________________
૨- પૂર્વ તૈયારી
વીસા-નિમા ધર્મશાળાએથી પૂ. જંબૂવિજયજી મહારાજ સાથે વાત કરીને કેસરિયાજીમાં આવતો હતો. મનમાં દુકાળ - ઉનાળો - અભિષેક આ બધા વિચારો જ ચાલતા હતા, કહો કે દોડતા હતા. ત્યાં, નિવૃત્તિ નિવાસની કમ્પાઉંડ-વોલના નાનકડા છાંયડામાં એક ગર્દભરાજને પગ ઊંચા-નીચા કરતાં ઊભેલા જોયા અને કવિ જયન્ત પાઠકની ઉનાળાની એક બપોરની વર્ષો પહેલાં વાંચેલી પંક્તિઓ યાદ આવી ગઈ ! ને ઊંચા ઓટલા પાસે ઊભો છે લંબકર્ણ તે,
કરીને પગને ઢીલા, માંખો ઉડાડવા મિષે ક્વચિત્ કાન હલાવે છે, ક્વચિત્ પુચ્છ ધીમે ધીમે.
(અનુષ્ટુપ)
આવીને આસને બેઠો. એવામાં ટપાલી આવ્યો. ટપાલમાં ભાયાણી સાહેબનો પત્ર હતો. એમના વતન મહુવામાં અમે હતા ત્યારે મેં પત્ર લખ્યો હતો તેનો એ ઉત્તર હતો. પત્રમાં એમણે પણ ઉનાળાના વર્ણનનો એક શ્લોક પોતે કરેલા અનુવાદ સાથે લખ્યો હતો.
જાણે ચારે બાજુ એક જ નાદ .. આર્તનાદ .. આર્તનાદ.
એ શ્લોક અને અનુવાદ પણ રસાળ છે. કવિ ક્ષેમેન્દ્ર રચિત શિખરિણી છંદનો શ્લોક અને ભાયાણી સાહેબે માત્રામેળમાં કરેલો અનુવાદ આ પ્રમાણે છે :
૧૧ : અભિષેક
---
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org