Page #1
--------------------------------------------------------------------------
________________
માફ કર્યામાં મજા
એક અજ્ઞાત પુસ્તકમાં વાંચવામાં આવેલ આ પંક્તિઓ એકવાર શાંતિથી
વાંચી જઈએ.
સ્વવિકાસની પ્રક્રિયા ક્ષમાપના સાથે
ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે.
આપણા દોષ માટે અન્યોની માફી માગવી અધરી છે.
અન્યોના દોષ માટે તેમને ક્ષમા આપવી
અત્યંત કઠિન છે;
પરંતુ અન્યોના દોષોને સહજતાથી વીસરી જવા
તે અત્યંત દુષ્કર અને દુર્લભ બાબત છે.
અન્યોને માફી આપવામાં
ખરેખર આપણો જ સ્વાર્થ રહેલો છે.
આપણે અન્યોને તેમના માટે ક્ષમા નથી આપવી.
આપણે આપણા જ હિતમાં
તેમને ક્ષમા અર્પવી જરૂરી રહે છે.
પગમાં ઘૂસી ગયેલ કાંટો જ્યારે હું કાઢી નાખું છું ત્યારે સ્વસ્થતાની અનુભૂતિ જો મને જ થાય છે, આંખમાં ઘૂસી ગયેલ કચરો જ્યારે હું દૂર કરું છું ત્યારે હળવાશની અનુભૂતિ જો મને જ થાય છે, પેટમાં થઈ ગયેલ ગાંઠને ઑપરેશન દ્વારા જ્યારે હું કઢાવી નાખું છું ત્યારે રાહતની લાગણી જો હું જ અનુભવું છું તો સામી વ્યક્તિને, એણે કરેલ ભૂલ બદલ કે એણે મારી સાથે કરેલ ગેરવ્યવહાર બદલ હું માફ કરી દઉં છું ત્યારે હકીકતમાં તો હું મારા જ મનની પ્રસન્નતાને અકબંધ કરી દઉં છું.
જવાબ આપો,
પગમાં ઘૂસી ગયેલ કાંટો, આંખમાં દાખલ થઈ ગયેલ કચરો કે પેટમાં થઈ ગયેલ ગાંઠ દૂર કરી દેવા આપણે જેટલા ઉતાવળા બની જઈએ છીએ, એટલા જ ઉતાવળા આપણે વ્યક્તિ પ્રત્યેના મનમાં ઊભા થઈ જતા દુર્ભાવને દૂર કરી દેવા ખરા
?
કદાચ આ પ્રશ્નનો જવાબ છે. ‘ના’. કારણ? એક જ. અહંકાર. સામી વ્યક્તિ પ્રત્યે તોછડાઈપૂર્ણ વ્યવહાર કરવામાં આપણને એમ લાગે છે કે ‘હું કંઈક છું.’ એ વ્યક્તિ પ્રત્યે ડંખ રાખીને જીવવામાં આપણને એમ લાગે છે કે “હું પણ કાંઈ કામ નથી.’ એ વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને અકબંધ રાખીને જીવવામાં તક મળતાં જ ખૂબ રસપૂર્વક એનાં અવર્ણવાદ આપણે કરી શકીએ છીએ અને લાગ આવે તો એના દ્વારા આપણને થયેલ નુકસાનનો આપણે બદલો ય લઈ શકીએ છીએ.
પણ સબૂર,
આ અભિગમ આપણને કદાચ ‘કૂતરા’ની કક્ષામાં મૂકી દે છે. કૂતરાને તમે લાકડી મારો, કૂતરો તમને કરડવા દોડશે. કૂતરાની સામે તમે દાંતિયા કરો, કૂતરો તમને ભસવા લાગશે. આપણને હેરાન કરનારને આપણે ય જો હેરાન કરવા જ માગીએ છીએ, એ હેરાનગતિને આપણે જો યાદ રાખવા જ માગીએ છીએ, એને માફ કરી દઈને હલકાંફૂલ બની જવા જો આપણે તૈયાર જ નથી તો માનવના ખોળિયે આપણે એક જાતના શ્વાન જ છીએ.
આવો,
પગમાં પહેરેલા બૂટ બધાયને ભલે આકર્ષક લાગતા હોય પણ આપણને જો એ ડંખી જ રહ્યા છે તો વહેલી તકે પગમાંથી એ બૂટને કાઢી નાખવામાં જ જો પગની સલામતી છે તો બદલો લેવાની પ્રવૃત્તિ, સજા કરવાની વૃત્તિ, સામાને પછાડી દેવાની ગણતરી અહંકારને ભલે ખૂબ પસંદ પડતી હોય પરંતુ મનની પ્રસન્નતાને ખંડિત કરી દઈને આત્માને જો એ દુર્ગતિમાં જ ઢસડી જનારી બની રહી છે તો અત્યારે ને અત્યારે જ એ વૃત્તિ-પ્રવૃત્તિથી આપણે જાતને દૂર કરી દેવાની જરૂર છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
તે તેનાં ધનથી મોટો
આપણે આપણાં મનથી મોટા
કવિ ‘મેઘબિન્દુ’ની આ પંક્તિઓ.
હવે જરીક તો અટકો.
તૃષ્ણા પંથે ક્યાં લગી ભટક્યા કરશો ચરણ હવે તો અટકો.
ઇચ્છાઓનું વન અડાબીડ, ભ્રામક એના રસ્તા
આડાઅવળા ફરતા રહીએ, ધ્યેય વિનાના જ અમસ્તા. હવે સૂરજ આથમશે વનથી,
ક્યારે બહાર નીકળશો.
ફળ-ફૂલોનાં વનનાં પંખી, પિંજરામાં પકડાતા
મોહ અને માયામાં જીવતર, એ જ રીતે જકડાતાં બંધનમાં રહેશો તો ક્યારે
મુક્ત થઈને ફરશો.
મોટાઈને માપવાનું એક થરમૉમિટર છે મારી પાસે શું છે ?’ જ્યારે મોટાઈને માપવાનું બીજું થરમૉમિટર છે ‘હું શું છું ?’ સંપત્તિની વિપુલતા જ જેના જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવાઈ જાય છે એણે હંમેશાં પ્રથમ નંબરનું થરમૉમિટર જ હાથવગું રાખવું પડે છે જ્યારે સંતોષની મહત્તા જેના અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે એ હંમેશાં બીજા નંબરના થરમૉમિટરને જ સાથે લઈને ફરતો હોય છે.
દુઃખદ વાસ્તવિકતા તૃષ્ણાક્ષેત્રે એ છે કે એ ક્ષેત્રમાં કોઈ સીમા નથી, મર્યાદા નથી, પૂર્ણવિરામ નથી. ત્યાં જીવનભર તમારે મેળવતાં જ રહેવાનું છે, ગણતાં જ રહેવાનું છે, ભેગું કરતા જ રહેવાનું છે અને ‘હજી વધુ’ ‘હજી વધુ’ એ પાગલપનના શિકાર બન્યા રહીને જીવન પૂરું કરી દેવાનું છે. જીવન પૂરું થઈ પણ જાય છે અને છતાં અધિકની ભૂખમાં અલ્પ પણ રાહત અનુભવાતી નથી.
જ્યારે સંતોષની આખી વાત જ ન્યારી છે. એને અધિકમાં રસ નથી હોતો એમ નહીં, પોતાની પાસે જે પણ હોય છે એ એને અધિક જ લાગતું હોય છે. એ સુખ માટે
૩
‘ત્યાં’ દોડવા તૈયાર નથી હોતો, એ જ્યાં હોય છે ત્યાં જ સુખ અનુભવતો હોય છે. સુખની અનુભૂતિ માટે એ આવતીકાલની રાહ નથી જોતો, એ આજે જ સુખ અનુભવતો હોય છે.
એક હકીકતનો ખ્યાલ છે ?
તમે ધનને ગમે તેટલા આંકડા પછી ય અને ગમે તેટલા પુરુષાર્થ પછી ય ‘મોટું’ કરવામાં સફળ બની શકવાના નથી અને મનને ‘મોટું’ બનાવી દેવા જો તમે તૈયાર છો તો એમાં તમને અત્યારે ને અત્યારે જ સફળતા મળી શકે તેમ છે. અને કમાલનું આશ્ચર્ય તો એ સર્જાય છે કે મન મોટું બની ગયા પછી તમારી પાસે જે પણ હોય છે એ તમને મોટું જ લાગવા માંડે છે.
ટૂંકમાં, સમીકરણ આ છે.
મન નાનું – ધન મોટું = તમે નાના
ધન ઓછું + મન મોટું – તમે મોટા.
=
હાથ-કંકણ અને આરસી જેવી આ વાસ્તવિકતા છે. ચક્રવર્તીઓ તરસ્યા ગયા છે, કૂબેરો ભૂખ્યા રહ્યા છે, સમ્રાટો રિબાતા રહ્યા છે, સત્તાધીશો રડતા ગયા છે, શ્રીમંતો ખાલી હાથે ગયા છે જ્યારે સંતોષીઓ અહીં જ રાજા થઈને જીવ્યા છે. ભિક્ષુઓ અહીં જ ચક્રવર્તીઓના સુખને અનુભવતા રહ્યા છે. સંતો અને સજ્જનો અહીં જ પ્રસન્નતામાં ઝૂમતા રહ્યા છે.
પસંદગીનો નિર્ણય તમારે કરવાનો છે.
મનને મોટું બનાવીને મર્દાનગીથી જીવન જીવવું હોય તો એમાં ય તમે સ્વતંત્ર છો તો ધનને અધિક બનાવવાના પુરુષાર્થમાં ને પુરુષાર્થમાં જીવનભર દીન-હીન બન્યા રહીને આ જીવનમાંથી વિદાય થઈ જવામાં ય તમે સ્વતંત્ર છો. કાચ-હીરા વચ્ચેની પસંદગીમાં આપણે જો થાપ નથી જ ખાતા તો મર્દાનગી-મજબૂરી વચ્ચેની પસંદગીમાં આપણે થાપ ખાઈ જઈએ એ શું ચાલે ?
Page #3
--------------------------------------------------------------------------
________________
જે ગયા મરી તેની ખબર ન આવી ફરી
વિપિન પરીખની આ પંક્તિઓ. કોઈ વાર એવું બને આપણે જવાની ઉતાવળ ન હોય છતાં આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે. ‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’ કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય છતાં ત્યારે જ બળજબરીથી એને બીડી દેવામાં આવે. આપણે કહેવા હોય માત્ર બે-ચાર જ શબ્દો. ‘હું જાઉં છું. તમે સુખી રહેજો’ પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય ને હવા પડ્યા કરે ન બોલાયેલ શબ્દોનાં સરનામાં. એટલા માટે જ આટલી નાનકડી પ્રાર્થના કરું છું. મારી વિદાયવેળાએ તમે હાજર રહેજો.
ન જીવનને લંબાવી શકાય કે ન મોતને અટકાવી શકાય. એક વાર સૂર્યાસ્ત થઈ ગયા પછી ન એ સૂર્યને તુર્ત પાછો બોલાવી શકાય. જીવન એક વાર સમાપ્ત થઈ ગયા પછી ન એ જીવનના ધારકને તુર્ત મળી શકાય. હા, એક વાત છે આપણા હાથમાં. સૂર્યાસ્ત થઈ જાય એ પહેલાં સૂર્યના પ્રકાશમાં માણસ જેમ અપેક્ષિત કાર્યો કરી લે છે તેમ જીવનનો સૂર્યાસ્ત થઈ જાય એ પૂર્વે હાથમાં જીવનની જે પણ પળો છે એનો વધુમાં વધુ આપણે સદુપયોગ કરી લઈએ.
ટૂંકમાં, મોતને અટકાવી શકાતું નથી પણ મોતને સુધારી જરૂર શકાય છે અને મોત એનું જ સુધરી શકે છે, જે પોતાના જીવનની પ્રત્યેક પળને સુધારી લેવા પ્રત્યે ગજબનાક હદે સાવધ છે અને જાગ્રત છે.
એક સનાતન સત્ય ખ્યાલમાં છે?
સિદ્ધિ ગતિમાં જેમ એક જ ચીજ શાશ્વત છે, સુખ; તેમ ચાર ગતિરૂપ સંસારમાં એક જ ચીજ શાશ્વત છે, મોત. સુખ વિનાની જો સિદ્ધિગતિ નહીં તો મોત વિનાની ચાર ગતિ નહીં. જન્મથી લઈને મોત સુધીના જીવનકાળ દરમ્યાન પ્રચંડ પુણ્યના ઉદયે તમારે મામૂલી પણ દુ:ખ વેઠવું ન પડે એ હજી કદાચ સંભવિત છે પરંતુ જન્મ થઈ ગયા પછી મોતથી તમે બચી જાઓ એવી તો કોઈ જ સંભાવના નથી.
તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે.
શુભના સેવન માટે તમારા જે પણ અરમાનો હોય અને તમે તુર્ત જ પૂરા કરી દેજો કારણ કે મોત કોઈ પણ પળે તમારા પર ત્રાટકી શકે છે. કોઈ પણ કારણસર જીવનમાં ઊભા થઈ ગયા હોય જો દુશ્મનો અને જો તમે એ સહુ સાથે મિત્રતા કરી દેવા માગો છો તો આજે જ કરી લેજો કારણ કે તમે અથવા તમારા દુશ્મનો ગમે ત્યારે મોતના મુખમાં હોમાઈ શકો છો.
ટૂંકમાં, મોત કાલે નથી, કોઈ પણ પળે છે. અશુભના ત્યાગની કે શુભના સેવનની પણ સંભાવના છે એ અત્યારે જ છે, મોત પછી તો નથી જ પણ પછીની પળ પણ નથી. આજે જો ગુરુવાર છે તો આવતી કાલનો શુક્રવાર જરૂર આવવાનો છે. પરંતુ એ શુક્રવારે આપણે જીવતા હશે કે નહીં એ નિશ્ચિત નથી.
આવા સર્વથા નિશ્ચિત એવા મોતને સુધારી દેવા સિવાય આ જીવનમાં બીજું કશું જ કરવા જેવું નથી. કારણ કે મોત સુધર્યું તો જ પરલોક સુધર્યો અને પરલોક જો સુધર્યો તો જ આત્મકલ્યાણની સંભાવના ઊભી રહી. તીર્થયાત્રાએ જતાં પહેલાં ધર્મશાળામાં ક્યાં ઊતરશું, એની ચોક્કસાઈ કરી લઈએ અને આંખ બંધ થઈ ગયા પછી ક્યાં જશું, એ બાબતમાં સર્વથા બેદરકાર રહીએ એ તો ચાલે જ શી રીતે ?
Page #4
--------------------------------------------------------------------------
________________
ક્યા કરે નર ફાંકડા. થેલીકા મુંહ સાંકડા
રેતીનાં મકાન ને માથે સોનાનાં નળિયાં બોર જેવા માણસ, અંદરથી ઠળિયા ! છલકે છલુક છલકાતી'તી પ્રેમની ગાગર, અંજલિભર જળ પીધું, ને દેખાયા તળિયા ! સૂરજ હૈં એ નીકળશે, ધાર્યું'તું કોણે ? ઝાંકળની જેમ બળી ગયા મારી આંખનાં ઝળઝળિયાં. બહુ બહુ તો ભાઈ આપણી, ક્ષિતિજ સુધીની પહોંચ, ને આકાશમાં ઊઘડે છે, એમનાં મકાનનાં ફળિયાં જનમટીપની સજા ભોગવી રહ્યો છું માલિક હું તો આંખ સમજ્યો’તો, નીકળ્યા જેલના સળિયા !
કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓ એટલું જ કહે છે કે માણસ નામના પ્રાણીનો કોઈ જ ભરોસો કરવા જેવો નથી. એ બહારથી દેખાય સોના જેવો અને અંદરથી હોય કથીર. હાથમાં એ ગુલાબ લઈને ઊભેલો દેખાય અને એની હથેળીમાં એણે છુપાવી રાખ્યા હોય કાંટા. એની જબાનમાં છલકાતું હોય શૌર્ય અને જિગરમાં એ નરી નામદઈ લઈને બેઠો હોય. વાતોમાં હોય એ શૂરો અને અક્કલનો હોય એ સાવ અધુરો. દીમાગ એનું શ્રીમંતાઈથી ફાટફાટ થતું હોય અને દિલ એનું દરિદ્રતાનું પ્રતિનિધિત્વ ધરાવતું હોય.
તમે કાગડાની અંદર-બહારની કાળાશથી વાકેફ હો તો તમને એની સાથે વ્યવહાર કરવાનો ખ્યાલ આવે. તમને હંસની અંદર-બહારની ધવલતાનો ખ્યાલ હોય તો તમે એની સાથે ઉચિત વ્યવહાર કરી શકો પરંતુ બગલાની બહારની ધવલતા અને અંદરની કાળાશની તમને જાણકારી જ ન હોય તો એની સાથેના વ્યવહારમાં તમે માર ખાધા વિના ન રહો.
શું કહું? જોઈ લો હજારો વરસોનો ઇતિહાસ. માણસ સિંહથી કે વાઘથી, સર્પથી કે
શિયાળથી, રાક્ષસથી કે હાથીથી એટલો નથી છેતરાયો, જેટલો માણસથી છેતરાયો છે. ભૂકંપે કે વાવાઝોડાએ, સુનામીએ કે જ્વાળામુખીએ એટલા માણસોને ખતમ કરી નથી નાખ્યા જેટલા માણસોએ ખતમ કરી નાખ્યા છે. ઝેરના સેવને કે અકસ્માતોની હારમાળાઓએ એટલા માણસોને પરલોકમાં રવાના નથી કર્યા જેટલા માણસોએ રવાના કર્યા છે.
કારણ ? આ એક જ. અંદરથી એ કાળો, બહારથી ઊજળો. જબાનથી એ ફાંકડો, હૃદયથી એ આંકડો. ફોટામાં એ સસલા જેવો અને ઍક્સ-રેમાં એ શિયાળ જેવો. મહોરું એનું સંતનું અને ચહેરો એનો શેતાનનો. આચરણ દેખાય એનું દીવાળી પ્રગટાવતો હોય એવું અને અંતઃકરણમાં એ બેઠો હોય હોળી પ્રગટાવીને.
જાતને બચાવી લેવી છે આ ત્રાસદાયક અને નુકસાનકારક જીવનશૈલીથી ? બે કામ ખાસ કરીએ. ૧. તૃષ્ણાને નિયંત્રિત કરી દઈએ અને ૨. સારા દેખાતા રહેવાની ખતરનાક વૃત્તિથી મનને મુક્ત કરી દઈએ .
જો આ બંને બાબતની આપણે ઉપેક્ષા કરતા રહ્યા તો આપણે કદાચ ખોળિયેથી જ માનવ રહી શકશું, વૃત્તિથી અને પ્રવૃત્તિથી પશુથી આગળ વધીને કદાચ રાક્ષસ બની જવા સુધી પહોંચી જશું.
યાદ રાખજો , તૃષ્ણાનું પોત જો સ્મશાનનું છે તો દંભનું પોત વજનું છે. સ્મશાન ગમે તેટલાં મડદાંઓને બાળી નાખ્યા પછી ય જેમ અતૃપ્ત જ રહે છે તેમ તૃષ્ણા લખલૂટ સામગ્રીઓની પ્રાપ્તિ પછી ય ભૂખાળવી જ રહે છે. વજ જેમ ધારદાર તલવારથી કપાતું નથી તેમ દંભ મજબૂત અને સશક્ત પ્રભુવચનોના શ્રવણ પછી ય તૂટવાનું નામ નથી લેતો.
સાવધાન !
Page #5
--------------------------------------------------------------------------
________________
એવો સાચો કે જ્યાં બોલે ત્યાં ખાય તમાચો
‘મરીઝ'ની આ પંક્તિઓ. જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં મા-બાપ મરી જાય એને અનાથ કહેવાય પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ
એક સરખી રીતે નિષ્ફળ નીવડી છે.
દુશ્મન પોતાના દુશ્મનોને જ મારતો હોય છે, મિત્રોને નહીં, પરંતુ જેઓ વિવેક વિનાના સ્પષ્ટવક્તાઓ હોય છે, વિવેકહીન સત્યવકતાઓ હોય છે તેઓ એક જ કામ કરતા રહેતા હોય છે, મિત્રોને મારવાનું. એટલે ? આ જ કે તેઓ એ હદે અપ્રિય બની જતા હોય છે કે નથી એમના મિત્ર બનવા કોઈ તૈયાર થતું કે નથી એમને કોઈ મિત્ર બનાવવા તૈયાર થતું. એમના મિત્રો કોઈ બની ગયા હોય છે તો ય એમનાથી તેઓ દૂર થતા જાય છે અને એમની મૈત્રી કોકે કરી લીધી હોય છે તો ય એના પર વહેલામાં વહેલી તકે પૂર્ણવિરામ મુકાઈ જાય એની તેઓ રાહ જોતા હોય છે.
પુલ બની શકતા પથ્થરનો ઉપયોગ દીવાલ બનાવી દેવામાં કરી દેવો એ જો બેવકૂફી છે, પ્રતિમા બની શકતા પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડી નાખવામાં કરી દેવો એ જો ક્રૂરતા છે તો સંખ્યાબંધ મિત્રો બનાવી શકતા શબ્દોનો ઉપયોગ મિત્રોની સંખ્યામાં કડાકો બોલાવી દેવા અને દુશ્મનોની સંખ્યામાં તેજી લાવવા કરતા રહેવું એ
તો નરી અક્કલહીનતા જ છે.
કેટલાક માણસો એમ કહેતા ફરતા હોય છે કે “આપણે તો કોઈના બાપની ય સાડી-બાર રાખતા નથી. જેવું હોય તેવું સામાને મોઢે મોઢ જ કહી દેવું. પછી પરિણામ ભલે ને ગમે તે આવે ?
આવા માણસો પોતાના આવા વિકૃત અભિગમ બદલના અભિપ્રાયો બીજાઓ પાસેથી મંગાવતા રહે તો એમને ખ્યાલ આવે કે એમણે જીવનમાં એક જ કામ કર્યું છે, સંબંધોમાં આગ લગાડતા રહેવાનું.
તેઓ માત્ર મિત્રો ગુમાવતા જ હોય છે એવું નથી. મિત્રોને તેઓ દુશ્મન પણ બનાવતા હોય છે. તેઓ સંબંધો તોડતા જ હોય છે એવું નથી, કડવા સંબંધોનું તેઓ નિર્માણ પણ કરતા રહે છે. સ્વજનો એમનાથી દૂર થતાં જાય છે એટલું જ નહીં, તેઓ ખુદ પણ સ્વજનોથી દૂર થતા જતા હોય છે.
શું કહું ?
બંદૂકમાંથી છૂટતી ગોળી કોકને વાગી જતી હોય અને એનાથી એનું મરણ થઈ જતું હોય એ તો આપણને સમજાય છે પરંતુ આવા વિવેકહીન સ્પષ્ટવક્તાઓના મુખમાંથી જે પણ શબ્દો નીકળતા હોય છે એ શબ્દો સામાને એવા તો વાગતા હોય છે કે તેઓ મરતા ભલે નથી હોતા પણ એમના અંતરમાં એ વક્તાઓ પ્રત્યે રહેલા સ્નેહનું અને પ્રેમનું તો મોત થઈને જ રહે છે.
બચવું છે આ અપાયથી ? તો બે કામ ખાસ કરો. વાંસળી જેવા બની જાઓ. વાંસળી વાચાળ નથી હોતી, કોક બોલાવે છે તો જ બોલે છે. વાંસળી કડવું નથી બોલતી, મધુર જ બોલે છે. અપનાવી લેશું આપણે વાંસળીના આ બંને ગુણો?
Page #6
--------------------------------------------------------------------------
________________
આંધળા સસરાની લાજ કઈ વહુ કાઢવાની છે?
માણસ માણસના સંબંધ વચ્ચેથી લાગણી શબ્દ છેકી કાઢ, પછી પાનાં ભરી ભરીને લખવું હોય તે લખી કાઢ ! ખૂબ લપસ્યાં છે આ ઢાળમાં, ઉપર ચડ્યું કો’ જાણ્યું છે? સાચો આંકડો જાણવો હોય તો ગામની વસ્તી ગણી કાઢે ! મતલબની આ દુનિયા છે ભાઈ ! તારો મતલબ શોધી કાઢે, ફાવતું હોય તો ઠીક છે નકર, મારું ઘર તું ગોતી કાઢ ! લાગણીશીલોના થપ્પથપ્પાં ભરી ગોદામો આ પડ્યાં થા બુટ્ટો ! કાં થોડી સગવડ થપ્પા ઉપર કરી કાઢે ! કો’કની પાછળ કો’ક ઝૂરે છે, વાર્તાઓ બઘી રહેવા દો જીવવું હોય તો જીવ સુખેથી કાં વાર્તા મુજબ જીવી કાઢ. કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓનો તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. શેરડીમાં માણસને ત્યાં સુધી જ રસ હોય છે જ્યાં સુધી શેરડીમાં કસ હોય છે. પુષ્પ પાછળ માણસ ત્યાં સુધી જ પાગલ રહે છે જ્યાં સુધી પુષ્પમાં સુવાસ અને સૌંદર્ય હાજર હોવાનું એને દેખાય છે. પત્નીમાં પુરુષ ‘રાણી’નાં દર્શન ત્યાં સુધી જ કરતો રહે છે જ્યાં સુધી પત્ની યુવાનીને, રૂપને અથવા તો આકર્ષકતાને ટકાવીને બેઠી હોય છે. માણસ ભલે ને જીવતો છે, મરી ગયો નથી પરંતુ જો હવે એ કામનો નથી રહ્યો, મારા સ્વાર્થમાં સહાયક નથી બની શકતો, મારા ગલત વર્તાવમાં એ ભયપ્રદ નથી બની શકતો તો મારે એની કોઈ જ પરવા નથી.
ટૂંકમાં ગણિત સ્પષ્ટ છે. સામી વ્યક્તિના અસ્તિત્વની નોંધ ત્યાં સુધી જ તમે લો જ્યાં સુધી એ તમને ઉપયોગી છે. જેવી એની ઉપયોગિતા ખતમ થઈ જાય, એના અસ્તિત્વની નોંધ લેવાની પણ તમે ના પાડી દો. એની જીવંતતા પ્રત્યે પણ તમે આંખર્મીચામણાં કરી દો.
આ હલટક કોટિના ગણિતે જ સ્ત્રીઓ ગર્ભપાત સેન્ટરની મુલાકાત લઈ રહી છે ને? ‘પેટમાં રહેલ બાળક માટે હમણાં નથી જોઈતું કારણ કે લગન કર્યાને હજી તો
બે વરસ પણ નથી થયા. આટલા ટૂંકા ગાળામાં બાળક આવી જાય તો મનગમતી. મોજ ન કરી શકાય. બહાર હરવા-ફરવા ન જઈ શકાય. યથેચ્છ વિલાસ ન માણી શકાય. એક કામ કરો. બાળકને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દો !'
પત્ની નથી ગમતી ને? એનું રૂપ હવે આકર્ષક નથી રહ્યું ને? એનો સ્વભાવ બરછટ લાગે છે ને? ચિંતા ન કરો. કોર્ટ તૈયાર છે. પહોંચી જાઓ તમે ત્યાં આપી દો એને છૂટાછેડા. કોર્ટ કદાચ આગ્રહ કરે તો દર મહિને તમે બે-ચાર હજાર રૂપિયા આપી દેજો એને. પણ એ લપમાંથી તમે કાયમનો છુટકારો મેળવી જ લો !!
વૃદ્ધ માતા-પિતા ઘરમાં ‘વધારા’ના લાગે છે ને ? ‘નકામાં’ અને ‘બોજરૂપ’ લાગે છે ને ? ચિંતા ન કરો. તમને એ ચિંતાથી મુક્ત કરવા તો વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. આંખમાં આંસુ લાવીને માતા-પિતાને મૂકી દો વૃદ્ધાશ્રમોમાં અને એ ય તમે બે અને તમારા બે કરતા રહો ઘરમાં જલસા !
આંધળા સસરાની લાજ કોઈ વહુ કાઢતી નથી એ તો સમજાય છે પરંતુ અહીં તો દેખતાં મા-બાપની સારસંભાળ થતી નથી. દેખતી પત્નીની નોંધ લેવાતી નથી અને ગર્ભમાં રહેલ દેખતા દીકરાને જગતનાં દર્શન કરવા દેવામાં આવતા નથી !
‘સગું તારું કોણ સાચું રે સંસારિયામાં” આ પંક્તિ એટલું જ કહે છે કે જગતના જીવો તરફથી પ્રેમની અપેક્ષા રાખશો નહીં અને એ સહુને પ્રેમ આપવાની બાબતમાં ઉપેક્ષા સેવશો નહીં.
Page #7
--------------------------------------------------------------------------
________________
ગોર પરણાવી આપે પણ ઘર ચલાવી ન આપે
પ્રહ્લાદ પારેખની આ પંક્તિઓ :
આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરુ મારા
આપણે ભરોસે આપણે હાલીએ.
બળને બાહુમાં ભરી,
હૈયામાં હામ ધરી
સાગર મોઝારે ઝુકાવીએ.
આપણા વહાણનાં સઢ ને સુકાનને આપણે જ હાથે સંભાળીએ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઈ જાય સામે પાર ?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં
આપણે જ આપણે છઈએ
હો ભેરુ મારા
આપણે ભરોસે આપણે હાલીએ.
હા, અધ્યાત્મ જગતની યાત્રાનું આ જ નગ્ન સત્ય છે. પ્રભુ તરફથી તમને માર્ગ મળી શકે છે. ગુરુ તરફથી તમને સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ મળી શકે છે. સાધના માર્ગે આગળ ધપી રહેલા સાધકો તરફથી તમને પ્રેરણા, પ્રોત્સાહન અને આલંબન મળી શકે છે પણ મંજિલે પહોંચવા માટે કદમ તો તમારે જ ઉપાડવા પડે છે. એ માર્ગ પર આવતાં કષ્ટોને ઘોળીને પી જવાનું સામર્થ્ય તો તમારે જ દાખવવું પડે છે. એ માર્ગ પર ચાલતા ચાલતા તમે કદાચ પડી પણ જાઓ તો ય - જંગલમાં પડી જતા હાથીને જેમ પોતાની મેળે જ ઊભા થવું પડે છે તેમ - તમારે તમારી મેળે જ ઊભા થઈ જવું પડે છે.
