Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
Catalog link: https://jainqq.org/explore/005962/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તે સાધક-સાધના છે સંક્લન - બ્ર. નિ. શ્રી રસિકભાઈ ( એક મુમુક્ષ તરફથી ભેટ છે ૦ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ ૭ | સોભાગપરા - સાયલા-૩૬૩૪૩૦. જિ. - સુરેન્દ્રનગર ફોનઃ (૦૨૭૫૫) ૨૦૫૩૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધક – સાધના સંક્લન - બ્ર. નિ. શ્રી રસિકભાઈ • એક મુમુક્ષ તરફથી ભેટ છે • શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા - સાયેલા-૩૬૩૪૩૦. જિ. - સુરેન્દ્રનગર ફોનઃ (૦૨૭૫૫) ૨૦૫૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન સમિતિઃ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ શ્રી રાજ સોભાગ આશ્રમ સોભાગ પરા, સાયલા-૩૬૩૪૩૦. જિ. સુરેન્દ્રનગર ફક્ત સભ્યો માટે પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ પ્રાપ્તિ સ્થાન: શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ શ્રી રાજ સોભાગ આશ્રમ સોભાગ પરા, સાયલા-૩૬૩૪૩૦. જિ. સુરેન્દ્રનગર કિંમત : સદુપયોગ મુદ્રક: નૈષધ પ્રિન્ટર્સ, મ્યુનિ. સ્કૂલ પાસે, નારણપુરા ગામ, અમદાવાદ-૧૩. ફોન : ૭૪૯૧૬૨૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ (પ્રસ્તાવના આ પુસ્તકમાં સાધકને સાધનામાં ઉપયોગી વાતોનું સંકલન કરવામાં આવ્યું છે. તે સંકલન વાંચી, વિચારી સાધક પોતાના જીવનને તેના અનુરૂપ બનાવવા પ્રયત્નશીલ બનશે તો ચોક્કસ સાધના માર્ગમાં સહેલાઈથી આગળ વધવા પુરૂષાર્થી બની શકશે. આ પુસ્તક વાંચી કોઈપણ મુમુક્ષુ આગળ વધશે તો મહેનત કરી લેખે લાગશે. આ પુસ્તક છપાવવા માટે મદદ કરનાર મુમુક્ષુનો આભાર માનવામાં આવે છે. લી. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા Page #5 -------------------------------------------------------------------------- ________________ # વિચાર તો પામ -શ્રીમદ્ રાજચન્દ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. સાધનાના પરિબળો આરાધ્ય, આરાધના, આરાધનાના ઉપકરણ, ઉપાસ્ય, ઉપાસના, ઉપાસક એમ છ છે. આરાધ્ય તો અરિહંત ભગવંત કહેવાય. તેમના પ્રત્યે અહોભાવ પ્રગટવો જોઈએ. જેથી સમાપત્તિની પ્રાપ્તિ થાય છે. સમાપત્તિ એટલે અરિહંત તુલ્યતાની પ્રાપ્તિ. “સ્વયં અરિહંત છું” આ રીતે ધ્યાન દ્વારા અરિહંતની સ્પર્શના થાય તે સમાપત્તિ. એમ ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ છે. આરાધનાની વિધિ, યાતના, અપ્રમત્તત્તા, શક્તિ અનિગૂહન સૂત્રાર્થમાં ઉપયોગ, મુદ્રા, અનુમોદના આમાં ઉત્સાહ કેળવવો, આપણી આરાધના એવી હોવી જોઈએ કે જેને જોઈ બીજા પણ આરાધનામાં ઉત્સાહથી જોડાય; જેથી સૌભાગ્ય – આદેય નામકર્મ ઉદયમાં આવે. આરાધનાના ઉપકરણો પ્રત્યે પણ અહોભાવ રહેવો જોઇએ. તેના પ્રત્યે મૂર્છા ન હોવી જોઇએ. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર માટેની આરાધનાના કોઇપણ ઉપકરણો પ્રત્યે અહોભાવ કેળવવો જોઈએ. ઉપાસના સદ્ગુરૂની કરવાની છે એટલે કે ગુરુ આપણા માટે ઉપાસ્ય છે. ઉપાસનામાં અહોભાવ એટલે ગુરૂઆજ્ઞાને જીવનમાં વણી લેવી. ગુરુની જે કોઇપણ વાત હોય તે આપણા માટે જીવનમાં ઉતારવા માટે જ હોય છે. વિનય, ભક્તિ સાથે ગુરૂકુળમાં રહેવું તેનાથી ઉપાસના યથાર્થપણે થાય છે. ગુરૂ ઉપાસના સાધકને ઝડપથી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. ઉપાસના કરનારમાં હૃદયની સ્વચ્છતા, સ્વસ્થતા, સરળતા, કૃતજ્ઞતા, શ્રદ્ધા, નમ્રતા હોવી જરૂરી છે. દા.ત. ઉગ્ર આરાધના ન કરવા છતાં ગુરૂની નિર્મળ ઉપાસનાના ઉત્કર્ષથી મૃગાવતીજી, પુષ્પાચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, માપતુષ મુનિ વિગેરે ઝડપથી ભવસાગર તરી ગયા. ઉપાસના કરવી Page #7 -------------------------------------------------------------------------- ________________ (૬) તે આપણા હાથની વાત છે એટલે કે સ્વાધીન છે. ઉપાસકો પ્રત્યે અહોભાવ રહેવો જરૂરી છે. જો આ ન હોય તો સાધકમાં યોગ્યતાની ખામી છે એમ હરિભદ્રસુરિજી મ.સા. કહે છે. માટે ઉપાસકો પરત્વે અહોભાવ, પ્રમોદભાવ, ગુણાનુરાગ, આત્મસાત કરવો અનિવાર્ય છે, આવશ્યક છે. સહવર્તી સાધક પ્રત્યે આહોભાવ એટલે એમના કાર્યમાં સહાય કરવી. ઇર્ષ્યા, અદેખાઈ ન કરવી, ગુણાનુરાગ કેળવવો, સ્થિરિકરણ કરવું, વાત્સલ્ય પ્રગટાવવું, ઉપબૃહણા કરવી, અંતરાય ન કરવો, નિંદા ન કરવી અને પ્રશંસા કરવી. શ્રી ઉમાસ્વાતિજી તથા શ્રી હરિભદ્રસૂરિજી તો એમ કહે છે કે “સાધર્મિક આપણે ત્યાં પધારે અને આપણને દુર્ગચ્છા થાય, રોમ રાજી પુલકિત ન થાય તો સમ્યગદર્શનના પણ ફાંફા છે.” આ છ વાતોને યથાર્થ સમજીને આગળ વધવા પુરૂષાર્થી બનવું જરૂરી છે. ૨. ગુરૂનો આક્રોશ પ્રસન્નતાથી સહન કરવાથી નમ્રતા કેળવાય. ગુરૂ વિનય થાય, ગુરુકૃપા પ્રાપ્ત થાય, અનાદયઅપયશ કર્મનો નાશ થાય, કેવળજ્ઞાનની નજીક પહોંચાય, ભવાંતરમાં સદ્ગુરુની પ્રાપ્તિના અંતરાય તૂટે, જ્ઞાનાવરણીય અને મોહનીયનો ક્ષયોપશમ થાય, પરમગુરુની પ્રાપ્તિ નજીકના ભવમાં થાય, સંયમભ્રષ્ટ ન થવાય. ૩. મૌન આત્મસાધના માટે શક્તિની જરૂર પડે છે; શુદ્ધિની જરૂર છે. શુદ્ધિ તથા શક્તિને સાચવવાનો, વેડફાતી બચાવવાનો અને પચાવવાનો Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરવાનો છે. બિનજરૂરી બોલવાથી શરીરની અનેક શક્તિનો નાશ થાય છે. શરીરની સાત સાધુના ક્ષય કરતાં પણ વાણીથી થતો શક્તિનો ક્ષય વધુ નુકસાનકારક છે માટે જરૂરી પણ ઓછું બોલવું. કહેવત છે કે “ન બોલવામાં નવ ગુણ” તેને સતત નજર સામે રાખવી. (૧) મૌન રહેવાથી કોઈને અપ્રિય ન થવાય. (ર) મૌન રહેવાથી અનર્થદંડ, નિંદા, વિકથાથી બચી જવાય. (૩) મૃષાવાદથી બચી જવાય. (૪) મૌનથી વચનસિદ્ધિ ઉત્પન્ન થાય. (૫) આદેયનામકર્મસૌભાગ્ય પ્રાપ્ત થાય. (૬) યશ-કીર્તિ ફેલાય. (૭) મુંગા-બોબડા બનવાનું કર્મ ન બંધાય. (૮) કોઈને માટે મુશ્કેલીરૂપ ન થવાય. (૯) પૂજયોની વાચિક આશાતનાથી બચી શકાય. આ નવ વાતો અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયક થાય છે અને સ્વ-પરની સમાધિ સરળ બને છે. મૌન રહેવાથી સ્વાધ્યાયની રુચિ ઉત્પન્ન થાય છે. જરૂરી વાત પણ વિચારીને વિવેકપૂર્વક પરિમિત્ત શબ્દોમાં મધુર ભાષામાં કહેવી. આથી ભાષા સમિત્તિ, વચનગુપ્તિની આરાધના કરવાથી યોગ્યતા, શક્તિ, આવડત પ્રાપ્ત થાય અને તેના માધ્યમથી મોક્ષમાર્ગે ઝડપથી સ્વપરને આગળ વધારવાનું અખંડ અદ્વિતીય સૌભાગ્ય પ્રાપ્ત થાય. ૪. સમાધિ - સમાધિ પામવી હોય તો નીચેની વાતો આપણામાં છે કે નહીં તેનો વિચાર કરવો. ૧. પોતાની ભૂલની ક્ષમાપના કરવી. ૨. ભૂલનો સ્વીકાર કરવો. ૩. ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું લક્ષ રાખવું. ૪. બીજાની સાધનામાં અંતરાય ન થાય તેમ વર્તવું. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૮) ૫. બીજાને શક્ય હોય તેટલી સાધનામાં મદદ કરવી. ૬. સહન કરવાની ટેવ પાડવી. ૭. હિતકારી અને પરિમિત વાણી બોલવી. આ બાબતોને આપણા જીવનમાં આત્મસાત્ કરવાની જરૂર છે. સમાધિ પ્રાપ્ત થવાના કારણો આ પ્રમાણે છે. ૧. કર્મ વિજ્ઞાનની યથાર્થ સમજણ, ૨. ધીરજ-વૈર્ય, ૩. વિશુદ્ધ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય સંકલેશ થાય તેવા પરિણામ-સંયોગને હઠાવે છે. જ્યારે કર્મ વિજ્ઞાનની સમજણ અને ધીરજ પ્રતિકૂળ સંયોગમાં પણ સમાધિ પ્રગટાવવાનું કાર્ય કરે છે. વિશુદ્ધ પુણ્ય માટે શાલિભદ્રને યાદ કરો અને કર્મ વિજ્ઞાન અને ધીરજ માટે મયણા, સનતકુમાર ચક્રવર્તી વગેરેને યાદ કરવા. દશવૈકાલિકમાં ચાર પ્રકારના સમાધિ ના કારણો કહ્યા છે. ૧. વિનય, ૨. શ્રત, ૩. તપ અને ૪. આચાર. વિનય વગેરે ચારેય સમાધિના કારણ છે. આ ચારેયના રહસ્યને સમજીને તે પ્રમાણે આચરણ કરવાથી સમાધિ પ્રગટે. કાયા અને અંતઃકરણ પૂજ્ય પ્રત્યે ઝૂકે તે વિનય સમાધિ. સૂત્ર અને તેના અર્થ તેમજ તેના રહસ્યને જાણી તેને જીવનમાં વણી લઈએ તે શ્રુતસમાધિ. કાયા વડે તપ તેમજ આત્મા પર લાગેલા કર્મને ખપાવે, ખંખેરે, નિર્જરા