Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 107
________________ એક શ્લોકનો ભાવ જોઈએ: કસ્મશાહના દાનથી જીતાયેલું કલ્પવૃક્ષ “ક” વિનાનું એટલે કે અલ્પવૃક્ષ થઈ ગયું, અને દાન આપવામાં પ્રસિધ્ધ એવા બલિરાજા કમશાહના દાનને સાંભળી લજ્જિત થયા અને તેમના નામમાં સ્વરનું પરિવર્તન થયું અને તેઓ બાલ બની ગયા! શબ્દ ચમત્કૃતિવાળા આવા અનેક પદ્યથી બીજો ઉલ્લાસ પૂરો થાય છે. આ પ્રબંધની રચનાથી જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનાથી ભવોભવ રત્નત્રયીની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરી છે. જ્યાં સુધી વિમલાચલ છે ત્યાં સુધી આ પ્રશસ્તિ બુધજનોમાં વંચાતી રહે એવી અભિલાષા પ્રગટ કરી છે. પ્રબંધનો પ્રથમદર્શ શ્રી વિનયમંડન પાઠકના કહેવાથી શ્રી સૌભાગ્યમંડને વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ દશમીને શુક્રવારે લખ્યો છે. આમ પ્રબંધનો બીજો ઉલ્લાસ ૧૬૯ શ્લોકમાં પરિપૂર્ણ થાય છે અને આમ બે ઉલ્લાસનો પ્રબંધ પૂર્ણ થાય છે. આ રીતે પ્રબંધનો સંક્ષિપ્ત પરિચય-રસાસ્વાદ અહી રજુ કર્યો છે. વાચક મૂળ પ્રબંધ વાંચવા પ્રેરાય એવી આશા સાથે શ્રી શુભવીરવિજયજી મહારાજના સ્વરમાં સૂર પૂરાવીએ: પનરસો સત્યાસીએ રે, સોલમો એ ઉદ્ધાર કર્યાશાહે કરાવીયો રે, વરતે છે જયજયકાર. અભિષેક: ૯૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114