આ વાસ્તવિકતા એક અપેક્ષાએ સુખદ પણ છે તો એક અપેક્ષાએ દુ:ખદ પણ
૧૩
છે. સુખદ એટલા માટે કે પરિબળો ગમે તેટલાં પ્રતિકૂળ હોય, તમારી ચારે ય બાજુ દુશ્મનોની ફોજ હોય, સ્વજનો તમારા સર્વથા બેવફા હોય છતાં તમે પોતે જો અધ્યાત્મના માર્ગે આગળ વધવા માગો છો તો તમને એમાં કોઈ પરિબળ પ્રતિબંધક બની શકે તેમ નથી.
અને
દુઃખદ એટલા માટે કે પ્રભુ ખુદ તમારી સન્મુખ ઉપસ્થિત હોય, ગુરુદેવ ખુદ તમારા પર કૃપાનો ધોધ વરસાવી રહ્યા હોય, એક એકથી ચડિયાતાં શુભ આલંબનો અને શુભ નિમિત્તો તમને ઉપલબ્ધ હોય પણ તમને પોતાને જો અધ્યાત્મના માર્ગ પર રુચિ ન હોય, એ માર્ગ પર કદમ માંડવાનો તમારા ખુદના અંતરમાં જો કોઈ ઉત્સાહ ન હોય તો એમાંના એક પણ ઉત્તમ કે અનુકૂળ પરિબળો તમને અધ્યાત્મના માર્ગ પર ચાલવા તૈયાર કરી શકતા નથી.
તો કરવું શું ?
આ જ. આપણે ખુદે મજબૂત બની જવું. હસ્તમેળાપની ક્રિયા કરાવીને ગોર તો ઘર ભેગો થઈ જાય પણ પતિ-પત્ની પાસે જો સત્ત્વ ન હોય, સમાધાનવૃત્તિ ન હોય, સાહસ ન હોય તો એમનું દામ્પત્યજીવન કોઈ પણ પળે તૂટી ગયા વિના ન જ રહે.
બસ, એ જ ન્યાયે ગુરુદેવ તો સમ્યક્ સમજનો પ્રકાશ આપીને આપણા અંતરમાં અધ્યાત્મનું આકર્ષણ ઊભું કરી આપે; પરંતુ જો સાધના અંગેનું સત્ત્વ ન હોય આપણી પાસે, સમર્પણભાવનું સ્વામિત્વ ન હોય આપણી પાસે, કર્મોના વિપાકોની જરૂરી સમજ ન હોય આપણી પાસે તો અંતરમાં પ્રગટેલું અધ્યાત્મનું આકર્ષણ કોઈ પણ પળે ખતમ થઈ ગયા વિના ન રહે.
ન
ટૂંકમાં, દાયણ પ્રસૂતિ કરાવી આપે પણ પ્રસૂતિનાં કષ્ટો તો માતાએ જ વેઠવા પડે. આ હકીકતનો સંદેશ સ્પષ્ટ છે.
૧૪
Page #8
--------------------------------------------------------------------------
________________
જમાનો આવ્યો પાપનો ને દીકરો નહીં બાપનો...
કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ : સવારના પહોરમાં કુમાશે આવી પૂછ્યું મને, પપ્પા, આ દુનિયાના ત્રણ ભાગમાં પાણી ને એક ભાગમાં જમીન, તો આટલું બાકી કેમ? વિચાર કરીને કીધું મેં ‘બેટા ! ત્રણ ભાગને દીધું ભગવાને પાણી : માણસ ચોથા ભાગમાં ફેરવશે પાણી !'
કેલક્યુલેટર, કમ્યુટર, મોબાઇલ, ટી.વી., કેબલ, વેબસાઈટ, ઇન્ટરનેટ, ઉપગ્રહ, સેટેલાઇટ, હેલિકૉપ્ટર, વિમાન, રૉકેટ, ચન્દ્ર [2] પર ઉતરાણ, રણપ્રદેશમાં પાક, શરીરના અવયવોની અદલાબદલી, આકાશને આંબવા મથતાં મકાનો, કૃત્રિમ વરસાદ, પડકારભર્યા ઑપરેશનો, ઘરઘંટી, વૉશિંગ મશીન, હીટર, ગીઝર, કૂકર, એર-કન્ડિશનર...હા. એક બાજુ આ જંગી ભેટો જગતને આપી છે આજના જમાનામાં પણ સબૂર !
બંદૂક, મશીનગન, ન્યૂ ક્લીયર બૉમ્બ, એટમ બૉમ્બ, એ.કે. ૪૭, ઝેરી રસાયણો, ક્રૂરતમ કતલખાનાંઓ, ગર્ભપાત કેન્દ્રો, વાસનાના નગ્ન તાંડવો ખેલતા વિલાસનાં સાધનો, લોભને લોભાંધતામાં રૂપાંતરિત કરી દેતી અર્થ વ્યવસ્થાઓ, કામને કામાંધતામાં બદલી નાખતી જીવનશૈલીઓ, આત્મીયસંબંધોને સ્વાર્થ સંબંધોમાં બદલી નાખવાનું મન થતું રહે એવી વિચારણાઓ, રાસાયણિક ખેતરોના બેફામ વપરાશ દ્વારા જમીનને કસહીન બનાવી દેતી અન્ન ઉત્પાદનની યોજનાઓ...આ
લોહિયાળ અને ખતરનાક ભેટો પણ આ જગતને આજના જમાનાએ જ આપી છે.
પૂર્વકાળ અને વર્તમાનકાળ, એ બંને વચ્ચે તટસ્થ મૂલ્યાંકન કરીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે કે બાહ્ય વૈભવના ક્ષેત્રે વર્તમાનકાળે પૂર્વકાળને ક્યાંય પાછળ ધકેલી દીધો છે પણ આભ્યન્તર વૈભવના ક્ષેત્રે વર્તમાનકાળ, પૂર્વકાળ કરતા ક્યાંય પાછળ ધકેલાઈ ગયો છે.
કડક શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાને માણસને મારી નાખીને એના શરીરને અલંકારોથી વિભૂષિત કરી દીધું છે. માણસની પ્રસન્નતા ઝુંટવી લઈને એને શ્રીમંત બનાવી દીધો છે. એની મહાનતાની સ્મશાનયાત્રા કાઢી નાખીને એને મોટો બનાવી દીધો છે. એની પવિત્રતાને રફે-દફે કરી નાખીને એને સ્વચ્છ બનાવી દીધો છે.
માણસ પાસે આજે વિવેકની આંખ નથી, વાત્સલ્યસભર હૈયું નથી, વિનયયુક્ત દિલ નથી. કલ્પના કરો એવા ઘરની કે જે ઘરમાં ટી.વી. છે, વીડિયો છે, આકર્ષક ફર્નિચર છે, ડનલોપની ગાદીઓ છે પરંતુ અનાજ નથી, પાણી નથી અને સ્વચ્છ હવા નથી. થાય શું એ ઘરનું? કલ્પના કરો એવા જીવનની કે જે જીવનમાં વિપુલ સંપત્તિ છે, અમાપ સત્તા છે પરંતુ સારાસારનો વિવેક કરી શકતી આંખ નથી. દુશ્મનોને પણ માફ કરી કે એવું વાત્સલ્યયુક્ત હૈયું નથી. ઉપકારીઓનો અને નાનાઓનો વિનય કરી શકતું દિલ નથી. થાય શું એ જીવનનું ?
એટલું જ કહીશ કે વિજ્ઞાને આપેલ ‘ગતિ’ પાછળ પછી દોડજો. પહેલાં ધર્મ બતાવેલ ‘સમ્યફ દિશા’ને બરાબર સમજી લો.
Page #9
--------------------------------------------------------------------------
________________
ઘંટીને ઘઉં અને બંટી, બંને સરખા
ઉંમર ખય્યામની આ પંક્તિઓ :
‘શું કુબે૨ો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. હર પ્રભાતે ચેતવે છે કુકડાઓની પુકાર જો ઉષાનાં દર્પણે, તારા જીવન કેરો ચિતાર.
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?
ડેમ તૂટે, આખા શહેરમાં પાણી ફરી વળે, તમે એ પાણીની વચ્ચે ફસાઈ ગયા હો અને છતાં તમારો વાળ પણ વાંકો ન થાય એ બની શકે. તમે જે ઘરમાં રહ્યા હો એ આખું ય ઘર ભૂકંપના ઝાટકામાં તૂટી પડે અને છતાં એ ઘરમાંથી તમે હસતા હસતા બહાર નીકળી જાઓ એ બની શકે, જે વિમાનમાં તમે મુસાફરી કરી રહ્યા હો એ વિમાન રન-વે પર ઊતરતાં સળગી જાય અને છતાં તમારો ચમત્કારિક બચાવ થઈ જાય એ બને.
પણ કર્મસત્તાની ઘંટીમાં જો તમારો પ્રવેશ થઈ ગયો હોય તો એ ઘંટીમાં પિસાઈ જતા તમે બચી શકો એવી કોઈ જ શક્યતા નહીં, પછી ભલે તમે કરોડપતિ છો કે વડાપ્રધાન છો, ભલે તમે રાષ્ટ્રપતિ છો કે ઑલિમ્પિક ચૅમ્પિયન છો, ભલે તમે અસરકારક વક્તા છો કે ખ્યાતનામ લેખક છો, ભલે તમે જગમશહૂર છો કે લશ્કરના સરસેનાધિપતિ છો.
એક વાત કરું ?
કર્મસત્તાની ઘંટીમાં જે પણ જીવોનો પ્રવેશ થઈ ચૂક્યો હોય છે એ જીવો પર કર્મસત્તા ત્રણ પ્રકારના અત્યાચારો કરીને જ રહે છે. પ્રથમ નંબરનો અત્યાચાર છે, રોગનો. ક્રિયા હસ્તમેળાની ચાલતી હોય અને કર્મસત્તા શરીરને લકવાગ્રસ્ત બનાવી ૧૭
દે. હાથ ચેક પર સહી કરવામાં વ્યસ્ત હોય અને કર્મસત્તા બ્રેઈન હેમરેજના શિકાર બનાવી દે. ૫૦ લાખની ગાડીમાં સ્ટીઅરિંગ વ્હીલ પર તમે બેઠા હો અને ત્યાં જ
તમારું લોહીનું દબાણ કર્મસત્તા નીચું લાવી દે.
પણ,
ચમત્કાર સર્જાઈ જાય અને રોગના શિકાર બનતા બચી જવામાં તમે સફળ બની પણ જાઓ તો કર્મસત્તા તમને બીજા નંબરના અત્યાચારના શિકાર બનાવી દે. એ અત્યાચારનું નામ છે, વૃદ્ધાવસ્થા. સમય પસાર થાય અને તમારે ચાલવા માટે હાથમાં લાકડી પકડવી જ પડે. નજીકનું જોવા માટે પણ ચશ્માં વિના તમને ન ચાલે. તમારી પત્ની પણ તમારા દ્વારા બોલાયેલ શબ્દોને સાંભળી ન શકે. પથારીમાંથી બેઠા થવા ય તમારે કોકનો ટેકો લેવો જ પડે.
પણ,
કદાચ આ અત્યાચારથી બચી જવામાં ય તમે કર્મસત્તાને શિકસ્ત આપી શકો પરંતુ કર્મસત્તાનો એક ત્રીજા નંબરનો અત્યાચાર છે, મોત. એનાથી બચી જવામાં તો આ જગતના કોઈ પણ ચમરબંધીને સફળતા મળી શકે તેમ નથી. ઉંમર તમારી વીસ વરસની હોય ત્યારે ય તમે મોતના શિકાર બની શકો છો તો નેવું વરસની વયે પહોંચ્યા પછી ય તમે મોતના મુખમાં હોમાઈ શકો છો. માતાના પેટમાં હો ત્યારે ય કર્મસત્તાની આ ઘંટી તમને પરલોકમાં રવાના કરી શકે છે તો તમે પર્વતારોહણ કરતા હો ત્યારે ય કર્મસત્તાની આ ઘંટી તમારા અસ્તિત્વને નામશેષ કરી શકે છે. એક જ વિકલ્પ છે. જીવન એવું જીવીએ કે આ ઘંટી સામે ચડીને આપણને પોતાનામાં પ્રવેશ આપવાની ના પાડી દે !
૧૮
Page #10
--------------------------------------------------------------------------
________________
ચંદને ધોઈ માછલી પણ
છૂટી નહીં ગંધ
પછી ય આપણે ત્યાંથી પાછા હટવા તૈયાર જ થતા નથી?
ચંદનની સુવાસમાં કોઈ જ શંકા નથી પણ પોત જ જો માછલીનું છે તો ? કુંભારની કુશળતામાં કોઈ જ શંકા નથી પણ પોત જ જો દરિયાઈ રેતીનું છે તો ? સૂર્યના પ્રકાશની તાકાતમાં તો કોઈ જ શંકા નથી પણ પોત જ જો અંધત્વનું છે તો ? પ્રભુનાં વચનોની પ્રચંડ તાકાતમાં તો કોઈ જ શંકા નથી પણ પોત જ જો નાલાયકતાનું
છે તો ?
કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓ: ‘ફૂલો પ્લાસ્ટિકનાં, સુગંધ ક્યાંથી હોય? શિક્ષકો ટટ્યશનિયા, વિદ્યા ક્યાંથી હોય? પ્રોગ્રામ કેબલ્સના, સંસ્કાર ક્યાંથી હોય ? નેતા ખુરશીના, દેશદાઝ ક્યાંથી હોય? ભોજન ડાલડાનું, સ્વાદ ક્યાંથી હોય? અનાજ હાયબ્રીડનું, તાકાત ક્યાંથી હોય? કપડાં થયા ટૂંકા, લજ્જા ક્યાંથી હોય? ચહેરા થયા મેક-અપનાં, રૂપ ક્યાંથી હોય?
આ તમામ વાસ્તવિકતાઓ એક જ વાત કરે છે જો તમારું પોત જ જૂઠું છે, જો તમારી પાત્રતા જ ગાયબ છે, જો તમારી પ્રજ્ઞાપનીયતા જ ગેરહાજર છે, જો તમારું મન જ બંધિયાર છે, જો તમારી વૃત્તિ જ ગલત માન્યતાની શિકાર બની ચૂકી છે તો દુનિયાની કોઈ તાકાત તમને સુધારી શકે તેમ નથી. પ્રભુ વચનો તો તમારા માટે નિરર્થક છે જ પરંતુ સાક્ષાત્ પ્રભુ પણ તમને બચાવી લેવા કે ઉગારી લેવા લાચાર છે.
ખૂબ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે આપણે. આવા અપાત્રમાં, અયોગ્યમાં, અપ્રજ્ઞાપનીયમાં આપણે સ્થાન તો નથી પામ્યા ને ? ક્રોધથી આપણું ચિત્ત એ હદે તો ગ્રસ્ત બન્યું નથી રહેતું ને કે પ્રભુનાં વચનોના શ્રવણ પછી ય, ગુરુદેવની સમજાવટ પછી ય, શિષ્ટ પુરુષોની સલાહ પછી ય, શરીર રોગગ્રસ્ત બની ગયા પછી ય, સંબંધોમાં કડવાશ વ્યાપી ગયા પછી ય, સર્વત્ર અપ્રિય બનતા રહ્યા
ચંદન ન મળે એ કરુણતા કરતાં ય ચંદન મળ્યા પછી ય માછલી જ બન્યા રહીએ એ કરુણતા વધુ છે. કુંભાર ન મળવાના દુર્ભાગ્ય કરતાં ય કુંભાર મળી ગયા પછી ય દરિયાઈ રેતી બન્યાં રહીએ એ દુર્ભાગ્ય વધુ ભયંકર છે, સૂર્યપ્રકાશની અનુપસ્થિતિની કરુણતા કરતાંય વધુ કરુણતા એ છે કે આપણે અંધનું જ પ્રતિનિધિત્વ ધરાવીએ છીએ. પ્રભુના વિરહનું કે પ્રભુ વચનોના અશ્રવણનું દુઃખ એટલું જાલિમ નથી, જેટલું જાલિમ એ મળ્યા પછી ય આપણે નાલાયક જ બન્યા રહીએ એ છે..
તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે.
જીવન પરિવર્તનનું મુખ્ય ચાલકબળ પ્રાપ્તિ નથી પણ પાત્રતા છે. તમારી પાત્રતા જો જીવંત હશે તો પ્રાપ્તિ થતાંની સાથે જ પરિવર્તનનું સદ્ભાગ્ય તમે પામી જવાના છો. પણ જો પાત્રતા જ તમારી ગાયબ હશે તો પ્રાપ્તિની વણઝાર પછી ય તમે એવા ને એવા જ રહી જવાના છો.
આવો,
આપણે “ખાડો’ તૈયાર રાખીએ. શુભનો વરસાદ જ્યારે પણ પડશે, આપણને ભરાઈ જતાં પળની ય વાર નહીં લાગે. બાકી, જો ‘ટેકરો જ બન્યા રહેશું તો શુભના ધોધમાર વરસાદ પછી ય આપણે કોરાધાકોર જ રહેશું.
દડો હવે આપણા મેદાનમાં છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જ્યાં મળી રોટી, ત્યાં ગયા આળોટી
કે” છે સમય તો આવે છે ને ચાલી જાય છે તો “ખરાબ સમય’ કેમ રોકાઈ જાય છે? મને જુએ છે ને ચારે પગ કૂદે છે, રામ જાણે મારી-એની શું સગાઈ થાય છે? નસીબ જ અમુકનાં એવાં બળિયાં હોય છે, ભેટે, તો ય માથે ભટકાઈ જાય છે. મહેનત કરે, નસીબ આડેથી પાંદડું ખસેડવા પાંદડું ખસી, ઝાડ રોપાઈ જાય છે.
જ્યારે એક સાંધો ત્યાં તેર તૂટે, અચ્છો અચ્છા હેબતાઈ જાય છે ! દોડીને આવનારાં, ક્યાં ગયાં સૌ ‘તારા?' માણસ, અવરજવર પરથી ઓળખાઈ જાય છે. થાય, અંધારું ઉલેચવા દીવડો પ્રગટાવું એક પછી એક દીવાસળી, ઓલવાઈ જાય છે ! હવે ચમત્કાર, તો માનું કે તું ઈશ્વર ! બાકી ખાલી ખોટો રોજ શાને પૂજાઈ જાય છે !
કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓના તાત્પર્યાર્થમાં જઈએ તો એક વાત સ્પષ્ટ છે કે માણસ માટે આ જગતમાં સૌથી વધુ ખરાબ સમય કોઈ હોય તો એ છે “ભૂખની અનુભૂતિમાં ભોજનની અનુપસ્થિતિ માણસ યશના અભાવમાં જીવી જાય, સંપત્તિની અલ્પતામાં જીવી જાય, બંગલાની કે ગાડીની અનુપસ્થિતિમાં જીવન ટકાવી જાય, પત્નીના અભાવમાં મજેથી જીવન પસાર કરી જાય પણ ભોજનના અભાવમાં ? કદાચ બે-ચાર દિવસ કે પચીસ-ત્રીસ દિવસ ખેંચી જાય પણ એ પછી ય જો એને ભોજન ન મળે તો એનું ‘રામ બોલો ભાઈ રામ’ થઈને જ રહે.
આ કારણસર જ કહેવાયું છે ને કે ‘ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી બેસે છે’
કારણ કે ભૂખ્યા માણસને જીવન ટકાવવું જ છે અને જીવન ભોજન વિના ટકાવી શકાય એવી કોઈ જ શક્યતા નથી. દરિદ્ર માણસ પૈસા માટે છેલ્લી હદની લાચારી નહીં દાખવે જો એની પાસે ભોજનની વ્યવસ્થા હશે તો ! બે-આબરૂ માણસ યશ માટે એટલી લાચારી નહીં દર્શાવે જો એની પાસે ભોજનનો પ્રબંધ હશે તો ! વાંઢો માણસ સ્ત્રી માટે એટલો નહીં કરગરે જો એની પાસે ક્ષુધાશમનની વ્યવસ્થા હશે તો !
પણ,
પેટનો ભૂખ્યો માણસ તો કઈ હદની લાચારી દાખવવા તૈયાર નહીં થઈ જાય એ પ્રશ્ન છે. ભોજન મળતું હશે તો એ કપડાં ઉતારવા ય તૈયાર થઈ જશે તો ગટરનું પાણી પીવા ય તૈયાર થઈ જશે. સમૂહ વચ્ચે એ શીર્ષાસન કરવા ય તૈયાર થઈ જશે તો પોતાની સગી મા-બહેન પરની ગાળો સાંભળવા ય તૈયાર થઈ જશે.
અરે,
ગુંડા પાસે ય એ ભોજન માટે કરગરવા તૈયાર થઈ જશે અને ભોજન મળતું હશે તો વેશ્યાગામીના પગે પડવા ય એ તૈયાર થઈ જશે. ખૂની પાસે હાથ જોડતાં ય એ શરમ નહીં અનુભવે તો આતંકવાદીને ત્યાં આંટા-ફેરા લગાવતાં ય એને ભય નહીં રહે. ટૂંકમાં; બધી જ લાચારી અને બધાય સમક્ષ લાચારી, આ માનસિકતા રહેશે ભોજનના અભાવમાં ભૂખ્યા માણસની.
આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને બે કામ ખાસ કરજો . કોક ભૂખ્યો માણસ તમારે આંગણે આવીને ઊભો રહી જાય તો એની ભૂખ પર શંકા ઉઠાવતા રહીને એને ખાલી પેટે રવાના ન કરશો અને એવું કોઈ અશુભકર્મ બાંધી ન બેસશો કે જેના દુષ્યભાવે ભવાંતરમાં ભોજન માટે તમારે તમામ પ્રકારની લાચારીઓ તમામ પ્રકારની વ્યક્તિઓ સમક્ષ દાખવતા રહેવું પડે.
Page #12
--------------------------------------------------------------------------
________________
જમને માળવો દૂર નથી
NL
૧-૨-૩-૪-૫ નાના હતા ત્યારે સ્લેટ-પેન લઈ આંકડા ગણતા'તા. ૧-૨-૩-૪-૫. હેજ થયા મોટા: ને રાહ જોવામાં મિનિટો ગણતા'તા. ૧-૨-૩-૪-૫. વળી થયાં મોટાં : વળગ્યા પળોજણનાં પોટલાં ગણ્યાં, તો ગણતા રહ્યાં. ૧-૨-૩-૪-૫. ને છેલ્લે એટલાં થયાં મોટાં કે લગભગ ખોટા ! દિવસો ગણતા'તા. ૧-૨-૩-૪-૫.
હા. કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ એટલું જ કહે છે કે મોત આવે જ છે. એને માટે કોઈ સ્થાન દૂર નથી. એને માટે કોઈ હોદ્દો મહત્ત્વનો નથી. એને માટે કોઈ ઋતુ અગત્યની નથી. એને માટે કોઈ અવસ્થા મહત્ત્વની નથી. તમે એને ‘રુક જાઓ” કહી શકતા નથી. ‘વિલંબમાં એ સમજતું નથી. નોટિસ આપીને એ આવતું નથી. કમૂરતા એને નડતા નથી. હીલ સ્ટેશનની શરમ એ રાખતું નથી. તમારા લગ્નના પ્રથમ દિવસે ય એ તમને લઈ જવા આવી શકે છે તો વડાપ્રધાન પદની સોગંદવિધિ ચાલતી હોય ત્યારે સીધા સ્ટેજ પરથી ય એ તમને લઈ જઈ શકે છે.
ટૂંકમાં, આવવાનો સમય સર્વથા અનિશ્ચિત અને છતાં આવવાનું સો ટકા
નિશ્ચિત. એવું કોઈ એક જ પરિબળ આ જગતમાં જો કોઈ હોય તો એ પરિબળનું નામ છે મોત. શરીર પર યુવાવસ્થા કદાચ ન પણ આવે, વાતાવરણમાં ઉનાળાની ઋતુ કદાચ ન પણ આવે, જીવનમાં કદાચ દુ:ખો ન પણ આવે પણ મોત ? આવે, આવે ને આવે જ.
જવાબ આપો.
માન ન માન, મગર મેં તેરા મહેમાન” નું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા આ મોતને આવકારવા આપણે તૈયાર ખરા? મંજિલ આવતા જે સહજતાથી ગાડી છોડી દઈએ છીએ એ જ સહજતાથી સમય થતાં જીવનને છોડી દેવા આપણે તૈયાર ખરા? ફાટી ગયેલ વસ્ત્રો બદલી દેતા જે પ્રસન્નતા અનુભવાય છે એવી જ પ્રસન્નતા જીર્ણ શરીર છોડતી વખતે અનુભવાશે જ એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા ?
કદાચ આ તમામ પ્રશ્નોનો જવાબ છે, ‘ના’. કારણ? આ એક જ. હાથમાં જે જીવન છે એ સારી રીતે જીવાઈ રહ્યું હોય એવું આપણને લાગતું નથી અને એટલે જ આ જીવનની સમાપ્તિ વખતે આપણે સ્વસ્થતા અનુભવી શકશું જ એવું આપણું અંતઃકરણ કહેવા તૈયાર નથી.
શું કહ્યું?
જે મોતને આપણે આવતું રોકી શકવામાં સફળ નથી જ બનવાના એ દિશામાં આપણે જબરદસ્ત પ્રયત્નશીલ છીએ અને આવનારા મોતને મંગળમય બનાવી દેવાની તાકાત જે સુંદર જીવનશૈલીમાં છે એ સુંદર જીવનશૈલી આપણને હાથવગી છે છતાં એ દિશામાં આપણે સર્વથા બેદરકાર છીએ!
અથાણું બગડે છે તો વરસ જ બગડે છે; પરંતુ મોત બગડે છે તો કદાચ અનંતકાળ બગડી શકે છે એ કટુ સત્ય આપણે ક્યારે આંખ સામે રાખશું?
Page #13
--------------------------------------------------------------------------
________________
જબાન હાર્યો તે ભવ હાર્યો
થોડું ય સમજ્યા હોત તો સુખેથી જિવાત ! પણ રહ્યાં ખખડતાં આપણે, બસ, વાતે વાતે ! દોષના ટોપલાનું તો વજન વળી કેટલું ! ઊંચકીને નાખતાં રહ્યાં, એક-મેકના માથે ! નાની અમથી વાતમાં, રણશિંગા ફૂંકાતાં, સવાર પડે ને હસતાં મોઢાં, રોજ બગડતાં રાતે ! બંધ કર્યા છે બારણાં, ક્યાં કોઈ જુએ છે? લોક માને કેવાં, સૂએ છે નિરાંતે ! ન’તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે, આંખે બાઝયા છે ઘુવડ, તે ઊંડે વાતે વાતે ! એકમેકનો પતંગ કાપવામાં પડ્યા ઘસરકા હાથે બળી આ ઉત્તરાયણ ! ના આવે તો જીવાય તો નિરાંતે !
હા, દૂધમાં સાકર જ નખાય, સાકર ન હોય તો દૂધને એમ ને એમ રહેવા દેવાય પરંતુ લીંબુનાં ટીપાં નાખીને દૂધને ફાડી તો ન જ નખાય આ સમજ ધરાવતો માણસ, બોલવું હોય તો મધુર જ બોલાય, હિતકારી જ બોલાય, મિતકારી જ બોલાય, એવી ક્ષમતા અને હૃદયની ઉદાત્તવૃત્તિ ન હોય તો મૌન રહી જવાય પરંતુ શબ્દોને જેમ-તેમ ફેંકતા રહીને, વિવેકને ગેરહાજર રાખીને સંબંધોમાં કડવાશ પેદા ન જ કરાય આ સમજ ધરાવતો નથી એ આશ્ચર્ય તો લાગે જ છે પરંતુ માણસની એ બેવકૂફી પણ લાગે છે.
શબ્દોનો આવો આડેધડ થતો વપરાશ કેવું દુઃખદ પરિણામ લાવીને મૂકી દે છે એને લંગમાં જણાવતી કોક અજ્ઞાત લેખકની ઉક્ત પંક્તિઓ એટલું જ કહે છે કે સંબંધોના વિરાટ આસમાનમાં તમારી આત્મીયતાની પતંગને જો હેમખેમ રાખવા માગો છો તો એ પતંગનો દોર જે શબ્દોનો બન્યો હોય છે એ શબ્દોમાં કઠોરતાનો કાચ, કટુતાનો રંગ અને કર્મશતાનો લોટ ક્યારેય ભેળવશો નહીં. શું કહું?
સોય પાસે તલવાર કાર્ય જો આપણે નથી જ કરાવતા, પુલ બનાવવા મંગાવેલ પથ્થરોનો ઉપયોગ જો માણસ દીવાલ ઊભી કરી દેવામાં નથી જ કરતો, હાથમાં રહેલ કીમતી હીરાનો ઉપયોગ ડાહ્યો માણસ જો બારી પર બેસી ગયેલ કાગડાને ઉડાડવામાં નથી જ કરતો તો પ્રભુ સાથે પ્રીત જમાવી શકતા, સજ્જનોનાં હૈયામાં સ્થાન અપાવી શકતા, દુશમનને મિત્ર બનાવી શકતા અને જગતના જીવ માત્રની સમાધિમાં નિમિત્ત બની શકતા શબ્દોનો ઉપયોગ માણસ મિત્રોને દુશ્મન બનાવી દેવામાં, સજ્જનોના અને સ્વજનોના હૈયામાં કટુતા પેદા કરી દેવામાં અને જીવો વચ્ચે અપ્રિય બનાવી દેવામાં કેમ કરતો હશે એ સમજાતું નથી.
