Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 26
________________ સંસ્કૃત ભાષામાં વિમીત કહેવાય છે. તેનું બીજું નામ ત્રિદુર છે. ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણાં આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને. બહેડાંના ઝાડની છાયાનો આ પ્રભાવ છે. હવે તેનાથી સામી બાજુનું જોઈએ. પરસ્પર મનોમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વૃક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણ મૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કેઃ अशोकः शोकनाशाय, कलये च कलिदुमः ॥ આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે ! TET 1 આસોપાલવ THE VISIT કાં આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે. તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે. - '. : 'કે' અશોક આ વૃક્ષની છાયામાં જ બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોકન આવે. ૨૧ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114