કરે તે તપ સમાધિ. બાહ્યતા સાથે ઇચ્છા નિરોધ ભળે તો તે તપ સમાધિ બને. વચન અને કાયા પંચાચાર પાલનમાં મસ્ત બને તે આચાર અને સાથે મન પણ પંપાચાર પાળવામાં ભળે તો તે આચાર સમાધિ. ગુરૂદેવ આપણને વિનય અને શ્રુત વગેરેમાં જોડી શકે પણ તેનું સમાધિમાં રૂપાંતર કરવા માટે આપણો યથાર્થ પુરૂષાર્થ હોવો જરૂરી છે. આ સમજી સમાધિ પ્રાપ્ત કરીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૯) ૫. વિદ્વાન, પંડિત, જ્ઞાની વિદ્વાન ૧. શાસ્ત્રના અર્થની વ્યાખ્યાને ઓળખે તે વિદ્વાન. ૨. નિરંતર શાસ્ત્રનો અભ્યાસ કરવાથી વિદ્વાન થઈ શકાય. ૩. વિદ્વાન શાસ્ત્રને લંબાવી શકે. ૪. વિદ્વાનની સ્મૃત્તિ તેજદાર હોય. ૫. વિદ્વાનની ગતિ આંતરિક કષાયની સ્થિતિને અનુલક્ષી થાય. ૬. શાસ્ત્રોનો ઉપરછલ્લો અભ્યાસી વિદ્વાન થાય. ૭. વિદ્વાન સ્વાર્થી હોય છે. ૮. વિદ્વાન પ્રભુની સામે હોય છે. ૯. વિદ્વાન દયાને પાત્ર છે. ૧૦. વિદ્વાન શાસ્ત્રના શબ્દાર્થને જ પકડે છે. ૧૧. વિદ્વાન બીજા સાથે વાદવિવાદમાં ઉતરે છે. ૧૨. વિદ્વાન બ્રેય અર્થની માહિતીવાળો હોય છે. ૧૩. વિદ્વાન બુદ્ધિને જ કેન્દ્રમાં રાખી વર્તે છે. ૧૪. વિદ્વાન શ્રુતની પાછળ દોડે છે. પંડિત ૧. શંકા-કુશંકાના નિરાકરણપૂર્વક શાસ્ત્રના અર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પીછાણે તે પંડિત. ૨. માર્ગદર્શક પાસેથી શાસ્ત્રાભ્યાસ કરવાથી પંડિત થઇ શકાય. ૩. પંડિત પાસે ઉંડાણ હોય. ૪. પંડિતની પ્રજ્ઞા સૂક્ષ્મ-ધારદાર હોય. ૫. પંડિત આંશિક સન્મતિ પ્રાપ્ત કરે છે. ૬. પંડિત મધ્યમમાર્ગી હોય છે. ૭. પંડિત પરોપકાર પણ સાધે છે. ૮. પંડિત પ્રાયઃ પ્રભુની સમીપ હોય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ૯. પંડિત પ્રભુની કરૂણાને પાત્ર છે. ૧૦. પંડિત શાસ્ત્ર રચી શકે છે. ૧૧. પંડિત બીજાને સહાયક થાય છે. ૧૨. પંડિત હેય પદાર્થ શોધે. ૧૩. પંડિત પ્રજ્ઞાને કેન્દ્રમાં રાખે છે. ૧૪. પંડિત ચિંતાજ્ઞાન-ચિંતન જ્ઞાનની પાછળ દોડે છે. જ્ઞાની ૧. શાસ્ત્રના પરમાર્થને, ગૂઢાર્થને, તાત્પર્યાર્થને, રહસ્યાર્થને, ગુપ્તાર્થને સમજે, સ્વીકારે તે મુજબ જીવન બનાવે તે જ્ઞાની. ૨. ગુરુકૃપા વડે અભ્યાસ કરવાથી આત્મજ્ઞાની થઇ શકાય. ૩. જ્ઞાની પાસે શાસ્ત્રો પારદર્શકપણે હોય. ૪. જ્ઞાનીની સ્વાનુભૂતિ આનંદ સાથે હોય. ૫. જ્ઞાનીને પરમગતિ-પરમજ્ઞાન પરમગુરુની પ્રાપ્તિ થાય છે. ૬. જ્ઞાની અનુભવજ્ઞાની હોય છે. ૭. નિયમથી જ્ઞાની પરમાર્થને પ્રગટાવે છે. ૮. જ્ઞાની તો પ્રભુમય હોય છે. ૯. જ્ઞાની પ્રભુકૃપાનું પાત્ર છે. ૧૦. જ્ઞાની સ્વયં જીવંત શાસ્ત્ર છે. ૧૧. જ્ઞાની બીજાને સ્વાનુભૂતિ તરફ દોરે છે. ૧૨. જ્ઞાની પાસે ઉપાદેય પરમાર્થનો બોધ હોય છે. ૧૩. જ્ઞાની આજ્ઞાને કેન્દ્રમાં રાખે છે અને તે પ્રમાણે વર્તે છે. ૧૪. જ્ઞાની ભાવનાજ્ઞાનને આત્મસાત કરે છે. જ્ઞાની પાસે કર્મ નિર્જરાનો માર્ગ હોય છે. પુણ્યાનુબંધી પુણ્યનું સફળ ઉપાર્જન જ્ઞાની કરે છે, કરાવે છે માટે જ્ઞાની બનવાનું ધ્યેય રાખી આગળ વધવું જોઈએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ૬. ગુરુ-શિષ્ય નિઃસ્વાર્થભાવે શિષ્યના આત્મકલ્યાણને ઇચ્છે અને તેની યોગ્યતા મુજબ તેને આત્મહિતના માર્ગ યોગ્ય ઉપાયો દ્વારા આગળ વધારે તે સાચા ગુરુ. આવા ગુરુ પાસે બિનશરતી રીતે સંપૂર્ણ સમર્પિત હોય, ગુરુ આજ્ઞાને, ઇચ્છાને પાળવા તત્પર હોય, પોતાના તમામ દોષની ગુરુ પાસે મુક્ત મનથી કબુલાત કરી સુધારવાનો પ્રયત્ન કરે તે સાચો શિષ્ય. ૧. વાંચના વગેરેના માધ્યમથી ગુરુની ઇચ્છા જાણીને તે મુજબ જીવન બનાવે તે ઉત્તમ શિષ્ય. ૨. ગુરુના ઉત્તમ જીવનને આદર્શ રાખીને આચાર સંબંધી ગુરુનો વારસો જીવનમાં ઉતારે તે મધ્યમ શિષ્ય. ૩. ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવે, ગુરુ જે આજ્ઞા કરે તે પ્રસન્નતાથી પાળે તે ધ્વન્ય શિષ્ય. ૪. ગુરુની આજ્ઞા સાંભળી મન બગાડીને આજ્ઞા પાળે તે અધમ શિષ્ય. ૫. ગુરુની આજ્ઞા સાંભળવા-સમજવા છતાં પાળે જ નહિ અને સામે દલીલ, ચર્ચા, અવગણના, આશાતના કરે તે અધમાધમ શિષ્ય. આપણી ગણના ૪થા કે ૫માં પ્રકારના શિષ્યમાં ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ૪થા કે ૫માં પ્રકારવાળો ગુરુની આશાતના કરે છે અને બોધનું પરિણમન ન થાય તેવા ચીકણા કર્મ બાંધે છે. તાત્વિક ગુરુકૃપા પામવી હોય તો ઉત્તમ શિષ્યના લક્ષણો આપણામાં પ્રગટાવવા પડશે. આપણે પત્થર જેવા કે રેતી જેવા શિષ્ય બનવાનું નથી. જેમ પત્થર ઉપર વરસાદ વડે પણ તે ભીંજાય નહિ તેમજ રેતી ભીંજાય પણ તેમાંથી કાંઇ વિશિષ્ટ પાક લઇ શકાય નહીં. આપણે તો કાળી માટી જેવા શિષ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૨) બનવા પ્રયત્ન કરવો. જેમ કાળી માટી વરસાદથી ભીંજાય, પોચી થાય, પાણીનો સંગ્રહ કરે અને વિશિષ્ટ પાક પણ લઈ શકાય તેવી જ રીતે ઉત્તમ શિષ્ય ગુરુની હિતશિક્ષા અને વૈયાવચ્ચથી વિશિષ્ટ કક્ષાના ગુણો મેળવવા-પ્રગટાવવા ભાગ્યશાળી બને છે. ગુરુની પ્રત્યેક હિતશિક્ષાને જીવનમાં ઉતારવી તે જ સાચું ગુરુ બહુમાન છે. ગુરુકૃપાના પાત્ર થવાનો ઉત્તમ રસ્તો છે. ઉત્તમકક્ષાના શિષ્ય ઉપર સહજ ભાવે ગુરુકૃપા નિરંતર વરસતી જ હોય છે. જેટલા અંશે ગુરુની ઇચ્છા, આજ્ઞાનું ઉત્સાહપૂર્વક પાલન કરીએ તેટલા અંશે ગુરુકૃપા પ્રાપ્ત થાય. તન, ધન છોડીને શિષ્ય થવાય, પણ સાચા શિષ્ય તો મનને છોડવાથી થઈ શકાય છે. મન ગુરુને સમર્પિત કરવામાં નડે છે. ૧. ગુરુના કડક વચનો. ૨. ઠપકો, ૩. ગુરુના દિલમાંથી નીકળી જવાનો ભય, ૪. ગુરુના પ્રતિકૂળ વચનોને સ્વીકારવાનો અભાવ, પ. પોતાના ગુરુને યથાર્થપણે સ્વીકારવાની તૈયારીનો અભાવ. આ પાંચ મલિન તત્ત્વો હટે તો જ આપણું મન મુક્તપણે સદ્ગરને સોંપી શકાય. ગુરુના કડક વચનો અને ઠપકો પ્રસન્નતાથી સહન કરવાથી ૧. અહં તુટે છે. ૨. વિનય પ્રગટે છે. ૩. આત્મા નિર્મળ બને છે. ૪. ભવાંતરમાં પણ સદ્ગુરુની પ્રાપ્તિના યોગ પ્રાપ્ત થાય છે. ૫. જ્ઞાનાવરણિય અને મોહનીયનો ક્ષયોપશમ થઈ ક્ષય થાય છે. ૬. સાધના કરવાનું બળ પ્રાપ્ત થાય છે. ૭. નિર્મળ બ્રહ્મચર્ય પાળવાનું સામર્થ્ય પ્રગટે. ૮. ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. ૯. અનેક પ્રકારના નુકસાનોથી બચી શકાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ગુરુના હૃદયની ગંભીરતા આપણી તુચ્છ બુદ્ધિમાં સમજાતી ન હોવાથી ગુરુને મન સોંપવામાં કચવાટ થાય છે. આ કચવાટને દૂર કરવા ગુરુના ઉપકાર, ઉદારતા, ગંભીરતા, કરુણા, પરોપકારવૃત્તિ વગેરે ગુણોને નજરમાં રાખવા. અનુભવી જ્ઞાનીના વચનો સ્વીકારવાથી ગલત, કટુ અનુભવથી થનારા નુકશાનથી બચી શકાય છે. આ સમજણ બરાબર હોય તો પોતાની દૃષ્ટિએ પ્રતિકુળ લાગતા ગુરુ વચનો સહર્ષ સ્વીકારવાની તૈયારી થાય. આપણું હિત ગુરુના હાથમાં છે, ગુરુના કરુણાથી સભર હૈયે વસેલું છે. તેથી ગુરુના ચરણે મન સમર્પિત કરી દેવાથી ૧. આપણા જીવનમાં ઉત્સાહનો પ્રકાશ આત્મરૂપી સૂર્યમાંથી પ્રગટે છે. ૨. સર્વત્ર આનંદ જ અનુભવાય. ૩. સાધનાની સાચી મસ્તી પ્રગટે. ૪. સત્ત્વભાવમાં ઉછાળો આવે. ૫. અંતરાયો દૂર થાય. ૬. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૭. અલ્પ પુરૂષાર્થે આત્મકલ્યાણ થાય. સાધકનું ધ્યેય સમાધિ પ્રાપ્ત કરવાનું જ છે. આથી સમાધિમય જીવન બનાવવાનું લક્ષ રાખીને સાધના ચાલવી જોઈએ, પણ તેમાં કોઈ પક્કડ કે આગ્રહ આવી ન જાય તે ખાસ લક્ષ રાખવાનું છે. સાધનાના કોઈ પણ પ્રકારમાં આગ્રહ થવાથી અસમાધિ આવી ન જાય તે માટે ગુરુની આજ્ઞા મુજબ જ આરાધના-સાધના કરવાની છે. જે સાધના કરતાં અંદર આપણી ઇચ્છા, આગ્રહ ભળે તે સાધનામાં શ્રદ્ધા ટકવી, વધવી સરળ છે, પણ ગુરુની આજ્ઞા જે પ્રમાણે સાધના કરવાની હોય અને આપણને તે પસંદ ન હોય તો તેમાં શ્રદ્ધા કે રુચિ આવવી મુશ્કેલ છે. ગુરુની ઇચ્છા Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કે આજ્ઞા ઉપર ઉત્પન્ન થતી શ્રદ્ધા તાત્ત્વિક-સાત્ત્વિક બને છે. તેઓની આજ્ઞા મુજબ સાધના કરવાથી જ મન સ્ફટિક જેવું નિર્મળ અને પારદર્શક બને છે, મલિન વિચારોના કુંડાળામાંથી બહાર નીકળી શકાય છે, કલેશથી પર થઈ શકાય છે. જેનામાં નમ્રતા હોય અને વિનીતપણું હોય તે સામાન્યપણે સમર્પિત જ હોય. સાચો શિષ્ય આંબાના ઝાડ જેવો છે, કેરી આવે તેમ આંબો ઝુકે, તેમ સાધના પર્યાય, પુણ્ય, શક્તિ, જ્ઞાન વિ. વધતાં શિષ્ય ગુરુ પ્રત્યે વધારે સમર્પિત બને. સમર્પણ ભાવ દઢ બને તો જ મનને કાબુમાં લઈ શકાય છે. ગુરુ તો રસ્તો બતાવે, પણ આપણી તાસીર તો આપણે જ પુરૂષાર્થ દ્વારા બદલવી પડે છે. ગુરુના કોઇપણ વચનને અપ્રધાન કરવું તે ગુરુની આશાતના છે. આ આશાતના સાધનાને ખતમ કરી નાખે છે. આશાતના કરવી તે શ્રદ્ધા હીનતાની જ નિશાની છે, તેથી ભાવ મલિન થઈ જાય. (૭) ભાવ પ્રગટાવો : દ.