યાદ રાખજો,
આ જગત સંપત્તિને ભલે તાકાતપ્રદ માનતું પરંતુ સંપત્તિ કરતાં ય એક અપેક્ષાએ શબ્દો વધુ તાકાતવાન છે. કારણ કે સંપત્તિના સદુપયોગે માણસને જેટલા મિત્રોની ભેટ ધરી હશે એના કરતાં અનેકગણા મિત્રો તો માણસ શબ્દોના સદુપયોગથી ઊભા કરી શકે છે. એ જ રીતે સંપત્તિના બેફામ વપરાશ માણસે જેટલા દુશ્મનો ઊભા કર્યા હશે એના કરતાં અનેકગણા દુશ્મનો તો માણસ શબ્દોના દુરુપયોગથી ઊભા કરી શકે છે.
આવો, શબ્દોની આ પ્રચંડ તાકાતને આંખ સમક્ષ રાખીને આપણે શબ્દોના ડબ્બાઓ આગળ વિવેકના, સ્નેહના અને હિતના એન્જિનને ઊભું કરી જ દઈએ. એ એન્જિન હાજર ન કરી શકાય ત્યાં સુધી શબ્દોના ડબ્બાઓને એમ ને એમ ઊભા જ રહેવા દઈએ. સંખ્યાબંધ અનિષ્ટોથી ઊગરી જશું.
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્યાં તણાઈ જાય હાથી, ત્યાં ભાવ કોણ પૂછે બકરીનો ?
કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ: જિંદગી આખ્ખી કર્યા કર, તું બે હાથે સરવાળો ને પળમાં ફરી વળે, હજ્જાર હાથવાળો ! કૂડકપટ ને ઘાલમેલ, કેટકેટલાંને છેતરીશ ? તને ય માથાનો મળશે, એક છેતરવાવાળો ! અહીંનો હિસાબ બાપુ, અહીં જ પતાવવો પડશે આ કાટમાળમાં બતાવ, છે કોઈ મરદ મુછાળો ? પ્રેમ, લાગણી ને માણસાઈની વાતો, છો તેં હસી કાઢી તારા એકાંત પર હૅશ, તું જ રોવાવાળો ! સુપ્રીમ સુધી સમજ્યા, તું પહોંચી વળીશ, એની પણ ઉપર બેસે છે, ઉપલી કોરટવાળો ! સાચા દિલથી શોધજે, અંદરના ખૂણાંખાંચરાં, ગણિતની આખી ચોપડીનો, ક્યાંક મળી જાય તાળો.
ભૂકંપ થયો. મજબૂત ગણાતું ૧૦માળનું મકાન તૂટી ગયું. એ મકાનની બાજુમાં એક ગરીબ માણસનું ઈટ-ચૂનાનું મકાન હતું. એ તૂટી જ ગયું હોય એ માની લેવામાં કોઈ જ તકલીફ પડે તેમ નહોતી.
ગૅરબજારમાં ઇન્ડેક્સ તૂટ્યો કરોડપતિઓ રસ્તા પર આવી ગયા. નાના નાના વેપારીઓ બરબાદ થઈ ચૂક્યા જ હોય એ સમજવા માટે મનને કાંઈ જ સમજાવવું પડે તેમ નહોતું.
જબરદસ્ત વાવાઝોડું ફૂંકાયું. જમીન પર સો વરસથી અડીખમ ઊભેલું તોતિંગ એવું વટવૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું. એની બાજુમાં જ રહેલ લીમડાનું ઝાડ તૂટી જ ગયું હોવા અંગે મનમાં કોઈ જ શંકા રાખવાની જરૂર નહોતી.
પણ સબૂર ! આ તમામ હોનારતોમાં ચમત્કાર થઈ જાય એવી શક્યતા પર પૂર્ણવિરામ
મૂકી દેવાનું દુસ્સાહસ કોઈ પણ કરી શકે તેમ નથી. બળવાન તૂટી જાય અને નબળો બચી જાય, મજબૂત મરી જાય અને કમજોર જીવી જાય, તાકાતવાન નાહી નાખે અને બળનો બુટ્ટો તરી જાય એવું બની શકે છે.
પરંતુ
એક હોનારત એવી છે કે જે હોનારતમાંથી કોઈ જ ઊગરી શકતું નથી અને એ હોનારત છે કર્મસત્તાના ધરની. જેના પર એ ત્રાટકી- ભલે પછી એ તીર્થકર ભગવંતનો આત્મા હોય કે પ્રભાવક આચાર્ય ભગવંતનો આત્મા હોય, ભલે એ પખંડનો માલિક ચક્રવર્તી હોય કે કોકિલ કંઠનો માલિક જગપ્રસિદ્ધ ગાયક હોય, ભલે એ રૂપક્ષેત્રે કામદેવનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય કે ધનક્ષેત્રે કુબેરનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય - એની રેવડી દાણાદાણ કરી નાખ્યા વિના એ રહેતી જ નથી..
અલબત્ત, કર્મસત્તાના ઘરની હોનારતની સૌથી મોટી વિશેષતા એ છે કે એ હોનારતનું સર્જન વ્યક્તિનું પોતાનું જ હોય છે. એ હોનારતને પોતાના પર ત્રાટકવાની આમંત્રણ પત્રિકા વ્યક્તિએ પોતે જ લખી હોય છે. એ હોનારતને જન્મ આપીને જીવાડવાનું કામ વ્યક્તિએ પોતે જ કર્યું હોય છે.
આનો અર્થ ?
આ જ કે વ્યક્તિ પોતે જો આ હોનારતનું સર્જન કરવાની ઇચ્છા નથી જ રાખતી તો કર્મસત્તા એના પર ત્રાટકવાથી પોતાની જાતને દૂર જ રાખે છે. ભૂકંપ, વાવાઝોડું કે પૂર વ્યક્તિનું ખુદનું સર્જન ન પણ હોય પરંતુ કર્મબંધ એ તો વ્યક્તિની પોતાની જ ગફલતનું સર્જન છે.
બચવું છે કર્મસત્તાના આપણાં પરના હુમલાઓથી ? એક જ કામ આપણે કરવા જેવું છે. ન નબળો વિચાર, ન નબળો ઉચ્ચાર કે ન નબળો વર્તાવ. બૅટ્સમૅન ભૂલ નથી જ કરતો તો અમ્પાયર પણ આંગળી ઊંચી નથી જ કરતો ને?
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્યાં કામ થઈ જાય નખથી, ત્યાં કુહાડો શા કામનો ?
લાભ દેખાતો હોવા છતાં ય જૂઠ બોલતા રહેવામાં એને કોઈ જ અરેકારો થતો નથી. ચહેરાની રેખા થોડીક તંગ કરી દેવા માત્રથી સ્વાર્થસિદ્ધિ થઈ જવાની સંભાવના હોવા છતાં મોઢામાંથી ગાળોનો વરસાદ કરતા રહેવામાં એ લેશ વ્યથા અનુભવતો નથી.
ટૂંકમાં, જે ચિનગારીને બુઝાવી નાખવા પાણીનો એક ગ્લાસ કાફી હોય છે ત્યાં એ પાણીનાં ડમનાં ડ્રમ ઢોળી નાખવાની બેવકૂફી કરી રહ્યો છે.
જતીન બારોટની આ પંક્તિઓ : ‘હકડેઠઠ શહેરની વચ્ચે રહે છે. એક માણસ જે કાવતરાખોર છે. આંગળીએ નખ એને ઊગતા નથી, એની આંખોમાં તીણાં નહોર છે. ફૂલોની ગંધ એને ગૂંગળાવે ભાઈ, એને ગંધાતા પરસેવા ગમે છે. કોડા-પાંચીકાને ઠેબે ચડાવીને લાગણીઓ સાથે એ રમશે દાનવીર દેખાતો દીનનો દયાળ એવો માણસ આ દાનતનો ચોર છે. પરીઓની વાતો પસંદ પડે નઈ એને ગમતી કમ્યુટરની વારતા આંખોમાં આવેલા જોઈ એને જો જો પ્રેમાળ બહુ ધારતા. મનથી એ જાઉં જાઉં કાગડાનો વંશ અને આંખેથી દેખાતો મોર.
આજનો માણસ બર્ષિક્ષેત્રે જો ‘ઉડાઉ” બની ગયો છે તો આત્યંતરક્ષેત્રે એ ‘ઉત્તેજક' બની ગયો છે. પચાસ રૂપિયાની વસ્તુ માટે એ જો પાંચસો રૂપિયા વેડફી નાખે છે તો બસો રૂપિયાની વસ્તુ ખરીદવા વીસ હજાર રૂપિયા વેડફી નાખવા પણ એ તૈયાર રહે છે. આ વાત થઈ બહિર્જગતની પણ આત્યંતર જગતમાં તો એણે દાટ વાળી નાખ્યો છે.
ગોળ જેવા ગળ્યા શબ્દોથી કામ સરી જવાની જ્યાં શક્યતા હોય છે ત્યાંય એ કરિયાતા જેવા કટુ શબ્દોનો છૂટથી પ્રયોગ કરતો રહે છે. સત્ય બોલવામાં લાભ જ
દૂધ ભલે તમારું છે. એની બાજુમાં પડેલ સાકરનો ડબ્બો ભલે તમારી છે. દૂધમાં સાકર કેટલી નાખવી, એની સ્વતંત્રતા ભલે તમારી પાસે છે અને તો ય તમારે દૂધમાં સાકર એટલી જ નાખવી પડે છે કે જે દૂધને બેસ્વાદ ન બનાવી દેતા સ્વાદિષ્ટ જ બનાવી રાખે છે.
જો દૂધમાં સાકર પણ પ્રમાણાતીત નાખવાની નથી હોતી તો પછી સંબંધના ક્ષેત્રે શબ્દોનો પ્રયોગ અને એ ય કડક કે કઠોર શબ્દોનો પ્રયોગ છુટથી તો કરવાનો રહે છે જ ક્યાં ?
યાદ રાખજો. જિંદગીની સફળતાનું, જીવનની સરસતાનું, મનની પ્રસન્નતાનું અને સંબંધોની આત્મીયતાનું આ સૂત્ર કે સર્વત્ર તમારે ‘પ્રમાણ' નો વિવેક તો રાખવો જ પડશે. પછી એ પ્રમાણ પ્રેમક્ષેત્રે હોય કે લાડક્ષેત્રે હોય, ભોજનક્ષેત્રે હોય કે શબ્દક્ષેત્રે હોય, કાર્યક્ષેત્રે હોય કે આરામ ક્ષેત્રે હોય, ક્રોધક્ષેત્રે હોય કે આગ્રહક્ષેત્રે હોય, પર્યટનક્ષેત્રે હોય કે વિશ્રામ ક્ષેત્રે હોય.
જે પણ વ્યક્તિ ભૂલી જાય છે આ પ્રમાણભાનનો વિવેક અને આડેધડ કરવા લાગે છે વ્યવહાર, એ વ્યક્તિ અન્ય માટે અભિશાપરૂપ બને છે કે નહીં એની તો ખબર નથી પરંતુ પોતાની પ્રસન્નતા માટે તો એનો આ પ્રમાણાતીત વ્યવહાર અભિશાપરૂપ બનીને જ રહે છે. સપ્રમાણ અંગોપાંગો એ જો શરીરની તંદુરસ્તી માટે અનિવાર્ય છે તો સપ્રમાણ વ્યવહાર એ મનની પ્રસન્નતા માટે એટલો જ અનિવાર્ય
૩0
Page #16
--------------------------------------------------------------------------
________________
ઘર બંધાઈ જાય છે, સુથાર વિસરાઈ જાય છે
વિપિન પરીખની આ પંક્તિઓઃ એક કૂતરાના માલિકે તેને ઢોર માર મારી ઘરની બહાર કાઢી મૂક્યો પણ તે મૂરખ વફાદારીના ખખડી ગયેલા આદર્શને વળગી પૂંછડી પટપટાવતો, અપેક્ષાનું પોટલું જીભ પર હાંફતું રાખી બંધ દરવાજાની બહાર આખી રાત ઊભો જ રહ્યો. મેં તેને કહ્યું, ‘જરા સમજ. આ ઘર સાથેનો તારો ઋણાનુબંધ હવે પૂરો થયો. આ ઘરની માયા-મમતા છોડી હવે બહાર પડ. આ મોટા શહેરમાં બીજો કોઈ પણ સારો માલિક મળી જશે અને ન મળે તો પણ પેટ પૂરતા રોટલાના બે-ચાર કટકા તો ગમે ત્યાંથી મળી રહેશે’ પણ તે ત્યાંથી ખસ્યો જ નહીં. સવારે જોયું તો દરવાજાની બહાર જ તેણે પ્રાણ ત્યજી દીધા હતા.
કૃતજ્ઞતા” એ કદાચ પશુજગતને મળેલ વરદાન છે તો “કૃતનત’ એ માનવજગતને લમણે ઝીંકાયેલ અભિશાપ છે. ઘોડો અસવારને પ્રસન્ન રાખવા એક વાર તો જાનની બાજી પણ લગાવી દે છે. બળદ ખેડૂતને શ્રીમંત બનાવી દેવા પોતાની જાત તોડી નાખે છે. વફાદારી નિભાવવાના ક્ષેત્રે પશુજગતમાં કૂતરો આજે પણ પ્રથમ
નંબરે છે. સિંહણ ગમે તેટલી ભૂખી હોય છે ત્યારે પણ એનાં બચ્ચાંઓ તો એની પાસે નિર્ભય જ હોય છે. પેટ ભરેલું હોય છે ત્યારે તો સિંહના શરીર પર સસલું ય કૂદાકૂદ કરી શકે છે.
પણ,
માનવ ? એની તો આખી વાત જ ન્યારી છે. એ તો એક જ સુત્રને આધારે પોતાનું જીવન જીવી રહ્યો છે અને એ સૂત્ર છે, “સહુનો ઉપયોગ કરી લો અને પછી એને ભૂલી જાઓ.’
બીમારી આવી છે એમ ને? ડૉક્ટરનો ઉપયોગ કરી લો અને પછી ક્યારેક એ રસ્તામાં મળી પણ જાય તો ય એને ઓળખવાની પણ ના પાડી દો. શેરડી બહુ ગમી ગઈ છે એમ ને ? એને ચૂસી લો અને પછી રસ્તા પર રહેલ કચરાપેટીમાં નાખી દો. પત્નીનું રૂપ મનને બહુ ભાવી ગયું છે એમ ને? વાસનાતૃપ્તિ માટે એનો થાય એટલો ઉપયોગ કરી લો અને પછી એનાથી મોઢું ફેરવી લો, મા-બાપ હવે કામનાં રહ્યા હોય એવું નથી લાગતું ને? મૂકી આવો એમને વૃદ્ધાશ્રમમાં. અરે, દુઃખને દૂર કરવા પ્રભુ પાસે ગયા હતા અને એમની ભક્તિ કરી હતી એ તો બરાબર છે પણ હવે દુઃખ દૂર થઈ ગયું છે ને? ભૂલી જાઓ એ પ્રભુને !
હા. ‘ઉપકાર લેતા રહો અને ઉપકારીને ભૂલતા રહો’ કૃતજ્ઞતાનો આ દોષ જાણે કે માણસના લોહીના બુંદ બુંદમાં રમી ગયો છે. આ દોષે એને નથી તો કોમળ રહેવા દીધો, નથી તો સરળ રહેવા દીધો કે નથી તો એને શીતળ રહેવા દીધો. હૃદયક્ષેત્રે એને બનાવી દીધો છે કઠોર, મનક્ષેત્રે એને બનાવી દીધો છે કુટિલ અને સ્વભાવક્ષેત્રે એને બનાવી દીધો છે ધગધગતા અંગારા જેવો.
આવી મનોભૂમિમાં સંસ્કારોનું વપન? અશક્ય ! સદ્ગુણોનો પાક ? અશક્ય ! સમાધિનું ફળ? અશક્ય ! સદ્ગતિની બાંયધરી? અશક્ય ! માનવ ! તારી આ કલંકકથા? કમ સે કમ પશુજગત સામે તો ટટ્ટારથી ઊભો રહે !
Page #17
--------------------------------------------------------------------------
________________
ઠોકરો ખાતા હોશિયાર થવાય
ક્યાંક વાંચવામાં આવી હતી આ પંક્તિઓ : ‘જ્યારે મનુષ્યની સામે મુશ્કેલીઓ હોય છે, જ્યારે તે પ્રતિકૂળતાઓનો સામનો કરે છે ત્યારે તેની લાગણીઓનું ઘડતર થઈ શકે છે. મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા,
સંઘર્ષ કરી જીવન જીવતાં
અનાયાસ તેનો મન પરનો સંયમ કેળવાય છે.
આ જ કારણસર કદાચ
ગામડાંના કે પહાડી વિસ્તારના મનુષ્યો
પ્રમાણમાં વધુ શાંત, પ્રસન્ન
અને પરિપક્વ લાગતા હોય છે.
આના પરથી એવું તારણ પણ નીકળે કે કેવળણીનો મર્મ
છેવટે યોગ્ય, ક્રમિક મુશ્કેલીઓ દ્વારા
લાગણીઓનું ક્રમશઃ ઘડતર પોષવામાં છે.
મનુષ્યના આત્મવિશ્વાસને વિકસાવવાનો આ જ રાહ હોઈ શકે.
દીવાલ ચાહે પથ્થરની છે કે દિલની છે, એક વાક્ય એના પર ખાસ કોતરી રાખવાની જરૂર છે કે ‘સુખ બધાય સારા જ નથી તો દુઃખ બધાય ખરાબ પણ નથી.’ કેટલાંક સુખો એવા છે કે જે સુખો માણસને ક્રૂર બનાવે છે, કૃતઘ્ની બનાવે છે અને કૃપણ બનાવે છે જ્યારે કેટલાંક દુઃખો એવા છે કે જે દુઃખો માણસને શુદ્ધ બનાવે છે, નમ્ર બનાવે છે અને સુરક્ષાપ્રદાન કરે છે.
માણસના ખોળિયે શેતાન બનાવી દેતાં સુખોને સારા શેં માની શકાય ? માણસને ખોળિયે દેવ યાવત્ દેવાધિદેવ બનાવી શકતા સંખ્યાબંધ પણ દુઃખોને ખરાબ શું કહી
૩૩
શકાય?
જવાબ આપો.
પથ્થર પર પડતા ટાંકણાઓના માર પથ્થર માટે કષ્ટદાયક જરૂર છે પરંતુ એ મારથી પથ્થરને મળતું પ્રતિમાનું સ્થાન એ પથ્થર માટે ગૌરવપ્રદ બન્યું રહે છે કે કલંકપ્રદ ?
ચાકડા પર તૈયાર થઈ જતા ઘડાને કુંભાર જ્યારે આગમાં નાખે છે ત્યારે એ આગ ઘડા માટે ત્રાસદાયક જરૂર છે પણ એ આગ ઘડાને મજબૂત બનાવી દે છે કે કમજોર બનાવી દે છે ?
સર્વથા કદરૂપા એવા લાકડા પર સુથાર જ્યારે સંસ્કરણ કરે છે ત્યારે એ સંસ્કરણ લાકડા માટે પીડાકારક જરૂર બન્યું રહે છે પણ એ સંસ્કરણથી બનતું આકર્ષક ફર્નિચર લાકડાના ગૌરવને ચાર ચાંદ લગાવી દે છે કે લાકડાના ગૌરવને ખાડે લઈ જાય છે ?
બસ.
આ જ વાત સમજી લેવાની છે જીવનમાં આવતાં કષ્ટોની બાબતમાં, પ્રતિકૂળતાઓની અને દુઃખોની બાબતમાં. એ દુઃખોને પામીને આપણા આત્મદ્રવ્યને જો આપણે શુદ્ધ બનાવી શકીએ છીએ, આપણા મનને જો આપણે નમ્ર બનાવી શકીએ છીએ, આપણા જીવનની સુરક્ષાને જો આપણે નિશ્ચિત કરી શકીએ છીએ તો એ તમામ પ્રકારનાં દુઃખોને સ્વીકારી લેવામાં અને સહન કરી લેવામાં આપણે લેશ આનાકાની કરવા જેવી નથી.
(દુ:રામ્ ખન્તો: વર્ષે ધનન્’ સહન કરતાં આવડે તો દુઃખ માણસ માટે શ્રેષ્ઠ ધન બની શકે છે. અને વાત પણ સાચી જ છે. આજ સુધીમાં સુખની મૂડી પર પરમાત્મા બની ચૂકેલા આત્માઓની સંખ્યા કરતાં દુઃખની મૂડી પર પરમાત્મા બની ચૂકેલા આત્માઓની સંખ્યા અનંતગણી છે. દુઃખને હવે તો કહી દેશું ને કે “સ્વાગત છે તારું !”
૩૪
Page #18
--------------------------------------------------------------------------
________________
દેડકાને મન, દરિયો જ નથી
એક વાતનો ખ્યાલ છે?
કરૂપ વ્યક્તિ દર્પણની દોસ્તી કરવા તો રાજી નથી જ હોતી પરંતુ દર્પણ પાસે જવા પણ એ તૈયાર નથી હોતી. કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે દર્પણની દોસ્તીમાં પોતાના રૂપના અહંની સ્મશાનયાત્રા જ નીકળી જવાની છે.
રોગી હોવા છતાં પોતાની જાતને નીરોગી માની બેઠેલ વ્યક્તિને તમે મફતમાં ઍક્સ-રે કઢાવવા લઈ જવામાં ય સફળ બની શકવાના નથી કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે એંસ-રે મશીન મારા નીરોગી હોવાના દંભને ચીરી નાખ્યા વિના રહેવાનું જ નથી.
બસ,
આ જ હાલત હોય છે અહંકારીની. જે પણ ક્ષેત્રમાં પોતાના કરતાં જે પણ વ્યક્તિ આગળ હોય છે એની સાથે દોસ્તી કરવા કે એની સાથે હળતાં-મળતાં રહેવા એ ક્યારેય રાજી હોતો નથી. કારણ? એ વ્યક્તિની દોસ્તીમાં પોતાનો અહં-સાગરમાં જેમ મીઠું ઓગળી જાય છે તેમ - ઓગળી જ જવાનો છે એનો એને સ્પષ્ટ ખ્યાલ હોય
સુરેશ દલાલની આ પંક્તિઓ :
અહમને વાતે વાતે વાંકું મૂરખ એના જખમ કેટલા ? કેમ કરીને ટાંકું ?
એનો ફાંકો ને ફિશિયારી
એની કાળી છે કિકિયારી એના સિવાય એની આંખે લાગે બધું ય ઝાંખું,
અહમને વાતે વાતે વાંકું. વાતો મોટી, માથું મોટું સાફો સૌથી મોટો એ પોતાને દરિયો માને
હોય ભલે પરપોટો એની જીભમાં કાનસ, કરવત : ધાર કરેલાં ચાકુ
અહમને વાતે વાતે વાંકું. વાસનાનું શરીર જો એટલું મોટું હોય છે કે આખી દુનિયાના કપડાંથી ય એ ઢંકાતું નથી તો અહંનું મન એટલું સાંકડું હોય છે કે પોતાનાથી ય કોક મોટું હોઈ શકે છે એ માનવા ય એ તૈયાર હોતું નથી...વાસના જો દુપુર છે તો અહં દુશ્મન છે. વાસનાને આધીન બનેલો આત્માજિંદગીભર જો અતૃપ્ત જ રહે છે તો અહંનો શિકાર બનેલો આત્મા જિંદગીભર અધૂરો અને અજ્ઞાની જ રહે છે.
જે દેડકો કૂવામાં જ જન્મે છે, કૂવામાં જ જીવન વીતાવે છે અને કૂવામાં જ જીવન સમાપ્ત કરે છે એ દેડકો દરિયાના અસ્તિત્વને નકારતો જ રહે એમાં નવાઈ શી છે? પોતાનું મન જેણે બંધ જ કરી દીધું છે, પોતાની માન્યતાને જ જેણે સત્યનું લેબલ લગાડી દીધું છે, પોતાની પાસે રહેલ શક્તિઓને જ જેણે અંતિમ માની લીધી છે એ અહંકારી વ્યક્તિ વિરાટના અસ્તિત્વને, વિરાટ શક્તિઓને અને અસીમ સત્યોને નકારતો જ રહેતો હોય તો એમાં કોઈ જ નવાઈ નથી.
તપાસી લેજો મનને.
કોની સાથે એની દોસ્તી છે ? પોતાના કરતાં જેઓ પાછળ છે તેઓની સાથે કે પોતાના કરતાં જેઓ આગળ છે તેઓની સાથે ? જો, નબળાં સાથે જ એની દોસ્તી છે તો નિશ્ચિત સમજી રાખજો કે એના ઉજ્જવળ ભાવિની સંભાવનાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જ ગયું છે. કારણ કે ગરીબની દોસ્તીએ કોઈ લખપતિને કરોડપતિ જો નથી જ બનાવ્યો તો નબળાં સાથેની જ મનની દોસ્તી એને વધુ બળવાન નથી જ બનાવવાની.
ઊંટ હિમાલય પાસે જતાં ડરે છે. દેડકો કૂવામાંથી બહાર નીકળવા જ તૈયાર નથી. અહંકારી વિરાટના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. કરુણતા જ છે ને?
Page #19
--------------------------------------------------------------------------
________________
ધાઓ ધાઓ પણ કરમમાં હોય તો ખાઓ
ટૂંકમાં, વ્યક્તિ-વસ્તુ કે પરિસ્થિતિ કશું જ આપણા નિયંત્રણમાં નથી. આપણા હાથમાં કદાચ કંઈક છે તો પુરુષાર્થ જ છે. ખોરાક લેવાનું કદાચ આપણા હાથમાં છે પરંતુ એ ખોરાક પેટમાં ગયા પછી એનું લોહી બનાવવાનું આપણા હાથમાં નથી જ. બજારમાં જઈને સંપત્તિના અર્જન માટેનો પુરુષાર્થ આપણા હાથમાં છે પણ સંપત્તિ મેળવવાનું તો આપણા હાથમાં નથી જ. છત્રીની ફેક્ટરી ખોલવાનું આપણા હાથમાં છે પરંતુ વરસાદ વરસાવવાનું આપણા હાથમાં નથી જ. મકાનનું બાંધકામ કરવાનું આપણા હાથમાં છે પણ એ બાંધકામને પૂર્ણતાએ લઈ જવાનું આપણા હાથમાં નથી
જ.
જવાબ આપો.
શક્તિની આ મર્યાદા સતત આપણી આંખ સામે ખરી ? “સબ કુછ તારા મગર હુકમ હમારા'ની કર્મસત્તાની આ વ્યવસ્થા આપણા ખ્યાલમાં ખરી? ‘પુરુષાર્થ તારા હાથમાં પણ પરિણામ તારા હાથમાં નહીં જ’ કુદરતની આ જાહેરાત આપણા મૃતિપથમાં ખરી ?
પ્રીતમ લખલાણીની આ પંક્તિઓઃ ક્યારેક કુંભાર પણ મૂછમાં હસતો હશે કે માટલાને ટકોરા મારીને ચકાસતો માણસ કેમ આટલો જલદી ફૂટી જતો હશે ? શું છે આપણા હાથમાં ?
સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય નક્કી કરવાનું? આકાશમાં જામેલાં વાદળાંઓને વરસાવવાનું? શિયાળામાં ઠંડીને કાબૂમાં રાખવાનું? વસંત ઋતુમાં હરિયાળી પેદા કરવાનું? ખોદી નાખેલા કૂવામાં પાણી લાવવાનું? ના...
દૂધમાં મેળવણ નાખી દીધા પછી ય એને દહીંમાં રૂપાંતરિત કરી દેવાનું? અનાજને લાંબા સમય સુધી તાજું રાખવાનું? પુષ્પમાં સુવાસ પેદા કરવાનું? સાગરની ખારાશને ખતમ કરી નાખવાનું ? લોખંડને સાનુકૂળ ઘાટ આપવાનું ? પેટમાં ગયેલ ખોરાકને પચાવી દેવાનું ? ના...
દુર્જનને સજ્જન બનાવી દેવાનું? કૃપણને ઉદાર બનાવી દેવાનું? બાળકને યુવાન બનાવી દેવાનું ? મોતને અટકાવી દેવાનું ? ટોળાને નિયંત્રણમાં રાખવાનું?
છે ના,
તો એટલું જ કહીશ કે મૂછે લીંબુ રાખીને ફરવાની કોઈ જ જરૂર નથી કે હું જે ઇચ્છું છું એ મેળવીને જ રહું છું.’ ‘અશક્ય શબ્દ મારા શબ્દકોશમાં જ નથી” આવું બોલનાર સમ્રાટ નેપોલિયન વોટર-લૂની લડાઈમાં નેલ્સનના હાથે પરાજિત થઈને સેંટ હેલીનાના ટાપુ પર ૨ડતો રડતો આ જગતમાંથી વિદાય થઈ ગયો છે તો પોતાની સુરક્ષા કરવા રાખેલ અંગરક્ષકોએ જ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શરીરને ચાલણી જેવું કરી નાખીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ વાસ્તવિકતા એક જ સંદેશ આપે છે. “માનવ ! તું જે ધારે છે એ કરી શકવાની સ્થિતિમાં પણ નથી ત્યાં તું ધારે છે એ મેળવીને જ રહીશ એ ભ્રમણાથી મનને વહેલી તકે મુક્ત કરી દેજે.”
ની
- .
આપણી ખુદની તંદુરસ્તીને ટકાવી રાખવાનું? ઊંઘ લાવવાનું? પૈસા કમાવાનું ? મિત્રોને ટકાવી રાખવાનું ? રોગોને રવાના કરવાનું ? આંખોના તેજને ટકાવી રાખવાનું? પગને સતત ચાલતા રાખવાનું ? લોહી ફરતું રાખવાનું? કલાકોના કલાકો સુધી વાતો કરતા રહેવાનું? ના...
