Book Title: Abad Hindusthan Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 8
________________ १४ વધારે. વિશેષમાં સરકારી કરના બેજાનું પ્રમાણું તે વધતું જ હતું. આને પરિણામે ગરીબાઈમાં વધારો થાય અને ભૂખમર વધે તેમાં શી નવાઈ? માથાદીઠ આવક હિંદુસ્તાનની માથાદીઠ આવક માટે ઓછાવત્તો ગમે તે આંકડે મૂકવામાં આવે; પરંતુ ચારે તરફ દેશના સારા ગણાતા ભાગોમાં પણ લોકેની સ્થિતિ જોતાં એ સ્પષ્ટ જણાય છે કે, લોકે દિવસે દિવસે ઘસાતા જાય છે અને દેવામાં ડૂબતા જાય છે. કુદરતની મહેરથી, વાદળાં થોડું પણ પાણી છાંટી જાય તે નવાં સાધનોથી કામ કરવા છતાં હિંદુસ્તાનની ભૂમિ કરોડોનું ધાન પકવે છે. તીડ, હીમ કે અતિવૃષ્ટિની સામે રક્ષણ કરવા લોકે પાસે સાધન નથી. વરસાદની અછત હોય તે કૂવાના પાણીથી કે બીજી રીતે પાક પકવવાની સગવડ ઘણી ઓછી છે. સુકાળ કે દુકાળનો આધાર વરસાદની મુનસફી ઉપર છે. છતાં હિંદુસ્તાનની ભૂમિ પાક દે છે. આથી દેશ છેડે ઘણે પણ ઊભે રહ્યો છે. વળી દેશનાં હવાપાણી એવાં છે કે, ચેડાં સાધનોથી માણસ જીવી શકે છે. એટલે દર વર્ષે કરડેનું ધન પરદેશ ઘસડાઈ જતું હોવા છતાં, ઉદ્યોગધંધાની પાયમાલી થયેલી હોવા છતાં, અને ખેડૂતે અસહાય સ્થિતિમાં કામ કરતા હોવા છતાં, હિંદી પ્રજા ગુમગુ પણ જીવે છે. આ ભૂખમરે દુકાળને જે પ્રત્યક્ષ અને ભીષણ ન હોવાથી તેની તાત્કાલિક સીધી અસર જણાતી નથી. માણસે અશક્ત બને, રોગથી પીડાય અને ભરે; પરંતુ કેવળ ખોરાકને અભાવે મરે એવું બહુ જોવા મળતું નથી. આથી આ નિરંતર ચાલુ, ભૂખમરાને ગમે તેમ ઢાંકીને પ્રજાની રિથતિ વિષે લેખકે ગમે તેવા ખ્યાલ રજૂ કરી શકે છે. એક સરખા સમયની આવક એક લેખક છું. પર આંકે છે, તે બીજે ૭૪ મૂકે છે, ત્યારે ત્રીજો વળી ૧૧૬ ગણે છે. કોઈ કહે છે કે ગરીબાઈ ઘટે છે, કેાઈ કહે છે કે ગરીબાઈ વધે છે. સરકારનું હિત ગરીબાઈ ઘટે છે એમ બતાવવામાં રહેલું હોવાથી, તેમની છાયા હેઠળ ઊછરેલા લેખકે એની જ ઢોલકી વગાડે છે. સરકારી રિપેટ અને આંકડા પણ એજ દષ્ટિથી ઘડાયેલા હાઈ પ્રજાની ખરી સ્થિતિ વિષે અનેક ભ્રમે ચાલે છે. આ વિષે જુદાં જુદાં પુસ્તકમાં રજૂ થયેલા નિર્ણય જે આંકડાઓ ઉપર રચાયેલા હોય છે, તે નિષ્પક્ષપાત અને બહુ આધારભૂત હૈતા નથી. પેદાશ વગેરેના આંકડા નકકી કરવામાં ઘણી અટકળે કરવી પડે છે. પ્રત્યક્ષ ગણતરી કરતાં તર્કની રમત વધારે કરવી પડે છે. કરોડ એ છાવત્તાને તેમાં હિસાબ જ હોતું નથી. ગાડાં ને ગોડાં ચાલ્યાં જાય એવી ભૂલને તેમાં અવકાશ હોય છે. બધા આંકડા ઉપલબ્ધ પણ હોતા નથી, એટલે આવાં અધુરાં અને અવિશ્વાસપાત્ર સાધને ઉપરથી નિર્ણય બાંધવામાં આવે, તે કેટલા અધૂરિયા હોય તે સહેજે સમજાય છે. આથી કેવળ આંકડા ઉપર આધાર રાખીને પ્રજાની સ્થિતિ સુધરી કે બગડી તે નકકી કરવું જોખમભરેલું છે. આંકડાની સાથે અનુભવીએને પ્રત્યક્ષ અનુભવને મેળ ખાવો જોઈએ. આને વિષે માહિતગાર વગને પૂછશે તે જણાશે કે, દેશની આર્થિક સ્થિતિ અંગ્રેજી For Private Persone lyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134