વૈ. સૂત્રના નવમાં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે “જે ભાવને જોડે તે મોક્ષની નજીક જાય અને જે ભાવને તોડે તે મોક્ષથી દૂર જાય.” આરાધના માર્ગે આગળ વધતા ૧. પ્રતિકૂળતા આવે અને ભાવ તુટે તો મોક્ષ આપણાથી દૂર થાય. નિયમ ગ્રહણ કર્યા પછી. (૨) પસ્તાવો થાય. (૩) દુર્ગચ્છા ભાવ આવે. (૪) ઉત્સાહ તુટી જાય. (૫) નિયમ ભંગ કરવાનું મન થાય. (૬) નિયમમાં છૂટછાટ લેવાનું મન થાય. (૭) કડવા શબ્દ સાંભળવા મળે તો મન ખિન્ન થાય. આવા બધા ચિન્હો પોતાના આરાધભાવને તોડવાના છે. પણ (૧) ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનો આરાધકભાવ ટકાવી રાખે, મજબૂત કરે, પસ્તાવો ન કરે, આરાધનાની અનુમોદના કરે, Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ઠપકો સાંભળી પોતાની ભૂલ સુધારી લે, મન ખિન્ન ન થાય તો આરાધક ભાવ ટકી રહે. (૨) આમ કરીને ગુરૂને પણ ઉત્સાહમાં રાખી શકાય, જેથી ગુરૂકૃપા આપણા પર વરસતી રહે. (૩) બીજાની આરાધનાની ઉપબૃહણા કરી તેનો ઉત્સાહ વધારે, વાત્સલ્ય દ્વારા બીજાનું સ્થિરીકરણ કરે, આરાધનામાં સહાય કરે, બીજાના અંતરાય-વિક્ષેપને દૂર કરે, નિઃસ્વાર્થ ભાવે સ્વાધ્યાય કરાવે, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વિગેરેની વૈયાવચ્ચ કરે તો બીજાના ભાવને સંવાર્યા કહેવાય. આમ જે વર્તે તે પ્રાયઃ ત્રીજા ભવે મોક્ષે જાય. માટે આ વાતો યાદ રાખી પરમપદને નીકટ આણવા પ્રયતશીલ રહીએ. ૮. જાતને ઓળખો વાતવાતમાં ઓછું લાગે - ખોટું લાગે તે બળતણિયો સ્વભાવ કહેવાય. જો આપણે સમાધિ પ્રાપ્ત કરવી છે તો તેનો સરળ માર્ગ એ છે કે આપણા કરતાં વધુ તકલીફવાળા જીવોને નજર સમક્ષ રાખવા જેથી મનના પરિણામમાં બગાડો ન થાય. મનનો બગાડો સમાધિ પ્રાપ્ત થવા નહીં દે. સાધકે આટલું તો ખાસ યાદ રાખવું જોઈએ. ૧. આહારની બાબતમાં કે બીજી જરૂરીયાતો માટે મન ઉકળાટ ન અનુભવે તે જોવું. - ' ૨. માન-સન્માનની ઇચ્છા ઊભી ન થવા દેવી. ૩. બુદ્ધિ, લબ્ધિ, શક્તિ, સિદ્ધિ, પુણ્યપ્રભાવની બાબતમાં ક્યારેય ખિન્નતા અનુભવવી નહીં. ૪. દેહાધ્યાસ, નામાવ્યાસ અને કર્માધ્યાસથી પર થવા પ્રયત્નશીલ રહો. દેહાધ્યાસમાં અટકે તે નિયમા મિથ્યાત્વી કહેવાય. જડમાં રમે, ઠરે Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૬) તે મિથ્યાત્વી. ચેતનમાં રમે, રમવાનું ગમે તે સમકિતી, સંયમી કહેવાય. બાહ્યભાવોની અનુકૂળતામાં રમે તે મિથ્યાત્વી, બાહ્યભાવોની પ્રતિકૂળતામાં પણ જે આનંદમાં રહે તે સમકિતી. દેહાધ્યાસ, નામાવ્યાસ અને કર્માધ્યાસ પણ તોડીને મુક્ત બનો. ૯. ગુરુવચન રુચિ | જિનવચન/ગુરુવચનમાં તાત્વિક રુચિ હોય તે બહુ જરૂરી છે. જે ગુરુવચનને છોડી શાસ્ત્ર વચનને પકડે છે તેનો સંસાર વધી જાય છે. ગુણાનુરાગથી ગુરુવચનને સાંભળવા, આદરવા તેમજ પ્રતિકૂળતામાં પણ તેને ન છોડવા તે ઉત્તમ ભૂમિકા છે. “સ્વ-પરનું હિત ગુરુના હૈયે કોતરાયેલ છે” આવું આપણું માનસિક વલણ દઢ હોય તો ગુરુ વચન રુચિ સરળ બને અને તાત્વિક રુચિ હોય તો આરાધના મજબૂત બને, વિનિયોગકારી બને, વિશુદ્ધ પુણ્યજનક થાય. જો આપણને ૧. અનુકૂળ ગુરુવચન ગમે અને પ્રતિકૂળ ન ગમે. ૨. પુણ્યહિન દશામાં ગુરુવચન ગમે અને પુણ્યોદયમાં ન ગમે. ૩. આરોગ્ય હોય ત્યારે ગુરુવચન ગમે અને માંદગીમાં ન ગમે. ૪. મન પ્રસન્ન હોય ત્યારે ગુરુવચન ગમે અને મન ખિન્ન હોય તો ન ગમે. ૫. પોતાની હોશિયારી ન હોય ત્યારે ગુરુવચન ગમે અને હોશિયારી આવે પછી ન ગમે. ૬. પોતાને બોલતા ન ફાવે ત્યાં સુધી ગુરુવચન ગમે અને બોલતા આવડે એટલે ન ગમે. Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૭. ગુરુ ઉપબૃણા કરે ત્યારે ગુરુવચન ગમે અને કડકાઇ કરે ત્યારે ન ગમે. આવા અનેક દાખલા આપી શકાય. જો આમ થાય તો આપણામાં ગુરુવચન રુચિ પ્રગટી નથી પણ સ્વાર્થ રુચિનું જોર ઊભું છે, મોહ રુચિનું જોર ઊભું છે. ગુરુવચનની જિનવચનની તાત્વિક રુચિ પ્રગટાવી પરમપદને પામવા પ્રયત્નશીલ થઈએ. ૧૦. સમાધિ પ્રાપ્ત કરવાના ચાર રહસ્યો ૬.વૈ. સૂત્રમાં વિનય સમાધિના ચાર પ્રકાર બતાવેલ છે. ૧. ગુરુની હિતશિક્ષા સાંભળવી. ૨. ગુરુની હિતશિક્ષા સ્વીકારવી. ૩. પોતાની ભૂલ સ્વીકારવી. ૪. ભૂલ સુધારીને ‘હું વિશુદ્ધ' બનેલ છું તેવું અભિમાન ન કરવું. શ્રવણની શરૂઆત માર્ગાનુસા૨ી ભૂમિકા શ્રવણનો સ્વીકાર તે સમક્તિની ભૂમિકા ભૂલ સુધારવા આત્મસામર્થ્ય ફોરવવું તે સંયમીની ભૂમિકા પોતાની શુદ્ધ સંયમની સ્થિતિનું અભિમાન ન કરવું તે વીતરાગદશાની નજીકની ભૂમિકા છે. દા.ત. અગ્નિશમાં ગુરુની વાત સાંભળવા તૈયાર ન થયો એ માર્ગાનુસારી ભૂમિકાનો અભાવ. જમાલિ વિગેરે ભૂલ સ્વીકારવા તૈયાર ન થયા અને સમક્તિથી ભ્રષ્ટ થયા. અષાઢાભૂતિ વિગેરે ભૂલ સુધારવા તૈયાર ન થયા તો ચારિત્રથી ભ્રષ્ટ થયા. બાહુબલીજી અભિમાનમાં અટવાઇ વીતરાગદશાથી વંચિત રહ્યા હતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮) આનાથી વિપરીત વિચાર કરીએ તો ચિલાતીપુત્ર, અર્જુનમાળી, દૃઢપ્રહારી વગેરે શ્રવણના માધ્યમથી માર્ગાનુસારીની ભૂમિકા નિર્મળ કરી આગળ વધ્યા. ભૂલ સ્વીકારની ભૂમિકાએ ટકી રહેવાથી માષતુષ મુનિ તરી ગયા. ભૂલ સુધારવાની ભૂમિકા વડે આદ્રકુમાર, નંદિષણ, રહનેમિજી વગેરે ભાવચારિત્ર પુનઃ પામી શક્યા. અભિમાન છોડવાની તૈયારી કરતાં જ બાહુબલીજી વીતરાગદશા પામી તરી ગયા. શ્રવણ વગેરે પ્રત્યેક વિનય સમાધિને મજબૂત રીતે પકડવાથી છેક કેવળજ્ઞાન સુધી જીવને પહોંચાડે છે. દા.ત. ગુરુમુખેથી જગદ્ગુરુના ગુણવર્ણનના શ્રવણથી ૧૫૦૩ તાપસોમાંથી ૫૦૧ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેશનાના શ્રવણથી અનંતા જીવોને કેવળજ્ઞાન થયેલ છે. ભૂલ સ્વીકારની ભૂમિકાને દૃઢ રીતે પકડવાથી ચંડરુદ્વાચાર્યના શિષ્યને, અઇમુત્તામુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂલ સુધારવાની ભૂમિકાએ દૃઢ રીતે પહોંચવાથી અષાઢાભૂતિ, મૃગાવતીજી વગેરેને કેવળજ્ઞાન થયું. માટે આ ચાર વિનયની વાતો યાદ રાખી તે પ્રમાણે કરવાથી આપણી સાધના આગળ વધતી રહે. ૧૧. સાધકના જીવનનું ઘડતર ૧. સાધકની જરૂરીયાત એવી હોવી જોઇએ કે સામાન્ય સંજોગોમાં પણ મળી રહે. ૨. સાધક એવી કોઇ ક્રિયા ન કરે જેથી સાધન-શરીર પરેશાન કરે. અથવા બીજાને બોજારૂપ થઇ પડે એવી ટેવ ન પાડે. ૩. પોતાની વિશેષ આવશ્યકતા હોય તો પણ ચલાવી લેતા શીખવું પડે. ૪. બીજા માટે ખોટા આલંબનરૂપ ન બની જવાય તેની તકેદારી જરૂરી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ૫. કોઇપણ વસ્તુ પર મૂર્છા કે મમતા કે આસક્તિ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ. ૬. કોઇપણ વસ્તુનો ઉપભોગ કર્યા પછી તેના વખાણ કે અનુમોદના બીજાને ન કરવી. ૭. વસ્તુના ઉપભોગમાં મમતા, લાગણી થઇ જાય તો તેનો પસ્તાવો થવો જોઇએ અને ફરી એવી ભૂલ ન થાય તેનો ખ્યાલ રાખે. જો ઉપરની સાત વાતોમાં બેદરકાર રહીને સાધક તત્વજ્ઞાનની ઊંચી વાતો કરે કે વૈરાગ્યનો દેખાડો કરવા કોઇ ક્રિયા કરે તો સાધક આગળ વધવામાં મુશ્કેલી અનુભવવાનો છે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. માટે સાતેય વાતોમાં ચોક્કસ બની સ્વાધ્યાય, ધ્યાન વિગેરે દ્વારા આત્મગુણો પ્રગટાવવા તૈયાર રહેવું જોઇએ અને મુક્તિપદ તરફ આગળ વધવું જોઇએ. ૧૨. સાધના ગુરુદેવ તો સાધનાનો માર્ગ કૃપા કરી બતાવે પણ સાધના કરવાની જવાબદારી તો શિષ્યની છે. જે સાધનામાર્ગ છે તેની સમજણ ગુરુદેવ આપે પણ તે પ્રમાણે પુરૂષાર્થ તો આપણે જ કરવો પડે. આપણી સાધના ખરી રીતે યોગમાર્ગની