૩૭
Page #20
--------------------------------------------------------------------------
________________
F
ધોબીના ઘરમાં ખાતર પડે તો
ઘરાકનું જાય
પાપ શરીર કરે છે, પાપવિચારો મન કરે છે, એની સજા આત્માને ભોગવવી પડે છે. નિર્વિકારભાવ એ જે આત્માનો સ્વભાવ છે એ આત્માને મનના વિકારોના કારણે દુર્ગતિમાં જવું પડે એ કરુણતા નથી? અમરપણું એ જે આત્માનો સ્વભાવ છે એ આત્માને વારંવાર મરવું પડે એવી નિગોદાદિ ગતિઓની મુલાકાતો લેતા રહેવું પડે એ દુ:ખદ સ્થિતિ નથી ? જે અજરપણું આત્માનો સ્વભાવ છે એ આત્માને વૃદ્ધાવસ્થાના શિકાર બનતા શરીરમાં કેદ થવું પડે એ કર્મસત્તાની કૂરતમ મશ્કરી
નથી ?
મકરંદ દવેની આ પંક્તિઓ : ‘નો પ્રોબ્લેમ'નો મુલક નિહાળ્યો આંખે જેમાં બધાય લોકો, બધું ય સાંખે દરદી ડચકાં ખાતો છેલ્લા શ્વાસે ‘નો પ્રોબ્લેમ” કહી દાક્તર સા'બ તપાસે કડડભૂસ કરતું જો મકાન તૂટે ઇજનેર માપે ‘નો પ્રોબ્લેમ ની કૂટે ડાકુઓ જો લૂંટે ચોરે ધાડે પોલીસ ‘નો પ્રોબ્લેમ'ની બુક ઉઘાડે ડાહ્યાડમરા લોક ચલાવે ગાડું ‘નો પ્રોબ્લેમ’નું એક જ પકડી નાડું ડૂબી મરો કે બળી મરો તમ આગે ‘નો પ્રોબ્લેમ’ની રેકર્ડ નિશદિન વાગે જપજપો આ મંત્ર નવીન, અનોખો પુણ્યવંત હે “નો પ્રોબ્લેમ'નાં લોકો
દર્દી મરી જાય છે, ડૉક્ટરના ચહેરા પર હાસ્ય ટકવામાં કોઈ જ તકલીફ પડતી નથી. મકાન તૂટી જાય છે, ઇજનેરના સુખમાં કોઈ જ કડાકો બોલાતો નથી. પ્રજાજનો ડાકુઓના હાથે લૂંટાઈ જાય છે, પોલીસોની પ્રસન્નતામાં કોઈ જ ફરક પડતો નથી. મોઘવારીની ચક્કીમાં પ્રજાજનો પિસાતા રહે છે, રાજનેતાઓને લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરવામાં કોઈ જ તકલીફ પડતી નથી. ચોરી ધોબીના ઘરમાં થાય છે, ઘરાકોનાં કપડાંઓ જાય છે, ધોબીના હાસ્યમાં કોઈ જ ફરક પડતો નથી. પુણ્યના ઉદયકાળમાં પાપો આત્મા કરે છે, પુણ્યકર્મને કાંઈ જ તકલીફ પડતી નથી. આત્મા બિચારો દુર્ગતિની યાત્રાએ નીકળી પડે છે.
સંદેશ સ્પષ્ટ છે.
ભોજન છગન કરે અને સંડાસ મગનને જવું પડે એવું ભલે ક્યારેય બનતું નહીં હોય, મોત રમણનું થાય અને અગ્નિસંસ્કાર ગમનના કરી દેવામાં આવે એવું ભલે
ક્યારેય બનતું નહીં હોય, ઉઘરાણી ચિન્હને કેન્દ્રમાં રાખીને કરવાની હોય અને એની પતાવટ પિન્ટ સાથે કરવી પડે એવું ભલે ક્યારેય બનતું નહીં હોય પરંતુ ભૂલ કહો તો ભૂલ અને પાપ કહો તો પાપ શરીર અને મન કરે છે અને એની સજા આત્માને ભોગવવી પડે છે એવું તો બને જ છે.
આપણે શરીરને અને મનને એનું સ્થાન બતાવી દેવા જો માગીએ છીએ અને આત્માને જો ન્યાય અપાવવા માગીએ છીએ તો આવો, એક કામ કરીએ. શરીરને શુભ પ્રવૃત્તિઓમાં અને મનને શુભ અધ્યવસાયોમાં આપણે જોડી દઈએ. ચમત્કાર એ સર્જાશે કે સારું ભલે શરીર અને મન કરશે પણ એનું ઇનામ આત્માને મળી જશે. આત્મા એના મૂળભૂત સ્વભાવનો ઉઘાડ કરવામાં સફળ બનીને જ રહેશે.
ગલત પ્રવૃત્તિ-વૃત્તિના શિકાર બનતા રહીને શરીર અને મન દ્વારા આત્માને થયેલ નુકસાન જો સપ્રવૃત્તિ-વૃત્તિમાં શરીર-મનને જોડી દેવાથી ભરપાઈ થઈ જતું હોય તો એ સોદો કરી લેવામાં લેશ વિલંબ કરવા જેવો નથી.
Page #21
--------------------------------------------------------------------------
________________
પાઘડ બાંધે મોટા ને અંદરથી ખોટા
મીરા આસીફની આ પંક્તિઓ: ‘આડાઅવળા અક્ષર જેવો માણસ ખોટા ભણતર જેવો; રંગ વગરનો રૂપ વગરનો ઘાટ વિનાના ઘડતર જેવો; સાવ ખખડધજ જીવતર એનું ઈટ વિનાના ચણતર જેવો; રોજ સવારે ફૂલ સરીખો સાંજ પડે ત્યાં પડતર જેવો; વાદળ થઈને ખૂબ ગરજતો વરસે ત્યારે ઝરમર જેવો; પરપોટાને મોતી સમજે લાગે જાદુમંતર જેવો.
દેખાય માણસ અને એના પરિચયમાં આવો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે શેતાન પણ આની આગળ પાણી ભરે છે ! ખ્યાતિ હોય એની ક્ષમાશીલની અને અંતરમાં એ લઈને બેઠો હોય ક્રોધનો જ્વાળામુખી ! લાગે એ નમ્રતાની સાક્ષાત્ મૂર્તિ અને અહંની એની ઊંચાઈ મેરુની ઊંચાઈનેય શરમાવી દે એવી હોય ! જીવન એનું પવિત્રતાના માનસરોવરની જાહેરાત કરતું હોય અને અંતરમાં એ વાસનાની ગંધાતી ગટરમાં દિનરાત આળોટ્યા કરતો હોય! જીભ પર એની, મા સરસ્વતી બિરાજમાન થઈ ગયાનું તમને લાગે અને જિગરમાં એ વૈરનો દાવાનળ સંઘરીને બેઠો હોય!
દેખાય તમને માખણ અને નીકળે એ પથ્થર, દેખાય તમને ગાય અને નીકળે એ સિંહણ, દેખાય તમને પાણી અને નીકળે એ આગ, દેખાય તમને મીઠાઈ અને નીકળે એ વિણા, દેખાય તમને રેતી અને નીકળે એ પથરાઓ, એવું ક્યારેય તમારા અનુભવમાં નહીં આવે પણ માણસની બાબતમાં તમને કોઈ પણ પ્રકારનો વિચિત્ર
અનુભવ થઈ જ શકશે. તમે એને ધાર્યું હશે કેવો અને એ નીકળશે કેવો?
શું કહું?
હજારો-લાખો વરસોનો ભૂતકાળ તમે તપાસી જાઓ. ભૂકંપે કે જ્વાળામુખીએ, વાવાઝોડાએ એ દાવાનળ, દુષ્કાળ કે લીલા સુકાળ જેટલા માણસોને યમસદને પહોંચાડ્યા હશે એના કરતાં કેઈગણા માણસોને તોયમસદને માણસોએ જ પહોંચાડ્યા હશે.
આવું શા માટે બન્યું હશે ? આવું શા માટે આજે ય બની રહ્યું છે? ભવિષ્યમાં ય આવું જ શા માટે બનવાનું હશે ? બે જ કારણસર ! માણસનો અહં અને માણસનો દંભ ! જ્યાં સુધી માણસ આ ‘અહં” ને પુષ્ટ કરતા રહેવાની બેવકૂફી પર પૂર્ણવિરામ મૂકી દેવા તૈયાર નહીં થાય અને જ્યાં સુધી દંભના આકર્ષક દેખાતા પડદાને ચીરી નાખવા તૈયાર નહીં થાય ત્યાં સુધી માણસો, માણસોને મારતા જ રહેવાના છે.
જગતની વાત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે જગત આપણા વશમાં નથી અને જગતને સુધારી દેવાની આપણી કોઈ જવાબદારી પણ નથી પણ આપણું મન તો આપણા વશમાં જ છે અને આપણાં મનને ઠેકાણે રાખવાની આપણી જવાબદારી પણ છે.
એક જ કામ કરીએ. અહંની નપુંસકતાને સતત આંખ સામે રાખીએ કારણ કે એણે જ આપણને આગળ વધવા દીધા નથી. દંભની ખતરનાકતાને આંખ સામે સતત રાખીએ કારણ કે એણે જ આપણને વિશ્વસનીય, પ્રશંસનીય અને વંદનીય બનવા દીધા નથી. ઉત્તમ એવા આ જીવનમાં જો આ બે દોષો પર પણ કાબૂ મેળવવામાં આપણે સફળ બની ગયા તો માની લેવું કે આ જીવન આપણે જીતી ગયા ! પ્રયત્નશીલ બનશું આપણે એ દિશામાં ?
Page #22
--------------------------------------------------------------------------
________________
પારણામાં પણ સાચું રોયો નથી
કિશોર શાહની આ પંક્તિઓ : સવારે અરીસો જોતાં મારી આંખોમાં દેખાય છે હરણ. બપોરે સિંહ. સાંજે શિયાળ. રાતે વ. અરીસાઓ અંચઈ કરી શકે ખરાં?.
કાચીંડો પોતાના સમસ્ત જીવનકાળ દરમ્યાન જેટલા રંગો બદલાવતો હશે એના કરતાં વધુ રંગો દંભી માણસ કદાચ એક દિવસમાં બદલાવતો હશે. એક વરસમાં સંધ્યા સમયે આકાશમાં વાદળો જેટલા રંગો બદલાવતા હશે એના કરતાં વધુ રંગો માણસ કદાચ એક કલાકમાં બદલાવતો હશે. કાગડાની આંખો એક કલાકમાં જેટલી વાર ફરતી હશે, કદાચ એક મિનિટમાં માણસ પોતાના મનના અભિપ્રાયો બદલાવતો હશે, એના કરતાં વધુ વાર.
આખરે આવા મુત્સદ્દી બન્યા રહેવા પાછળનું માણસના મનનું રહસ્ય શું હશે, એમ જો પૂછતા હો તો એનો ટૂંકમાં જવાબ આ છે.
માણસ ધર્મી છે નહીં, એને ધર્મી બનવું પણ નથી પણ એને ધર્મી દેખાવું છે જરૂર. માણસ સુખી છે નહીં, એને સુખી બનવું છે જરૂર પણ સુખી બની ન શકાય તો પણ એને સુખી દેખાવું તો છે જ. માણસ પાપી છે, જીવનભર કદાચ પાપી બન્યા
રહેવું પડતું હોય તો ય એનો એને કોઈ ઝાઝો અફસોસ નથી પણ એને પાપી દેખાવું નથી જ. માણસ દુઃખી રહેવા માગતો નથી છતાં એ દુઃખી છે એ વાતમાં કોઈ શંકા નથી અને એ છતાં ય દુઃખી દેખાવા માગતો તો બિલકુલ નથી.
આનો અર્થ ? એ જે છે એવું એને દેખાવું નથી. આ છે એના દંભનું એક માત્ર કારણ. અને આ દંભના સહારે આખી જિંદગી એ બિચારો તનાવમાં ને તનાવમાં પસાર કરતો રહે છે.
જવાબ આપો.
જેનો ચહેરો દીવેલ પીધા જેવો જ રહેતો હોય એ માણસ રૃડિયોમાં ફોટો પડાવવા જ્યારે જાય ત્યારે પળ-બે પળ ચહેરા પર બનાવટી હાસ્ય જરૂર લાવી શકે પરંતુ તમે એને કહો કે “આખો દિવસ તારે આ બનાવટી હાસ્ય તારા ચહેરા પર ટકાવી રાખવાનું છે” તો એની હાલત થાય શી ? કદાચ સખત પ્રયાસો કરીને એકાદ દિવસ એ પોતાના ચહેરા પર બનાવટી હાસ્ય ટકાવી પણ શકે પણ આખરે તો એના ચહેરા પર એનું મૂળ સ્વરૂપ તો પ્રગટ થઈને જ રહે.
શું કહું?
સારા દેખાવા માટે માણસ જેટલા પ્રયાસો કરે છે એના લાખમાં ભાગના પ્રયાસો પણ જો સારા બની જવા માણસ કરવા લાગે તો એ પ્રયાસોમાં એને અચૂક સફળતા મળી જાય તેમ છે અને છતાં દુ:ખદ વાસ્તવિકતા એ છે કે માણસ સારા બની જવાના પ્રયાસો કરવા તૈયાર નથી, સારા દેખાવાના પ્રયાસો જ એને વધુ સરળ લાગી રહ્યા છે
આ ખતરનાક વિષચક્રમાંથી કમ સે કમ આપણી જાતને તો આપણે બહાર કાઢી લેવા જેવી જ છે અને એ પણ કાલે નહીં, આજે જ. આજે જ નહીં, અત્યારે જ.
Page #23
--------------------------------------------------------------------------
________________
પગ તળે બળે તે જુએ નહીં ને લંકા ઓલવવા જાય
એક અજ્ઞાત હિન્દી લેખકનો આ વ્યંગ ઃ एक कवि
एक समझदार आदमी के पास गया और बोला- मैं कविता के माध्यम से साहित्य और समाज की
सेवा करना चाहता हूँ,
તાયે મેં વળ્યા છે? ઉત્તર ભિા,
आप कविता लिखना बंद कीजिए
यह साहित्य की सेवा होगी
और लिखी हुई कविता
किसे भी न सुनाइए
यह समाज की सेवा होगी।
એક સરસ મજેનું શાસ્ત્રવાક્ય છે. સૌથી શ્રેષ્ઠ ચિંતા આત્મચિંતા છે, પાંચેય ઇન્દ્રિયોના વિષયોની ચિંતા એ મધ્યમ ચિંતા છે, માત્ર અને માત્ર પૈસાની જ ચિંતા એ અધમ ચિંતા છે પરંતુ પરચિંતા અર્થાત્ પારકાની જ ચિંતા એ તો અધમાધમ ચિંતા
છે.
પ્રશ્ન એ થાય છે કે પરચિંતા એ તો અધમાધમ ચિંતા છે એ કહેવા પાછળ આશય શો છે ? પરચિંતાને આત્મા માટે આટલી બધી નુકસાનકારી કહેવા પાછળ ગણતરી શી છે?
જવાબ એક જ છે.
પરચિંતામાં આત્માનું સરાસર વિસ્મરણ છે, પરચિંતામાં આત્મઘરથી દૂરસુદૂર થઈ જવાનું બને છે. પરચિંતામાં વેદના-વ્યથા કે વલોપાત ગેરહાજર જ રહે છે. કેવી કરુણદશા છે આત્માની? માણસ હૉસ્પિટલમાં દાખલ થાય છે તો પહેલાં પોતાના
૪૫
સ્વાસ્થ્યની ચિંતા કરે છે, બજારમાં જાય છે તો પહેલાં પોતાની કમાણીની ચિંતા કરે છે, હૉટલમાં જાય છે તો પહેલાં પોતાના ખાવાની ચિંતા કરે છે પરંતુ દોષોની વાત આવે છે ત્યારે પહેલાં એ બીજાઓની ચિંતા કરવા લાગે છે ! ‘ક્રોધ તો છગનભાઈનો જ ! લોભમાં મગનભાઈને તો કોઈ ન પહોંચે ! નથુભાઈને માયામાં તો કોઈ જ ન પહોંચે ! પેથાભાઈ જેવો અભિમાની માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી ! ગામનું કરી નાખવામાં નટુ કદાચ આખા જગતમાં પ્રથમ નંબરે હશે !’
આ શું ?
આ જ કે પોતાના મનમાં રહેલા દોષો જોવાની કોઈ તૈયારી જ નહીં. પોતાના જીવનમાં વ્યાપેલા દોષોને દૂર કરવાની કોઈ વૃત્તિ જ નહીં. પોતાના જીવનની નબળાઈઓને સ્વીકારી લેવાની કોઈ વૃત્તિ જ નહીં. પરિણામ ?
મડદાનો તુર્ત જ જો અગ્નિસંસ્કાર કરી દેવામાં નથી આવતો તો એ પડ્યું પડ્યું જેમ ગંધાતું હોય છે, કચરાને તુર્ત જ જો દૂર કરી દેવામાં નથી આવતો તો પડ્યો પડ્યો એ જેમ ઉકરડાના સ્વરૂપને ધારણ કરી બેસે છે, શરીરમાં પેદા થઈ ગયેલ રોગને જો તુર્ત જ રવાના કરી દેવામાં નથી આવતો તો એ રોગ જેમ મોતની આમંત્રણ પત્રિકા બનીને જ રહે છે તેમ સ્વજીવનમાં વ્યાપેલા દોષોને ઊંચકી ઊંચકીને દૂર કરી દેવાના પ્રયત્નો જો ગંભીરતાપૂર્વક શરૂ કરી દેવામાં નથી આવતા તો પડ્યા પડ્યા એ દોષો આત્માને દુર્ગતિમાં ધકેલીને જ રહે છે.
મનની અને જીવનની આ અવળી દિશાને આજથી જ ફેરવી નાખવા આપણે પ્રયત્નશીલ બની જવાની જરૂર છે. બળી રહેલ લંકાને ઠારી દેવા આપણે જરૂર પ્રવૃત્ત થશે પણ એ પહેલાં આપણા બળી રહેલ પગનો ઇલાજ અચૂક શરૂ કરી દઈએ. એમાં આપણું ય હિત છે અને સામાનું હિત પણ એમાં જ છે !
**
Page #24
--------------------------------------------------------------------------
________________
પથ્થરને બચકું ભરે તો પોતાના દાંત પડે
હિતેન આનંદપરાની આ પંક્તિઓ : ઝાઝું નજીક નહીં જાવું, કોઈની ઝાઝું નજીક નહીં જાવું. પાછળથી શાને પસ્તાવું ? અંતર એક અદકેરું જાળવતાં આવડે તો સંબંધો ફૂલે નહીં, ફાલે એક-બે જણ ખાલી સોંસરવા રાખીને બાકીને રામરામ ચાલે. મોઘેરી લાગણીનાં કરવાં જતન, નાહકનું શાને પસ્તાવું? કોઈની ઝાઝું નજીક નહીં જાવું, પાછળથી શાને પસ્તાવું? ઈશ્વર સિવાય કોઈ સર્જક નથી આ માણસ તો ખાલી વચેટિયો આઘેથી ઊંચા પહાડ જેવો લાગે ઓરા જાઓ તો સાવ વ્હેતિયો સર્જકને માન, એના સર્જનને માન, વચેટિયામાં નાહક અટવાવું કોઈની ઝાઝું નજીક નહીં જાવું, પાછળથી શાને પસ્તાવું?
કોણ જાણે કેમ પણ માણસ જરાય લાંબુ જોઈ શકતો નથી, લાંબું જોવા એ તૈયાર જ નથી. શરીરમાં પ્રગટ થઈ ગયેલ તાવ દૂર કરવા એ તૈયાર થઈ જાય છે પણ એ તાવ છાતીમાં જામ થઈ ગયેલ કફના કારણે આવ્યો છે અને છાતીમાં કફ શ્રીખંડ અને દહીંવડા ખાવાથી જામ થયો છે અને સમજવા-સ્વીકારવા એ તૈયાર જ થતો નથી. પરિણામ એ આવે છે કે દવાઓના સેવનથી તાવ એકવાર દૂર થઈ પણ જાય છે તોય એનાં કારણો શરીરમાં પડ્યા રહ્યા હોવાથી મામૂલી પણ નિમિત્ત મળે છે અને શરીર પુનઃ તાવગ્રસ્ત બની જાય છે.
સંદેશ સ્પષ્ટ છે. લક્ષણ સાથે લડવાથી કોઈનુંય ઠેકાણું પડ્યું નથી અને પડવાનું
પણ નથી. ઠેકાણું જો સાચે જ પાડવું છે તો લક્ષણ સામે નહીં પણ કારણ સામે લડવાની જરૂર છે.
ખુરશી સાથે ટકરાઈ જવાથી બાબા પડી જાય છે અને રડવા લાગે છે ત્યારે. બાબાના સંતોષ ખાતર મમ્મી ભલે ખુરશીને હળવા હાથે લાફો લગાવી દેતી હોય છે પરંતુ એ વખતે ય મમ્મીને બરાબર ખ્યાલ હોય છે કે આમાં દોષ બાબાનો જ છે, ખુરશીનો જરાય નથી. બાબો જો જોઈને ચાલ્યો હોત તો ખુરશી સાથે એનું ટકરાવાનું ન જ બન્યું હોત !
અજ્ઞાની માણસ દુઃખના સમયમાં જ્યારે નિમિત્ત પર જ તુટી પડતો હોય છે ત્યારે જ્ઞાની અને આ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે “દોસ્ત, તારા દુઃખમાં નિમિત્તની કોઈ જ જવાબદારી નથી. જે પણ જવાબદારી છે એ “કારણ'ની જ છે અને એ કારણ તું પોતે જ છે. તારી જ ગલત વિચારણા, તારા જ ગલત ઉચ્ચારણો અને તારો જ ગલત વ્યવહાર, એણે જ દુઃખોને આમંત્રણ આપી દેવાનું કામ કર્યું છે. તું જો સાચે જ તારા ભાવિને દુઃખમુક્ત રાખવા માગે છે તો તું તારા જ વિચાર-વાણી-વ્યવહારને સુધારી લે. એ સિવાય દુઃખોને તારાથી દૂર રાખવાનો બીજો કોઈ સમ્યક ઉપાય જ નથી.’
યાદ રાખજો ,
હાડકાને બટકા ભરવાથી લોહી કૂતરાના મોઢામાંથી જ નીકળતું હોવા છતાં કૂતરો એમ માનતો હોય છે કે લોહી હાડકામાંથી જ નીકળી રહ્યું છે અને એના કારણે એ વધુ જોરથી હાડકાને બટકા ભરતો ભરતો આખરે મોતના શરણે ચાલ્યો જતો હોય
જો નિમિત્તને જ આપણે જીવનભર બટકા ભરતા રહેશું તો આપણી હાલત તો કૂતરા કરતાં ય બદતર થઈ જશે. હાડકાને બટકા ભરતો કૂતરો તો મોતને જ ભેટે છે જ્યારે નિમિત્તને જ બટકા ભરતા આપણે તો દુર્ગતિમાં રવાના થઈ જશે.
સાવધાન !
૪૯
Page #25
--------------------------------------------------------------------------
________________
બકરીની માનતા સહુ કરે
વાઘની માનતા કોઈ ન કરે
વિપિન પરીખની આ પંક્તિઓ ઃ ફાઉન્ટનના રસ્તા પર એક બળદ અકસ્માતમાં ખલાસ થઈ ગયો.
ભાઈ બળદ, સવારના દસનો ટાઇમ
જરા ધ્યાન દઈને ચાલીએ ને ?
તારું નામ શું ? જવા દે. નામ ગમે તે હોય,
અહીં શો ફરક પડવાનો હતો ? [અને તે પણ હવે ?] ભાઈ, આમ ઑફિસ
પહોંચવાના સમયે આપણું મૃત્યુ
શબ બનીને લોકોને અવરોધ કરે તે ઠીક નહીં. હું જાણું છું, આટલા બધા માણસોની વચ્ચે
ચાલુ દિવસે તને પણ મરવું નહીં જ ગમ્યું હોય તો પણ, હું અથવા તું કરી પણ શું શકીએ ?
આ પૂરપાટ દોડી જતી મોટરો અને બસો અને આટલા બધા લોકોની વચ્ચે ચાલવાનું અને જીવવાનું જ્યારે પસંદ કર્યું જ
હતું ત્યારે મૃત્યુની પણ આપણે પસંદગી કરી
જ લીધી હતી ને ? તો પછી ભાઈ, એનો અફસોસ
શો કે મરતી વખતે કોઈએ હોઠ પર ગંગાજળ
મૂક્યું કે ન મૂક્યું !
સમસ્ત સંસારની કદાચ આ જ તાસીર બની ચૂકી છે. તમારાથી જે નબળો હોય, નિર્બળ હોય, કમજોર હોય એને દબાવતા જ જાઓ. એનું જ શોષણ કરતા જાઓ. તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો જ ઉપયોગ કરતા જાઓ. તમારું જીવન બચાવવા એનું જ બલિદાન દેતા જાઓ.
૪૯
માણસ મોરને પકડે છે. મોર સર્પને પકડે છે. સર્પ દેડકાને પકડે છે. દેડકો વાંદાને પકડે છે. વાંદો કીડાને પકડે છે. કારણ ? જે પકડાઈ રહ્યો છે એ કમજોર છે. મોટા [GREAT] માણસમાં અને મહાન [GOOD] માણસમાં આ જ તો તફાવત છે. પોતાના કરતાં જે જીવો કમજોર છે તેઓને દબાવતો જ રહેતો માણસ કદાચ મોટો બની જવામાં સફળ બની જાય છે પરંતુ એ કમજોર જીવોને બચાવવાના પ્રયત્નોમાં લાગી જતો માણસ તો મહાન બની જાય છે.
જોઈ લો વર્તમાન જગતને. સર્વત્ર ‘મોટા’ બની જવાની જાણે કે હોડ લાગી છે. દુનિયાના દરેક પાસે શસ્ત્રોના ભંડારો ભર્યા-પડ્યા છે. એ દેશના પ્રજાજનોને પેટ ભરવા પૂરતું અનાજ કદાચ ઉપલબ્ધ નહીં થતું હોય, રહેવા માટેનું ઘર કદાચ દરેક પ્રજાજન પાસે નહીં હોય, આરોગ્યની વ્યવસ્થા કદાચ દરેકને ઉપલબ્ધ નહીં થતી હોય પણ શસ્ત્રો તો દરેક દેશ પાસે પાર વિનાનાં હશે.
કારણ ? બે. કાં તો એ દેશને બીજા દેશ પર આક્રમણ કરવું છે અને કાં તો બાજુવાળો દેશ પોતાના પર જો આક્રમણ કરી બેસે તો સ્વ-બચાવ કરવો છે. જવાબ આપો. પરિવારના સભ્યોને ભૂખ્યા રાખીને જે ઘરનો વડીલ ઘરમાં ફર્નિચર ભર્યે જ જતો હોય એ ઘરનું, ઘરના વડીલનું અને પરિવારના સભ્યોનું થાય શું ?
જે દેશના શાસકો પ્રજાજનોના પેટની અવગણના કરતા રહીને શસ્ત્રાગારોને છલકાવેલા જ રાખતા હોય એ દેશનું, દેશના શાસકોનું અને એ દેશના પ્રજાજનોનું આખરે થવાનું શું ?
ખેર, આપણે પોતે આપણા જીવન રાહને બદલવા કટિબદ્ધ બની જઈએ. બહાદુરોથી ભલે કદાચ દબાતા રહેશું પરંતુ કમજોરને તો આપણે બચાવતા જ રહેશું. ‘મહાન’ બનવાનું શમણું કોક ભવમાં તો સાકાર થઈને જ રહેશે.
૫૦
Page #26
--------------------------------------------------------------------------
________________
ભાઈ સારા છે પણ લક્ષણ માર ખાવાના છે
છે
કો’ક અજ્ઞાત લેખકની આ પંક્તિઓઃ મને રોજ રાતે જમણી આંખમાં રામરાજ્ય સ્થાપવાના સ્વપ્ન આવે છે લંકામાં ! અને ડાબી આંખમાં સીતાનું હરણ કરવાના સ્વપ્ન આવે છે અયોધ્યામાં ! હનુમાનની ચિરાયેલી છાતીમાં જોયું તો મારું જમણું અંગ રાવણનું હતું અને ડાબું અંગ રામનું હતું !
માણસની ઓળખાણ આપવી હોય તો આ શબ્દોમાં આપી શકાય. આચરણ સારું પણ અંતઃકરણ ખરાબ એ માણસ. આંખ સ્વચ્છ પણ નજર મલિન એ માણસ, શબ્દો સારા પણ ડંખ કાતિલ એ માણસ. ફોટો સરસ પણ ઍક્સ-રે બગડેલો એ માણસ. આકૃતિ સારી પણ પ્રકૃતિ વિકૃત એ માણસ.
દુઃખદ આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ વિરોધાભાસી વલણ-વર્તાવથી માણસ દુ:ખી જ થાય છે, ઉદ્વિગ્ન જ રહે છે, સંક્લેશગ્રસ્ત જ રહે છે, તનાવગ્રસ્ત જ રહે છે અને છતાં વિરોધાભાસી એ વલણથી અને વર્તાવથી પોતાની જાતને દૂર રાખવા તૈયાર થતો જ નથી.
કારણ છે આની પાછળ, ગટરને સાફ કરી નાખવા કરતાં ગટર પર ઢાંકણું. બેસાડી દેવામાં માણસને વધુ ફાવટ છે. બગડી ગયેલા ગાદલાને ધોઈ નાખવા કરતાં
એના પર ચાદર ઢાંકી દેવામાં માણસને વધુ સરળતા અનુભવાય છે. શરીરમાં પેદા થયેલ તાવને જડમૂળથી દૂર કરી દેવાના બદલે એને દબાવી દેવામાં માણસને વધુ રાહત અનુભવાય છે. બસ, એ જ ન્યાયે જીવનમાં રહેલ દોષોને વીણીવીણીને સાફ કરી દેવાને બદલે એ તમામ દોષોને દંભના અંચળા હેઠળ દબાવી રાખવામાં માણસને વધુ આનંદ આવે છે.
પણ કોણ સમજાવે માણસને કે દંભના સેવન દ્વારા ખરાબીને પ્રગટ થતી અટકાવી દેવામાં સફળતા મળી જવા માત્રથી તારી દુર્ગતિ અટકી જવાની નથી કે તારી મનની પ્રસન્નતા અકબંધ બની જવાની નથી. તારું મન શાંત રહેવાનું નથી કે તારું અંતઃકરણ પવિત્ર બની જવાનું નથી !
