________________
દેવે બનાવેલું દેરાસર
શ્રી શાન્વિનાથ ભગવાનનું દેરું
જિજ્ઞાસા :
પ્રશ્ન: ગયે મહિને ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનું બન્યું. આપે યાત્રા-પોથી લખી છે તે પુણ્ય-પાપની બારી” પુસ્તિકા સાથે રાખી હતી. એ ગાઈડ પ્રમાણે તે તે સ્થાનની સ્પર્શના કરવાનો આનંદ ઓર આવ્યો. એવો જ આનંદ માણતાં અમે વાઘણપોળ વટાવી અંદર પ્રવેશ કર્યો ત્યાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચૈત્ય આવ્યું. પરિપાટી પ્રમાણે ત્યાં જઈ ચૈત્યવંદન કર્યું. દરમિયાન મનમાં પ્રશ્ન થયો કે અહીં તો દાદાના ધામમાં ભગવાન ઋષભદેવનું જ સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે; પ્રણાલિકાગત પાંચ ચૈત્યવંદન રૂઢ થયા છે તેમાં ચાર આદેશ્વરદાદાના છે એ તો સહજ છે. એમાં એક શાન્તિનાથ ભગવાનનું છે તેથી મનને આશ્ચર્ય થયું! કોઈ ખાસ પ્રયોજન હશે જ! કૃપા કરી આપશ્રી આ બાબત પ્રકાશ પાડશોજી.
૬૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org