Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 103
________________ ધર્મરાધના કરીને સમાધિપૂર્વક સ્વંગે પ્રયાણ કરે છે. આ સમાગમ વિ.સં.૧૫૮૨માં થયો અને ગિરિરાજનો ઉદ્ધાર-પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭માં થયા. આ પાંચ વર્ષના ગાળામાં કર્માશાહ ખંત, અપાર ધીરજ અને તીવ્ર તમન્નાથી તીર્થોદ્ધારના કાર્ય માટે મન-વચન-કાયાથી વળગી રહેલા છે, તે મહત્વની વાત છે. પ્રબંધના આ શબ્દો એની પ્રતીતિ કરાવે છે : સ્વપ્નપિત ાતમના प्रयतः समन्ताम | બીજા ઉલ્લાસમાંની ઘણી વાતોમાંથી, અહીં તો માત્ર થોડી જ રજૂ કરીશું. એથી વાચકનો રસ, પ્રબંધ પાસે જવા પ્રેરાશે. બીજા ઉલ્લાસના પ્રારંભમાં પ્રબંધકાર ,ઇતિહાસની વહી વાંચે છે. અણહિલપુર પાટણની ગાદીએ આવેલા રાજાઓના ક્રમ અને રાજ્ય પરંપરા બતાવ્યા છે. સુબાઓ અને બાદશાહોની પરંપરા પણ દર્શાવી છે. વિ.સં.૧૪૬૮માં અમદાવાદની સ્થાપના થઈ એ પણ એમાંથી જાણવા મળે છે.(૨/૧૫) તીર્થોદ્વારમાં રાજકીય દ્રષ્ટિએ મહત્વનો ભાગ ભજવનાર બાધરશા બાદશાહનો ઇતિહાસ વર્ણવ્યો છે. કયા સંજોગોમાં બાધરશાને કર્માશાહ સાથે પરિચય થાય છે; બાધરશા પર ઉપકાર કરવાની કર્માશાહને કેવી તક મળેછે અને તેમાં કુળદેવી કેવા નિમિત્ત બને છે, તે વૃતાંત રોચક છે. (૨/૨૨-૫૧) બાધરશાની મદદથી રાજકીય દષ્ટિએ કાર્ય નિર્વિઘ્ન બની ગયા પછી, પાવાગઢથી ખંભાત જવું, જ્યાં શ્રી વિનયમંડન પાઠક બિરાજમાન અભિષેક: ૮૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114