વાસ્તવિકતા જ્યારે આ જ છે ત્યારે આપણે એક જ કામ કરવાની જરૂર છે. લક્ષ્ય સ્પષ્ટ કરી દઈએ. ‘મારે સારા બનવું છે'T WANT TO BE GooD. સારા દેખાવું છે એ લક્ષ્ય નહીં પરંતુ સારા બનવું છે એ લક્ષ્ય. અને જ્યાં આ લક્ષ્ય આપણું નિશ્ચિત થઈ જશે ત્યાં એની પાછળ એક બીજો નિર્ણય અંતઃકરણ કરી જ બેસશે. મારે સારી લાગણી અનુભવવી છે'TWANT TO FEEL GooD.
ટૂંકમાં, જો મારે સારા જ બનવું છે અને સારા બનવા માટે સારી લાગણી જ અનુભવવી છે તો પછી દંભના સેવનને અવકાશ જ ક્યાં રહેવાનો છે ? કારણ કે દંભનું મૂળ તો સારા ન હોવા છતાં સારા દેખાવાની વૃત્તિ છે.
આવો, ‘ભાઈ સારા છે પણ લક્ષણ માર ખાવાના છે' આ કલંકના શિકાર બનવામાંથી કમ સે કમ આપણી જાતને તો આપણે દૂર કરી જ દઈએ. પ્રસન્નતા અને પવિત્રતા, શાંતિ અને સદ્બુદ્ધિ, સમાધિ અને સદ્ગતિ હાથવગાં બનીને જ રહેશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
માઠા ખબર વીજળી વેગે જાય
USE)
પોતાના મસ્તકના દર્દમાં કોઈ રાહત મળતી નથી. સામી વ્યક્તિએ દેવાળું કાઢી નાખ્યાની જાહેરાત કરતા રહેવાથી પોતાની ફસાયેલ ઉઘરાણી પાછી આવી જતી નથી. સામાના ઘરમાં પડી રહેલ મરેલા ઉંદરની જાહેરાત કરતા રહેવાથી પોતાના ઘરમાં રહેલ કચરો દૂર થઈ જતો નથી. સામી વ્યક્તિના જીવનમાં રહેલા દોષો અત્ર-તત્ર-સર્વત્ર પ્રગટ કરતા રહેવાથી પોતાના જીવનમાં રહેલ દોષો ઓછા થઈ જતા નથી !
એક વાતનો ખ્યાલ છે?
આ જગતમાં કેટલાક એવા પુરુષો હોય છે કે જેઓ અન્યના દોષોને અલગ અલગ સ્થળે પ્રગટ કરતા રહે છે પણ ગુણાકાર કરતા રહીને અર્થાતુ દોષો સામાં હોય છે પાંચ અને તેઓ સામામાં જાણે કે પચાસ દોષો હોય એ રીતની જાહેરાત કરતા રહે
અમર પાલનપુરીની આ પંક્તિઓ : શબ્દમાં તો યુદ્ધ છે, શબ્દમાં છે પ્રેમ પણ, શબ્દમાં વિશ્વાસ છે, શબ્દમાં છે વ્હેમ પણ : શબ્દ શીખવાડ્યો મને, શબ્દ હું શીખી ગયો શબ્દ બોલાવ્યો મને, શબ્દ હું બોલી ગયો પણ શબ્દના ઊંડાણને જ્યાં ભૂલમાં ભૂલી ગયો કેટલો હું છીછરો, ક્ષણ મહીં ખૂલી ગયો.
ખબર નહીં પણ આ હકીકત છે કે માણસ અન્યનું જે પણ નબળું જુએ છે, જાણે છે કે સાંભળે છે એને પોતાની પાસે જ ન રાખી મૂકતાં એને શક્ય એટલી વધુ ઝડપથી ફેલાવતો જ જાય છે. અને દુઃખદ આશ્ચર્ય આમાં પાછું એ છે કે એણે જે પણ નબળું જોયું, જાણ્યું કે સાંભળ્યું છે એ સાચું છે કે નહીં, એની એ ચોકસાઈ પણ કરતો નથી.
પરિણામ એ આવે છે કે ગટરનું ઢાંકણું ખોલી દેનાર જેમ આખા ગામનું આરોગ્ય બગાડી મૂકે છે તેમ અન્યના જીવનની નબળી વાતો સર્વત્ર ફેલાવનાર સમાજના માનસિક આરોગ્યને ખતરામાં મૂકી દે છે.
પ્રશ્ન એ છે કે મન આવા તુચ્છ આનંદ પાછળ પાગલ કેમ બન્યું રહે છે? મનને આવી ગંદી રમતોનું આકર્ષણ કેમ રહ્યા કરે છે? નબળી વાતોના પ્રસાર વિના એ બેચેનીનો અનુભવ કેમ કર્યા કરે છે ?
જવાબો આ પ્રશ્નના કદાચ અનેક હોઈ શકે છે પરંતુ મુખ્ય જવાબ એ છે કે માણસ અન્યની નબળાઈઓને જાહેર કરતા રહેવા દ્વારા એમ પુરવાર કરવા માગતો હોય છે કે આ નબળાઈઓ મારામાં તો નથી જ. અર્થાતુ, હું બીજાઓ કરતાં ઘણો સારો છું અથવા તો ઓછો ખરાબ છું !
પણ, કોણ સમજાવે માણસને કે સામી વ્યક્તિના કૅન્સરની જાહેરાત કરતા રહેવાથી
જ્યારે કેટલાક પુરુષો એવા હોય છે કે જેઓ સામાના દોષોને સરવાળા કરતા રહીને સર્વત્ર જાહેર કરતા રહે છે. દોષો સામામાં હોય છે ત્રણ અને તેઓ પાંચ દોષો હોય એ રીતની જાહેરાત કરતા રહે છે પણ,
કેટલાક પુરુષો એવા હોય છે કે જેઓને સામાના દોષો પ્રગટ કરવામાં રસ જ નથી હોતો. કદાચ કારણવશાત્ પ્રગટ કરવા પણ પડે છે તો ય કાં તો તેઓ બાદબાકી કરતા રહીને પ્રગટ કરતા હોય છે અને કાં તો ભાગાકાર કરતા રહીને પ્રગટ કરતા હોય છે !
અધમાધમ કક્ષા છે ગુણાકાર પુરુષોની, અધમકક્ષા છે સરવાળા પુરુષોની. મધ્યમ કક્ષા છે બાદબાકી પુરુષોની જ્યારે ઉત્તમકક્ષા છે ભાગાકાર પુરુષોની. આપણો નંબર શેમાં ?
Page #28
--------------------------------------------------------------------------
________________
લપસી પડ્યો તો કહે દેવને નમસ્કાર કર્યા
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: આપણે જીવનમાં એવી પસંદગીઓ પણ કરી લઈએ છીએ જેની પ્રતિઘટનાઓ જોયા-જાણ્યા-અનુભવ્યા પછી જો આપણને ફરી એ જ તક મળે તો તે પસંદગી વિનાની જિંદગી આપણે પસંદ કરી હોત. આવી આપણી પસંદગીઓને આપણે ‘ભૂલો” તરીકે ઓળખીએ છીએ. ભૂલોને આપી શકાય તેવો પ્રતિભાવ એક જ છે. - તત્પણ આ ભૂલોનો સ્વીકાર કરવો. તેમને સુધારવી અને તેમાંથી શીખવું.
ભૂલ ન જ થવી એ સંભાવના છદ્મસ્થ વ્યક્તિના જીવનમાં હોઈ શકે જ નહીં. ગમે તેટલી જાગૃતિ છતાં ય છદ્મસ્થ વ્યક્તિથી કાં તો ભૂલ થઈ જ જાય છે અને કાં તો એ ભૂલ કરી જ બેસે છે. પ્રશ્ન એ છે કે થઈ ગયેલ ભૂલને સ્વીકારી લઈને એને સુધારી લેવાનું મન થાય છે કે પછી ય ભૂલને કોક ને કોક બહાનાને આગળ ધરતા રહીને બચાવી લેવાનું મન થાય છે?
યાદ રાખજો,
અધ્યાત્મ જગતનું ગણિત કંઈક અંશે બેંકના ગણિત જેવું છે. બેંકમાં જમા કરાવેલા પૈસા જેમ સમય જતા વધતા જ જાય છે તેમ મનમાં છુપાવી રાખેલ દોષોમાં સમય જતા વૃદ્ધિ થતી જ જાય છે.
કહેવું હોય તો એમ પણ કહી શકાય કે ખૂલી જતું બીજ જેમ ઊગવાની ક્ષમતા ગુમાવી બેસતું હોય છે તેમ સ્વીકારી લીધેલ પાપ, દોષ કે ભૂલ આગળ વધવાની સંભાવના ગુમાવી બેસતા હોય છે.
કેવું વિચિત્ર છે મન?
દુ:ખને પ્રગટ કરી દેવા એ તૈયાર છે પણ દોષને કબૂલ કરી લેવાની વાત આવે છે ત્યારે એ એના બચાવમાં ઊભું રહી જાય છે ! શરીરના રોગને કબૂલ કરી લેવાની વાતમાં એને અહંકાર પ્રતિબંધક બનતો નથી પણ ભૂલને કબૂલ કરી લેતા એને અહંકાર સતત રોકતો જ રહે છે ! ધર્મનું થતું સેવન જો જાહેર થતું નથી તો એ એકળાતું રહે છે પરંતુ કરેલ પાપનું સેવન ભૂલેચૂકે જાહેર ન થઈ જાય એ બાબતમાં એ ચોવીસે ય કલાક સજાગ જ રહે છે !
પણ,
મનની આ વૃત્તિએ લમણે નુકસાની ઝીંકવા સિવાય બીજું કશું જ કર્યું નથી. કારણ કે ભૂલના અસ્વીકારે કે ભૂલના બચાવે એક જ કામ કર્યું છે, ભૂલને અભયદાન દઈ દેવાનું. ભૂલનાં કારણોને જીવતદાન દઈ દેવાનું. પરિણામ આનું એ આવ્યું છે કે પાણી, ખાતર અને પ્રકાશ મળી બીજ જેમ જમીનની બહાર અંકુરરૂપ પ્રગટ થઈ જાય છે તેમ અનુકૂળ સંયોગ-સામગ્રી અને વાતાવરણ મળતાં, મનની ભૂમિમાં ધરબાયેલા દોષો કાયામાં આચરણરૂપે પ્રગટ થઈ ગયા છે.
જનમોજનમથી મેળવેલ આ ખતરનાક વૃત્તિથી જો આપણે જીવનને બચાવી લેવા માગીએ છીએ તો બે જ કામ કરવા જેવા છે. દોષનાં કારણોને મનની ભૂમિમાંથી ઉખેડી નાખીને બહાર ફેંકી દઈએ. એક કામ આ કરીએ અને બીજું કામ એ કરીએ કે જાયે-અજાણે પણ ભૂલ થઈ જાય, દોષ સેવાઈ જાય તો એનો બચાવ ન કરતાં સ્વીકાર કરી લઈને એ ભૂલને-દોષને સુધારવાના પ્રયત્નોમાં લાગી જઈએ ! જીવન ભૂલમુક્ત રાખવામાં વહેલી-મોડી પણ સફળતા મળીને જ રહેશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
વાંસના કજિયામાં,
વન બળે
વિપિન પરીખની આ પંક્તિઓઃ અગ્નિની સાખે કહ્યું હતું : ‘તારા સિવાય હર્વ મને કોઈ નહીં, કદી નહીં, કોઈ નહીં' કહ્યું હતું : ‘આપણાં તો દેહ જ અલગ અલગ. આપણે તો સદાકાળ સાથે સાથે.. અને આપણું એ સ્વપ્ન.. એક પુત્ર. પુત્ર ડૉક્ટર થશે. એક પુત્રી. ગુલાબનું તાજું ફૂલ થઈ મહેકશે ! એ આપણી જ હથેળી હતી. જેને સમયના ડંકા સાંભળવા નહોતા ગમતા? આ શું સાચું છે. આપણે એકમેકને પ્રેમ કરતાં હતાં ? હવે પુત્ર કોની સાથે જશે ? પુત્રી કોની સાથે જશે?
જંગલમાં કજિયા વાંસ વચ્ચે થાય છે અને એની સજા સમસ્ત જંગલને થાય છે. આખું ને આખું જંગલ સળગીને ભસ્મીભૂત થઈ જાય છે. ઘરમાં સંઘર્ષો પતિ-પત્ની વચ્ચે થાય છે અને છતે મા-બાપે પુત્ર-પુત્રીઓ અનાથ થઈ જાય છે. બે રાષ્ટ્રના મહારથીઓનો અહં ટકરાય છે અને ખુરદો પ્રજાજનોનો બોલાઈ જાય છે. લડાઈ ગલીના બે ગુંડાઓ વચ્ચે થાય છે અને ગલીના રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી જાય છે. તડાફડી સાસુ અને વહુ વચ્ચે થાય છે અને તનાવ દીકરા [પતિ]ના મનમાં પેદા થઈ જાય છે. પિતા અને કાકા બાંયો ચડાવવા લાગે છે અને અશાંતિ આખા પરિવારમાં ઊભી થઈ જાય છે.
આ બધું તો ઠીક છે પરંતુ ખરી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે કે જ્યારે લડાઈ મન
અને હૃદય વચ્ચે થાય છે, બુદ્ધિ અને લાગણી વચ્ચે થાય છે અને હાલત આત્માની બગડી જાય છે. મન દોડવાની વાત કરે છે પ્રેય તરફ અને હૃદય કદમ માંડવા માગે છે શ્રેય તરફ...મન કહે છે, સંઘર્ષ વિના જગતના બજારમાં ટકી શકાશે નહીં અને હૃદય કહે છે સમાધાનવૃત્તિના સ્વામી બન્યા વિના પ્રસન્નતા અનુભવી શકાશે નહીં. બુદ્ધિ કહે છે, તર્ક વિના સફળતાનાં દર્શન નહીં થાય અને લાગણી કહે છે, શ્રદ્ધા વિના જીવનને સરસ નહીં બનાવી શકાય... મન કહે છે, “આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા ?' અને હૃદય કહે છે, “આ લોક જો ત્યાગમય તો પરલોક સુખમય.’
આમાં સૌથી મોટી કરુણતા તો એ સર્જાય છે કે વીતેલા અનંતકાળમાં મન અને હદય વચ્ચેની લડાઈમાં મન જ જીત્યું છે. બુદ્ધિ અને લાગણી વચ્ચેની લડાઈમાં બુદ્ધિ જ વિજેતા બની છે. પ્રેમ અને શ્રેય વચ્ચેની ખેંચતાણમાં પ્રેમ જ બાજી લગાવી ગયું છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સંઘર્ષમાં તર્ક જ જીતી ગયો છે.
સાચે જ આપણે જો આત્માને સાચવી લેવા અને જિતાડી દેવા માગીએ છીએ, સદ્ગતિની પરંપરા સર્જવા દ્વારા પરમગતિમાં આત્માને શીધ્ર બિરાજમાન કરી દેવા માગીએ છીએ, પુણ્યના ઉદયકાળમાં આત્માને પ્રભુપ્રિય બનાવી રાખવા માગીએ છીએ તો આપણે એક જ કામ કરવા જેવું છે, મન અને હૃદય વચ્ચેની લડાઈમાં હૃદયને જ આપણે જિતાડતા રહેવા જેવું છે. બુદ્ધિ અને લાગણી વચ્ચેના સંઘર્ષમાં બુદ્ધિને જ આપણે પરાજિત કરતા રહેવા જેવું છે.
ફરી યાદ દેવડાવું છું કે મન અને હૃદય વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરી દેવાની જરૂર નથી, હૃદયને જ જિતાડતા રહેવાની જરૂર છે. જ્યાં હૃદય જીત્યું ત્યાં આત્મા સલામત બની ગયો જ સમજો.
Page #30
--------------------------------------------------------------------------
________________
વાંઢાને વેવિશાળ કરવા મોકલ્યો
તે પોતાનું કરી આવ્યો...
ધીરુ મોદીની આ પંક્તિઓ : પંખી હોય તે માળો બનાવે, પાંજરા નહીં. માણસ ઘણું ઘણું બનાવી શકે છે. પણ પાંજરાં બનાવવામાં એને ખાસ લગાવ છે. એથી જ તો ખુલ્લા કાન જેવી મકાનની બારીને પણ સળિયા જડાવવાનું એ ચૂકતો નથી. અને દ્વાર ! માત્ર બંધ કરવા માટે જ હોય છે. દ્વાર બંધ કરીને માણસ અંદર પુરાઈ જાય. દ્વાર બંધ કરીને માણસ બહાર જાય. ખુલ્લા સમુદ્રમાં વહી જવાની દ્વારિકા તો એ ન જ બને. અને એટલે જ તો માણસ ખૂલી ગયેલી આંખે મરવાનું પણ પસંદ નથી કરતો.
બિલાડીને તમે દૂધ લેવા મોકલો, દૂધ બિલાડીના પેટમાં જ પહોંચી જાય. બે બિલાડી વચ્ચેના ઝઘડામાં ન્યાય તોળવા તમે વાંદરાની નિયુક્તિ કરો, વાંદરો પોતે જ લાભ ખાટી જાય. સ્વાથધ માણસને તમે પરમાર્થનાં કાર્યો માટેની અનુકૂળતા કરી આપો, એ પોતાના જ સ્વાર્થની પુષ્ટિ કરતો રહે.
ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અંધ માણસ જેમ ખુદને પણ જોઈ શકવા સમર્થ હોતો નથી તેમ સ્વાર્થોધ માણસ પોતાના સિવાયના અન્ય કોઈના ય ભલાને કે સ્વાર્થને જોઈ શકવા સમર્થ હોતો નથી. ભૂલેચૂકે જો તમે એની સાથે દોસ્તી જમાવી બેઠા તો સરવાળે તમારા નસીબમાં આંસુ સિવાય બીજું કશું જ બચે નહીં.
એક મહત્ત્વની વાત કહું ?
તમે પાણીમાં મીઠું નાખો, થાય શું? પાણી મીઠાને ખાઈ જાય. તમે અગ્નિમાં લાકડાં નાખો, લાકડાનું થાય શું? અગ્નિ લાકડાંને ખાઈ જાય. તમે નદીઓ સાગરને સમર્પિત કરી દો. નદીઓનું થાય શું? સાગર નદીઓને સ્વાહા કરી જાય. બસ,
સ્વાર્થોધને તમે કાંઈ પણ આપો, સ્વાર્થોધ એ તમામને ઓહિયાં કરી જાય. ટૂંકમાં, | ઉપકારો લેવાના બધાયના પણ કરવાનો કોઈના પર પણ નહીં, આ સ્વાર્થોધની આગવી વિશેષતા !
બે જ કામો આપણે કરવાનાં છે. સ્વાર્થોધ બનવાનું નથી અને સ્વાર્થોધ સાથે બેસવાનું નથી. કોઈ પણ કારણસર જો સ્વાર્થોધ બની બેઠા આપણે તો ધર્મપ્રાપ્તિની યોગ્યતા તો આપણે ગુમાવી જ બેઠા પરંતુ સજ્જનતાની ભૂમિકાથી પણ આપણે વંચિત રહી ગયા ! અને જો સ્વાર્થધના રવાડે ચડી બેઠા આપણે તો સદ્ગુણોથી અને સત્કાર્યોથી, સમાધિથી અને સ્વસ્થતાથી, સદ્ગતિથી અને સદ્બુદ્ધિથી દૂર ધકેલાઈ ગયા આપણે !
પાંજરાંનો આખરે આ જ અર્થ છે ને ? બંધ થઈ જવું અથવા તો કેદ થઈ જવું. સ્વાર્થોધ પોતાના જ સ્વાર્થમાં બંધ થઈ ગયો હોય છે અને પોતાની જ માન્યતામાં કેદ થઈ ગયો હોય છે. નથી એના જીવનમાં એ અન્ય કોઈને ય પ્રવેશ આપી શકતો કે નથી એ પોતે અન્ય કોઈના ય જીવનમાં ગૌરવપૂર્વક પ્રવેશ પામી શકતો !
આવા મડદા કરતાં ય વધુ ગંધાતા સ્વાર્થોધમાં આપણો નંબર ન જ હોવો જોઈએ એ જેમ મહત્ત્વનું છે તેમ એવા હીન આત્મા સાથે આપણો આત્મીયતાનો સંબંધ ન હોય એ પણ એટલું જ મહત્ત્વનું છે. ગંગાનું મીઠું પણ પાણી સાગરમાં જઈને જો ખારું બની જાય છે તો ઉત્તમ એવો પણ આત્મા અધમના સંગે અધમ બની જાય છે, એ વાસ્તવિકતા આપણી આંખો સામે ન હોય એ તો શું ચાલે?
Page #31
--------------------------------------------------------------------------
________________
વ્યાજ ભલભલાની લાજ ભૂલાવે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : ‘લ્યો, માણસ મોટો થયો. પૂછો, કેટલો ? ડાયાબિટીસ,
બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ, એટેક ને એસિડિટીને એક સામટાં સમાવી શકે એટલો !
હા. ભૂત જેને વળગ્યું હોય છે એને તો રાઈના મંત્રેલ દાણાઓથી દૂર કરી શકાય છે પરંતુ જેને લોભનું ભૂત વળગ્યું હોય છે એને તો પ્રભુનાં વચનો પણ દૂર કરી શકે કે કેમ એમાં શંકા છે.
લોભના ભૂતનો માણસ શિકાર બની ચુક્યો છે એ જણાય શી રીતે ? એમ જો તમે પૂછતા હો તો એનો સામાન્યથી જવાબ આ છે કે જેનું મન એમ કહે છે કે આપણી પાસે પૈસા તો ચિક્કાર [MORE MONEY] જ હોવા જોઈએ. એ ચિક્કાર પૈસા પણ આપણી પાસે તુર્ત જ આવી જવા જોઈએ (INSTANT MORE MONEY] અને ચિક્કાર પૈસા બનાવવા માટે રસ્તા ગમે તે પકડવા પડે, આપણે તૈયાર જ છીએ (ANY HOW MORE MONEY].
ટૂંકમાં, ચિક્કાર પૈસા, તુર્ત ચિક્કાર પૈસા અને ગમે તે રસ્તે ચિક્કાર પૈસા, આ ત્રણ વૃત્તિએ જેના મનનો કબજો લઈ લીધો હોય, એના માટે એમ કહી શકાય કે લોભ નામના ભૂતે એના જીવન પર કબજો જમાવી જ લીધો છે.
બસ, આ લોભ પોતાનું તળિયા વિનાનું ખપ્પર પૂરવા જે જાતજાતના રસ્તાઓ અપનાવે છે. એમાંનો એક રસ્તો એટલે જ પૈસા વ્યાજે લેવા. ‘આપણી પાસે મૂડી ૫૦
લાખની જ છે ને ? એમાં કમાણી કેટલી થાય? લઈ આવીએ ગામ પાસેથી ૫ કરોડ. આપી દેશું આપણે એનું વ્યાજ, પણ એ જંગી મૂડી પર જે કમાણી થશે એ તો આખો જન્મારો સુધારી દેશે.'
પણ,
જેમ જીવનનો કોઈ ભરોસો નથી તેમ કર્મોનો ય ક્યાં કોઈ ભરોસો છે? કોઈ પણ પળે કર્મ રૂઠી જાય અને મનની બધી જે ગણતરીઓ ઊંધી પડી જાય. ઉઘરાણી ડૂબી જાય. મંદીના કારણે માલનો ભરાવો થઈ જાય. અન્ય વેપારીઓનો વિશ્વાસ ઊઠી જાય. જેની પાસેથી રકમ લીધી હોય એની પઠાણી ઉઘરાણી ચાલુ થઈ જાય, જાતજાતની ધમકીઓ મળવા લાગે. ઊંઘ રવાના થઈ જાય, મન હતાશ બની જાય, કોઈ રસ્તો સૂઝે નહીં. અને ક્યારેક જીવન ટૂંકાવી દેવાના રસ્તે મન વળી જાય.
નીતિવાક્ય એમ કહે છે કે “જેના શિરે એક પણ પૈસાનું દેવું નથી એ માણસ જ શ્રીમંત છે” આજનું અનર્થ શાસ્ત્ર એમ કહે છે કે જેની પાસે ગામનો ચિક્કાર પૈસો છે એ માણસ જ શ્રીમંત છે !
નજર નાખી જુઓ તમે વેપાર જગતમાં. એક પણ વેપારી પ્રાયઃ તમને એવો જોવા નહીં મળે કે જેની પાસે ગામના પૈસા નહીં હોય ! આવા ઉધાર પૈસાથી જાતને શ્રીમંત માની રહેલા માણસો પાસે બે જ ચીજ બચતી હોય છે, સજ્જન હોય તો ચિંતા અને દુર્જન હોય તો નિર્લજ્જતા ! ચિંતાગ્રસ્ત સજ્જન વ્યાજ ચૂકવવા બીજા પૈસા વ્યાજે લીધે રાખે છે અને સમગ્ર જીવન ચિંતામાં ને ચિંતામાં પૂરું કરી દેતો હોય છે જ્યારે નિર્લજ્જ દુર્જન હાથ ઊંચા કરીને ગામ આખાને રોવડાવતો રહે છે. રે કરુણતા
Page #32
--------------------------------------------------------------------------
________________
વાંકા ચન્દ્રને સૌ નમે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: યુધિષ્ઠિરો બધાય આંધળા થઈ ગયા છે. ધૃતરાષ્ટ્રો બધાય દેખતા થઈ ગયા છે. કૃષ્ણ બધાય કારાવાસમાં કેદ છે. કંસોનો જયજયકાર થઈ રહ્યો છે. અર્જુનો બધાય વ્યંઢળ થઈ ગયા છે. દુર્યોધનો મર્દ બનીને ફરી રહ્યા છે. દ્રૌપદીઓ નિર્વસ્ત્ર થઈ રહી છે. પૂતનાઓ સજી સજીને ધૂમી રહી છે. સત્યવાદી હરિશ્ચન્દ્ર સ્મશાનમાં બળી રહ્યા છે. ચાંડાલો મહેફિલમાં મોજ કરી રહ્યા છે. હર્વ અસત્યનો નાશ કરવા ન સત્યનો જયજયકાર કરવા કોઈ ગાંધી જન્મ લેવાનો નથી.
સંદેશ સ્પષ્ટ છે. દુર્જનતા જીતી રહી છે, સજ્જનતા હારી રહી છે. સરળતા માર ખાઈ રહી છે, વક્રતા વિજેતા બની રહી છે. સત્ય કારાવાસમાં કેદ થઈ રહ્યું છે. જૂઠ જગતના મેદાનમાં દાંડિયારાસ રમી રહ્યું છે. નાગાઈના સન્માન થઈ રહ્યા છે, પવિત્રતા એક ખૂણામાં ધકેલાઈ ગઈ છે. બીજનો વાંકો ચન્દ્ર સહુના નમસ્કાર ઝીલી રહ્યો છે. પૂનમનો અખંડ ચન્દ્ર આકાશમાં એમ ને એમ ઊભો છે. પુષ્પને સહુ કચડી રહ્યા છે, કાંટાઓ સર્વથા સલામત ઊભા છે.
પણ સબૂર !
આનો અર્થ એ નથી થતો કે ગલતની જીત એ અંતિમ જીત છે. ના, લડાઈમાં ગલત વિજેતા બની શકે છે પરંતુ યુદ્ધમાં જીત તો સમ્યની જ થાય છે. ગલત જીતતું જીતતું ‘સેમી ફાઇનલ’ સુધી આવી પણ જાય છે કદાચ તો ય ફાઇનલમાં વિજેતા તો
સમ્યફ જ બને છે.
વાંચ્યું છે આ અંગ્રેજી વાક્ય ? If you would like to win the war, you lose the battle. જો તમે યુદ્ધ જીતવા માગો છો તો લડાઈમાં હારી જવા તૈયાર રહો.
પણ, ખરી મુશ્કેલી એ છે કે માણસ લડાઈ અને યુદ્ધ વચ્ચેનો તફાવત જ સમજી શકતો નથી. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે માણસ લડાઈની જીતને યુદ્ધની જીત જ માની બેઠો છે.
અનીતિના માર્ગે પૈસા મળી જાય છે અને એને એમ લાગે છે કે પૈસા કમાઈ લેવા માટે અનીતિનો માર્ગ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. કાવાદાવાના રસ્તે સફળતા મળી. જાય છે અને એ એમ માની બેસે છે કે સફળતા મેળવવા કાવાદાવાનો રસ્તો એ જ શ્રેષ્ઠ રસ્તો છે. ધાકધમકી આપવાથી ફસાયેલ રકમ હાથમાં આવી જાય છે અને એના મનમાં આ વાત સ્થિર થઈ જાય છે કે ધાકધમકી એ જ પૈસા પાછા લાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. - ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સફળતાના પ્રથમ હાસ્યને જ એ અંતિમ હાસ્ય માની લે છે. પણ વાસ્તવિકતા એ છે કે પ્રથમ હાસ્ય એ તો લડાઈમાં મળતી જીત જેવું હોય છે. લડાઈની જીત યુદ્ધની જીત પણ બની જ રહે એવું કદાચ બાહ્ય યુદ્ધમાં બનતું પણ હશે પરંતુ આભ્યત્તર જગતનું સત્ય તો આ જ છે કે પુણ્યના સહારે કદાચ ગલતની લડાઈઓ જીતી જવામાં સફળતા મળી પણ જાય પણ અંતિમ યુદ્ધમાં તો ગલતની હાર અને સમ્યની જીત જ નિશ્ચિત છે. છેલ્લી વાત.
