Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 39
________________ દાદાના દેરાસરના ગર્ભગૃહમાં, રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીના દેરાસરના ગર્ભગૃહમાં પહેલા અભિષેકની સર્વ સામગ્રી પહોંચાડાઈ હતી. આ ત્રણે સ્થાને એકસાથે અભિષેક થવાના હતા. કુસુમાંજલિમાં માત્ર જૂઈ-જાઈનાં સફેદ ઝીણાં કુસુમો છાબ ભરી-ભરીને અપાયા હતા - સુવuદ્રવ્યસંયુક્ત ૦ એ પહેલા અભિષેકનું જળ, જે જળમાં કેસૂડાનાં ફૂલોની સૂકી પાંદડીઓ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો એ આધારજળમાં સારી રીતે ઘૂંટીને ભેળવવામાં આવ્યાં હતાં, તે જળમાં તે તે અભિષેકની ઔષધિ-દ્રવ્યો મંત્રોચ્ચારપૂર્વક વાસક્ષેપ કરીને ભેળવવામાં આવ્યાં અને ક્રમ મુજબ જ્યારે જે અભિષેક આવે ત્યારે આ સામગ્રી મોટા પાત્રમાં ભરી ત્રણે જગ્યાઓએ મોકલવામાં આવતી. વાતાવરણ દિવ્ય સુગંધથી ભર્યું-ભર્યું બની ગયું હતું. પહેલાં, બીજા અને ત્રીજા અભિષેક પછી ચોથો, ત્રિવૃત્તિ નામનો અભિષેક આવતો હતો. ત્રીજા અભિષેક બાદ નાની નાની થાળીઓમાં મૃત્તિકાનું પ્રવાહી બધે મોકલાવાયું. આ મુલાયમ મૃત્તિકા વડે હળવે હાથે જિનબિંબને મર્દન કરાવાયું. આવા મુલાયમ મર્દનલેપન થતાં પ્રભુજીની પ્રતિમાની પ્રતિભા દેદીપ્યમાન થઈ ! આવું રૂપાળું સ્વરૂપ જોતાં સંગીતકાર ગજાનનભાઈની સૂરીલી પંક્તિઓ મનમાં ગૂંજવા લાગી. આદિનાથની મૂરતિ અલબેલી... અભિષેક: ૩૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114