Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 10
________________ ન ઢોર મળે, ન માણસ મળે. આવામાં કોઈ તો કૂતરું મળે ને, તો ય સારું લાગે ! આવા સાવ સૂના-સૂના ને ભેંકાર ભાસતા રસ્તામાં એક મળે - મળ્યા કરે ! કોણ? તે કહું! કાળા કાળા ધૂમાડા ઓકતા ખટારા મળ્યા કરે ! જાણે પોતાની મરતી માના મોંમાં ગંગાજળ મૂકવા ન દોડતા હોય! --એવા વેગથી દોડતા, ઘોંધાટનો ઢગલો કરતા જોવા મળે અને આપણાં મનને વધુ બેચેન બનાવે. કાળી, લાંબી સડક પર ચાલતાં ચાલતાં, નિશાળમાં નાની વયે ભણેલી પેલી કવિતાની લીટી યાદ આવી ગઈ. એ ગણગણતાં રસ્તો કંઈક ઠીક ચલાયો ! લાંબા છંદમાં (શિખરિણી) લખાયેલી કવિતાની લીટીઓ આમ છે : ઉનાળાનો લાંબો દિવસ, સરતો મંથર ગતિ, રહ્યા જાણે વાંચી, અપ્રિય કવિની નીરસ-કૃતિ; અભિપ્રાયાર્થે વા કથની ઊગતા લેખકની, પરાણે વા જવું પડતું પૂફ, જેમાં ભૂલ ઘણી. માંડ માંડ ખડોળ પહોંચ્યા. ત્યાંથી ધંધૂકા, બરવાળા થઈને વલ્લભીપુર આવ્યા. સૂકો-ભંઠ ભાલ ઓળંગી ગયા - અહીં હવે જરા હાશ થઈ. પછી આવ્યું સિહોર. ત્યાંથી ત્રણ રસ્તા હતા. પાલિતાણા તો ચોમાસા માટે જવાનું હતું જ. બાકી બે રસ્તા - ભાવનગર અને મહુવા. ગરમગરમ લુથી તપેલા તો હતા જ. એટલે શીળી છાયાની શોધ માટે મહુવા સાંભર્યું અને મહુવાની દિશામાં ડગ માંડ્યા. ૫: અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114