સત્તા-સંપત્તિ-સમૃદ્ધિ-સામર્થ્ય કદાચ ગલતના રસ્તે પણ મળી રહે છે પરંતુ શાંતિ-સમાધિ-સદ્ગુણો અને સદ્ગતિ તો સમ્યક રસ્તે જ સુલભ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
સો દલીલ તારી, એક હુકમ મારો
સુરેશ દલાલની આ પંક્તિઓઃ આવડો મોટો ભારો, અહમનો આવડો મોટો ભારો એક પલકમાં હડસેલીને, અહમૂને કરી મૂકો નોધારો ફાંકો કે ફિશિયારી એવું કશું ન કરવા જેવું આપણે આપણાં દર્પણ સામે, લાગે મરવા જેવું દૂરનો તારો કરી રહ્યો છે, આગમ તણો અણસારો માન અને અપમાનના શાને ઘૂંટવા અક્ષર કાળા? કોઈના શાને ચૂંથી નાખવા તણખલાના માળા પાંખો પરનો ભાર ખંખેરી નભમાં આંખ પ્રસારો.
ફેક્ટરી તમે છત્રીની નાખો અને ઉપરવાળો વરસાદ ન જ વરસાવાનો નિર્ણય કરી બેસે. છત્રીની ફૅક્ટરીમાં તમે કરેલું રોકાણ બધું જ નકામું જાય.
મુંબઈ-પૂના એક્સપ્રેસ હાઈ-વે પર તમે ૧૪૦ ની ગતિએ ગાડી ભગાવીને બે જ કલાકમાં પૂના પહોંચી જવાના મનમાં અભરખા સેવો અને ઉપરવાળો એક્સિડન્ટમાં તમને ઉપર જ બોલાવી લે. તમારા બધા જ અભરખાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જાય.
મહિનાઓના મહિનાઓ સુધી કોર્ટમાં દલીલો કરીને વકીલ સહુને સ્તબ્ધ કરી દે અને ન્યાયાધીશ એક જ પળમાં એની દલીલોને રદબાતલ કરી નાખતો ચુકાદો આપી દે. અસીલ પોકે પોકે રડતો રહે.
ટૂંકમાં, માત્ર પુરુષાર્થ તમારા હાથમાં, પરિણામ તમારા હાથમાં નહીં જ. કલ્પના કરવાની તમને છૂટ, સપનાંઓ સેવવાની તમને છૂટ, અરમાનોમાં વિહરવાની તમને છૂટ, અભરખાઓ વ્યક્ત કરવાની તમને છૂટ પણ એ કલ્પના વગેરેને સફળ બનાવવાનું તમારા હાથમાં નહીં જ.
આ વાસ્તવિકતાને આપણે સતત આંખ સામે રાખવાની જરૂર એટલા માટે છે કે આપણે સમાધિના સ્વામી બન્યા રહેવાનું છે અને સમાધાનવૃત્તિના સ્વામી બની
ગયા વિના સમાધિ ટકાવી રાખવામાં આપણને કોઈ કાળે સફળતા મળવાની નથી.
તપાસી જાઓ મનને. એ જ્યારે જ્યારે પણ અસમાધિનું શિકાર બન્યું હશે ત્યારે ત્યારે એના કેન્દ્રમાં પરિણામ અંગેનો અસંતોષ જ મુખ્ય રહ્યો હશે. ‘મેં આવું તો નહોતું જ ધાર્યું’ ‘પરિણામ આવું આવશે એની તો મને કોઈ કલ્પના જ નહોતી”
શું ધાર્યું હતું અને શું થઈ ગયું?’ ‘પરિણામ આવું આવશે એની મને જો ખબર હોત તો હું આમાં પડ્યો જ ન હોત.'
આ શું? પુરુષાર્થ પછી જે પરિણામ આવ્યું એને સ્વીકારી લેવાની મનની કોઈ જ તૈયારી નહીં. આ તો એવું થયું કે ‘પરીક્ષામાં હાથમાં આવેલ પ્રશ્નપત્રના જવાબો તો હું લખું જ પરંતુ એ જવાબોના માર્ક પણ હું જ મૂકું .”
આ શક્ય છે ખરું ? ના, જો સ્કૂલના પ્રશ્નપત્રની બાબતમાં પણ માત્ર જવાબો લખવાનું જ આપણા હાથમાં હોય છે, માર્ક્સ મૂકવાનું નહીં તો જીવનના પ્રશ્નપત્રમાં પણ આપણા હાથમાં માત્ર પુરુષાર્થ કરવાનું જ છે. એનું પરિણામ આપણી અપેક્ષા મુજબ લાવવાનું આપણા હાથમાં નથી જ.
આ સત્ય આપણને જેટલું વહેલું સમજાઈ જાય એટલે આપણા આત્માના હિતમાં છે. એનાથી મનની પ્રસન્નતા પણ જળવાઈ રહેશે, શરીરની સ્વસ્થતા પણ ટકી રહેશે તો સાથોસાથ જીવો પ્રત્યેનો સદ્ભાવ પણ ઊભો રહી શકશે અને અશુભ કર્મબંધથી પણ આત્મા બચતો રહેશે. પરલોકની સદ્ગતિનિશ્ચિત થઈ જવામાં પછી કોઈ પણ પરિબળ આપણાં માટે પ્રતિબંધક નહીં બની શકે.
Page #34
--------------------------------------------------------------------------
________________
સાકર પીરસનાર ઘણાં, કડવો અક્ષર કહેનાર કોક
વિપિન પરીખની આ પંક્તિઓઃ વારાફરતી. લાલ, પીળી, લીલી, લીલી પીળી લાલ સિગ્નલની લાઇટ લાલ આંખો પિતાની. કહે છે, થંભી જા. ક્યાં જાય છે? ઊભો રહે’ થોડી જ ક્ષણ... પણ મન...કેટલી આવન જાવન ! પોલીસ, શિક્ષા, નીતિ, નિયમ, ભય... તરત સિનું બદલાય છે. માની આંખો જાણે પ્રેમથી પંપાળીને કહે છે. ‘જા બેટા. જોજે સંભાળીને ચાલજે' હું રસ્તો ઓળંગું છું.
પથ્થરને નકામા માણસોનો ભેટો તો કદાચ રોજ જ થતો હોય છે પરંતુ શિલ્પીનો ભેટો થઈ જવાનું સદ્ભાગ્ય તો કદાચ એના જીવનમાં એકાદ વખત પણ આવતું હશે કે કેમ એ પ્રશ્ન છે.
પુષ્પ સૌંદર્યપ્રેમીઓના હાથમાં તો ક્યારે નથી જઈ ચડતું એ પ્રશ્ન છે પણ કોક પ્રભુભક્તના હાથમાં જઈ ચડવાનું સદ્ભાગ્ય તો એને કવચિત જ પ્રાપ્ત થતું હશે.
મસ્કાબાજી કરનારા, મીઠા મીઠા શબ્દો સંભળાવતા રહીને આપણને ખુશ રાખનારા, ખુશામત કરતા રહીને આપણને અભિમાનના ગગનમાં ઊડતા રાખનારા તો દિવસ દરમ્યાન અને જીવન દરમ્યાન કેટકેટલા લોકો આપણને મળતા જ રહેતા હોય છે પરંતુ આપણા જીવનને નિખાર આપી શકતા, આપણો અહંના ફુરફુરચા ઉડાવી શકતા, આપણી નબળાઈઓને ખુલ્લી કરી દઈને આપણે ક્યાં ઊભા છીએ એનું વાસ્તવિક ભાન કરાવી દેતા શબ્દો સંભળાવનાર આપણને કોઈ મળે છે કે કેમ
એમાં ય શંકા છે તો સદ્ભાગ્યથી કોક મળી પણ જાય છે તો ય આપણને એ ગમે છે કે કેમ એમાંય શંકા છે.
જવાબ આપો.
પથ્થરને શિલ્પી ન મળે તો એ ટાંકણાનાં માર ખાવાથી બચી જાય એ એનું સદ્ભાગ્ય કે પ્રતિમા બનતો એ અટકી જાય એ એનું દુર્ભાગ્ય ? અગ્નિપ્રવેશજન્ય પીડાથી સુવર્ણ બચી જાય એ એનું સદ્ભાગ્ય કે શુદ્ધિના ગૌરવને પામતું એ અટકી જાય એ એનું દુર્ભાગ્ય ? હિતશિક્ષાના કઠોર શબ્દો સાંભળવાથી આપણો અહં સચવાઈ જાય એ આપણું સદ્ભાગ્ય કે આત્મવિકાસની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જાય એ આપણું જાલિમ દુર્ભાગ્ય?
યાદ રાખજો ,
જે પણ આત્મા સાચી પણ વાતો, હિતકારી પણ વાતો કઠોર પણ શબ્દોમાં, કટુ પણ શબ્દોમાં સાંભળવા માનસિક સ્તરે સજ્જ નથી હોતો એ આત્મા પોતાના હિતને સાચવી લેવામાં, સંભાળી લેવામાં સફળ નથી જ બનતો.
એટલું જ કહીશ કે પથ્થર ભલે શિલ્પીને શોધી નથી શકતો, પુષ્પ સામે ચડીને ભલે ભક્ત પાસે નથી જઈ શકતું, સુવર્ણ સામે ચડીને ભલે અગ્નિને સમર્પિત નથી થઈ શકતું પરંતુ આપણે જો ઇચ્છીએ છીએ તો આપણા આત્મવિકાસમાં સહાયક બનતા કઠોર શબ્દો બોલનાર હિતસ્વીઓ આપણે શોધી શકીએ તેમ જ છીએ.
આવો,
આજથી એ દિશામાં કદમ માંડવા તૈયાર થઈ જઈએ. પગની પીડા થતી હોય છે તો ય હાથ જો પગમાં ઘૂસી ગયેલ કાંટાને કાઢીને જ રહે છે તો મનને થતી પીડાની પરવા કર્યા વિના કઠોર શબ્દો સાંભળતા રહીને આત્મકલ્યાણ અકબંધ કરી દઈએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
હવેલી જોઈ, ઝૂંપડું પાડવું નહીં
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : માનવ-સંબંધના વ્યવહારોમાં આપણને હંમેશાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી કર્યા કરવાની અને તે સરખામણીના આધારે જ મનુષ્યોનું મૂલ્યાંકન કરવાની અત્યંત વિકૃત આદત વારસામાં મળેલી છે
પરંતુ ખરેખર તો આપણે વ્યક્તિનું મૂલ્યાંકન
તેની પોતાની ક્ષમતાના પ્રમાણમાં
તે કેવો દેખાવ કરી રહી છે
તેને આધારે કરવું જોઈએ.
નહીં કે અન્યોની ક્ષમતાની સરખામણીમાં
ખબર નહીં કેમ, પણ માનવમનનો આ સ્વભાવ બની ગયો છે કે સતત એને અન્યના સુખ સાથે પોતાના સુખની સરખામણી કરતા રહ્યા વિના ચેન પડતું નથી. અને સરખામણી કરતા રહેવાની આ વૃત્તિનું પરિણામ એ આવે છે કે અન્યનું સુખ પોતાનું સુખ તો બનતું નથી પરંતુ પોતાની પાસે રહેલ સુખ પણ સુખરૂપ ન લાગતાં એને દુઃખરૂપ લાગવા માંડે છે.
હવેલી જોઈ બીજાની. એવી હવેલી બનાવવાનો પુરુષાર્થ તો શરૂ કર્યો પણ એ પુરુષાર્થને પુણ્યનું પીઠબળ ન મળવાના કારણે હવેલી બની તો નહીં પરંતુ પોતે જે ઝૂંપડીમાં રહેતો હતો એ ઝૂંપડી પણ એને અકારી લાગવા માંડી. પરિણામ ? બીજાનું સુખ પોતાનું સુખ બન્યું નહીં અને આજ સુધી જે સુખ પોતાની પાસે હતું જ એ ય એને માટે દુઃખરૂપ બની ગયું !
મનની એક ગજબનાક વિચિત્રતા ખ્યાલમાં છે ? એ પોતાનાં સુખની વધુ સુખીનાં સુખ સાથે સરખામણી તો કર્યા કરે છે પરંતુ પોતાનાં દુ:ખની, અન્ય વધુ
e
દુઃખીનાં દુ:ખ સાથે સરખામણી નથી કરતું તો એ જ રીતે પોતાના ગુણની, અન્ય વધુ ગુણીના ગુણ સાથે સરખામણી તો કરે છે પણ પોતાના વધુ દોષોની અન્યના ઓછા દોષ સાથે સરખામણી નથી કરતું !
‘કબૂલ, મને પેટમાં દર્દ છે પણ સામાને તો કૅન્સરની જાલિમ રિબામણ છે. કબૂલ, મારે ધંધામાં મંદી છે પણ સામાને તો પચાસ લાખનું દેવું થઈ ગયું છે. કબૂલ, મારો બાબો મંદબુદ્ધિનો છે પણ સામાના બાબાને તો ગાંડાની હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. કબૂલ, મારો દીકરો મારા કહ્યામાં નથી પણ સામાનો દીકરો તો રોજ એના બાપને મારી રહ્યો છે.’
મન જો આ સરખામણી કરવા તૈયાર થઈ જાય તો આજે દુઃખમાં એ અસમાધિનું જે રીતનું શિકાર બની રહ્યું છે એ અસમાધિ દૂર થઈ જાય અને સહજ રૂપે પોતાની સમાધિને એ અકબંધ રાખી શકે.
એ જ રીતે ‘મારામાં તો ઉદારતા જ છે પણ સામો તો ઉદારતા સાથે ક્ષમાને પણ લઈને બેઠો છે. હું પ્રભુપૂજા તો કરું જ છું પરંતુ સામો તો પ્રભુપૂજા ઉપરાંત સામાયિક પણ કરે છે. હું પ્રવચનમાં તો જાઉં છું પરંતુ સામો તો પ્રવચનશ્રવણ ઉપરાંત ગુરુદેવના
સાંનિધ્યને પણ માણતો રહે છે.
જો મન આ સરખામણી કરવા તૈયાર થઈ જાય તો ગુણક્ષેત્રે અત્યારે એ જે અસંતુષ્ટિ અનુભવતું જ નથી એ અસંતુષ્ટિ એનામાં પ્રગટી જાય અને આ અસંતુષ્ટિ એને ગુણ ઉઘાડના ક્ષેત્રે પ્રબળ પુરુષાર્થ કરાવવા પ્રોત્સાહક બનીને જ રહે.
આવો, અધિક સુખીને આંખ સામે રાખીને પ્રાપ્ત સુખને દુઃખમાં રૂપાંતરિત કરી દેવાની બાલિશતા દાખવવાનું બંધ કરીને જ રહીએ.
Page #36
--------------------------------------------------------------------------
________________
ડૉક્ટર કોઈનાં બારણાં ઠોકતા નથી,
આમંત્રણથી જ આવે છે
.
સુરેશ દલાલની આ પંક્તિઓ : ૬૮ વરસનું એક બગાસું, ૬૦ વરસની ખાંસી ૫૬ વરસની છીંક તો મારી રોજ ઉડાવે હાંસી. શરદીએ તો લીવ-લાયસન્સ પર ફલૅટ લીધો છે મારો તાવ આવે તો એવો આવે હોય જાણે અંગારો મુંબઈ, પરિસ, લંડન છોડીને છેલ્લે આવે કાશી. ૧૩ વરસનો હતો ત્યારથી શરીર સાથે વૈર ઇમારત બંધાય એ પહેલાં થઈ ગઈ ખંડેર, ભોંયતળિયું તો ભાંગેલું ને ગળતી રહે અગાસી. ઘૂંટણ દુ:ખે છે, પગ તૂટે છે, કમ્મરમાં તો સણકા જૂનો ધાગો તૂટવા લાગ્યો ને, વેરવિખેર થાય મણકા આવું તો મૈં થાય એમાં નહીં જાવાનું ત્રાસી.
મડદાને ગંધાતું અટકાવવામાં તમને હજી કદાચ સફળતા મળી જાય, દૂધને ફાટી જતું અટકાવવાના તમારા પ્રયાસો હજી કદાચ સફળ બની જાય, કપડાંને ચીંથરું બનતું અટકાવવામાં તમે હજી કદાચ ફાવી જાઓ પરંતુ શરીરને રોગોનું શિકાર બનતું અટકાવવામાં તો ચક્રવર્તીને ય સફળતા મળી શકે તેમ નથી, મળતી નથી અને મળવાની પણ નથી.
પ્રશ્ન એટલો જ છે કે રોગ શરીરમાં ઉંમરના હિસાબે આવવાનો છે કે અનિયંત્રિત જીવનપદ્ધતિના કારણે કે મર્યાદાહીન આહારપદ્ધતિના કારણે આવવાનો છે ? ઉંમર વધતા રોગ આવે એ તો સમજી શકાય છે પરંતુ કુપથ્ય સેવનના કારણે કે અનિયંત્રિત જીવનપદ્ધતિના કારણે રોગ આવે અને જીવન અકાળે કરમાતું જાય છે તો શું ચાલે ?
એક બાબતનો ખ્યાલ છે?
આપણાં શરીર પર માત્ર આપણો જ અધિકાર નથી. પરિવારનો પણ અધિકાર છે, સમાજનો પણ અધિકાર છે, રાષ્ટ્રનો પણ અધિકાર છે તો અનેક નાગરિકોનો
તથા ધર્માત્માઓનો પણ અધિકાર છે.
મારા શરીર પર મારો અધિકાર છે. હું એને ઠીક લાગે તો સાચવું અને ન પણ સાચવું. મારે પથ્ય ખાવું કે અપથ્ય ખાવું એનો નિર્ણય મારે કરવાનો છે. મારું જીવન લાંબુ રાખવું કે ટૂંકું રાખવું એનો નિર્ણય બીજાએ નથી કરવાનો, મારે જ કરવાનો છે.” આવું બોલવાનો આપણને કોઈ જ અધિકાર નથી.
કારણ ?
બાપ જો પોતાની તબિયત બગાડે છે તો એની અસર કુટુંબના તમામ સભ્યો પર પડે છે. પતિ જો શરીર બગાડે છે તો પત્નીના લમણે વૈધવ્ય ઝીંકાવાનો ભય ઊભો રહે છે. માતા જો તબિયત બગાડે છે તો પુત્રોને ‘નમાયાથઈ જવાની સંભાવના ઊભી થઈ જાય છે. પુણ્યવાન જો તબિયત પ્રત્યે બેપરવા બને છે તો એને આશ્રીને જીવન વિતાવતા અનેક નબળા પુણ્યવાળા નિરાધાર બની જવાનો ભય ઊભો થઈ જાય છે અને ગુણવાન જો શરીર પ્રત્યે ઉપેક્ષિત બને છે તો એના આલંબને અનેક જીવોની ગુણવાન બનવાની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જવાની શક્યતા ઊભી થઈ જાય છે.
ટૂંકમાં, “શરીર ભલે મારું છે પરંતુ એના પર અધિકાર તો અનેકનો છે આ હકીકતને સતત આંખ સામે રાખીને આપણે આપણાં શરીરનાં સ્વાથ્યને સાચવી રાખવા સતત જાગ્રત રહેવાનું જ છે. પથ્થસેવન, મર્યાદિત આહાર, સંયમિત જીવન, સ્વસ્થ વ્યવહાર, તનાવમુક્ત વિચારધારા, સંવેદનશીલ હૃદય, આટલું આપણે હાથવગું રાખી શક્યા તો ભયો ભયો !
Page #37
--------------------------------------------------------------------------
________________
કૂતરાનાં મોઢામાંથી કાંઈ હાથીદાંત નીકળતા નથી
વિપિન પરીખની આ પંક્તિઓઃ આપણે થોડીક સમજૂતી કરી લેવી જોઈએ. તમે ડ્રૉઇંગરૂમને રોજ ફૂલોથી હસતો રાખશો. બહારથી કોઈ આવે એને વાતાવરણ પ્રસન્ન અને હળવું લાગશે. તમારે મારી ‘બિઝનેસ પાર્ટી’માં હાજરી આપવી પડશે. હું જાણું છું. તમને એ ભયંકર ‘બોર’ લાગે છે પણ અનેક Executive આંખોના સવાલો પાર્ટીને ક્યારેક નીરસ બનાવી મૂકે છે. હા, હું વચન આપું છું : તમારી ક્લબ પાર્ટીમાં સમય કાઢી હું પણ તમને Company આપીશ. મને એ પાઉડર ભરેલાં અને હીરાથી ઝગમગતાં સ્મિત સાથે કરાતી Social Service ન ગમતી હોય તો પણ ! બને ત્યાં સુધી મુન્નાની હાજરીમાં આપણે નાજુક પ્રશ્નોની ચર્ચા નહીં કરીએ અને એની નિશાળમાં વાલીઓની મિટિંગ હોય ત્યારે પપ્પા-મમ્મી તરીકે થોડાક કલાક હાજરી આપી આવશું. તમે જાણો છો. બાળકો ખૂબ ચતુર હોય છે, જલદી બધું સમજી જાય છે. અને આમેય બધાંની વચ્ચે આપણું બાળક ઓશિયાળું લાગે એ તો તમે પણ પસંદ નહીં કરો. આમ જુઓ તો આ કાંઈ બહુ મોટી વાત નથી. થોડીક મારા પક્ષે ઉદારતા. થોડીક તમારી પાસે સ્મિતની અપેક્ષા. બાકી
બહારથી જોનારા એમ ન કહે : અગ્નિની સાખે જે વચન આપ્યાં હતા તે હવે ધુમાડો થઈને ઘરમાં હરે ફરે છે.
હાડકાંને સતત બટકા ભરી રહેલા કૂતરાને ક્યારેક તો જોયો હશે ને? સૂકું હાડકું, એના પર કૂતરાનું દાંતનું આક્રમણ. મોઢામાંથી નીકળતું લોહી, એ લોહીના રેલા હાડકાં પરથી પોતાના જ મોઢામાં અને કૂતરો ભ્રમમાં. ‘લોહી હાડકામાંથી આવે છે” પરિણામ? વધુ જોરથી બટકાં. વધુ લોહી અને આખરે કૂતરો મોતના શરણે !
સંદેશ સ્પષ્ટ છે. સુખ તમારામાં છે, પદાર્થમાં નથી જ. દર્પણમાં પડતું પ્રતિબિંબ તમારું છે, દર્પણનું નથી. કૅમેરાની પ્રિન્ટ પર ઊઠતો ફોટો તમને આભારી છે, કૅમેરાને નહીં, ગુલાબજાંબુ ખાવામાં આવતી મજા તમારા કારણે છે, ગુલાબજાંબુના કારણે નહીં.
આટલી સીધી-સાદી વાત અનંત અનંતકાળના સંસાર પરિભ્રમણ પછીય આપણને સમજાઈ નથી અને એના જ કારણે આપણે સુખ માટે ‘પર’ તરફ મીટ માંડીને બેઠા છીએ અને પાગલ થઈને દોડ્યા છીએ.
સુખ સ્ત્રીથી મળશે એવું લાગ્યું અને લગ્ન કરી બેઠા ! સુખ પૈસાથી મળશે એવું લાગ્યું અને શ્રીમંત બની જવા જિંદગીના કીમતી શ્વાસોશ્વાસ હોડમાં મૂકી બેઠા ! સુખ મીઠાઈથી મળશે એવું લાગ્યું અને અકરાંતિયા થઈને મીઠાઈ પર તૂટી પડ્યા ! સુખ બાળકોથી મળશે એવું લાગ્યું અને બાળકોના બાપ બની બેઠા !
પરિણામ?
હાથ ખાલી છે. મન ઉદાસ છે. હૈયું રિક્ત છે. આંખો કોરી છે. પગ ઢીલા છે. ‘છેતરાઈ ગયા” ના અનુભવે જીવન વિષાદથી ગ્રસ્ત છે.
કૂતરો કૂતરો” જ છે, એના મુખમાંથી કાંઈ હાથીદાંત નથી જ મળવાના. પર પર’ જ છે, એમાંથી ‘સ્વ જન્ય સુખ’ નથી જ મળવાનું. જ્ઞાનીઓનો એક જ સંદેશો છે. સ્વમાં વસ, પરથી ખસ. એટલું બસ.
Page #38
--------------------------------------------------------------------------
________________
વધુ દુનિયા જેનારો ઘણું જૂઠું બોલે છે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : માણસ કરતાં મંદિરના થાંભલાઓ મને કેમ આટલા બધા જીવંત લાગે છે ? થાંભલાઓ વૃક્ષની જેમ એક સ્થાને ઊભા રહી શકે છે અને એકમેકની વચ્ચે અવકાશ રાખીને સ્પર્ધા-ઈર્ષ્યા કર્યા વિના સંબંધનું ગૌરવ કરી શકે છે. ‘અભી બોલા, અભી ફોક” એમ સત્યને જૂઠમાં અને જૂઠને સત્યમાં ફેરવવાનું કાવતરું સ્તંભો નથી કરતા.
સમય જાય છે અને કાચી કેરી, પાકી કેરીમાં રૂપાંતરિત થઈ જાય છે. સમય જાય છે અને કાચી ઇટ, વધુ મજબૂત ઇટમાં રૂપાંતરિત થઈ જાય છે. સમય જાય છે અને નબળું મન, વધુ મજબૂત મનમાં રૂપાંતરિત થતું જાય છે પણ દુઃખદ આશ્ચર્ય આજના કાળનું એ છે કે ઓછું ભણેલો માણસ, વધુ ભણ્યા પછી વધુ ચાલાક, વધુ કપટી, વધુ માયાવી, વધુ ચાલબાજ, વધુ જૂઠો અને વધુ ક્રૂર બનતો જાય છે.
આ વિધાનમાં શંકા પડતી હોય તો તમે જોઈ જજો આજના વૈજ્ઞાનિકોને, ડિગ્રીધારીઓને, રાજનેતાઓને, સ્નાતકોને, પ્રોફેસરોને, પ્રિન્સિપાલોને, ન્યાયાધીશોને, ડૉક્ટરોને, વકીલોને અને ઑફિસરોને. આ જગતને બગાડવામાં એમનો ફાળો જેટલો રહ્યો છે એટલે ફાળો નિરક્ષરોનો, અભણોનો કે ગમારોનો નથી જ રહ્યો. તેઓએ શોધ્યા છે જગતને સેંકડો વખત ખતમ કરી શકે એવાં વિનાશક
શસ્ત્રો, તેઓએ સર્જ્યો છે એક જ દિવસમાં કરોડો નિર્દોષ અને અબોલ પશુઓને મોતને ઘાટ ઉતારી દેતાં આધુનિક યાંત્રિક કતલખાનાંઓ. તેઓનાં ભેજામાંથી નીકળી છે લાખો યુવતીઓને શરીરને પ્રદર્શનની ચીજ બનાવી દેવા લાલાયિત કરતી સૌદર્યસ્પર્ધાઓ. જમીનને વાંઝણી બનાવી દેતાં રાસાયણિક ખાતરો જગતના ચોગાનમાં એ લોકોએ મૂક્યા છે. ચારેય બાજુ વિલાસનાં નગ્ન નૃત્યો ચોવીસે ય કલાક ચાલતા રહે એવા સ્થાનોના સર્જન તેઓએ કર્યા છે. આટલું ઓછું હોય તેમ જગત આખામાં તેઓ સાક્ષરતા અભિયાન ચલાવી રહ્યા છે ! | ‘નિરક્ષરતા એ અભિશાપ છે, ગરીબી કરતાં ય વધુ ભયંકર નિરક્ષરતા છે' આવા બણગા ફૂંકતા રહીને તેઓ નિર્દોષ નિરક્ષરોને પોતાના જેવા બદમાસ બની જવાના માર્ગે ઢસડી રહ્યા છે. માખણ જેવું કોમળ દિલ ધરાવતા અભણોને રાક્ષસી દિલ ધરાવવાના માર્ગે તેઓ ધકેલી રહ્યા છે.
જરૂર નિરક્ષરોને સાક્ષર બનાવી દેવાની આજના કાળે એટલી નથી જેટલી સાક્ષરોને સંસ્કારી બનાવી દેવાની છે. વર્તમાન જગતની રાક્ષસી સમસ્યાઓ નિરક્ષરતાને એટલી આભારી નથી પરંતુ સંસ્કારહીનતાને વધુ આભારી છે. આ જગતને રહેવા લાયક બનાવવાનો સૌથી વધુ યશ સાક્ષરોના ફાળે નથી જતો પરંતુ સંસ્કારીઓના ફાળે જાય છે.
‘વધુ દુનિયા જોનારો વધુ જૂઠ બોલે છે' આ વિધાનમાં લેશ અતિયશોક્તિ લાગતી નથી, કારણ કે વધુ દુનિયા જોનારાઓમાં શ્રીમંતો, સત્તાધીશો અને બુદ્ધિમાનો જ વધુ રહેવાના અને એમની પાસે સત્ય બોલવાની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી.
કપ
Page #39
--------------------------------------------------------------------------
________________
આંધળાને બધા રંગ સરખા
કૈલાસ પંડિતની આ પંક્તિઓઃ આ બહુ મોટું નગર ! છે દિવસને રાતના જેવું કશું જાણ છે એની ફક્ત લોકોને બસ કોણ કોને સાંભળે કહેવાય ના, પણ બધાં ઘડિયાળની ટકટકને વશ... જોઈ સૂરજને હસે છે કુલરો, અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે ટાઇપ થયેલા પત્ર જેવા માણસો સ્મિતનું પૃથક્કરણ કરવું પડે. મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે, હાથ પોલીસનો સતત હાલ્યા કરે લાલ લીલી બત્તી પર સહુની નજર, સિગ્નલોના શ્વાસની જીવતું નગર... હા, બહુ સંભાળજો આ ભીડમાં, કોઈનો ધક્કો જરી વાગે નહીં આંખ ઢાળી ચાલતા સજ્જન તણી આંગળીઓ ભૂલથી જાગે નહીં આ બહુ મોટું નગર !
અહીં ‘અંધ’ તરીકે તમે લોભાંધને મૂકો, કામાંધને મૂકો કે મોહાંધને મૂકો. તમને ખ્યાલ આવી જશે કે તેઓને દિવસ અને રાત પણ સરખા હોય છે, ગરીબ અને અમીર પણ સરખા હોય છે તો સ્ત્રી અને પુરુષ પણ સરખા હોય છે.
