Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 31
________________ વળી સમવસરણમાં શક્તિમાન દેવો જર-ઝવેરાતની વૃષ્ટિ નથી કરતા પણ પંચ વર્ણનાં પુષ્પોની જ વૃષ્ટિ કરે છે. કેટલાં યે પુષ્પો જેવાં કે જાઈ, જૂઈ, કમળ, પારિજાત વગેરે ફૂલોમાં લક્ષ્મીનો વાસ ગણાયો છે. માટે આવી ઔષધિનો પ્રભાવ અણચિંત્યો છે. આપણે પણ રોજના પ્રભુજીના અભિષેક/પ્રક્ષાલમાં ગંધૌષધિને ઉપયોગમાં લેવી જોઈએ; જેમ કે, સુગંધી વાળો, સુકાયેલાં કેસૂડાનાં ફૂલ, કઠ(ઉપલોટ), ઘઉંલો, વજ (ગંધીલો વજ), કપૂરકાચલી આ છ ઔષધિથી મિશ્રિત જળ વડે પ્રભુનો અભિષેક નિત્ય થઈ શકે. આમાં ચંદન-કેસરનો ઘસારો પણ મેળવી શકાય. ઔષધિની વાત છે તેવી જ સારા અત્તરની છે. કનોજના જાણીતા અત્તર જે દેશી અત્તર કહેવાય છે કે, ચોમાસામાં ગુલાબ; ઉનાળામાં ખસ; શીયાળામાં હીનો --આમ આ અત્તરને પાણીમાં ભેળવીને ઉપયોગમાં લેવાથી વાતાવરણ સુગંધિત બનાવી શકાશે. પ્રભુના અભિષેકની વાત નીકળી છે તો સાથે થોડી, તે પ્રમાણે આવતાં પુષ્પોની પણ વાત કરી દઉં. વર્ષની છ ઋતુઓ છે. પ્રકૃતિની ઉદારતા તો જુઓ! આદરેક ઋતુમાં એની મેળે ખરી પડે એવાં પુષ્પો ઊગતાં હોય છે. આ પુષ્પો વડે પગર ભરવા જોઈએ. (પ્રભુજીની આજુ-બાજુની ખાલી જગ્યામાં પુષ્પના ઢગલાથી રચનાઓ કરવી તેને પગર ભરવા એમ કહેવાય છે.) વીરવિજયજી મહારાજ એમની રચેલી પૂજામાં અભિષેક: ૨૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114