Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 49
________________ બનાવે તેમ આજે પ્રભુએ વિપરીત કર્યું. કાયમ માટેનું પ્રભુનું દાસપણું અંકે કરી આપ્યું ! કરારનામા પર પ્રભુએ સહી કરી દીધી. ધન ધન દાડો રે, ધન્ય વેળા ઘડી રે એ શબ્દો સાર્થક બન્યા. આવા વિચારોમાં બાબુનું દેરું અને તળેટી ક્યારે આવ્યાં તે ખબર ન રહી. ગિરિ-ચરણે વિદાય પ્રણામ કરીને આગળ વધ્યા. જંબૂવિજયજી મહારાજને વિશાનીમામાં જવાનું હતું. એ રસ્તો આવી ગયો, પણ તેઓ ત્યાં ન વળ્યા અને કેસરીયાજીનગર સુધી આવ્યા. તેમનું મોં મરક-મરક થયા કરતું હતું. મોં પર પ્રભુના તેજની આભા તરવરતી હતી. મેં કરેલાં ઉપવાસથી તેઓ પ્રમુદિત થયા હતા. સાંજ પડતાં ફરી કાળાં-કાળાં વાદળાં ચડી આવ્યાં. આકાશ ગોરંભાયું અને એ જ ક્રમથી ઝડીઓ શરૂ થઈ. જાણે હેલી મંડાઈ ! ગામ લોકોએ ઘણાં વર્ષે આવો, મન મૂકીને વરસતો વરસાદ જોયો. ડોળીવાળા ભાઈઓ, પાણીવાળી બાઈઓ અને ઘોડાગાડીવાળા - આ બધાના મોંમાં એ દિવસે એક સાથે રામ વસ્યા હોય તેવું લાગ્યું. કોઈ કહે, “આદેસર દાદા સાચા છે. ખરી મહેર કરી. જુઓને ! ઘડીમાં કેવો ખંગ વાળી દીધો ! એક ડોળીવાળા દાદા તો આકાશ તરફ હાથ કરી કહે માણસ મહેનત કરે એક દિ માં વીઘું ખેડે, દીનોનાથ દીયે નવખંડ ઓછા પડે. જુગ જુગ જીવો આદેસર દાદા. અભિષેક : ૪૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114