લોભાંધ પોતાના લોભની પુષ્ટિ ખાતર સગા બાપની સામે ય કોર્ટે ચડવા તૈયાર હોય છે તો અવસરે પોતાના સગા દીકરાની હત્યા કરી નાખવા ય એના હાથ તૈયાર હોય છે. ગમે તેવા ગરીબને આંસુ પડાવવા એ તત્પર હોય છે તો ગમે તે હદની કૂરતા આચરતા ય એને કોઈ હરખ-શોક હોતો નથી.
કામાંધ પોતાની વાસનાની આગને ઠારવા સગી બહેન પર પણ નજર બગાડતો હોય છે તો સગી પુત્રીને ય હવસનો શિકાર બનાવતા એ અચકાતો નથી હોતો. એ
રાતે તો પશુ બને જ છે પણ દિવસે ય પશુ બનવા એ તૈયાર હોય છે. મનોરંજનના સ્થળે તો એ વ્યભિચાર આચરે જ છે પણ તક મળે છે તો ધર્મસ્થાનને ય ભ્રષ્ટ કરતા એ શરમાતો નથી.
અને મોહાંધની નીચતાની તો કોઈ વાત થાય તેમ નથી. એટમબૉમ્બ કે ભૂકંપ તો એકાદ વખત વિનાશ વેરીને અટકી જાય છે, વાવાઝોડું કે સુનામી તો એકાદ વખત તબાહી સર્જીને અટકી જાય છે પરંતુ મોહાંધ તો જીવનભર વિનાશ વેરતો જ રહે છે અને તબાહી સર્જતો જ રહે છે. જગતનાં જે પણ નીચકાર્યો છે એ કરતાં એને કોઈ જ અરેકારો થતો નથી. નિંદનીય તમામ અકાર્યો આચરતા એને કોઈ જ અફસોસ થતો નથી. કમાલની કરુણતા તો એ છે કે આ બધું કર્યા પછી ય એના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. એનું ચિત્ત પ્રસન્નતા અનુભવતું રહે છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે જન્માંધને બધા રંગસરખા હશે પરંતુ લોભાંધ, કામાંધ અને મોહાંધને તો બધા પાપ સરખા હોય છે. એ રમતમાત્રમાં ખૂન પણ કરી શકે છે તો હસતા હસતા વ્યભિચારમાં ય પ્રવૃત્ત થઈ શકે છે. ચોરી એને મન ડાબા હાથનો ખેલ હોય છે તો જૂઠ તો એના લોહીમાં રમી ગયું હોય છે.
આવો
એક કામ કરીને જ રહીએ. જન્માંધ બનવાનું દુર્ભાગ્ય લમણે જ્યારે નથી જ ઝીંકાયું ત્યારે નીતિના માર્ગે ચાલતા રહીને લોભાંધ બનતા પણ અટકીએ. સદાચારને પકડી રાખીને કામાંધ બનતા પણ અટકીએ અને વિવેકને હાજર રાખીને મોહાંધ બનતા પણ અટકીએ. કમ સે કમ જીવનમાં પાપોની મર્યાદા તો નક્કી થઈને જ
રહેશે !
Page #40
--------------------------------------------------------------------------
________________
જરૂર વગરની વસ્તુ ખરીદે તેને જરૂરી વસ્તુ વેચવી પડે
વિપિન પરીખની આ પંક્તિઓઃ વળી પાછા યુધિષ્ઠિરને રોકી યક્ષે પૂછ્યું, ‘હવે મારા છેવટના પ્રશ્નનો ઉત્તર આપજો, યુધિષ્ઠિર !' કળિયુગમાં આ બેમાંથી સુખી કોણ? ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ ? તરત જ અચકાયા વિના યુધિષ્ઠિર બોલી ઊઠ્યા. ‘સાવ સીધો-સાદો આનો ઉત્તર છે હે યક્ષ ! ગરીબ માણસ જ સુખી છે, કારણ એ ગમે ત્યારે પોતાના બંને હાથ ખુલ્લા કરી મારી પાસે કશું નથી’ કહી શકે. ત્યારે મધ્યમ વર્ગનો માણસ આખી જિંદગી પોતાના હાથ, ગજવા ને મોં છુપાવતો પત્ની અને સંતાનોને ખબર ન પડે એમ હીબકાં ભરીભરીને રાત વિતાવી જેમ તેમ આયુષ્ય પૂરું કરે છે” યક્ષ ખસી ગયો. યુધિષ્ઠિર પાણી લઈ ચાલતા થયા પણ, જતાં જતાં યક્ષની આંખો સજળ થઈ તે કોઈએ જોયું નહીં.
મારે સુખી થવું હોય તો હું આજે જ સુખી થઈ શકું તેમ છું કારણ કે સુખી થવા માટે જરૂરી તમામ સામગ્રીઓ આજે મારી પાસે ઉપલબ્ધ છે. પણ ના, મારે તો મારી આજુબાજુમાં જેઓ પણ છે એ બધા કરતાં વધુ સુખી થવું છે અને એટલે જ હું આજે દુઃખી છું કારણ કે બાજુવાળા પાસે જે ગાડી છે એ અત્યારે મારી પાસે નથી. બાજુના ઘરમાં જે ટી.વી. છે એવું ટી.વી. હું વસાવી શકું એવી મારી સ્થિતિ જ નથી. બાજુના ઘરમાં જે આકર્ષક ફર્નિચર છે એની સામે મારા ઘરનું ફર્નિચર તો સાવ કચરા જેવું લાગે છે. બાજુવાળાની પાસે જે વિપુલ સંપત્તિ છે અને બહોળો ધંધો છે,
મારી પાસે એની સામે કાંઈ જ નથી.”
હા. જરૂરિયાતોને જ પૂરી કરવી હોય તો માણસને આજે બધી જ અનુકૂળતાઓ છે કારણ કે જરૂરિયાતો મર્યાદિત છે અને સહેલાઈથી એ ઉપલબ્ધ થઈ શકે તેમ છે પણ માણસ તો અત્યારે દોડી રહ્યો છે પોતાના મનની ઇચ્છાઓને પૂરી કરવા અને એમાં એ ક્યારેય સફળ બનવાનો નથી. એનું પુણ્ય પ્રચંડ હોય તો પણ અને એનું આયુષ્ય હજારો વરસનું હોય તો પણ !
કારણ ?
ઇચ્છાઓ અનંત છે. ઇચ્છોઓનું પોત સાગરનું હોત તો તો એને પહોંચી વળાત કારણ કે સાગર ગમે તેવો વિરાટ હોય તો ય સીમિત છે. ઇચ્છાઓનું સ્વરૂપ મેરુ પર્વતનું હોત ને તો એને ય પહોંચી વળાત કારણ કે મેરુ પર્વત ગમે તેટલો ઊંચો છે તો ય એની ઊંચાઈ એક લાખ યોજનથી વધુ તો નથી જ પરંતુ ઇચ્છાઓનું પોત તો આકાશનું છે. આકાશ અનંત છે, બસ એ જ રીતે ઇચ્છાઓ અનંત છે. વિરામ પામવો એ એનો સ્વભાવ જ નથી. શાંત થઈ જવું એ એના સ્વભાવમાં જ નથી. તૃપ્ત થઈ જવું એ એની નિયતિ જ નથી.
‘જરૂર વગરની વસ્તુ ખરીદે તેને જરૂરી વસ્તુ વેચવી પડે' તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. ઇચ્છાપૂર્તિ માટે જ જે દોડ્યા કરે એ જરૂરિયાતપૂર્તિથી ય વંચિત રહી જાય એવું બને. દૂધપાક મેળવા જતાં રોટલોય ખોઈ નાખવો પડે. ગાડી લેવા જતાં સાઇકલ પણ ગુમાવી દેવી પડે, સોફાસેટ વસાવવા જતાં ખુરસી ય જતી કરવી પડે. બંગલો બનાવવા જતાં ઝૂંપડામાંથી ય બહાર નીકળી જવું પડે. રૂપિયો મેળવવા જતાં પૈસો ય ગુમાવી દેવો પડે. જીવનને માણવા જતાં મોતને ય આવકારવું પડે અને મોતને દૂર હડસેલવા જતાં દુર્ગતિમાં ય રવાના થઈ જવું પડે. સાવધાન !
ge
Page #41
--------------------------------------------------------------------------
________________
પડતીના દિવસોમાં તમારી લાકડી પણ સાપરૂપ બને છે
સુરેશ દલાલની આ પંક્તિઓ : જીવનનું રહસ્ય પ્રાપ્ત થયું નથી અને મરણનું રહસ્ય ઉકેલાયું નથી. વિસ્મય વહી ગયો છે અને શાણપણું પ્રગટ્યું નથી. આયુષ્ય ઊચકી ઊચકીને બેવડ વળી ગયેલો માણસ ધીમી ગતિએ સ્મશાન તરફ જઈ રહ્યો છે. પગલે પગલે પૂછી રહ્યો છે કે રસ્તો હજી કેટલો લાંબો છે? એ ઝંખે છે માત્ર એક જ અવસ્થા. ગતિશૂન્ય ગતિની.
ફૂટબૉલની રમત તમે જોઈ તો હશે જ ! એ રમતમાં તમને એક જ ચીજ જોવા મળે. બૉલ જેની પણ પાસે જાય, એ લાત ખાતો જ રહે. પછી એ બૉલ સગા ભાઈ પાસેથી બાપ પાસે જાય કે દીકરા પાસેથી કાકા પાસે જાય. મિત્ર પાસેથી મિત્ર પાસે જાય કે છોકરા પાસેથી યુવાન પાસે જાય. બાળક પાસેથી પ્રૌઢ પાસે જાય કે એક ટીમના ખેલાડી પાસેથી બીજી ટીમના ખેલાડી પાસે જાય. બૉલની એક જ નિયતિ. માર ખાતા રહેવાની !
જીવનમાં જ્યારે પડતી આવે છે, પાપકર્મોનો ઉદય જાગે છે ત્યારે આત્માની એ જ હાલત થાય છે જે હાલત ફૂટબૉલની રમતમાં બૉલની થાય છે. આત્મા જ્યાં પણ જાય છે, બધાય એને ત્રાસ જ આપતા રહે છે, મારતા જ રહે છે, ઉપેક્ષા અને અવગણના જ કરતા રહે છે. સગો દીકરો પણ એ સમયમાં દુશ્મન કાર્ય કરવા લાગે છે. જિગરજાન મિત્ર પણ વિશ્વાસઘાત કરતો રહે છે. નિકટના સ્વજનો પણ હડધૂત
કરતા રહે છે. અરે, ભોજનનાં દ્રવ્યો પણ વિપરીત પડવા લાગે છે. રોજની વપરાશની પોતાની ચીજો પણ પ્રતિકૂળ પડવા લાગે છે.
જો ન હોય આત્મા પાસે આ સમજ કે “અત્યારે મારા જીવનમાં ફૂટબૉલની રમત ચાલુ જ્યારે થઈ જ ગઈ છે ત્યારે માર ખાઈ લેવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી' તૌ આત્મા દુર્ગાનનો અને દુર્ભાવનો શિકાર બનતો રહીને નવાં નવાં અશુભકર્મો બાંધતો જ રહે, પરિણામ ? આગામી સમય પણ એના માટે ફૂટબૉલની રમતનો જ બની રહે.
એક જ કામ કરવા જેવું છે. દુ:ખની તાકાત દુ:ખમાં એટલી નથી જેટલી એના અસ્વીકારમાં છે. જો દુઃખ તમને અસ્વીકાર્ય જ રહે છે તો નિરો એ તમારા માટે ત્રાસરૂપ પુરવાર થાય છે પરંતુ દુ:ખને જો તમે સ્વીકારી લો છો તો એ નિશ્ચિત તમારા માટે નપુંસક જ પુરવાર થાય છે.
આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને દુ:ખના સ્વીકારભાવમાં આવી જાઓ. મર્દાનગીથી દુ:ખને Welcome કહેવાની હિંમત કરી લો. જો તમે Don't come જ કર્યા કરશો તો એ તમને સતત હેરાન કર્યા જ કરશે અને જો તમે Welcome કહીને એનું સ્વાગત કરવા તૈયાર રહેશો તો એ તમને I will not come એવો જવાબ જરૂર આપશે અને તમારાથી એ કાયમ દૂર જ રહેશે.
અને છેલ્લી વાત.
દુઃખને હસીએ છીએ ત્યારે એની તાકાત અડધી થઈ જાય છે અને દુઃખમાં રડીએ છીએ ત્યારે એની તાકાત બમણી થઈ જાય છે. નક્કી આપણે કરવાનું છે. દુઃખને હસી લેવું છે કે દુઃખમાં રડતા રહેવું છે ?
Page #42
--------------------------------------------------------------------------
________________
પડતી માણસને શ્રીમંત તો નહીં પણ ડાહ્યો જરૂર બનાવે છે
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ :
પરિપક્વતા એટલે
જે બદલાવી શકાય છે અને બદલાવું જ જોઈએ
તે બદલવાની હિંમત;
જે નથી બદલી શકાતું
તેનો સ્વીકાર કરી તેની સાથે
શાંતિપૂર્વક જીવી શકવાની આવડત.
અને આ બે વચ્ચેનો ભેદ પારખવાનું શાણપણ.
લીમડી-બગોદરાના રસ્તા પર જેટલા અકસ્માતો થાય છે એટલા અકસ્માતો ચાલુ રસ્તાઓ પર થતા નથી. કારણ ? લીમડી-બગોદરાનો રસ્તો એકદમ સીધો છે, સપાટ છે. એ રસ્તા પર કોઈ ખાડા-ટેકરા નથી. ડ્રાઇવર નિશ્ચિંત થઈને એ રસ્તે ગાડી તેજ ગતિથી ભગાવે છે અને એની આ નિશ્ચિંતતા જ અકસ્માતને આમંત્રણ આપી બેસે છે.
ગણિત સ્પષ્ટ છે. રસ્તો જો થોડોક કાચો છે, ખાડા-કાંકરાવાળો છે તો એ રસ્તે ગાડી ચલાવતા ડ્રાઇવરે સજાગ રહેવું જ પડે છે અને એની આ સજાગતા જ અકસ્માતથી ગાડીને દૂર રાખી દે છે.
બસ, આ જ હકીકત જીવનક્ષેત્રે સમજી લેવાની છે. જીવનમાં જો સુખ ચિક્કાર છે, હાથમાં વિપુલ સંપત્તિ છે, વિરાટ સત્તા છે, તીવ્ર બુદ્ધિ છે, શરીર તંદુરસ્ત છે, કંઠ મસ્ત છે, જબાનમાં જાદુ છે તો પતનની શક્યતા વધુ છે. પાપસેવનની સંભાવના વધુ છે. પાગલપનની શક્યતા વધુ છે.
પણ,
જીવન જો અગવડોથી વ્યાપ્ત છે, પ્રતિકૂળતાઓથી ગ્રસ્ત છે, સંપત્તિ અલ્પ છે, સત્તાના નામે હાથમાં કશું નથી, શરી૨ વારેવારે બીમારીનું શિકાર બનતું રહે છે, બુદ્ધિ ધારદાર નથી, રૂપનાં ઠેકાણાં નથી, જબાનમાં જાદુ નથી, બહોળો મિત્રવર્ગ નથી,
૮૩
ખાસ લોકપ્રિયતા નથી. તો એ આત્માના પતનની શક્યતા બહુ ઓછી છે. પાપસેવનના માર્ગે એ આંધળિયા કરવા લાગે એ સંભાવના લગભગ નથી. એનું મન નફ્ફટાઈના કે નિર્લજ્જતાના પાગલપનનું શિકાર બન્યું રહે એ શક્યતા પણ નહિવત્ છે.
શું કહું ?
હાથમાં પાણી ભરેલી બાલદી હોય ત્યારે અક્કડ થઈને ચાલવું જો શક્ય નથી જ બનતું તો પડતીના સમયમાં અભિમાની બન્યા રહીને જીવવું ય શક્ય નથી જ બનતું. બાલદીના વજનને જીરવવા માટે જો ઝૂકીને જ ચાલવું પડે છે તો પડતીના સમયમાં ટકી રહેવા માટે નમ્ર બનીને જ જીવવું પડે છે.
તપાસવા જેવું લાગે તો ખુદના જીવનને જ તપાસી જોજો. જ્યારે જ્યારે પણ જીવન મુસીબતોથી ઘેરાઈ ગયું હશે, શરીર રોગોથી વ્યાપ્ત બની ગયું હશે, ધંધામાં મંદી આવી હશે, ઉઘરાણીઓ ડૂબી ગઈ હશે, સ્વજનો પ્રતિકૂળ બન્યા હશે, મિત્રવર્ગમાં ઉપેક્ષા થઈ હશે ત્યારે ત્યારે આપણે વધુ નમ્ર બન્યા હશું, વધુ શાણા બન્યા હશું, વધુ ડાહ્યા બન્યા હશું. બીજાના સહયોગમાં વધુ રહ્યા હશું. વચનમાં મીઠા બન્યા હશું અને વ્યવહારમાં સીધા રહ્યા હશું.
વાસ્તવિકતા જો આ જ છે તો એનો અર્થ એટલો જ થાય છે કે સારા દિવસો
આપણને સારા રાખવામાં એટલા કામયાબ નથી નીવડતા જેટલા કામયાબ ખરાબ દિવસો નીવડે છે. ચડતી આપણને શ્રીમંત બનાવી શકે છે, લોકપ્રિય બનાવી શકે છે, સત્તાધીશ બનાવી શકે છે, અહંકારી બનાવી શકે છે પણ પડતી તો આપણને પવિત્ર રાખી શકે છે, પુણ્યકાર્યો કરાવી શકે છે, પ્રેમમય અંતઃકરણવાળા બનાવી શકે છે. નમ્ર રાખી શકે છે. પૂછો મનને.
કયા જીવનની અપેક્ષા છે ? ચડતીવાળા જીવનની કે પડતીવાળા જીવનની ?
૮૪
Page #43
--------------------------------------------------------------------------
________________
દુઃખ, માણસ બનાવે છે
સુખ, રાક્ષસ !
કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ : હર હંમેશ સુખ ને સુખ જ આનંદની છોળો પલાળતી રહેતી ન હોય એનો વાંધો ન હોય તો જનમવા અને જીવવા માટે આ જગત સુંદર જગા છે.
દુ:ખના સમયમાં “માણસ” બની જતા આપણે સુખના સમયમાં રાક્ષસ કેમ બની જઈએ છીએ ? સાકર ગાંગડા સ્વરૂપે હોય કે ખડી સ્વરૂપે હોય, દાણા સ્વરૂપે હોય કે બૂરું સ્વરૂપે હોય, સાકર જો દરેક અવસ્થામાં સાકર જ રહે છે તો દુ:ખ-સુખના સમયમાં આપણે “માણસ” જ કેમ નથી બન્યા હતા?
કારણ છે આની પાછળ, દુ:ખના સમયમાં “માણસ” બન્યા રહેતા આપણે સુખના સમયમાં જો ‘રાક્ષસ’ બની જ જઈએ છીએ તો એનો અર્થ એટલો જ છે કે દુ:ખના સમયમાં રાક્ષસ બનવાની અનુકૂળતાઓ આપણને ઉપલબ્ધ ન હોવાના કારણે જ આપણે માણસ બન્યા રહીએ છીએ. જો દુ:ખના સમયમાં પણ તમામ પ્રકારની બદમાશીઓ આચરવાની સુવિધાઓ આપણને ઉપલબ્ધ હોત તો આપણે રાક્ષસ જ બન્યા રહેત, માણસ બનવા પર આપણે પસંદગી ન જ ઉતારી હોત !
આ તો એવું થયું કે પેટ બગડ્યું છે એટલે આપણે દૂધ છોડી દીધું છે. સ્ત્રી મળી નથી એટલે આપણે બ્રહ્મચર્ય સ્વીકારી લીધું છે. ગાડી મળી નથી એટલે આપણે પગેથી ચાલતા જવા પર પસંદગી ઉતારી લીધી છે. પૈસા મળ્યા નથી એટલે ઘરમાં વૈભવી સામગ્રીઓ આપણે વસાવી નથી. બદામ મળી નથી એટલે ખીસામાં સિંગ લઈને આપણે ફર્યા કરીએ છીએ !
શો અર્થ છે આનો ? ‘અભાવ” આપણને સારા બન્યા રહેવા મજબૂર કરે એ કાંઈ આપણાં ‘સારાપણાં’નું સૂચક તો નથી જ ને? કબૂલ, એ સમયમાં ટકી રહેતું
આપણું ‘સારાપણું” જગત માટે નુકસાનકારક નથી બન્યું રહેતું. આપણાં ખુદના જીવનને ખરાબીના રવાડે નથી ચડાવી દેતું. આપણી આજુબાજુ રહેલા વર્ગ માટે ત્રાસદાયક નથી બન્યું રહેતું પણ, જેવો એ નબળો સમય ગયો અને સારો સમય આવ્યો, આપણામાં રહેલી પશુતા જો પ્રગટ થવા જે લાગી તો આપણું નબળા સમયનું સારાપણું લેશ અર્થદાયક પણ ન જ રહ્યું ને?
વસ્ત્રો સારા પણ ચામડી બગડેલી, ફોટો સારો પણ ઍક્સ-રે બગડેલો, વર્તન સારું પણ અંતઃકરણ બગડેલું, ભોજન સારું પણ પેટ બગડેલું, પ્રવૃત્તિ સારી પણ વૃત્તિ કલુષિત, વ્યવહાર સારો પણ સ્વભાવ ખરાબ, બારદાન આકર્ષક પણ માલ સડેલો ! શો અર્થ છે એનો?
એક જ કામ આપણે કરવા જેવું છે.
વૃત્તિને આપણે નિર્મળ બનાવી દઈએ. અંતઃકરણને આપણે પવિત્ર બનાવી દઈએ. સ્વભાવને આપણે સુંદર બનાવી દઈએ. બુદ્ધિને આપણે પરિમાર્જિત કરી દઈએ. રુચિને આપણે સમ્યફ બનાવી દઈએ.
પછી ? સારાપણું આપણી મજબૂરી ન બની રહેતા મર્દાનગી બની રહેશે. સારાપણું આપણી લાચારી નહીં, આપણો સ્વભાવ બની રહેશે. સુંદર સ્વભાવ આપણો દંભ નહીં, આપણી પ્રકૃતિ બની રહેશે. સબુદ્ધિ પરિસ્થિતિને આધીન નહીં, મનઃસ્થિતિને આધીન બની રહેશે.
આ સ્થિતિ બની ગયા પછી દુ:ખનો સમય કે સુખનો સમય આપણા માટે મહત્ત્વનો નહીં બની રહે ! સામગ્રીઓનો અભાવ કે સામગ્રીની વિદ્યમાનતા આપણા માટે નિર્ણાયક નહીં બની રહે ! પ્રતિકૂળ પરિસ્થિતિ કે અનુકૂળ પરિસ્થિતિ આપણાં જીવન પર પ્રભાવી નહીં બની શકે ! આથી વધીને આપણે બીજું જોઈએ પણ શું?
Page #44
--------------------------------------------------------------------------
________________
રોગ કરતા ડૉક્ટરથી
વધુ ડરવું
અશોકપુરી ગોસ્વામીની આ પંક્તિઓ : પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, ને કમનસીબે આપણી રૂ ની દુકાન છે.
ભૂખ ન જ લગાડવી આપણા હાથમાં નથી. તરસના શિકાર ન જ બનવું આપણા હાથમાં નથી તેમ શરીરને રોગગ્રસ્ત ન જ બનવા દેવું એ ય આપણા હાથમાં નથી પણ સબૂર ! રોગને આમંત્રણ આપતી જીવનચર્યાના શિકાર ન બનવું એ તો આપણા હાથમાં જ છે. રોગને શરીરમાં અડ્ડો જમાવી દેવાનું મન થઈ જાય તેવી અનિયંત્રિત આહારચર્યાને જીવનમાં સ્થાન ન આપવું એ તો આપણા હાથમાં જ છે.
પણ,
ખેદ સાથે કહેવું પડે છે કે આજના યંત્ર યુગના માનવે પોતાની જીવનચર્યા અને આહારચર્યા, બંનેને બેફામ બનાવી દીધી છે. બજારમાં રખડતા રહેવું, પૈસા પાછળ પાગલ બનીને સર્વત્ર ભટકતા જ રહેવું, જમવાના સમયે જમવું નહીં, સૂવાના સમયે સૂવું નહીં અને આરામ કરવાના સમયે આરામ કરવો નહીં. કલાકોના કલાકો ટી.વી. સામે બેઠા રહેવું, દિવસોના દિવસો સુધી ઘરની બહાર રહેવું, સ્પર્ધામાં દાખલ થઈને મનને સતત તનાવગ્રસ્ત રાખવું, લાગણીને દબાવતા રહેવું અને બુદ્ધિને છુટ્ટો દોર આપતા રહેવું, પરિવાર સાથે બેસવું નહીં અને ઘરાકો-વેપારીઓ-મિત્રો વગેરે સાથે કલાકોના કલાકો ગપ્પા લગાવતા રહેવું. આવી બેફામ જીવનચર્યા બનાવી દીધી છે આજના માનવે.
વધુ ભાવે છે. ઘરની રસોઈ કરતાં હોટલનાં દ્રવ્યોમાં એ વધુ પાગલ છે. શાકભાજી કરતાં એને ડબ્બામાં આવતો ફળોનો રસ વધુ ફાવે છે. શીરા કરતાં પાઉંભાજીમાં એને વધુ સ્વાદ આવે છે. મીઠાઈ એને પચતી નથી અને તીખાં-તમતમતાં ફરસાણ છોડવા એ તૈયાર નથી.
ટૂંકમાં, બેફામ જીવનચર્યા અને અનિયંત્રિત આહારચર્યા, આ બંને પ્રકારની ચર્ચા શરીરમાં રોગોને પ્રવેશી જવાની આમંત્રણ પત્રિકા આજના માનવ માટે બની રહી છે.
અને આ રોગો એના જીવનની બધી જ મૂડી સફાચટ કરી નાખવા જાણે કે મોટું ફાડીને બેઠા છે. દવા મોંઘીદાટ છે, નિદાન માટેના જે પણ ‘ટેસ્ટ’ છે એ મોંઘા છે. ડૉક્ટરો મોંઘા છે, હૉસ્પિટલો મોંધી છે, ઑપરેશનો મોંધા છે.
પૈસા બનાવવા શરીર બગાડવાનું અને શરીર સાચવવા પૈસા ખરચવાના. આ જાણે કે આજના માણસે જીવનમંત્ર બનાવી દીધો છે. જે માનવશરીરના વખાણ કરતાં પરમાત્મા થાકતા નથી એ માનવશરીરને આજના યુગની તાસીરે રદી કરતાં ય વધુ ખરાબ બનાવી દીધું છે.
ખેર,
સમષ્ટિને તો આ અનિષ્ટથી ઉગારી લેવાનું શક્ય નથી પરંતુ વ્યક્તિગત સ્તરે આપણે ઇચ્છીએ તો આપણી ખુદની જાતને તો આ અનિષ્ટથી ઉગારી શકીએ તેમ જ છીએ. એ માટે બે જ કામ કરવાના છે. નિયંત્રિત જીવનચર્યા અને સંયમિત આહારચર્યા. શરીર લગભગ તો રોગગ્રસ્ત નહીં જ બને !
ભોજનચર્યા પણ એણે સર્વથા અનિયંત્રિત કરી દીધી છે. પેટને જોઈને ખાવાને બદલે જીભને જોઈને ખાવાનું એણે ચાલુ કરી દીધું છે. એને દૂધ કરતાં દારૂ વધુ જામે છે. ગોળ કરતાં ગુટખા વધુ ફાવે છે. રોટલી કરતાં પિઝા એને વધુ આકર્ષે છે. પાણી કરતો એને થમ્સ-એપ ત૨ફ વધુ લગાવ છું. તાજી રસોઈ કરતાં વાસી રસોઈ એને
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉંદરો પણ મરેલી બિલાડીને કરડે છે
વિપિન પરીખની આ પંક્તિઓ ઃ
હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે
એવું અભિમાન હવે નથી રહ્યું.
એક દિવસ દુનિયાની કાયાપલટ કરવાની હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી
દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ ગઈ છે.
જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ
૧૦૧ નંબરની બસમાં મારી બેઠક ખાલી નહીં રહે. ઑફિસમાં ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે ટાંપીને બેઠેલો કલાર્ક સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે. કહેશે, ‘મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા
પણ ભલા, એક ક્લાર્ક ખાતર ઑફિસ
બંધ થોડી જ રાખી શકાય છે ?
બપોરે ટી ટાઇમમાં ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે
હું નહીં હોઉં ને રજિસ્ટરમાંથી
એ મારું નામ કાઢી નાખશે.
મોત !
સર્વથા અસંદિગ્ધ ! એનું આગમન નિશ્ચિત પણ આગમનનો સમય અનિશ્ચિત ! એનું આગમન નિશ્ચિત પણ આગમનનું સ્થળ અનિશ્ચિત ! એનું આગમન નિશ્ચિત પણ આગમન વખતના સંયોગો અનિશ્ચિત !
એ સવારના પણ આવે, બપોરના પણ આવે અને રાતના ઊંધમાં પણ આવી જાય. એ હૉસ્પિટલમાં આવે, બજારમાં આવે અને મંદિરમાં પણ આવી જાય. એ ચા પીતા આવે, ગાડી ચલાવતા આવે, લગ્નની ચોરીમાં આવે, કોકની સ્મશાનયાત્રામાં ૯
સામેલ થયા હોઈએ ત્યારે આવે અને ચેક પર સહી કરતા હોઈએ ત્યારે પણ આવી જાય.
એ આવે એટલે કરોડોની સંપત્તિ પણ મૂલ્યહીન બની જાય, વડાપ્રધાનપદ પણ નપુંસક પુરવાર થઈ જાય. ઑલિમ્પિક ચૅમ્પિયનપણું ય નકામું સાબિત થઈ જાય. રૂપવતી પત્નીના પતિ બન્યાનો આનંદ પણ ચુર ચુર થઈ જાય અને બજારમાં જમાવેલી ખ્યાતિનું પણ બાષ્પીભવન થઈ જાય.
