________________
“ચૈતન્ય ભળ્યું જે ઉર્જામાં, અમૃત છે, તે જળધાર નથી” (કવિ હિમાંશુ પ્રેમ) આ ઔષધિજળ જ્યારે ખૂબ સુગંધી બને છે અને એનાથી પ્રભુજીના અભિષેક થાય છે ત્યારે એ સુરભિથી આકર્ષાઈને નજીકના દેવો ત્યાં અવશ્ય પધારે છે. વળી આ ચીજ એવી લક્ષણવંત હોય છે કે તેમાં દેવો અધિષ્ઠાન કરીને રહે છે. સ્વચ્છ અને પવિત્ર જિનાલયમાં સુગંધી પુષ્પો, દિવ્ય પદાર્થોથી બનેલા ધૂપ અને ગાયના નિર્દોષ ઘીના દીપકોની જ્યોતિથી છવાયેલું સુગંધ ઝરતું વાતાવરણ નિર્માણ પામે છે ઃ
:
लुब्धै व्यन्तरदैवेः साधिष्ठायकमिदं भवति । (ઉત્તમ દેવોથી આ બિંબ અને આ ચૈત્ય અધિષ્ઠિત થાય છે.) આવા પ્રભાવ સંપન્ન અભિષેકથી નવા બિંબમાં અદ્ભુત તેજ પ્રગટે છે તથા શ્રી સંઘમાં સમૃદ્ધિનો ઉમેરો થાય છે.
तेजोद्भुतं नवे बिम्बे भूरि भूतिं च धार्मिके ।
મારી એક આરત છે. મારું મન એમ સૂચવવા ઇચ્છે છે કે, એક પ્રતિમાજીને એક જ વ્યક્તિ પૂરા અઢાર અભિષેક કરે. આમ કરવાથી “હાર્મની” જળવાશે. ભિન્ન ભિન્ન વિચારવાળી જુદી જુદી વ્યક્તિઓના કારણે આશાતનાની સંભાવના પૂર્ણપણે રહે છે. પછી તમે જ કહેશો કે આશાતના અને મલિનતાના નિવારણ માટે અભિષેક થઈ રહ્યા છે પરંતુ એ હેતુ તો ન સચવાયો ! અભિષેક ક્રિયાની અખંડિતા ન જળવાય અભિષેક: ૦૨
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org