Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 6
________________ શુભાશિષ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ સચરાચર એવું આ જગત શું છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમછિમ પંચેન્દ્રિય, ગર્ભજ પંચેન્દ્રિય જેમાં જલચર, સ્થલચર, બેચર તથા મનુષ્યનારકદેવ આ બધું શું છે? જડસૃષ્ટિ અને ચૈતન્યસૃષ્ટિથી આ સંસાર ભરેલું છે. સર્વે જીવો વિકાસ એટલે ઉન્નતિ અને અભ્યદય ચાહે છે, તે માટે જ પ્રયત્નશીલ છે. પ્રાણીમાત્રને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. પ્રત્યેક પ્રાણું સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને દુઃખમાંથી મુક્ત થવા ઉદ્યમશીલ છે. સુખ અને દુઃખની પાછળ કયું બળ કામ કરી રહ્યું છે? પાંચે ઈન્દ્રિ અને મનને પ્રવૃત્ત કરનાર કયું તત્ત્વ છે? પાંચે ઈજિનાં સુખ પ્રાપ્ત કરવા મનને પ્રેરણા આપનાર પ્રેરક બળ કેણ છે? સુખના ભગવટામાં પાપની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? દુઃખના ભોગવટામાં પાપની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? સુખના ભોગવટામાં પુણ્યની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? દુઃખના ભોગવટામાં પુણ્યની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? સુખ શું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162