SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ માઠા ખબર વીજળી વેગે જાય USE) પોતાના મસ્તકના દર્દમાં કોઈ રાહત મળતી નથી. સામી વ્યક્તિએ દેવાળું કાઢી નાખ્યાની જાહેરાત કરતા રહેવાથી પોતાની ફસાયેલ ઉઘરાણી પાછી આવી જતી નથી. સામાના ઘરમાં પડી રહેલ મરેલા ઉંદરની જાહેરાત કરતા રહેવાથી પોતાના ઘરમાં રહેલ કચરો દૂર થઈ જતો નથી. સામી વ્યક્તિના જીવનમાં રહેલા દોષો અત્ર-તત્ર-સર્વત્ર પ્રગટ કરતા રહેવાથી પોતાના જીવનમાં રહેલ દોષો ઓછા થઈ જતા નથી ! એક વાતનો ખ્યાલ છે? આ જગતમાં કેટલાક એવા પુરુષો હોય છે કે જેઓ અન્યના દોષોને અલગ અલગ સ્થળે પ્રગટ કરતા રહે છે પણ ગુણાકાર કરતા રહીને અર્થાતુ દોષો સામાં હોય છે પાંચ અને તેઓ સામામાં જાણે કે પચાસ દોષો હોય એ રીતની જાહેરાત કરતા રહે અમર પાલનપુરીની આ પંક્તિઓ : શબ્દમાં તો યુદ્ધ છે, શબ્દમાં છે પ્રેમ પણ, શબ્દમાં વિશ્વાસ છે, શબ્દમાં છે વ્હેમ પણ : શબ્દ શીખવાડ્યો મને, શબ્દ હું શીખી ગયો શબ્દ બોલાવ્યો મને, શબ્દ હું બોલી ગયો પણ શબ્દના ઊંડાણને જ્યાં ભૂલમાં ભૂલી ગયો કેટલો હું છીછરો, ક્ષણ મહીં ખૂલી ગયો. ખબર નહીં પણ આ હકીકત છે કે માણસ અન્યનું જે પણ નબળું જુએ છે, જાણે છે કે સાંભળે છે એને પોતાની પાસે જ ન રાખી મૂકતાં એને શક્ય એટલી વધુ ઝડપથી ફેલાવતો જ જાય છે. અને દુઃખદ આશ્ચર્ય આમાં પાછું એ છે કે એણે જે પણ નબળું જોયું, જાણ્યું કે સાંભળ્યું છે એ સાચું છે કે નહીં, એની એ ચોકસાઈ પણ કરતો નથી. પરિણામ એ આવે છે કે ગટરનું ઢાંકણું ખોલી દેનાર જેમ આખા ગામનું આરોગ્ય બગાડી મૂકે છે તેમ અન્યના જીવનની નબળી વાતો સર્વત્ર ફેલાવનાર સમાજના માનસિક આરોગ્યને ખતરામાં મૂકી દે છે. પ્રશ્ન એ છે કે મન આવા તુચ્છ આનંદ પાછળ પાગલ કેમ બન્યું રહે છે? મનને આવી ગંદી રમતોનું આકર્ષણ કેમ રહ્યા કરે છે? નબળી વાતોના પ્રસાર વિના એ બેચેનીનો અનુભવ કેમ કર્યા કરે છે ? જવાબો આ પ્રશ્નના કદાચ અનેક હોઈ શકે છે પરંતુ મુખ્ય જવાબ એ છે કે માણસ અન્યની નબળાઈઓને જાહેર કરતા રહેવા દ્વારા એમ પુરવાર કરવા માગતો હોય છે કે આ નબળાઈઓ મારામાં તો નથી જ. અર્થાતુ, હું બીજાઓ કરતાં ઘણો સારો છું અથવા તો ઓછો ખરાબ છું ! પણ, કોણ સમજાવે માણસને કે સામી વ્યક્તિના કૅન્સરની જાહેરાત કરતા રહેવાથી જ્યારે કેટલાક પુરુષો એવા હોય છે કે જેઓ સામાના દોષોને સરવાળા કરતા રહીને સર્વત્ર જાહેર કરતા રહે છે. દોષો સામામાં હોય છે ત્રણ અને તેઓ પાંચ દોષો હોય એ રીતની જાહેરાત કરતા રહે છે પણ, કેટલાક પુરુષો એવા હોય છે કે જેઓને સામાના દોષો પ્રગટ કરવામાં રસ જ નથી હોતો. કદાચ કારણવશાત્ પ્રગટ કરવા પણ પડે છે તો ય કાં તો તેઓ બાદબાકી કરતા રહીને પ્રગટ કરતા હોય છે અને કાં તો ભાગાકાર કરતા રહીને પ્રગટ કરતા હોય છે ! અધમાધમ કક્ષા છે ગુણાકાર પુરુષોની, અધમકક્ષા છે સરવાળા પુરુષોની. મધ્યમ કક્ષા છે બાદબાકી પુરુષોની જ્યારે ઉત્તમકક્ષા છે ભાગાકાર પુરુષોની. આપણો નંબર શેમાં ?
SR No.008939
Book TitleShu Vaat Karo Cho
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size167 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy