Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 20
________________ હનુમાનધારાના પૂજારી, અંગારશા પીરના મુરશીદ, હિંગળાજમાતાના રક્ષક, સેવક, બધા દેવ-સ્થાનોના પૂજારીઓ, આવા તમામ સેવક-વર્ગને બોલાવવા અને અભિષેકના આગલે દિવસે - બુધવારે, સહુને બહુમાન પૂર્વક ઉત્તમ દ્રવ્યોયુક્ત જમણ કરાવી પહેરામણી આપવી. તેમ જ એ વખતે, ગુરુવારે જે અનુષ્ઠાન કરવાનું છે તે શું છે, હૈયામાં ભક્તિ ધરીને હૃદયને ભાવિત કરવાનું, ભીંજવવાનું છે તેવી વાતો કહેવી, સમજાવવી - આ બધું વિસ્તારથી વિચારાયું. પ્રત્યેક દેવ-સ્થાને શ્રીફળ, ચુંદડી, હાર, ધૂપ પણ સુંદર રીતે, હૈયાની ઉલટ ધરીને અર્પણ કરવા : 'क्षेत्रपालादयस्ते सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् ॥" એ અન્વયે એ બધું પણ નોંધાવી દીધું. પછીના દિવસોમાં વિધિકારકોને, સંગીતકારોને આમંત્રણ આપવાની યાદી તૈયાર કરાઈ અને નિયંત્રણ પાઠવાયા. અનેક ભક્તિવંત શ્રાવકોને આ ભાવમય પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયા. આમ આ બધી પ્રાથમિક તૈયારીઓ થઈ. કામ વણથંભ્યા શરૂ થયા. ઔષધિઓ આવવા લાગી. કેસરિયાજીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ કામ શરૂ થયા. કઈ ચીજો આવી, કઈ બાકી એ બધી નોંધ થવા લાગી. ચાતુર્માસ કરવા આવેલા કેટલાંયે મહાનુભાવો આ કાર્યમાં હોંશે હોંશે જોડાયા. કાર્ય સરળતાથી આગળ ધપવા લાગ્યું. ૧૫: અભિષેક 4t Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114