Book Title: Abhishek Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan Surat View full book textPage 8
________________ સાવધાન થઈ સાંભળો! રાખી મન થિર ઠામ. વિ. સં. ૨૦૪૪ માં રાજનગર - અમદાવાદમાં વૈશાખ મહિનામાં અનેકાનેક આચાર્ય ભગવંતો ભેળા થયા; સંમેલન થયું. જીવનના યાદગાર અનુભવોનું ભાતું એ દિવસોમાં બંધાયું. - ચોમાસું ગિરિરાજની શીતળ છાયામાં કરવાનું હતું. વિહાર તો કરવાનો હતો પણ વિ. સં. ૨૦૪૧ - ૪૨ અને '૪૩ના દુકાળની ડરામણી પરિસ્થિતિએ ગુજરાતસૌરાષ્ટ્ર અને કચ્છને ભરડો લીધો હતો, રોજ સવાર પડે ને ઝેરોક્ષ-કોપી જેવો એવો ને એવો સૂર્ય પૃથ્વીની ખબર લેવા આવી જતો તો! - કહો કે દાઝેલાને વધુ દઝાડવા આવતો હતો! તેને જોઈને દાઝ ચડે તેવી ચઢાઈ કરીને આવતો હતો. ક્યાં યે બહાર નીકળવા મન તૈયાર થતું ન હતું પણ જ્યાં અનિવાર્યતા હોય - વિકલ્પ હોય જ નહીં, ત્યાં તો સ્વીકાર જ સદ્-ઉપાય છે. = ' * જ * - ૩: અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 114