સાધના બની જાય તે આપણે જ જોયા કરવાનું છે અને આગળ વધવા પુરૂષાર્થી બનવાનું છે. સંસારભાવોમાંથી કાયા તથા મન બન્ને છુટી જવા જોઇએ. તે જ યોગ સાધના છે. યોગસાધના વગરનો ત્યાગ પાંગળો બની જાય છે. ત્યાગ કરવો એ કર્માધીન છે, સંયોગાધીન છે, પરાધીન છે જ્યારે યોગસાધના એ સ્વપુરૂષાર્થને આધીન છે, સ્વાધીન છે. સાધના કરતાં સંસાર યાદ ન આવે, સંસારના પદાર્થોને ભોગવવાની ઇચ્છા ન જાગે અને સાધનામાં આગળ વધવાનો પુરૂષાર્થ કરવાનો ઉત્સાહ વધ્યા કરે તો સમજવું કે આપણું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨૦) (13) Qualification of self Realisation : (a) Mumukhuta - મુમુક્ષુતા (૨૫૪) (b) Antermukhata-Introversion - અંતઃમુખતા (c) Virakti - વિરક્તી (૫૦૬, ૮૩૩) (d) Parging away of sins - પાપથી પાછા ફરવું ? (e) Right conduct - યોગ્ય વર્તણુક-વિવેક Truth, penance & insight - સત્ય, વૈરાગ્ય અને અંદર જોવાની શક્તિ (f) Preferring Shreyas to Preyas - (The pleasant shreyas deals with spititual affairs - Preyas with mundane matters. (g) Control of Senses & Mind - ઇન્દ્રિયો અને મન ઉપર કાબુ (h) Purification of mind - મનને શુદ્ધ કરવું (i) The necessity of a satguru - સદ્ગુરુની જરૂરીયાત (1) Atma’s Grace on Ownself - Viveka, Vairagya - આત્માની આત્મા ઉપર પ્રસન્નતા-વિવેક અને વૈરાગ્ય દ્વારા ૧૪. મન - એક સમસ્યા જો મન જગત પ્રત્યે આંધળું, બહેરું અને મુંગુ બની જાય તો સાધના બરાબર આગળ વધતી રહે, સાધનાની મસ્તી માણી શકાય તે માટે મનને દિવાલ જેવું બનાવવું કે જેથી તેમાં જગતના કોઈપણ દ્રવ્ય, ગુણ, પર્યાયનું પ્રતિબિંબ ન પડે, તો સમાધિની પ્રાપ્તિ થઈ શકે. સાધકે ખાસ યાદ રાખવાનું છે કે વિજાતીય પ્રત્યે આકર્ષણ ન થાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૨૧) જીભ સ્વાદ તરફ ન જાય, નહીંતર તે ક્યાં ફેંકાઇ જશે તેની તેને જાણ પણ નહીં થાય. પરમાત્મા, ગુરુદેવ, સશાસ્ત્ર વચન, ગુણોસભર વ્યક્તિ, ઉપાસના જયણા, અપ્રમતતા વગેરે બાબતમાં જેનું મન કેમેરા જેવું બની જાય તે ઉત્તમ સાધક કહેવાય. માટે મનને નુકસાનકર્તા ભાવોમાં જવા ન દેતા શ્રેય તરફના ભાવોમાં રોકવું જરૂરી છે. સાધના જીવન એ મનને ઘડવાની, સુધારવાની પ્રયોગશાળા છે. સાધનાની સફળતા કે નિષ્ફળતાનો આધાર મન ઉપર છે. માટે મનની નબળી વાતો જાણી તેનાથી દૂર થવા પ્રયત્નશીલ બનીએ તો સાધના સફળતાને વરે-પામે. (૧) મનની પહેલી નબળી કડી એ છે કે જેટલું ખરાબ દેખે તે તુરત જીવનમાં ઉતારે છે. આચારની ઢીલાશ, પ્રમાદ, ગારવ વિ. જે કાંઇ દેખે તેને નિઃસંકોચ રીતે પોતાના જીવનમાં ઉતારતા મન વાર નથી લગાડતું. માટે સોબત આપણાથી ચઢિયાતાની કરવી, જેથી સાધનામાં અને સાધકભાવ ખીલવવામાં આપણો ઉત્સાહ વધતો રહે. (૨) મનની બીજી નબળી કડી એ છે કે તેને નબળું જોવામાં જ રસ હોય છે. તેથી આસપાસના સાધકોના દોષ જોઇને મન તેના પ્રત્યે ધૃણા પેદા કરાવે છે. માટે સહવર્તી સાધકોમાં રહેલા વિશેષ ગુણને ઓળખી તેના પ્રત્યે ગુણાનુરાગ, વાત્સ ભાવ કેળવવો. (૩) મનની ત્રીજી નબળી કડી એ છે કે બીજામાં નબળી ચીજ જોઇને તે વ્યક્તિની નિંદામાં મન ઊંડે ઉતરી પડે છે, તેના પ્રત્યે અણગમો, અરુચિ પેદા કરે છે. એવું આ વિચિત્ર મન છે અને બીજાના દોષોને પોતાના જીવનમાં ઉતારવામાં રસ પડી જાય છે. (૪) મનની ચોથી નબળી કડી એ છે કે જેમ પાણી ઢાળ મળે કે નીચે ઉતરી જાય તેમ મન પણ પ્રતિકુળ નિમિત્ત મળે કે મનનો ઉત્સાહ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૨) નીચે ઉતરી જાય. ઉલ્લાસરૂપી શિખરમાંથી તળેટીમાં અને ત્યાંથી ખીણમાં ઉતરી જાય. માટે સાધના કરતાં સેંકડો કષ્ટો આવે તો પણ સાધના છોડવી નહીં કે અટકાવવી નહીં. (૫) મનની પાંચમી નબળી કડી એ છે કે “જેમ પાણી પોતાનો રસ્તો શોધી કાઢે છે; તેમ બગડેલું મન પોતાનું ધારેલું કામ કરવાનો માર્ગ શોધી કાઢે છે.” એ માટે જીવને બળ, પ્રોત્સાહન, લાભ જોવાની દૃષ્ટિ વગેરે પણ મન પોતે જ આપે છે. આથી બચવા વિવેકદૃષ્ટિ, સમર્પણભાવ, સાચા મિત્રની સંગતિ, પ્રાયશ્ચિત કરવાની ટેક, સત્ત્વ વિક્સાવવાનું વલણ વગેરે ઉપર લક્ષ રાખવું. (૬) મનની છઠ્ઠી નબળી કડી એ છે કે “મનના પરિણામ ચંદ્રકળા જેવા છે. ચંદ્રની કળા બીજે દિવસે વધે નહિ તો ઘટે જ. તેમ મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન ન કરીએ તો અવશ્ય કાળક્રમે એ શુભ પરિણામ ઘટે છે.” મનના શુભ પરિણામને વધારવા પ્રયત્ન પુરૂષાર્થ કરવો પડે છે. જયારે ઘટાડો તો પ્રયત્ન વગર જ થઈ જાય છે. જેમકે ઉપરના ગુણ સ્થાનકેથી નીચે ઉતરવા પ્રયત્ન કરવો પડતો નથી જ્યારે નીચેથી ઉપરના ગુણ સ્થાનકે જવા પ્રબળ પુરૂષાર્થ કરવો પડે છે. માટે પ્રતિપળ જાગૃતિ કેળવવી. “સમય ગોયમ ! મા પમાયએ” ઉપદેશનો આ રહસ્યાર્થ છે. (૭) મનની સાતમી નબળી કડી એ છે કે તેના પરિણામમાં ઉછાળો ઘટાડો એકાએક થઈ જાય છે. એક ક્ષણે પુનમના અજવાળા જેવું લાગતું મને બીજી ક્ષણે અમાસ જેવું અંધારું સર્જી દે છે. ત્યારે ક્યારેક અમાસમાંથી પુનમ પણ સર્જી દે છે. માટે મનના વર્તમાનકાલીન શુભ વિચારોને ભરોસે બેસી રહેવાના બદલે પ્રતિક્ષણ જાગૃતિ કેળવવી. થોડીક જાગૃતિ ખોઈ બેસવાથી ઘણું નુકશાન સહન કરવાનું આવ્યાના દાખલા શાસ્ત્રોમાં જોવા મળે છે. દા.ત. દશપૂર્વધર નંદિષેણ મુનિ, હજાર વર્ષ ચારિત્ર પાળનાર કુંડરિક મુનિ, લબ્ધિધારી અષાઢાભૂતિમુનિ, દીર્ઘતપસ્વી Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અગ્નિશર્મા, ધ્યાનનિમગ્ન રહનેમિજી વગેરે શુભ ભાવનાના શિખરેથી પળવારમાં તળેટી, ખીણમાં હડસેલાઈ ગયા માટે રાત્રિદિવસ સગુણોની સમૃદ્ધિ વધારવામાં લાગેલા જ રહેવું. (૮) મનની આઠમી નબળી વાત એ છે કે મનના પરિણામનો બગાડો આધ્યાત્મિક મૃત્યુ લાવી દે છે. મનના પરિણામનો બગાડો ન થાય તે માટે પાપભીરુતા, ભાવનાજ્ઞાન, તત્ત્વદષ્ટિ, જે થાય તે સારા માટે, દરેક પરિસ્થિતિ મારો આત્મવિકાસ-ગુણવિકાસ કરવા માટે જ સર્જાય છે, આ વાતો જીવનમાં વણાઈ જવી જોઈએ. મનના બગાડાની આલોચના કરવી ખૂબ અઘરી છે. માટે મન ન બગડે તેની ખાસ કાળજી રાખવી. (૯) મનની નવમી નબળી નુકસાનકર્તા વાત એ છે કે “મન દોષની સાથે સમાધાન કરે છે અને દુઃખની સાથે સંઘર્ષ કરે છે.” વિષય, કષાય, વાસના, લાલસા, મહત્વાકાંક્ષા, પ્રમાદ, વિકથા, નિંદા વગેરે દોષો ઘૂસી જાય ત્યારે મન તેની સાથે મીઠી કૂણી નજર રાખે છે. એ દોષના સેવન માટે કોઈને કોઈ નિમિત્ત શોધી કાઢે છે અને તેને જવાબદાર ઠેરાવીને દોષ સેવનની આવશ્યક્તા, સકારણતા સિદ્ધ કરવા મન મથામણ કરે છે. જો મારે મારી પરિણતિ સુધારવી હોય તો દોષની સામે બળવો અને દુઃખની દોસ્તી કેળવ્યા વિના છૂટકો નથી, દોષની મિત્રતા બધી સાધનાને ખતમ કરી નાખશે. જ્યારે દુઃખની મિત્રતા સદ્ગુણોને પ્રગટાવવા મદદરૂપ થશે, મોક્ષની નજીક પહોંચાડવા મદદરૂપ થશે. . આ મન વિષેની નવ વાતો વિષે વિચારી તેને દૂર કરી દેવાથી પરમપદ તરફ વહેલા આગળ વધી શકાશે. ૧૫. દોષ અને પરિણામ દોષ પરિણામ ૧. સુખશીલતા - અરણિકમુનિ પતિત થયા. ૨. આહારસંજ્ઞાની પરવશતા - કુંડરીકમુનિ સાતમી નરકે ગયા. