Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 41
________________ વર્ષો પહેલાં, વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદ છઠ્ઠ રવિવાર શ્રવણ નક્ષત્રના દિવસે આચાર્યપ્રવર શ્રી વિદ્યામંડનસૂરિ મહારાજ વગેરેની પાવનનિશ્રામાં કર્માશાહ સાથેનો આખો સમૂહ જેમ પ્રભુમય બની ગયો હતો તેમ આજે આ નાનો સમુદાય સ્વને ભૂલીને શાશ્વતીના લયમાં ઓગળી રહ્યો હતો. ભક્તિમાં મગ્ન એવા આ ભક્તોને ખલેલ પહોંચાડ્યા વિના, આ બાજુ અભિષેકનો ક્રમ સાચવવાનું મુનાસિબ લાગ્યું. મંગલમૃત્તિકા પછી પંચગવ્ય એમ ક્રમશઃ અભિષેકની ધારા આગળ ધપતી રહી. સાતમો અભિષેક ... પ્રભુજી અભિષેકની ધારામાં ભીંજાયા ... ત્યાં જ -- ઈશાન ખૂણામાંથી પવન શરૂ થયો ! પવનની પાંખે વહી આવતી, માટીની ભીની ભીની સુગંધભરી લહેરખી સમગ્ર અસ્તિત્વને વીંટળાઈ વળી. રંગમંડપની બહાર ઊભેલા લોકો તો ઊંચે આકાશમાં મીટ માંડી જોવા લાગ્યા. અરે ! આ શું ? અત્યાર સુધી સાવ કોરાકટ એવા આ આકાશમાં આમ અચાનક, મોટાંમોટાં અને કાળાડિબાંગ વાદળો ક્યાંથી આવ્યાં ? આશ્ચર્યની અવધિ તો હવે થઈ ! જોતજોતામાં તો આખું આકાશ વાદળ-વાદળ થઈ ગયું. વિસ્ફારિત નેત્રે સહુ જુએ છે તો થોડા થોડા ફોરાં પણ પડવા લાગ્યા ! અભિષેક: : 38 Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114