Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 24
________________ જળ અને મૃત્તિકા! બધાએ હર્ષભરી કીકીયારી કરી. બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. હવે તો બસ, દાદાના અભિષેક ..... ૩ - અભિષેકની સાથે સાથે પ્રશ્ન:વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે કર્યું તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યા તેવું કહ્યું તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો તેના તરફથી તો ઘણી ઉદારતા હતી તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીના વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું? ઉત્તરઃ પદાર્થનો અતિરેક જેમ અભાવનું કારણ બને છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક અહંકારનું કારણ બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે પણ સ્પધામૂલક અતિરેક તો અહંકાર લાવે જ. કોઈએ ન કર્યું હોય તેવું કરવું છે કે મેં કર્યું આવું જ્યારે બને છે ત્યારે અહંકાર આવે છે, અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દ કે તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી જે રહે છે તે આડંબર હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું છે એ તત્ત્વ જ ન ૧૯ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114