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૩. એકાંતમાં વિષય તરફ દૃષ્ટિ - રહનેમિજી પતન તરફ વળ્યા. ૪. લબ્ધિ શક્તિનો ઉપયોગ - અષાઢાભૂતિ મુનિ પતિત થયા. ૫. મદ-અભિમાન(કુળ) - હરિકેશીમુનિ ચંડાળકુળમાં જમ્યા. ૬. સિદ્ધિની તાકાત બતાવતાં - નંદિપેણમુનિ વેશ્યાનો ભોગ . બન્યા. ૭. ગુરુ આશાતનાથી - કુકવાલક ભ્રષ્ટ થયા. ૮. ઈર્ષ્યા ભાવ - સિંહગુફાવાસી મુનિ પતિત થયા. કર્યો. ૯. અસહિષ્ણુતાથી - મરિચિએ સાધુવેશ છોડ્યો. ૧૦. વિજાતીય મમતાભાવથી - આદ્રકુમાર પતિત થયા. ૧૧. ક્રૂર લેશ્યા-દ્વેષથી - કુરુટ અને ઉત્કર્ટ નરકે ગયા. ૧૨. કદાગ્રહથી - જમાલી નિદ્ભવ થયા. ૧૩. ગુરુ પ્રત્યે બળવાખોર - શિવભૂતિએ નવો મત ઊભો માનસથી ૧૪. શક્તિનું પ્રદર્શન કરવાથી - ધૂલિભદ્ર ૧૪ પૂર્વી ન થઈ શક્યા. ૧૫. નબળા ભૂતકાળની યાદનો - વૈયાવચ્ચી નંદિષણ નિયાણ કરી બેઠા. ૧૬. ઉજળા ભૂતકાળની યાદનો - મેઘકુમાર સંયમ છોડવા તૈયાર દોષ થયા. ૧૭. આર્તધ્યાનના લીધે - પાર્શ્વનાથ ભગવંતનોજીવ મરુભૂતિમુનિ હાથી થયા. દોષ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ૧૮. સાધ્વીના વેશમાં કામક્રીડાના - દ્રૌપદીના જીવે નિવાણું કર્યું. - દર્શનથી ૧૯. શુદ્ધ આચોલના ન કરવાથી - રુકિમ અને લક્ષ્મણા સાધ્વીએ પરિભ્રમણ વધાર્યું. ૨૦. બીજાના ગુણાનુવાદ સહન ન - પીઠે અને મહાપીઠે સ્ત્રીવેદ થવાથી બાંધ્યો. ૨૧. માયા કરવાથી - શ્રીમલ્લિનાથના જીવે સ્ત્રીવેદ નિકાચિત કર્યો. ૨૨. ક્રોધને વશ બનવાથી - અગ્નિશર્માએ ઘોર તપશ્ચર્યા નિષ્ફળ બનાવી. ૨૩. માન-અભિમાનથી - બાહુબલીજનું કેવળજ્ઞાન અટકી ઉભું રહ્યું. ૨૪. ખાનાર પ્રત્યે દ્વેષ કરવાથી - કુરગડુ મુનિના સહવત ચારેય ઘોર તપસ્વી સાધુઓની વિતરાગદશા રોકાઈ ગઈ. ૨૫. જીભ-સ્વાદમાં આસક્ત - મંગુ આચાર્ય ગટરના યક્ષ થયા. થવાથી ૨૬. ભૂલ ન સ્વીકારી ક્રોધને વશ - કૌશિક સાધુ-ભવોતરમાં થવાથી ચંડકૌશિક થયા. * ૨૭. સંસારભાવો પ્રત્યે મમતા - પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ૭મી નરકને ઉગવાથી યોગ્ય કર્મદલિક ભેગા કર્યા. ૨૮. ગુરુવચનની અવગણના કરીને - ખંધકસૂરિ વિરાધક બની અગ્નિકુમાર થયા. - ૨૯. ચક્રવર્તીની સ્ત્રીની વાળની - સંભૂતિમુનિએ નિયાણું કરી લટના સ્પર્શથી સંયમ સાધના પાંગળી કરી નાખી. જતાં Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ૩૦. શિષ્ય બનાવવાના લોભમાં - મરિચિ (ભ. મહાવીરનો જીવ)એ ઉત્સુત્ર ભાષણ દ્વારા ૧ કોડાકોડી સાગરોપમી સંસાર વધારી દીધો. ૩૧. પરસ્પરની મમતાને લીધે - પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ૨૧ ભવ સુધી ઉગ્ર વિશુદ્ધ સાધના - કરવા છતાં મુક્તિ ન પામી શક્યા. ૩૨. બાહુબળ બતાવવાની ભૂલથી - વિશ્વભૂતિ (ભ.મહાવીરનો જીવ) નિયાણું કરી ૭મી નરકે પહોંચી ગયા. દરેક દષ્ટાંત ઉપર વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ઉગ્ર સાધના કરવા છતાં એક એક ભૂલ થવાથી કર્મ સત્તાએ કેવા પછાડી દીધા. માટે આપણી સાધનામાં આવી ભૂલો – દોષો ન થાય તેની જાગૃતિ રાખવા જેવી છે. ૧૬. આત્મ વિકાસના પગથીયા ૧. આત્મસ્વરૂપ જિજ્ઞાસા હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? મારા સહજ ગુણનું સ્વરૂપ શું છે? આવી જિજ્ઞાસા જાગે તો સ્વરૂપ જિજ્ઞાસાનો પ્રારંભ થાય. પરરૂપ જિજ્ઞાસા મટે તો જ સ્વરૂપ જિજ્ઞાસા તાત્ત્વિક બને; બાકી તે બૌદ્ધિક કે વાચિક બને. ૨. આત્મસ્વરૂપ બોધઃ જડના સ્વરૂપનો પોતાના સ્વરૂપમાં આરોપ કરવો તે ભ્રાંતિ છે. જડના સ્વરૂપનો બોધ રાગદ્વેષનો મોહ પેદા કરી ચેતન સ્વરૂપનો બોધ આવરે છે. આમ જડ સ્વરૂપનો બોધ આત્મસ્વરૂપને અટકાવનાર હોવાથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરીને અબ્રાંત એવા આત્મ સ્વરૂપનો બોધ પ્રગટાવવાનો છે. તે પ્રગટે તો અનંત જ્ઞાન Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૭) દર્શન-ચારિત્રરૂપ, અખંડ આનંદ સ્વરૂપ મારો આત્મા અજર, અમર, અછેદ્ય, અભેદ્ય, અવિનાશી છે. આવો આત્મસ્વરૂપ વિષયક સ્પષ્ટ નિર્મળ બોધ પ્રગટાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. ૩. આત્મસ્વરૂપ રુચિ : જડ પદાર્થો સડન-પાન-ગલન વિધ્વંસન સ્વરૂપ છે એવું જાણી જડ પ્રત્યેથી રુચિ હટાવીએ તો આત્મસ્વરૂપની રુચિ પ્રગટ થાય. કોઇપણ ક્રિયા કરતાં એ ખ્યાલ રાખવાનો છે કે દિવસે દિવસે મારી આત્મસ્વરૂપ રુચિ વધતી જાય છે કે નહીં. ૪. આત્મસ્વરૂપ પ્રતીક્ષા : આત્મસ્વરૂપ રુચિ જાગે એટલે સ્વરૂપપ્રતીક્ષા આવે. મારા દોષોનો ક્ષય ક્યારે થશે? નિષ્કષાયી દશા ક્યારે પ્રગટ થશે ? વિ. વિચારો ઉપર વિચાર કરતાં આત્મસ્વરૂપ પ્રતીક્ષા ઉદ્ભવે. બાહ્ય જગતમાં તો જેની પ્રતીક્ષા કરો તે મળે એવો નિયમ નથી. અધ્યાત્મ જગતમાં જેની પ્રબળ રુચિ-પ્રતીક્ષા હોય તે મળ્યા વિના રહે નહિ. બાહ્ય જગતની વસ્તુ તો પોતાના ઉદય અનુસાર પ્રાપ્ત કે અપ્રાપ્ત થવાની છે. જ્યારે આત્મસ્વરૂપ પ્રતીક્ષા તો આત્માને નિર્મળ-અનાવૃત્ત બનાવવાથી જ પ્રાપ્ત થાય. એ જ તેને મેળવવાની રીત છે. જે રીત ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે. ૫. આત્મસ્વરૂપ પ્રતીતિ : શાસ્ત્રના માધ્યમથી કે ગુરુ ઉપદેશથી આત્મ સ્વરૂપનો બોધ થઈ શકે; પરંતુ તેનાથી પ્રતીતિ ન થાય. આત્મસ્વરૂપની પ્રતીતિ-અનુભૂતિ માટે તો ચિરકાલીન સ્વરૂપ પ્રતીક્ષાને આત્મસાત્ કર્યા વિના છૂટકો નથી. ખાતા, પીતા, ઉઠતાં, બેસતાં, ચાલતાં સતત નિર્મળ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની પ્રતીક્ષા, ઝંખના, આતુરતા હોય તો અને એ અનુરૂપ ગુરુકૃપા થાય તો સાધના દ્વારા પ્રગટ થાય. અનુભૂતિ એ જ તાત્ત્વિક સમ્યગ્ દર્શન છે. મુક્તિનો દરવાજો છે. પરમકૃપાળુ દેવ કહે છે કે : જબ જાન્યો નિજરૂપકો, તબ જાણ્યો સબ લોક; નહિ જાણ્યો નિજરૂપકો, જો જાણ્યો સબ ફોક. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૮) જ્યારે જીવ પોતાના સ્વરૂપને ઓળખી લે છે ત્યારે એમ કહેવાય કે તેણે આખા લોકનું જ્ઞાન કરી લીધું, પણ જો પોતાના સ્વરૂપને જાણ્યું નહિ તો આખા લોકનું જાણપણું નકામું જાય છે. સંસાર પરિભ્રમણ રૂપ થાય છે. નિજસ્વરૂપની પ્રતીતિ થાય પછી વર્તન વલણ-દેદાર, સ્વભાવ વ્યવહાર બધું જ આપોઆપ બદલી જાય. પછી તૃષ્ણા, ઈર્ષા, દીનતા, * ભયભીતતા, તુચ્છતા, લુચ્ચાઈ, અજ્ઞતા વગેરે આપણને સ્પર્શી ન શકે. આત્મસ્વરૂપ પ્રતીતિ થાય. એટલે આત્મા અવર્ણનીય, કલ્પનાતીત આનંદને પ્રાપ્ત થાય છે. અને તે આત્મા ઉન્નત, ઉત્તમ, ઉદાત્ત, ઉદાર, ઉદાસીન, ભૂમિકામાં સ્થિત થાય છે. ૬. આત્મસ્વરૂપ રમણતા : પોતાના જ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં, નિજાનંદમાં, ક્ષાયિક ગુણ વૈભવમાં સ્થિરતા, મગ્નતા દ્વારા પૂર્ણતાનો અનન્ય અનુભવ સાધક કરે છે. આ જ સમ્યફ ચારિત્રયોગ છે. પુદ્ગલ સ્વરૂપ રમણતા મટે ત્યારે જ આત્મસ્વરૂપ રમણતા તાત્ત્વિક બને. પુદ્ગલ રમણતા હોય ત્યાં સુધી નિજવરૂપ રમણતા બનાવટી હોય, ભાવચારિત્ર ન હોય, અથવા અત્યંત મંદ હોય. આ છ પગથીયાનો વિચાર કરીને સાધનામાં આગળ વધવા પુરૂષાર્થ કરીએ. ૧૭. વિવેક સાધક માટે વિવેક એ પ્રધાન ગુણ છે. બધા જ ગુણોનો રાજા વિવેક છે. વિવેક હોય તેનામાં તાત્પર્યાર્થિને મેળવવાની યોગ્યતા, પ્રજ્ઞાપનીયતા, વૈરાગ્ય, મધ્યસ્થતા, કર્મનિર્જરા કરવા જેવા અનેક ગુણો હોય છે. વિવેક વડે, જ ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું સંતુલન જાળવી શકાય. વિવેક વડે અપવાદ સેવન દ્વારા પણ ઉત્સર્ગ પાલન સાધ્ય, કર્મ નિર્જરા વગેરે લાભો પ્રાપ્ત થાય. વિવેક હોય તો જ્ઞાન અને ક્રિયાનું સમતોલપણું જાળવી શકાય. Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સમક્તિને નિર્મળ બનાવનારા, સાધના માર્ગમાં સ્થિરીકરણ, વાત્સલ્ય ઉપબૃહણા વિ. આચારો યથાર્થપણે કરવાનો વિચાર વિવેકી પાસે જ હોય છે. સંયોગો જોઇ કઇ સાધના લાભકારી છે ? તેનો વિચાર કરીને આરાધના માટે ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, પ્રગટાવવાનું તો વિવેકી જ કરી શકે. પ. પૃ. દેવ પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે કે, જ્યાં જ્યાં જે યોગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ ८ આ કડીમાં પણ એમ જ કહે છે કે જે વિવેકી હોય તે યથાર્થ સમજે અને તે જ આત્માર્થી થવા યોગ્ય છે એટલે કે જ્યાં જ્યાં જે યોગ્ય હોય તેને તે આદરે. વિવેક વગર કરવામાં આવતી સાધના યથાર્થ ફળ આપી શકતી નથી. માટે વિવેક દ્રષ્ટિ ખીલવવા પુરૂષાર્થી બનવું જોઇએ. ૧૮. વૈરાગ્ય અને સમ્યાન સાધક જ્ઞાનગુણને જેટલો વધારે ખીલવે તેટલું સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર વધારે નિર્મળ બને. સમ્યગ્ દર્શન ચારિત્રમાં પ્રાણ પૂરવા માટે જ જ્ઞાનયોગ સાધવાનો છે. જ્ઞાન સાથે સરળતા ગુણ ખીલેલો હોવો જોઇએ, તો જ્ઞાન ક્યારેય નુકસાનકારક ન બને. દા.