Book Title: 108 Jain Tirth Darshanawali Author(s): 108 Jain Tirth Bhavan Trust Publisher: 108 jain Tirth Darshan Trust View full book textPage 9
________________ મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુષ્પાઈનો ખ્યાલ | શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકણનાં કંડારેલ દેશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ , સાક્ષાત જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્રને ઇન્દ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ મહારાજા. ; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પુજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાળ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાનાનાના પથ્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં-કંડારેલ વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧ી ઈચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથીજ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આહૂલાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. | શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટીમંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન | (૪) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં. ૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા -- ૩૬૪૨૭૦ શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o. રતનચંદ જોરાજી ઍન્ડ કું., ગોડીજી બિલ્ડિંગ નં. ૧, ૨૧૯, કીકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ - ૪O° ૦૦૨. શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૩ ૦૦૧. શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ. હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬ . શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o. વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩ ૦૦૧. શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o, ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪ ૦૦૧, શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૯. (૮) .Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 252