Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 69
________________ છબી ચિત્ત પર અંકિત થઈ છે. અમે સહુ નીચે ઊતરી સૌ સૌના સ્થાને પહોંચ્યા. ચો-તરફ માણસો જ માણસ દેખાતા હતા. એ બધાની વચ્ચે શ્વેતવસ્ત્રધારી સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજનાં અનાયાસ દર્શન થતાં હતાં. સાંજે પન્ના-રૂપા ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલા શમિયાણામાં શ્રી રજનીકાન્ત દેવડીનું બહુમાન હતું. વધતા ઉત્સાહ અને ચડતા પરિણામે અભિષેકનું મહાન કામ પૂર્ણ થયું હતું એનો તૃપ્તિપૂર્ણ આનંદ હતો. તેમના અઠ્ઠમ તપ ઉપવાસનો આજે ત્રીજો દિવસ હતો. બહુમાન સમારોહના મંગલાચરણ સ્વરૂપ નવકાર મંત્રનો મંજુલ ઘોષ હવામાં વહેતો થયો; ત્યાં જ રજનીકાન્તભાઈના હૃદયમાં અચાનક ભારે દુઃખાવો ઊપડ્યો. પાસે જ બેઠેલા શ્રેણિકભાઈના ખભે માથું ઢાળી દીધું. સહુનાં મન ઊંચા થયા. તાબડતોબ તેમને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા. ગણતરીની ક્ષણોમાં કેટકેટલા આચાર્ય મહારાજાઓ ત્યાં ચત્તારિ મંગતં વગેરે સંભળાવવા તથા વાસક્ષેપ કરવા પધારી ગયા. ભાગ્યેજ કોઈના જીવનનાં અંતિમ સમયે આવા દર્શન-શ્રવણનો લાભ મળ્યો હશે ! ... સામે ચાલીને માગવાનું મન થાય એવી જોગવાઈ ગોઠવાઈ ગઈ હતી... ગિરિરાજની શીતળ-સુખદ છાયા, ગુરુ મહારાજાઓનું પાવન સાન્નિધ્ય, તપથી ભૂષિત અભિષેક : પ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114