ત. નિહ્નવો પાસે જ્ઞાન હોવા છતાં સરળતા ન હોવાથી તેઓ થાપ ખાઇ ગયા. જ્ઞાન ઓછું હોય તો વાંધો નહીં, તેથી મોક્ષમાર્ગમાં આગળ વધવાનું અટકી જતું નથી. પણ તે જ્ઞાન સાથે જો રાગદ્વેષ ઊભા રહ્યા હોય તો મોક્ષમાર્ગ અટકે છે. સરળ ન હોય, સમર્પિત ન હોય તેવા જીવોને યોગ્યતા પ્રમાણે જ કહેવામાં આવે અને જ્ઞાનનો બોધ આપવામાં આવે. જો શાસ્ત્રો ભણીને રાગદ્વેષ વધારવાના જ હોય તો ભણવાનો મતલબ શું ? ગુણસ્થાનક ક્રમારોહણ ઉપર વિચાર કરીએ તો પણ ૧૦મા ગુણસ્થાનકે રાગદ્વેષ-મોહનીયનો ક્ષય થયા પછી જ ૧૨મા ગુણસ્થાનકના છેડે કેવળજ્ઞાન પ્રગટે છે અને સાધક ૧૩માં ગુણસ્થાનકે પહોંચે છે. માટે Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સમ્યજ્ઞાન મેળવવાની પાત્રતા કેળવવા માટે રાગદ્વેષ ઘટાડવા પ્રયત્ન કરવો. સમક્તિ અને ચારિત્ર નિર્મળ બને, રાગદ્વેષ ઘટે, સરળતા, સમર્પિતતા આવે તો જ જ્ઞાનયોગ સફળ બને. બાકી શાસ્ત્ર પણ શસ્ત્ર બની જાય. આમ ન બને તેને માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આપણામાં સ્થિર કરવો જરૂરી છે. શેય પદાર્થની જાણકારી ઓછી હોય તો ચાલે, પરંતુ હેય, ઉપાદેય પદાર્થની તાત્ત્વિક જાણકારી પૂરેપૂરી જોઇએ કે જેથી વૈરાગ્ય યથાર્થપણે પ્રગટાવી શકાય. જેમ વૈરાગ્ય વધે તેમ વીતરાગતાની નજીક પહોંચાય. માટે સતતપણે આંતરિક વૈરાગ્યને વધારતા જ રહેવું, એ સાધકનું કર્તવ્ય છે. વૈરાગ્યથી મનની સ્થિરતા આવે છે. આપણી જરૂરીયાતો ઓછી રાખવાથી વૈરાગ્યમાં વધારો કરી શકાય છે. કહેવત છે કે “ખોરાક, ઊંઘ અને બોલવાનું - આ ત્રણને જેટલા ઘટાડીએ તેટલા ઘટે અને વધારીએ તેટલા વધે.” સાધકે સંગ્રહ વૃત્તિ ઘટાડવી કારણકે સંગ્રહવૃત્તિ પુણ્યના અવિશ્વાસ તરફ ખેંચી જાય છે, સત્ત્વહીન બનાવે છે. આસક્તિ તૃષ્ણામાં ખેંચી જાય છે, રાગ તીવ્ર કરે છે, વૈરાગ્યહીન બનાવે છે. વિષય આકર્ષણની જેમ સંગ્રહવૃત્તિ પણ વૈરાગ્યહીનતાની નિશાની છે. વૈરાગ્ય ઘટે તેમ સ્વાધ્યાયની રુચિ, શક્તિ ઘટે અને અહંકાર વધે અને અહંકાર વધે તેમ પ્રશંસાની ભૂલ વધે. જે નુકસાનકર્તા થઇ પડે. ગુરુ સાથે ક્યારેય પણ સંઘર્ષમાં ઉતરવાની ભૂલ સાધકે કરવાની નથી કારણ કે તે તો નુકસાનનો ધંધો છે. સાધક નુકસાનીનો ધંધો કરવા તૈયાર ન હોય. સાધના કરતાં ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ ચડિયાતો હોવો જોઇએ. તેના દ્વારા જ સાધક સહેલાઇથી આગળ વધી શકે. ગુરુ પ્રત્યે સમર્પિતભાવ ન હોય તે શુદ્ધ આલોચના પણ ન કરી શકે. કાયા વડે થયેલા પાપનું પ્રાયશ્ચિત કરવું સહેલું છે પણ મનના સ્તરે થયેલા પાપનું પ્રાયશ્ચિત કરવું ખૂબ ખૂબ કઠણ છે. મનના સ્તરે થયેલા પાપોની Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૧) આલોચના કર્યા વિના મોક્ષમાર્ગે આગળ વધવા નીકળેલ જીવ રાગના દાવાનળમાં શેકાય છે, બળે છે. વૈરાગ્યને તીવ્ર અને ઉજજવળ બનાવવા સાધકે નીચેની વાત ધ્યાનમાં રાખવાની છે. ૧. પારકી પંચાત કરવી નહિ. ૨. જાત વડાઇમાં પડવું નહિ. ૩. આપણી પ્રશંસામાંથી જૂઠાણું શોધી કાઢવાની કળા અને આપણી નિંદામાંથી સત્યને પકડી જાત સુધારવાની કળા આવડે તો વિતરાગદશાની નજીક પહોંચી શકાય. જૂના ચીકણા અનુબંધ તુટે. ૪. પુરૂષાર્થ વગર વૈરાગ્ય પ્રાપ્ત ન થાય અને ગુણસમૃદ્ધિ વિના અશુભ અનુબંધો રવાના ન જ થાય. જો આમ ન થાય તો ગ્રંથિભેદ, સમક્તિ પ્રાપ્તિ વગેરે અશક્ય પ્રાયઃ બની જાય. ૫. સમજણના ઘરમાં રહેવું. * ૧૯. દોષોની વણઝાર સાધક જો સાધના કરવામાં નીચેના દોષોનું સેવન કરે તો સાધના યથાર્થપણે આગળ ન વધે. ૧. ઓછી કરે, ૨. સાધના કરવાના ભાવમાં ગિરાવટ આવે, ૩. પ્રમાદ થઈ જાય, ૪. ઉત્સાહ મંદ થતો જાય, ૫. બીજા સાધકો પ્રત્યે અહોભાવની લાગણી ન થાય, ૬. સાધર્મિક ભક્તિમાં અણગમો અથવા રુકાવટ આવે, ૭. ગુરુ પ્રત્યેના બહુમાનમાં ઘટાડો થતો જાય, ૮. વૈયાવચ્ચ, જિનેશ્વરની ભક્તિમાં ઉલ્લાસ ઓછો થતો જાય, ૯. આવશ્યક ક્રિયામાં ન્યૂનતા આવે, ૧૦. સદાચારી નિયમો-વર્તનમાં ઘટાડો થાય, ૧૧. વૈરાગ્ય, સ્વાધ્યાય જયણામાં ઓટ આવે, ૧૨. પ્રતિકુળતામાં મક્કમતા તૂટતી જાય. તેમજ મુમુક્ષુપણામાં, સાધક અવસ્થામાં ૧. ગુરુનિંદા, ૨. સાધકનિંદા, ૩. પ્રમાદ, ૪. ખાવાની લાલસા, ૫. સાધનો પ્રત્યે મૂર્છા, Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ૬. સારા સારા કપડા પહેરવાની ઇચ્છા, ૭. વિકથામાં આનંદ, ૮. અનુકુળતા જ ગમે, ૯. વધારે પડતું સૂઈ રહેવું, ૧૦. શાતામાં જ ગમવાપણું, ૧૧. આળસ, ૧૨. બેદરકારી, ૧૩. નામનાની કામના, ૧૪. ગુરુથી છાની પ્રવૃત્તિ કરવી, ૧૫. અભિમાન, ૧૬. વાતવાતમાં ઓછું લાગવું. ૧૭. અયતના, ૧૮. શુદ્રતા, ૧૯. ઈર્ષા, ૨૦. દોષારોપણ, ૨૧. બીજા પાસેથી સેવા લેવાની ઇચ્છા, ૨૨. બીજા પર અધિકાર જમાવવાની વૃત્તિ, ૨૩. ખોટું બોલવાની વૃત્તિ, ૨૪. ગુરુ પ્રત્યે પણ શંકા, ૨૫. અસહિષ્ણુતા, ર૬. દષ્ટિદોષ વગેરે દોષો જણાય તો આપણી સાધના આગળ વધી ન શકે. ઉપરની વાતો જો આપણામાં હોય તો પાપાનુબંધી પુણ્યોદય જાણવો. આમાંનો કોઇપણ દોષ અથવા દોષો આપણામાં ઘર કરી જાય તો તેનું પરિણામ ભયંકર આવે છે. માટે આવા દોષો જીવનમાં ન આવી જાય તેની તકેદારી રાખી સાધનામાર્ગમાં રત રહેવું જરૂરી છે. ૨૦. આચરણનું ફળ આચાર શુદ્ધિ તો વિચાર શુદ્ધિ. તીર્થકર ભગવંતોએ સદાચારના ફળ નીચે પ્રમાણે જણાવ્યા છે. ૧. ખોટું કરવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ ભાવ. ૨. ખોટું કરવાની વૃત્તિ છૂટે તે સંવર ભાવ. ૩. નિર્મળ મનોવૃત્તિની અનુભૂતિ કરાવે તે નિર્જરા ભાવ. સાધકના પ્રત્યેક આચરણમાં આ વાતો લાગુ પડવી જોઈએ. જેમકે : ૧. સ્વાધ્યાયની પ્રવૃત્તિથી નિંદા-વિકથાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવભાવ. નિંદા-વિકથા-પારકી પંચાતનો રસ તૂટે તે સંવર ભાવ. ચિત્ત પ્રસન્નતાની અનુભૂતિ થાય તે નિર્જરાની નિશાની છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૩) ૨. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે ચીજ ખાવાની પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવભાવ. આહારસંશા કપાય તે સંવર અને અનાસક્ત અવસ્થાની અનુભૂતિ તે નિર્જરાભાવ. ૩. વિનયથી સ્વચ્છંદ, અક્કડતા રૂપ પ્રવૃત્તિ રવાના થાય તે અનાશ્રવભાવ. ઉદ્ધતાઈ, અક્કડતા વિગેરે દોષો જાય તે સંવર ભાવ. નમ્રતા, સરળતા, કૃતજ્ઞતા વગેરેની અનુભૂતિ તે નિર્જરા ભાવ. ૪. વૈયાવચ્ચ દ્વારા બીજા પ્રત્યેનો તિરસ્કાર ભર્યો વ્યવહાર અને સ્વાર્થ પ્રવૃત્તિ છૂટે તે અનાશ્રવ ભાવ. સ્વાર્થી વલણ, કઠોરતા છૂટે તે સંવર ભાવ. કરુણાસભર કોમળ પરિણતિની અનુભૂતિ કરાવે તે નિર્જરાભાવ, ૫. પ્રાયશ્ચિત દ્વારા પાપનો બચાવ, દલીલ, અપલોપ વગેરે પ્રવૃત્તિ દૂર થાય તે અનાશ્રવ ભાવ. ' પાપનો પક્ષપાત, દોષરુચિ, માયા, અભિમાન, વક્રતા, અશુભ અનુબંધની તીવ્રતા વગેરે તૂટે તે સંવર ભાવ, સરળતા, નમ્રતા, પાપભીરુતા વગેરે આવે તે નિર્જરાભાવ. આ વાતોનો ખ્યાલ રાખી પંચાચારનું પાલન કરતાં કરતાં અનાશ્રવભાવ, સંવરભાવ, નિર્જરાભાવને પ્રગટાવવા પ્રયતશીલ છે અને આગળ વધવા પુરૂષાર્થ કરીએ. માટે ગુરુકૃપા અને પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ સાધકપણાની સાર્થકતા તેને અનુરુપ માનસિક વલણ અને કાયિક વર્તનમાં જ રહેલી છે. વ્યવહાર શુદ્ધિથી આચરણ શુદ્ધિ અને આચરણ શુદ્ધિથી વિચારશુદ્ધિ. સદાચાર પાલન જીવનમાં વણાઈ જવું જોઈએ. જેથી તાત્વિક વિચારશુદ્ધિ આપણામાં પ્રગટાવી શકાય, તે સુલભ બને, સ્થાયી બને, વૃદ્ધિગત બને. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) આચરણની શુદ્ધિ વિના વિચારની શુદ્ધિ થવી મુશ્કેલ છે. જો પરિણામ અશુદ્ધ હોય તો નુકસાન સાધકને પોતાને જ થવાનું છે. માટે આચાર પાલનના બળે જીવ નિશ્ચય પંચાચારને ગ્રહણ કરી મોક્ષમાર્ગે આગળ વધી શકે છે. દા.