Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 7
________________ દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા ૧ - સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ w વિ. સં. ૨૦૪૪ ના જેઠ - અષાઢના દિવસો આજે યાદ આવી ગયા અને તે દિવસોના સુખદ સંભારણાં મનને વીંટળાઈ વળ્યાં; હૃદયમાં હરખની હેલી વરસી પડી ! મન હરખથી છ-છસ્ થઈ ગયું ! મોં મરક મરક બની ગયું ! કેવી મજા આવી 'તી ! આપાદ-મસ્તક બસ મજા જ મજા ! ચૌદ-ચૌદ વરસ પછી પણ તે પ્રસંગની તાજપ એટલી ફોરે છે. વગડાઉ જૂઈની સુગંધની જેમ એ અવસરની સોડમ સ્હેજ પણ કરમાઈ નથી, જૂની થઈ નથી. તેને કાળની રજ ચોંટી જ નથી. શાશ્વતીની મુદ્રાથી અંકિત થઈ જાય તેને કોણ શું કરી શકે ? સ્મૃતિમંજુષામાંથી જ્યારે-જ્યારે પણ બહાર કાઢું ત્યારે તરોતાજી સુગંધ પ્રસરાવતા એ પ્રસંગોની નોળવેલ સૂંઘી લઉં અને ફ્રેશ થઈ જાઉં ! વાત છે, સિદ્ધગિરિરાજના ત્રણ જગતના શિરતાજ દાદા આદીશ્વરના અભિષેકની. પણ એ વાત માંડીને - ઠરીને વિગતે કરવી છે. મનગમતા માણેલા એ આનંદની વ્હાણ આજે મારા પ્રિય વાચકોને કરવી છે. અભિષેક: ૨ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114