Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 11
________________ તળાજા સુધી તો ત્રાહિમામ થઈ જવાય તેવી ગરમી જ લાગી. તળાજાથી સાંજે વિહાર કરવો પડે તેમ હતો તેથી નીકળ્યા તો ખરા, પણ ચારે બાજુ - ઉપર નીચે, આજુ- બાજુ બધેથી ગરમી જ ગરમી. આંખને સાતા આપે એવાં ઝાડ પણ ન દેખાય. રસ્તા પર અમે એકલા જ હતા. તળાજાની ટેકરી પાસેથી નીકળ્યા ત્યારે એક બાજુ વાડીના ઊંચા ઊંચા પર્ણવિહીન દિગંબર વૃક્ષો અને બીજી બાજુ પથ્થરિયો પહાડ - એ બને જોયા ત્યારે એમ લાગ્યું કે જાણે કવિ જયંત પાઠકે અહીં રહીને જ જાણે એ પંક્તિ ન રચી હોય તેવી બંધબેસતી એ બે લીટી સ્મૃતિમંજુષામાંથી બહાર ધસી આવી. જપમાં ઊભાં ઝાડ અને આ તપમાં બેઠા પહાડ, ચકલું ચે ના ફરકે જાણે ધોળે દિવસે ધાડ. દાઠા - વાલાવાવ થઈને અમે મહુવા પહોંચ્યા. મહુવામાં તો સાચે જ શીતળતાનો અનુભવ થયો. માલણ નદીના કાંઠે ઘેઘૂર વૃક્ષોની હારમાળા, ઊંચી નાળિયેરીના ઝૂંડ જાણે અમને આવકારી રહ્યા હતા.ઘેરી છાયા પાથરતી, ચીકુની ઘટ્ટ વાડીઓની ગાઢ ઠંડક માણવા જાણે ત્યાં જ બેસી જવાનું મન થઈ જાય ! અને આંબાઆંબાવાડીઓ જોઈને તો કવિ નાનાલાલની પંક્તિ ત્યાં યાદ આવી ગઈ? જાણે ટોળે વળેલી સહિયર રમતી. આશ્વની એવી ક્રૂજે. અભિષેક: ૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 114