Book Title: Abhishek Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan Surat View full book textPage 9
________________ વિહાર તો કર્યો પણ જ્યાં કલિકુંડ તીર્થથી આગળના મુકામો શરૂ થયા, ત્યાંથી તો ભોમ અને વ્યોમ બને શેકવા માટે સંપીલાં બની ગયાં હતાં. કોઠ છોડીને ગુંદી - ખડોળ પહોંચ્યા, ત્યાં તો મનમાં થયું કે ક્યાં અહીં આવ્યા? આ ભાલ, આ દુકાળ ને આ કાળો ઉનાળો, સરવાળો માંડીએ તો, તાપ-પરિતાપ અને સંતાપ જ જવાબમાં આવે. આવા ગામમાં આવા દિવસોમાં ફરીથી ન આવવું પડે તો સારું. રમૂજ ખાતર એક જોડકણું પણ જોડાઈ ગયું. એ જોડકણું આમ છે : ઇતર ગામ હજાર ભલે કહો, ચઉ દિશે હસતા મુખથી જાઉ; અપિતુ ગુંદી ખડોળ ચ ફેદરા શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ. ગુંદીથી ફેદરા અને ફેદરાથી બીજે દિવસે વહેલી સવારે વિહાર કર્યો. દિવસો ઉનાળાના, ગામમાંથી નીકળી પેલી ટાંકી પાસેના રોડ પર આવ્યા ત્યાં તો અજવાળું થઈ ગયું, સાથે તાપ પણ ! વેરાન વગડાની વાટ તો કેમ કરીને ખૂટે જ નહીં. આ રસ્તેથી તો ઘણી વાર આવવા-જવાનું થયું છે પણ આ વખતે આ રસ્તો જેવો લાંબો લાગ્યો તેવો પહેલા ક્યારે ય લાગ્યો નથી. જાણે કેટલું બધું ચાલ.. ચાલ કર્યું પણ શે ગામ આવે નહીં! ગામ તો ભડકશું થતા-વેત દેખા દેતું હતું પણ આવે નહીં. આ એવો અફાટ રણ જેવો રસ્તો છે કે વચ્ચે ન તો કોઈ ગામ આવે, ન ઝાડ આવે, અભિષેક: ૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 114