Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 28
________________ આવરણ આવી ગયાં હોય તે દૂર કરવા અને તેમાં સુષુપ્ત થયેલી એ શક્તિને જાગ્રત કરવાનું કામ આ ઔષધિઓ કરે છે. વળી આશાતનાના કારણે જે તેજ આવરાયું હોય તો તેને પણ તે નિવારે છે. એટલે આવરણ અને આશાતનાનું નિવારણ થાય છે. વળી તે રોગ અને ઉપદ્રવથી પણ બચાવે છે. તે વાત થોડી વિચારી લઈએ. જેમ ઔષધિઓ પ્રભાવ સંપનહોય છે અને તે કામ કરે છે, એ જ રીતે જે જળ ઉપયોગમાં લેવામાં આવે છે તે જળનો પણ પ્રભાવ હોય છે. જળ પણ ગજપદ કુંડ, ગંગા નદી વગેરે ઉત્તમ સ્થાનનું લાવવાની વાત છે. વળી તે પણ વિધિપૂર્વક લાવવાનું હોય છે. આવા ઔષધિ મિશ્રિત ઉત્તમ જળ અચિત્યશક્તિયુક્ત અહતું પરમાત્માનો સ્પર્શ પામીને નવી જ શક્તિને ધારણ કરે છે. આવા જળથી ઈતિ-ઉપદ્રવ-મારી-મરકી-રોગશોક બધાં દૂર થઈ જાય છે. સર્વકલ્યાણકારક અહંતુ જિનેશ્વર છે. તેમના પ્રભાવે ઉપદ્રવો શાંત થઈ જાય છે. નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાનું દ્રષ્ટાંત આ સમજવા માટે પર્યાપ્ત ગણાશે. - સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં વિરાજમાન હતા ત્યારે તે નગરમાં મારી ફેલાયેલી હતી. તેના નિવારણ માટે અચિરા માતાના સ્નાન-જળનો આખા નગરમાં છંટકાવ કરાવવામાં આવે છે. અને આના પ્રભાવે મારીનો ઉપદ્રવ શાંત થાય છે. આપણે ત્યાં આ વિધાનરૂપે સ્થાપિત ૨૩: અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114