પણ એની પાછળ ગૂઢ સત્ય જ રહેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org