એના આગમનના ભણકારા વાગતાં જ મનના મોતિયા મરી જાય, આંખે અંધારા આવવા લાગે, પગ ધ્રૂજવા લાગે, હૃદય કંપવા લાગે. ‘મારે જવાનું ? બધું છોડીને ચાલ્યા જવાનું ? બધાયને મૂકીને રવાના થઈ જવાનું ? ક્યાં જવાનું ? કોની સાથે જવાનું ? જ્યાં જઈશ ત્યાં મારું કોણ ? મારી સલામતીનું શું ?’ આવા જાતજાતના
વિચારો મનના ઓરડામાં આંટા મારવા લાગે અને મોત આવતા પહેલાં જ મરી ગયાની વેદના જીવ અનુભવવા લાગે.
આવા સમયે નબળો માણસ પણ સામે પડી જાય, નકામો માણસ પણ હેરાન કરવા લાગે, નિઃસત્ત્વ માણસ પણ બળવાન બનીને ત્રાસ આપવા લાગે. કોક વરસોનો જૂનો હિસાબ પતાવવાના મૂડમાં પણ આવી જાય. લબાડ માણસ પણ બોજ બનીને ત્રાસ આપવા લાગે.
શે ટકી રહે આવા સમયે સમાધિ ? શે ઠેકાણે રહે આવા સમયે મનના ભાવો ? શે આવા સમયે યાદ આવે પરમાત્માનું નામ? આવા સમયે શેં ધર્મમાં સ્થિર રહે મન ?શે ચહેરાને આવા સમયે રાખી શકાય હસતો ?
એક જ કામ કરવા જેવું છે. મોતને સમાધિસભર રાખવું હોય તો જીવનને સાધના સભર બનાવી દેવું. મોતને મંગળમય બનાવી દેવું હોય તો જીવનને ધર્મમય બનાવી દેવું. મોત વખતે ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવી હોય તો જીવનની પ્રત્યેક પળને સદ્ભાવસભર, સ્નેહસભર રાખવા પ્રયત્નશીલ બન્યા રહેવું ! એ સિવાય મોતને સુધારવાનો અન્ય કોઈ વિકલ્પ જ નથી.
Page #46
--------------------------------------------------------------------------
________________
ગોળ ટેબલ આગળ દરેક બેઠક પહેલી જ દેખાય છે
એક શાયરની આ પંક્તિઓ : जो जितना उँचा इतना ही एकाकी होता है चहेरे पर मुस्कान चीपकाकर मन ही मन रोता है। મન !
એની અનેક ખાસિયતોમાંની એક ખાસિયત આ કે એ કાયમ દરેક ક્ષેત્રમાં નંબર એક પર જ રહેવા માગે. પછી એ ક્ષેત્ર ચાહે સંપત્તિનું હોય કે સત્તાનું હોય, રમતનું હોય કે બજારનું હોય, ભણતરનું હોય કે ભ્રમણનું હોય, સંસ્થાનું હોય કે સંગઠનનું હોય. અરે, કોકની શોકસભામાં જવાનું બને ત્યારે ય એ ઇચ્છતું હોય કે પ્રમુખપદની ખુરશી પર બેસવાનું સદ્ભાગ્ય મને જ મળવું જોઈએ. કોકની સ્મશાનયાત્રામાં જાય ત્યારે ય એ ઇચ્છતું હોય કે અગ્નિદાહ દેવાનો અધિકાર મને જ મળવો જોઈએ.
આ નંબર એક પર જ રહેવાનો મનનો ધખારો સફળ થઈને જ રહે એવી સંભાવના બહુ ઓછી છે કારણ કે એ સ્થાન પર ગોઠવાઈ જવા લાખો-કરોડો માણસો ધમપછાડા કરતા હોય છે. ગળાકાપ હરીફાઈ વચ્ચે અને ટાંટિયા ખેંચની આ રમત વચ્ચે નંબર એક પર પહોંચી જવામાં ક્યારેક કદાચ સફળતા મળી પણ જાય છે તો ય ત્યાં પહોંચ્યા પછી આનંદને બદલે ઉદ્વેગ વધુ અનુભવાય છે. મસ્તીને બદલે સુસ્તી મનને વધારે ઘેરી વળે છે. ઉલ્લાસને બદલે નિરાશા વધુ અનુભવાય છે. ચહેરા પર હાસ્ય જેટલું ફરકે છે એના કરતાં મનમાં રૂદન વધુ ચાલતું રહે છે.
કારણ? એ સ્થાન પર તમારી સાથે કોઈ જ નથી હોતું, તમે એકલા જ હો છો. ભલે ને તમારા શરીર પર લાખોની કિંમતનાં ઘરેણાં છે પણ જો તમે જંગલમાં એકલા જ છો તો તમે એ ઘરેણાં પહેરવા મળ્યાના આનંદનો અનુભવ શી રીતે કરી શકવાના ? ભલે ને તમારા હાથમાં રત્નદ્વીપમાં રત્નોની ખાણ આવી ગઈ છે પણ જો ત્યાં તમે
એકલા જ છો તો રત્નોની ખાણ મળી જવા બદલ મસ્તી શું અનુભવી શકવાના?
સંદેશ સ્પષ્ટ છે.
બજારના જગતમાં કે સંસારના જગતમાં તમારે જો આનંદિત રહેવું છે તો તમારી સાથે કોક હોવું અતિ જરૂરી છે જ્યારે નંબર એક પર તમે એકલા જ હો છો, તમારી સાથે કોઈ જ હોતું નથી અને એટલે જ નંબર એક પર પહોંચી ગયા પછી લાંબા સમય સુધી આનંદ અનુભવી શકાતો નથી. બે જ વિકલ્પ છે, આનંદિત રહેવાના. કાં તો એ સ્થાન પર તમે અન્ય કોકને પણ લઈ આવો અને કાં તો એ સ્થાન છોડીને નંબર બે પર ચાલ્યો જવા તમે તૈયાર રહો.
‘ગોળ ટેબલ આગળ દરેક બેઠક પહેલી જ દેખાય છે? મજા આ વ્યવસ્થાની એ છે કે દરેકને એમ લાગે છે કે પ્રથમ નંબર પર હું જ છું અને છતાં હું એકલો નથી. મારી સાથે બીજા બધા પણ ઘણાં છે.
યાદ રાખજો આ વાત કે અહંકારને રેખા પર ચાલવું જ વધુ પસંદ હોય છે જ્યારે નમ્રતાને ચાલવા માટે વર્તુળ મળી જાય તો એ વધુ આનંદિત થઈ જાય છે. કારણ? રેખા પર ચાલવામાં નંબર એક પર પહોંચી શકાય છે એમ અહંકાર માનતો હોય છે જ્યારે નમ્રતાને નંબરનું કોઈ આકર્ષણ હોતું નથી એટલે એને વર્તુળ પર ચાલવામાં કોઈ જ તકલીફ પડતી નથી.
અને છેલ્લી વાત.
અહંકાર રેખા પર ચાલતો રહીને ય સદાય રડતો જ હોય છે જ્યારે વર્તુળ પર ચાલતા રહેવા દ્વારા નમતા સદાય પ્રસન્ન જ રહેતી હોય છે. પસંદગીમાં થાપ ખાવા જેવી નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
બોલબાલા દુર્જનતાની જ હોય, સજ્જનતા શાંત રહે એમાં જ એનું ગૌરવ અકબંધ
ખરા સમયે મૂર્ખ બનવું એ પણ કળા છે
મકરંદ દવેની આ પંક્તિઓ: મન હો મારા, સૌ દોડે ત્યાં એકલું થોભી જા. જગ આખું જ્યાં લોભમાં હાલે જાય વેગે અન્યાયની ચાલે પરસેવાનાં બિંદુ મનવા ! સૌ વચાળે ધારતું ભાલે, એકલું થોભી જા . વિપદ ઘોર ચોમેરથી વળે, વેણ બધે ઉપહાસનાં મળે મેલહીણી કો કાળ મનવા ! કઠણ પળ, પ્રાણ ઉજળે એક પરોવી જા. ઠેસ એકાદે હામ જે ખોતાં લાલચુ જીવને હિત જે જોતાં તેમને કાજે અડગ મનવા ! નેણને લ્હોતાં, પાપને ધોતાં, એકલું મોભી થા.
સભા કાગડાઓની હોય અને એમાં ભૂલમાં હંસ આવી ચડ્યો હોય તો ય એ મૌન રહે છે તો જ પોતાનું સ્વમાન સાચવી શકે છે. દેડકાઓ ચારે ય બાજુ ડ્રાંઉં ડ્રાંઉ કરતા હોય અને એ સમયે ભલે ને આંબાની ડાળ પર કોયલ બેઠી હોય, એ કાંઈ જ નથી બોલતી તો જ એનું ગૌરવ સચવાઈ રહે છે. મૂર્ખાઓની જોરદાર ભાષણબાજી થઈ રહી હોય અને ત્યાં ભૂલમાં આવી ચડેલ પંડિત સંપૂર્ણ મૌન રહે છે તો જ એનું સ્વમાન સચવાઈ રહે છે.
સંદેશ સ્પષ્ટ છે.
બહુમતી દુર્જનોની જ હોય, પુણ્યહીન સજ્જન મૌન રહે એ જ ઉચિત છે. ટોળું પાગલોનું જ હોય, શાણપણ એ સમયે નિષ્ક્રિય રહે એ જ ઉચિત છે. સમૂહ વ્યભિચારીઓનો જ હોય, સદાચારી એકલો રહી જાય એમાં જ એનું હિત છે.
અલબત્ત,
મૌન રહેવાનો, નિષ્ક્રિય બની જવાનો, શાંત થઈ જવાનો યાવત જાણી જોઈને મૂર્ખ બનવાનો સમય ઓળખવા માટે દૃષ્ટિનો એવો ઉઘાડ નથી, દર્શન ઉપરછલ્લું જ છે, વૃત્તિ તુચ્છ છે, મન ઉતાવળિયું અને અઘરું છે તો એ સમય ઓળખાતો નથી. માણસ આવેશમાં આવી જઈને બોલી નાખે છે, સક્રિય બની જાય છે, ડહાપણ પ્રદર્શિત કરવા લાગે છે અને સરવાળે નુકસાનીને આમંત્રણ આપી બેસે છે.
તમને ખ્યાલ છે?
બૉલર તરફથી આવતા લલચામણા બૉલને જે બૅટ્સમૅન સમજી ન શકવાના કારણે રમવા જાય છે એ બૅટ્સમૅન પોતાની વિકેટ ગુમાવી બેસે છે. આકર્ષક પ્રલોભનની ખતરનાકતાને ન ઓળખી શકવાના કારણે જે સાધક એ પ્રલોભન સામે ઝૂકી જાય છે એ સાધક પોતાની સાધનાની મૂડીને ગુમાવી બેસે છે. “સેલ'નાં પાટિયાને જોઈને જે માણસ ઉતાવળો થઈને માલ ખરીદી લે છે, એ માણસને આગળ જતાં મન ભરીને પસ્તાવાનો વખત આવે છે. સમય-સ્થળ-સંયોગ-વ્યક્તિને જોયા-જાણ્યાસમજ્યા વિના જે વ્યક્તિ પોતાનું ડહાપણ ડહોળવા જાય છે એ વ્યક્તિને રાતે પાણીએ રોવાનો વખત આવે છે.
આવો, માત્ર આંખને જ ખુલ્લીન રાખીએ, દૃષ્ટિને પણ વિકસિત કરતા જઈએ. માત્ર જ પરિણામને જ ન જોઈએ, પરિણામ પાછળ રહેલ અપાયને પણ જોતા રહીએ. માત્ર લક્ષણ તરફ જ નજર ન ઠેરવીએ, લક્ષણ પાછળ રહેલ કારણને પણ પકડતા રહીએ, માત્ર સુખ-દુ:ખને જ ન જોઈએ, હિત-અહિતને પણ સમજતા રહીએ. જો આ બાબતમાં સફળ બનતા રહેશું તો જીવનમાં ‘રાતા પાણીએ રોવાના’ દિવસો અનુભવવાના કે જોવાના લગભગ નહીં આવે !
Page #48
--------------------------------------------------------------------------
________________
નમ્ર બનો નહિતર ગુલાંટ ખાઈ જશો
ખલીલ જિબ્રાનની આ પંક્તિઓ :
શાણપણ રડતું નથી.
તત્ત્વજ્ઞાન હસતું નથી
મહાનતા બાળકો સામે નમતી નથી તેનાથી મને વેગળો રાખજો.
વાવાઝોડું ભલેને પ્રલયકાળનું ફૂંકાય છે, વરસોથી ટટ્ટાર ઊભેલાં વૃક્ષો તૂટી જાય છે અને નેતર ટકી જાય છે. કારણ? વૃક્ષો ઝૂકતા નથી, નેતર ઝૂકી જાય છે.
ધોધમાર વરસાદ ભલે ને પર્વતના શિખર પર પડે છે. શિખર કોરું રહી જાય છે અને પર્વતની તળેટીની નજીક રહેલ ખાડાઓ ભરાઈ જાય છે. કારણ? શિખર ભરેલું હોય છે, ખાડાઓ ખાલી હોય છે.
વૃક્ષની સૂકી ડાળી ભલે ને ગમે તેટલાં વરસોની જૂની છે. વાળવા જતાં એ તૂટી જાય છે અને બાવળનું લીલું દાતણ ભલે ને નાનું છે. એને વાળી દેવામાં કોઈ જ તકલીફ પડતી નથી. કારણ ? ડાળી સૂકી છે, દાતણ લીલું છે.
ક્ષેત્ર ચાહે સંસારનું છે કે અધ્યાત્મનું છે, ટકી જવાનો, ભરાઈ જવાનો અને સમ્યફ દિશામાં વળી જવાનો એક જ માર્ગ છે. ઝૂકી જાઓ. ખાલી થઈ જાઓ. કોમળ બન્યા રહો. ભૂલેચૂકે જો અક્કડ રહ્યા, ભરાયેલા રહ્યા, કઠોર બન્યા રહ્યા તો તૂટી જતાં, વિલીન થઈ જતાં, ગુલાંટ ખાઈ જતાં વાર નહીં લાગે.
અલબત્ત,
સજ્જન અને દુર્જનને, બંનેને સાથે રાખીને આપણે જીવન પસાર કરવું પડતું નથી. પાણીને અને આગને સાથે લઈને આપણે મુસાફરી કરવી પડતી નથી. અત્તરને
અને વિષ્ટાને સાથે રાખીને આપણે કોઈને મળવા જતા નથી પરંતુ બુદ્ધિને અને હૃદયને સાથે રાખીને જ આપણે જીવન જીવવું પડે છે, તકને અને લાગણીને સાથે રાખીને જ આપણે જીવન પસાર કરવું પડે છે અને આમાં ખરી મુશ્કેલી એ છે કે બુદ્ધિને અક્કડ રહેવામાં રસ છે, જ્યારે હૃદયને ઝૂકતા રહેવામાં આનંદ આવે છે. તકન દલીલબાજીમાં રસ છે જ્યારે લાગણીને સમર્પિત થઈ જવામાં રસ છે. બુદ્ધિ જીવન સફળ કેમ બને, એની ચિંતામાં વ્યસ્ત રહે છે જ્યારે હૃદય જીવન સરસ કેમ બને, એનાં આયોજનો કરતું રહે છે.
આ સ્થિતિમાં નમ્ર બન્યા રહેવું, એ સહેલું તો નથી જ પરંતુ નમ્ર બન્યા રહેવામાં જ મજા છે એ સત્યને શ્રદ્ધાનો વિષય બનાવવાનું ય સહેલું નથી.
જોઈ લો વર્તમાન સંસારને ક્યાંય ઝૂકવાની વાત નથી, ઝૂકી જવાનું વાતાવરણ નથી. નમ્ર બન્યા રહેવાની સલાહ નથી, નમ્રતાનું સન્માન નથી.
એક જ વાત છે. ઝૂકો નહીં, ઝઝૂમતા રહો. સહો નહીં, સામનો કરતા રહો. સ્વીકારો નહીં, પ્રતિકાર કરતા રહો. સાંભળો નહીં, સંભળાવતા રહો. દિલને નહીં, દલીલબાજીને જ મહત્ત્વ આપતા રહો. હાથમાં ફૂલ નહીં, પથ્થર જ રાખતા રહો. શાસ્ત્રો પર નહીં, શસ્ત્રો પર જ વિશ્વાસ રાખતા રહો.
પરિણામ આંખ સામે છે.
રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વાતાવરણમાં અવિશ્વાસ છે. રાજ્ય-રાજ્ય વચ્ચે કડવાશનું વાતાવરણ છે. શહેર-શહેર વચ્ચે ઉશ્કેરાટ છે. ગામ-ગામ વચ્ચે તંગદિલી છે. કોમકોમ વચ્ચે વૈમનસ્ય છે. સમાજ-સમાજ વચ્ચે વિખવાદ છે. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વિસંવાદ છે. પરિવાર-પરિવાર વચ્ચે તનાવ છે. અરે, વ્યક્તિ ખુદ હતાશ છે, એશાંત છે, અસ્વસ્થ છે.
વિકલ્પ ? એક જ છે. નમ્ર બન્યા રહો. ઝૂકતા રહો. સ્વીકાર કરતા રહો. કોઈ તાકાત તમને તોડી નહીં શકે.
Page #49
--------------------------------------------------------------------------
________________
મૂર્ખ માણસોમાં ડાહ્યા હોવું એ ગુનો છે
U_25
કહો, સતીત્વ કહો કે સંતત્વ કહો, એ સદ્ગુણો જ તો આપણને માણસના ખોળિયે શેતાન બની જતા અટકાવે છે ને ! એ સદ્ગુણો જ તો પ્રાપ્ત દુર્લભ એવા માનવ જનમને સફળ કરી આપે છે ને ! એ સગુણો જ તો આત્માની પરલોકમાં સદ્ગતિ નક્કી કરી આપે છે ને!
પણ,
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: હું તો જોતો જ રહી ગયો. સ્વાર્થની વાત આવી તો એ ૧૮૦° ફરી ગયો. મેં કીધું : ભલા માણસ... તો કે : કયો માણસ ? એ તો મરી ગયો. મને મારા કાન પરથી વિશ્વાસ ઊઠી ગયો. થયું આ. . . પણ...મારું કરી ગયો ! ને ૪૫° તાપમાન ભર ઉનાળે હું બરફની જેમ ઠરી ગયો.
ગાંડાઓની હૉસ્પિટલમાં સૌથી વધુ દુઃખી માણસ કોણ ? એ પ્રશ્નનો જવાબ વિના વિલંબે આપવો હોય તો કહી શકાય કે “ડૉક્ટર !' એ પોતે ડાહ્યો છે અને એને સતત ગાંડાઓની વચ્ચે રહેવાનું છે. ગાંડાઓનું ગાંડપણ એ જોઈ નથી શકતો અને એ પોતે ગાંડાઓ જેવું ગાંડપણ દાખવી નથી શકતો. કમાલની કરુણતા તો એ સર્જાય છે કે ગાંડાઓનો સમૂહ એ ડૉક્ટરને જ ‘ગાંડા’માં ખતવતો હોય છે. પોતે બધા જ ડાહ્યા અને પોતાને ડાહ્યા બનાવવાનો પ્રયાસ કરનાર ડૉક્ટર ગાંડો જ !
સંદેશ સ્પષ્ટ છે.
ગાંડાઓ વચ્ચે ડાહ્યો દુઃખી છે. દુર્જનો વચ્ચે સજ્જન દુઃખી છે. નાગાઓ વચ્ચે શાણો દુઃખી છે. વેશ્યાઓ વચ્ચે સતી દુઃખી છે. પાપીઓ વચ્ચે ધર્મી દુઃખી છે. કાંટાઓ વચ્ચે ફૂલ દુઃખી છે. ગટર વચ્ચે ગંગાજળની હાલત ખરાબ છે. શેતાનો વચ્ચે સંત દુઃખી છે.
અલબત્ત,
આવા દુ:ખીઓમાં આપણો નંબર લાગી જાય એ આપણું પરમ સદ્ભાગ્ય જ હોઈ શકે. કારણ કે ડહાપણ કહો કે શાણપણ કહો, સજ્જનતા કહો કે ધાર્મિકતા
વ્યથા સાથે કહેવું પડે એમ છે કે આપણે પીડા વેઠ્યા વિના જ ધર્મજન્ય પુરસ્કારના સ્વામી બન્યા રહેવા માગીએ છીએ. કષ્ટોની ગરમીમાં તપ્યા વિના જ આત્મસુવર્ણને શુદ્ધ કરી દેવાના મનોરથો સેવી રહ્યા છીએ. તકલીફોને અપનાવ્યા વિના જ જગતના ચોગાન વચ્ચે ‘સારા’નું સર્ટિફિકેટ પામી જવાના અભરખા કરતા રહીએ છીએ.
દુ:ખ આવે છે અને ધર્મનો રસ્તો છોડી દેવાના વિચારનું મન શિકાર બની જાય છે. કષ્ટો આવે છે અને મન સદ્રના રસ્તેથી પીછેહઠ કરી દેવા તૈયાર થઈ જાય છે. પાપીઓ જલસા કરતા દેખાય છે અને મનની ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં કડાકો બોલાવા લાગે છે. નાલાયકોને માન-સન્માન મળતા દેખાય છે અને મનનું લાયકાત પ્રત્યેનું આકર્ષણ તૂટવા લાગે છે.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જે ધર્મીને પાપીનું સુખ ગમવા લાગે છે એ ધર્મીનો ધર્મ જોખમમાં મુકાઈ જાય છે. તપસ્વીને ખાનારાનું સુખ ગમવા લાગે પછી એનો તપ ક્યાં સુધી ટકવાનો? બ્રહ્મચારીને સંસારીનું સુખ ગમવા લાગે પછી એનું બ્રહ્મચર્ય ક્યાં સુધી ટકવાનું ? સંતોષીને શ્રીમંત સુખી લાગે પછી એનો સંતોષ ક્યાં સુધી ટકવાનો? સતીને વેશ્યાનું સુખ આકર્ષવા લાગે પછી એના સતીત્વની સ્મશાનયાત્રા નીકળી જતા કેટલી વાર લાગવાની ?
સાવધાન !
ધર્મજન્ય, સગુણજન્ય, સમાધિજન્ય પ્રસન્નતા સતત અનુભવતા રહો. પાપીનું એક પણ સુખ તમને આકર્ષી શકશે નહીં,
૯
Page #50
--------------------------------------------------------------------------
________________
ન્યાય કાયદાને વફાદાર રહે છે,
સત્યને નહીં.
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : ત્રીજા વિશ્વયુદ્ધ પહેલાં મહાસત્તાઓએ નક્કી કર્યું કે કેટલાક શબ્દોને શબ્દકોશમાંથી દેશવટો આપવો. વિધવા, અનાથ, કરુણા... એમનું માનવું છે કે યુદ્ધ દરમિયાન આ શબ્દો હંમેશાં આડા આવે છે.
ન્યાય જો સત્યને પણ વફાદાર ન રહેતો હોય તો પ્રેમ અને કરુણાને વફાદાર તો રહે જ શેનો ? અને જે ન્યાયમાં પ્રેમ અને કરુણા ગેરહાજર જ હોય એ ન્યાય આનંદદાયક તો બની જ શી રીતે શકે ?
મીઠાઈની મજો જો એમાં સાકર હાજર હોય તો જ અનુભવાય છે, જીવનની મજા જો હાથમાં પૈસા હોય તો જ અનુભવાય છે, નદીની સાર્થકતા જો એમાં પાણી હાજર હોય તો જ લાગે છે તો ન્યાયની મજા પણ જો એ પ્રેમયુક્ત અને કરુણાયુક્ત હોય તો જ અનુભવાય છે.
અલબત્ત, નગ્ન વાસ્તવિકતા આ છે કે ન્યાય નિષ્ફર જ હોય છે. કોમળ તો સમાધાન જ હોય છે. ન્યાય ગુનાની સજા થાય એ પક્ષમાં હોય છે જ્યારે સમાધાન ગુનેગારને માફી આપી દેવાના પક્ષમાં હોય છે. ન્યાયમાં એક ઘરે કદાચ અજવાળું થતું પણ હશે પરંતુ બીજા ઘરે તો અંધારું થઈને જ રહે છે જયારે સમાધાનમાં તો બંને ઘરે અજવાળું થઈને જ રહે છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે દુર્જનો જગત પર અન્યાય કરતા રહે છે,
સરકાર, સમાજ અને સંગઠનો એ અન્યાયની સામે ન્યાયની હિમાયત કરતા રહે છે જ્યારે સદ્ગૃહસ્થો, સજ્જનો અને ધર્માત્માઓ સમાધાનના રસ્તાને જ પસંદ કરતા હોય છે.
બીજાની વાત આપણે પછી કરશું. પહેલાં જાતને પૂછી લઈએ. આપણને રસ શેમાં છે? અન્યાય કરતા રહેવામાં ? ન્યાય માગતા રહેવામાં કે પછી સમાધાનના રસ્તે કદમ માંડતા રહેવામાં?
સાચું કહું?
સ્વાર્થ ઘવાતો હોય છે ત્યારે અથવા તો સ્વાર્થ પુષ્ટ થવાની સંભાવના દેખાય છે ત્યારે આપણે અન્યાય આચરવા તૈયાર થઈ જઈએ છીએ. સામો જ્યારે ગુનેગાર હોય છે ત્યારે આપણે ન્યાય માટે આગ્રહ કરતા હોઈએ છીએ અને આપણે પોતે જ જ્યારે અપરાધી હોઈએ છીએ ત્યારે સમાધાનની માગણી કરતા હોઈએ છીએ.
આવી ત્રેવડી નીતિ ધરાવતા મનમાં પ્રસન્નતા પ્રતિષ્ઠિત થઈ જાય? અસંભવ ! અંતઃકરણમાં નિર્દોષતા પ્રતિષ્ઠિત થઈ જાય? અસંભવ ! હૃદયમાં મૈત્રીભાવ ધબકતો રહે? અસંભવ ! આત્મા સદ્ગતિગામી બની જાય ? અસંભવ !
આવો,
બાહ્ય નુકસાન જે પણ વેઠવું પડે એ વેઠી લઈએ. અહંકારનું બલિદાન દેવું પડતું હોય તો દઈ દેવા તૈયાર રહીએ પણ અન્યાય આચરવાથી તો દૂર થઈ જઈને જ રહીએ. કોક સંયોગોને આધીન બની જઈને ન્યાયની માગણી કરવી પણ પડે તો ય પ્રેમરહિત કે કરુણારહિત ન્યાય પર તો પસંદગી હરગિજ ન ઉતારીએ. અને સમાધાન માટે મનને હંમેશ માટે તૈયાર રાખીએ.
અન્યાય-ન્યાય વચ્ચે અટવાયેલા આજના જગતને જોઈ લો. ક્યાંય પ્રસન્નતામસ્તી કે શાંતિ જોવા મળતી નથી. હવે તો સમાધાન પર પસંદગી ઉતારી દઈએ ! સમાધિ તો ટકી જ રહેશે પણ મન સદાય હળવાશની અનુભૂતિથી તરબતર બન્યું રહેશે !
100
Page #51
--------------------------------------------------------------------------
________________ વાક્યના ગર્ભમાં રહેલ રહસ્યોનું ઉદ્ઘાટન દારૂ સેવનના નુકસાનના અનુભવ પછી ય દારૂડિયો જ્યારે દારૂ પીવા દોડે છે ત્યારે આપણને એની આ બાલિશતા પર દયા આવી જાય છે. ક્રોધ સેવન પછી દુ:ખી થવા છતાં ય ક્રોધાંધ વ્યક્તિ જ્યારે પુનઃ ક્રોધ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે આપણને એની આ બેવકૂફી પર હસવું આવી જાય છે. પરંતુ જીવનમાં સંખ્યાબંધ ભૂલો કર્યા પછી, એ ભૂલોનાં નુકસાનો અનુભવ્યા પછી ય આપણે એની એ જ ભૂલો જ્યારે દોહરાવવા તૈયાર થઈ જઈએ છીએ ત્યારે શિષ્ટ પુરુષો આપણી આ મૂર્ખાઈ પર ભારે વ્યથા અનુભવતા હોય છે. ઉપદેશ સાંભળ્યા પછી ય આપણે કદાચ ન સુધરીએ એ બને, ઉદાહરણ જોયા પછી ય આપણે ન સુધરીએ એ પણ બને પણ, અનુભવ થયા પછી ય જો આપણે સુધરવા તૈયાર નથી તો પછી આપણે સુધરશું ક્યારે ? અનેક વ્યક્તિઓના અનેક વખતના અનુભવોના અર્કરૂપે સર્જાયેલ કહેવતો પરનું આગવું વિવેચન એટલે જ વાત કરો છો?” અહીં કેટલાંક ઉપદેશાત્મક, કેટલાંક સંદેશાત્મક, કેટલાંક વ્યંગાત્મક, કેટલાંક અનુભવાત્મકે, કેટલાંક તથ્યાત્મક વાક્યો પર મેં મારા મંદક્ષયોપશમાનુસાર વિવેચન કર્યું છે. અલગ અલગ પુસ્તકોમાં વાંચવામાં આવેલ આ વાક્યો પોતાના ગર્ભમાં ગજબનાક રહસ્યો સંઘરીને બેઠા હોય એવું મને લાગ્યું અને મને એના પર કલમ ચલાવવાનું મન થઈ ગયું. એમાંથી સર્જાયું આ લખાણ. સાવ નાનકડું અને મામૂલી લાગતું એક વાક્ય આપણને વિચારતા કરી મુકે એવા રહસ્યો જ્યારે આપણી સમક્ષ રજૂ કરી દે ત્યારે આપણા મુખમાંથી શબ્દો સરી પડે કે ‘શું વાત કરો છો ?" બસ, એ હિસાબે જ આ લખાણના સંગ્રહનું નામ રાખ્યું છે, શું વાત કરો છો ?" પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઈ ગયું હોય તો હું એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