ત. ચક્રવર્તીનું અશ્વરત્ન પરાણે બ્રહ્મચર્ય પાળે છે તો પણ આઠમા દેવલોકમાં અવશ્ય જાય છે. માટે સાધકે ઇચ્છા કે અનિચ્છાનો વિચાર કર્યા વિના આચાર પાલનમાં ચુસ્ત રહેવું જોઈએ. જો આચરણમાં-આચારમાં ગોટાળા કરીએ, ગોલમાલ કરીએ, પ્રમાદ કરીએ તો નુકસાન સાધકને ઘણાં પ્રમાણમાં થાય છે. બીજાને આ બાબતમાં નિમિત્ત બનવાથી એ કૃત્ય ગુનારૂપ થાય છે. જેમ બીજાને નિમિત્તે આપણે પાપ ન બાંધીએ, તેમ આપણા નિમિત્તે બીજા પાપકર્મ ન કરે તે આપણી ફરજ રૂપ છે. આવું નિમિત્ત આપણા તરફથી આપવાથી ધર્મભ્રષ્ટ થવારૂપ કર્મ ઉદયમાં આવે છે. માટે મન દુષ્ટ આચરણ કરવા ન પ્રેરાય તેની તકેદારી કેળવવી અને સાથે વૈરાગ્યભાવોને પણ દઢ બનાવવા, સમજણના ઘરમાં રહેવું એટલે કે વિવેકદૃષ્ટિ વિક્સાવવી. મનના નબળા વિચારોને આચારનું બળ ન મળે તો તે આપણી અંદર ટકી શકતા નથી. શરૂઆતમાં વિચારશુદ્ધિ ન હોય તો પણ આચારનું પાલન કરતાં રહીએ તો કર્મનું આવરણ ઘટતાં વિચારશુદ્ધિ કાલાંતરે પ્રગટે છે. કેમકે આચાર એ વૃક્ષ છે, વિચાર તે ફૂલ છે, શુદ્ધ વ્યવહાર એ ફળ છે. નિશ્ચયની પ્રાપ્તિ ફળ છે. ફળ મેળવવા વૃક્ષનો નાશ ન કરાય. તેમ વિચારશુદ્ધિ મેળવવા આચારને ખલાસ ન કરાય. આચાર તોડીને મેળવેલી વિચારશુદ્ધિ કે પ્રસન્નતા એ મોહના ઘરની છે; કર્મ નિત છે, જે મોક્ષમાર્ગમાં રુકાવટ કરે છે. હૃદયના પરિણામ જેનાથી કોમળ થાય તે જ સાચી આરાધના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૫) જો સાધના કરતાં મોહનું અનુશાસન આપણામાં વધતું હોય તો સાધનાનું ફળ મોક્ષમાર્ગે આગળ વધવારૂપ પ્રાપ્ત થશે નહિ. માટે આચાર શુદ્ધિની સફળતા વિચારશુદ્ધિને આભારી છે. વર્ષોથી સાધના કરતાં હોવા છતાં આપણામાં વિધિપૂર્વક વિચારશુદ્ધિ ન પ્રગટે, ગુણાનુરાગ ન આવે, પ્રમોદ દષ્ટિ ન પ્રગટે, સાધક પ્રત્યે પૂજ્યત્વ બુદ્ધિ ન પ્રગટે, સાધના પ્રત્યે અહોભાવ ન પ્રગટે, વૈયાવચ્ચ કરવામાં ઉત્સાહ ન જણાય. ગુરુ સમર્પણભાવમાં કચાશ રહે, વિકથા, માયા, ઈર્ષ્યા, અહંકારમાં તણાતા રહીએ તો આપણે કરેલ સાધના સાર્થક કેવી રીતે બને ? માટે આપણા જીવનમાં શરીરના સ્તરે સ્વાધ્યાય, વૈયાવચ્ચ, મનના સ્તરે ગુણાનુરાગ, નમ્રતા, ગુસમર્પણભાવની પ્રધાનતા; વચનના સ્તરે હિત-મિત-સત્ય-મધુર સરળ સ્પષ્ટ વાણીની મુખ્યતા, આત્માના સ્તરે પરિણતિની નિર્મળતા અને જૈન શાસન પ્રત્યે અહોભાવ. આમ થાય તો મોક્ષ આપણી નજીક આવી જાય. ૨૧. જન્મ-મરણ એ જીવનું કલંક છે જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મામાં જે ભાવો નથી તે આપણામાં છે, તે જ આપણા માટે કલંક સમાન છે. બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારના કલંક આપણને વળગેલા છે. જન્મ, શરીર, ઇન્દ્રિય, ઊંઘ, ખોરાક લેવો, રોગ થવો, જરાવસ્થા આવવી, મૃત્યુ થવું વિ. બાહ્ય કલંક છે. જે પૂર્વે કરેલા અદ્યાતિ કર્મના કારણે આપણા આત્માને વળગેલા છે. વિષય, કષાય, વાસના, લાલસા, તૃષ્ણા વગેરે દોષો અત્યંતર કલંક છે; જેને આપણે વળગેલા છીએ. અત્યંતર કલંક પૂર્વે કરેલા ઘાતી કર્મના ઉદયના કારણે છે. બાહ્ય કલંક આપવાની સત્તા કર્મમાં છે પણ તેને તાબે થવું કે નહીં તે આપણા હાથની વાત છે. દા.ત. ખાવાની ગુલામી આપણી પાસે કર્મસત્તા કરાવે, પરંતુ તેમાં રાગદ્વેષ, મોહ કરવા કે નહિ? તે બાબતમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૬) કર્મસત્તાનો કોઈ અધિકાર આપણા ઉપર ચાલતો નથી. કર્મસત્તાથી ઊંઘ આવે પરંતુ તેમાં આસક્તિ કે મમતા આપણે કરવી કે નહિ ? તેનો નિર્ણય કર્મ-સત્તાના હાથમાં નહિ પણ આપણા હાથમાં છે. અત્યંતર લંક પૂર્વે કરેલા કર્મના કારણે ઉદયમાં આવે છે. તે ઉદય વખતે જો આપણે અસાવધપણે રહીએ તો નવા કર્મનું બંધન થઈ જાય. અઘાતિ કર્મના ઉદયને અટકાવવા ભલે આપણે સમર્થ ન બની શકીએ પણ ઘાતી કર્મના ઉદય વખતે તે પ્રમાણે વર્તવું કે નહિ તે આપણા હાથની વાત છે. માટે બાહ્ય કલંકને જીતવા માટે પ્રયત્ન કરવાનો છે અને અત્યંતર કલંક ઊભા ન થાય તે માટે સતત જાગૃતિ રાખવા પ્રયત્ન કરવાનો છે. બાહ્ય કલંકને જીતવા પરિષહ, ઉપસર્ગોને સહન કરતાં શીખવું પડશે અને તે માટે સ્વાધ્યાય, તપ-ત્યાગમાં રત રહેવા પ્રયત્ન કરવો. અભ્યતર કલંકને જીતવા માટે આલોચના, વૈરાગ્ય, ગુણાનુવાદ, ગુણાનુરાગ, ઉપબૃહણા, વિનય, વિવેક, વૈયાવચ્ચ, સ્થિરીકરણ, વાત્સલ્ય, મનની જાગૃતિ વગેરે ગુણો કેળવવા તત્પર બનવું પડશે. દા.ત. (૧) બાહ્ય કલંકથી હારે તો કાયાના બંધન ઊભા થાય. જેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવને આગલા ભવોમાં મુનિના ભવમાંથી હાથીના ભાવમાં જન્મવું પડ્યું. (૨) મનના સ્તરે હારે તેને આત્માના-મનના બંધન ઊભા થાય. અગ્નિશર્મા આનું ઉદાહરણ છે. કાયાના સ્તરે હારેલો ઠેકાણે આવે પણ મનના સ્તરે હારેલાનું અનંતકાળે પણ કદાચ ઠેકાણું ન પડે. માટે સાવધાની રાખી સાધનામાં આગળ વધવા પુરૂષાર્થી બની બાહ્ય તેમજ અત્યંતર કલંકથી છૂટવા પ્રયત્ન કરીને મોક્ષમાર્ગે આગળ વધીએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ૨૨. બાધક-વિરાધક તથા આરાધક-સાધક તત્ત્વ વિષે (A) બાધક-વિરાધક તત્ત્વ : ૧. બીજા સાધકની આશાતના અથવા ગુરુની આશાતના થવી. ૨. ગુણવાનની ઇર્ષ્યા થવી. ૩. પોતાની શક્તિનો અહંકાર થવો. ૪. બળવાખોર માનસ થવું. ૫. ગુરુ સાથે દલીલ, બચાવ તથા સંઘર્ષ કરવો. ૬. દાંભિક વલણ રાખવું. ૭. પ્રાયશ્ચિત કરવામાં બેદરકારી રાખવી. (B) આરાધક-સાધક તત્ત્વ : ૧. બીજા સાધકની અથવા ગુરુની આશાતના ન થાય તે માટેની દૃષ્ટિ કેળવવી. ૨. સારું મેળવવાની અને ખોટું છોડવાની દૃષ્ટિ કેળવવી. ૩. ગુરુના ઠપકામાં પણ પ્રસન્નતા ભાવ રાખવો. જેથી ગુણ વિકાસ ઝડપી બને. ૪. મનના પરિણામ બગડે નહીં તેનો ખ્યાલ રાખવો. ૫. જેનાથી આગળ વધી શકાય તેવા યોગની આરાધના કરવી. ૬. ઉપકારીના કે બીજાના આક્રોશ અને અપમાનને પ્રસન્નતાથી સહન કરવા જેથી ક્ષમાની અને નમ્રતાની કમાણી થાય. ૭. સાધના કરતાં કરતાં સંતોષના ઘરમાં ન આવી જવું, અટકી ન જવું. આગળ વધવા પુરૂષાર્થ કર્યા કરવો. આ સાત હેય અને ઉપાદેય કારણોને બરાબર સમજી તે પ્રમાણે જ આચરણ કરવા તત્પર રહેવું એટલે કે છાંડવા યોગ્યને છાંડવા અને આદરવા યોગ્યને આદરવા. સાધક જેમ જેમ સાધનામાં આગળ વધતો જાય, તેમ તેમ વિરાધક અને આરાધક તત્ત્વની તાત્ત્વિક સમજણ આવવી જોઇએ. તો જ સાધના માર્ગમાં આવતા વિરાધક તત્ત્વને દૂર કરી શકાય અને સાધનામાં આગળ વધી શકાય. ૧. જેનું શ્રવણ સદ્ગુણ પ્રાપ્તિનું નિમિત્ત ન હોય તે વિકથા. (વિ) ૨. આરાધનામાં ઉત્સાહ, ઉમંગનો અભાવ તે આળસ. (વિ.) ૩. આપણાથી બીજા આકર્ષાય તેવો કાયિક કે વાચિક વિશિષ્ટ વ્યવહાર તે વિભૂષા. (વિ.) Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ૪. સહન કરવાથી, સરળતા કેળવવાથી, સમતા રાખવાથી, બીજાને સહાયભૂત બનવાથી, ગુરુ સમર્પણભાવ પ્રગટવાથી જે શોભે તે સાધુ કે સાધક (આ.) ૫. ત્રિયોગ, ઇન્દ્રિય, પુદ્ગલ ઉપર સંયમ રાખે તે સાધક (આ.) બાકી અજ્ઞાની કે ઢોંગી. (વિ.) ૬. હેયને હેય માનવા, ઉપાદેયને ઉપાદેય માનવા તે સમજણ (આ). બાકી શેય પદાર્થની ફક્ત પુષ્કળ સૃતિ હોય તે કેવળ જાણકારી (વિ.) ૭. સ્વની અનુભૂતિ કરાવે તેમજ યોગ્યતા પ્રગટાવે તે સ્વાધ્યાય (આ) બાકી યોગ્યતા ન પ્રગટાવે તો શિક્ષણ (વિ.) ૮. ચિત્તને શુદ્ધ કરે તેવો, ફરી પાપમાં પ્રવૃત્તિ ન કરાવે તેવો પસ્તાવો એટલે પ્રાયશ્ચિત (આ.) ૯. વિનમ્રતા પ્રગટાવે તે વિનય (આ.) બાકી લાચારી (વિ.) ૧૦. આત્માની સાચી સમજણ આપે તે જ્ઞાન, (આ.) બાકી જાણકારી (વિ.) ૧૧. ઉપયોગને સર્વદા આત્મકેન્દ્રિય બનાવે તે ધર્મધ્યાન (આ.) બાકી ઠગધ્યાન (વિ.) ૧૨. શરીર અને આત્માના ભેદનું સંવેદન તે જ્ઞાન અને તેના દ્વારા આત્મા અને પરમાત્માના અભેદનું સંવેદન તે ધ્યાન (આ.) ૧૩. આત્માને ઉપકારી થાય તે ઉપકરણ (આ.) બાકી અધિકરણ. (કર્મનું કારણ)-(વિ.) ૧૪. જ્ઞાનાદિ ગુણને બળવાન બનાવી કર્મને તપાવે, ને દૂર કરે તે તપ. (આ) બાકી લાંધણ (વિ.) ૧૫. કાયાની મમતા તોડે તે કાર્યોત્સર્ગ (આ.) બાકી વ્યાયામ (વિ.) Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૯) ૧૬. પોતાની શક્તિ હોય તે પ્રમાણે સાધનામાં પ્રવર્તાવે અને શક્તિ ઓછી પડતી હોય તો વધારવાની ભાવના ભાવે (આ.) તે સિવાય જે કાંઈ થાય તે કલ્પનારૂપ બને અને વાણી વિલાસરૂપ બને (વિ.) ૧૭. જેની સેવા કરીએ અને તેના ઉપર અહોભાવ-પૂજયત્વ બુદ્ધિ પ્રગટાવે તે વૈયાવચ્ચ (આ.) બાકી મજુરી કે મજબુરી (વિ.). ૧૮. ગુરુના અનુશાસનમાં રહેવા ઝંખે, ગુરુને મન સોપે તે શિષ્ય (આ.) બાકી મજૂર અથવા માથાનો દુઃખાવો (વિ.) ૧૯. યાત્રામાં આત્માને તારે તેવી ભાવના રહે તે તીર્થયાત્રા (આ.) બાકી પર્યટન કે પ્રવાસ-કર્મનું કારણ (વિ.) ૨૦. ગુણની ગરિમાથી શોભે અને શિષ્યને કરુણાબુદ્ધિથી તત્ત્વ કહે તે ગુરુ (આ) બાકી બોઝ સમાન (વિ.) ૨૧. રાગદ્વેષ જીતવાનું વલણ કેળવે તે જૈન (આ.) બાકી જનશૈતાન (વિ.) ૨૨. આત્માને નુકશાનકારી એવા તત્ત્વને સમજી તેને અણગમાપૂર્વક છોડીએ તે ત્યાગયોગ (આ.) બાકી ગતાનુગતિક ઘેટાવૃત્તિ (વિ.) ૨૩. કોઈ પ્રત્યે વેરની કે નેહની ગાંઠ ન રાખે તે નિગ્રંથ, બાકી ગઠિયો. ૨૪. જેમાં આત્માનું વિશેષ રીતે કલ્યાણ થાય તેવી વૃત્તિ, પ્રવૃત્તિ કેળવવી એનું નામ શ્રદ્ધા (આ.) બાકી અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા (વિ.) ૨૫. ઉપયોગી કે અઉપયોગી સાંસારિક પદાર્થો પ્રત્યે તુચ્છભાવ તે ઉદાસીનતા એટલે વૈરાગ્ય. (આ.) આ વાતો દિ રાખી સાધના માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કરીએ અને સાધનામાં અર્જીણ ન થઈ જાય તેનો ખ્યાલ રાખીએ. આપણે છધસ્થ છીએ એટલે ભૂલ થવાની, ભૂલ કરનારનો મોક્ષ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૪૦) થાય પણ ભૂલનો બચાવ કરનારનો મોક્ષ ન થાય. માટે જે નિમિત્તના લીધે ભૂલ થઈ હોય, જે કારણે ઉત્સાહ તુટે તે નિમિત્તથી ભવિષ્યમાં ભૂલ ન થાય, તેવી સાવધાની રાખીને ભૂલ સ્વીકારવાથી, આલોચના કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને સાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધે છે, જાગૃતિ કેળવવાથી ભૂલ થતી અટકે છે. આપણે ચાર શત્રુઓ સાથે લડાઈ કરીને તેને પરાસ્ત કરવાના છે. - ૧. ઇન્દ્રિયો ૨. કષાય ૩. પ્રમાદ ૪. વિકથા. ઇન્દ્રિયોને જીતે તે જ પરિષહને જીતે. ઇન્દ્રિયોને જીતવામાં આડા આવતા પરિબળો છે. વિભૂષા, વિજાતીય પરિચય, ભારે ખોરાક. આ ત્રણેને જે જીતી શકે તે જ ઇન્દ્રિયોને જીતી શકે. ઇન્દ્રિયોને જે જીતી લે તે વૈયાવચ્ચ તપનું આરાધન કરી શકે. કષાય અને પ્રમાદ વિનયમાં અવરોધ ઊભો કરે છે. માન, ક્રોધ, માયા, પ્રમાદને વિનયના વિરોધી કહ્યા છે. ૧. માન-અભિમાન હોય તે વિનય કરે જ નહીં, ૨. ક્રોધી વિનય કરે પણ ગુરુ વગેરેનો ઠપકો મળતાં વિનય મૂકી દે. ૩. માયાવાળો સ્વાર્થ હોય તો વિનય કરે. તેનું ફળ તાત્ત્વિક ન હોઈ શકે. ૪. પ્રમાદ વિનયની ઓળખાણ જ પડવા ન દે. વિકથામાં રુચિ હોય તો સ્વાધ્યાયની રુચિ તૂટે; અંતર્મુખતા નાશ પામે, નિંદાદિ દોષમાં ફસાઈ જવાય; સાધનાને નિરસ બનાવી દે, અનર્થ દંડનું પાપ લગાવે, ખાધા કે ભોગવ્યા વગર ફોગટમાં કર્મ બંધાવે. માટે બિનજરૂરી બોલવાનું અને સાંભળવાનું બંધ કરવાથી વિકથાના સપાટાથી બચી શકાય અને સ્વાધ્યાયમાં રુચિ પ્રગટે. આ ચાર શત્રુઓને જીતવાથી સાધના સફળતાને પામે. ઇચ્છાઓને કાબુમાં રાખી શકાય, તેનાથી પર થઈ શકાય તો જન્મમરણ રૂપી દુઃખને ઓળંગી જવાશે. તેમ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ઈચ્છા, તૃષ્ણા, અપેક્ષા, કામના, આશા, દોષનું આકર્ષણ કે વિરાધનાનું ખેંચાણ ઊભું ન થાય તેની સાવધાની રાખવાની છે. સમાધિનો સરળ ઉપાય એ છે કે ન મળેલ ચીજનું ખેંચાણ છોડી દેવું અને મળેલ આવશ્યક ચીજમાં તૃપ્તિ રાખવી. આવી જ્ઞાનદષ્ટિ ખૂલે તો બાહ્ય પદાર્થોનું ખેંચાણ તુટે. સમાધિ પ્રસન્નતા પ્રાપ્ત થાય. સ્વાધ્યાય પણ બોજારૂપ ન બની જાય તેનું ખાસ લક્ષ રાખવું ઘટે. ૨૩. સાધનામાં ખોટા યોગથી ચેતો ૧. ખાવાની રુચિ, સાધનાની રુચિ-પ્રવૃત્તિ મંદ કરે છે, તોડી નાખે છે. ૨. ઊંઘવાની રુચિ આળસ પેદા કરી સ્વાધ્યાય વિ.ની રુચિને, પ્રવૃત્તિને ઘટાડે છે. સમ્યગદર્શનથી પણ પડે જો એ તીવ્ર બની જાય તો. ૩. સ્વપ્રશંસાની ભૂખ નમ્રતા ગુણને તોડે છે, અહંકારને પેદા કરે છે, બીજાની ઇર્ષા કરાવે છે. ૪. સુખશીલિયાપણું વૈયાવચ્ચ, વિનય, વિધિ પાલનનો ઉત્સાહ અને અપ્રમત્તતામાં અવરોધ ઉત્પન્ન કરે છે. ૫. ઉત્તરોત્તર ક્રમથી આ ચારેય વધુ ભયંકર છે. સુખ શીલિયાપણું સાધના માર્ગમાં સૌથી વધુ નુકશાનકારક છે. સુખશીલતા (૫) વિશુદ્ધ ક્રિયા યોગ અને (૬) વ્યવહારનયને આત્મસાત કરવામાં પ્રતિબંધક છે અને વ્યવહારનય પરિણમે નહીં ત્યાં સુધી (૭) નિશ્ચયનયને સમજવાની (૮) તેને પરિણાવવાની યોગ્યતા ન આવે. (૯) ત્યાં સુધી મોક્ષ માર્ગે આગળ ન વધી શકાય. સુખશીલ વ્યક્તિ (૧૦) પ્રસન્ન સંસારી છે (૧૧) સુખશીલતા રોગનું આમંત્રણ છે. (૧૨) બીજાની સેવા લઈને પુણ્યને ખતમ કરવાનું (૧૩) કિલ્બિષિક Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪૨) નામકર્મનું ઉપાર્જન અને (૧૪) આભિયોગિકપણું બાંધવાનું કારણ છે અને નિષ્કારણ સેવા લેવાથી (૧૫) સાધકની આશાતના કરવાનું નુકસાન સુખશીલ વ્યક્તિ ઊભુ કરે છે. (૧૬) સુખશીલ વ્યક્તિને મનની સ્થિરતા ન હોય. (૧૭) કષ્ટ સાધ્ય કામથી ભય પામે, કાયાનો પરિશ્રમ ન ગમે. (૧૮) માનસિક પરિશ્રમ પણ ન ગમે. (૧૯) તાત્ત્વિક અનુપ્રેક્ષા, ધ્યાન, ચિંતન કરવામાં પણ કંટાળો આવે. (૨૦) સુખશીલપણું વિષય સેવન પ્રતિ તીવ્ર આકર્ષણ પેદા કરે છે. (૨૧) સુખશીલ કોઇને પ્રિય ન બની શકે. (૨૨) સુખશીલને વ્યવહારની વાતો સાંભળવી ગમે અને આચરવી ગમે. (૨૩) આભાસિક નિશ્ચયનયમાં સુખશીલ વ્યક્તિ અટવાય. (ર૪) રાગના સંકલેશને સમાધિ માનવાની ભૂલ કરે. (૨૫) સુખશીલ વ્યક્તિ અતિ પરિણામવાળો હોય. (૨૬) ક્રિયાઓ પણ પ્રમાદથી કરે અથવા ઉતાવળથી કરે. આ બધા કુયોગનો સંગ્રહ થવાથી ભવભ્રમણ દીર્થ બને છે, આ સુખશીલતાથી ઉત્પન્ન થતા કુયોગનો નાશ વૈયાવચ્ચ વિનય વગેરેથી થઈ શખે છે. વૈયાવચ્ચ ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી ગુણ બતાવેલ છે. કારણકે વૈયાવચ્ચેથી ૧. બીજાને તત્કાળ સમાધિ મળે છે. ૨. બીજા પ્રત્યે પૂજયત્વ બુદ્ધિ બળવાન બને છે. ૩. સ્વાર્થવૃત્તિ મંદ પડે છે. ૪. ગ્લાન વગેરેના અંતરના આશિષ મળે છે. ૫. નમ્રતા ગુણ કેળવાય છે. ૬. સાધકને સહાય કરવાથી ભવાંતરના અંતરાય તુટે છે. ૭. જ્ઞાનાદિ ગુણોની અનુમોદના થાય છે. ૮. આરાધકભાવ વધુ દેદીપ્યમાન બને છે. ૯. તીર્થકર નામકર્મ બંધાય છે (ઉ. સૂત્ર) ૧૦. વૈયાવચ્ચેથી ઉત્પન્ન પુણ્યના ઉદયમાં પ્રાય પોતાનો પરાભવ ન થાય. ૧૧. વૈયાવચ્ચ કરનાર પ્રાયઃ રોગી ન હોય. ૧૨. તે સહુને પ્રિય બને. ૧૩. બીજાને શાતા-પ્રસન્નતા આપે. ૧૪. વૈયાવચ્ચથી અનેક ગુણી કર્મ નિર્જરા થાય. ૧૫. વૈયાવચ્ચ ગુણ સુખશીલિયાપણાની ભાવનાનો ઉચ્છેદ કરે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ૨૪. ઉપયોગ : નો ઉપયોગ ક્યાં ? કેવી રીતે ? કર્મ બે રીતે બંધાય છે. ૧. યોગોના પ્રવર્તનથી ૨. ઉપયોગથીપરિણતિથી અશુભ યોગ અને અશુભ ઉપયોગથી બંધાયેલાં કર્મના ઉદયમાં જીવને બાહ્ય નિમિત્તો નબળા મળે છે અને અશુભ ઉપયોગને કારણે જીવ પોતાના પરિણામો બગાડેછે. ઉદયના કારણે યોગ અશુભ હોય પણ ઉપયોગ શુભ રાખ્યો હોય તો તેનાથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય પરિબળ નબળા મળે તો પણ તેના નિમિત્તે જીવ પોતાના પરિણામ બગાડવાના બદલે નિર્મળ કરે છે. યોગનું પ્રવર્તન કર્મને આધીન હોય, પણ ઉપયોગ શુભ રાખવો એ આપણા હાથની વાત છે. સ્વાધીન એવા ઉપયોગને સુધારવાને બદલે નબળા બાહ્ય યોગો બદલ પસ્તાવો કરનાર મોક્ષમાર્ગે આગળ ન વધી શકે અને આત્મવંચનામાં ફસાઇ જાય. હવે આપણે સંસાર પરિભ્રમણ લંબાવવું નથી, માટે નબળા-અશુભ કર્મના ઉદયમાં પણ ઉપયોગને સ્ફટિક જેવો નિર્મળ બનાવવા પુરૂષાર્થી રહેવું જોઇએ. ઉપયોગને શુભ રાખવા માટે કોઇ બાહ્ય પરિબળની આવશ્યકતા નથી. ઉપયોગની નિર્મળતા અંતરને આધીન હોય તો મોક્ષ પ્રાપ્ત થાય અને બાહ્ય સારા નિમિત્તોને આધીન હોય તો કદાચ દેવલોક મળે. જ્યાં આકર્ષણ હોય ત્યાં ઉપયોગ સહજ સ્વાભાવિક હોય, અનાદિકાળથી મોહના ઘરના ઉપયોગની સહજતા ખાવા, પીવા, ઊંઘવા વિગેરેમાં ઘણી રાખી આત્માના ઘરના ઉપયોગની સહજતાને સહન કરવામાં, સરળ બનાવવામાં સદ્ગુણ મેળવવામાં, સેવા કરવામાં કેળવી નથી. માટે ઉપયોગને સહનશીલતા, સરળતા, સેવા, સદ્ગુણ પ્રાપ્તિ વગેરેમાં રોકવામાં આવે તો ઉપયોગ અશુદ્ધતામાંથી બહાર નીકળી પોતાના શુદ્ધ સ્વભાવમાં વહેતો થઇ જાય. તેથી જો સાધક અંદર ઠરી જવાની-શાંત થઇ જવાની, સદ્ગુણમાં રમવાની, બહારના નુકસાન Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૪) વેઠવાની જેની તૈયારી હોય તેનો ઉપયોગ ઉજળો હોય. જો ઉપયોગ ઉજળો હોય તો રોગ, જરાવસ્થા, ઇન્દ્રિયોની શિથિલતા, અશક્તિ, વિપરીત સંયોગ, પ્રતિકુળ પરિસ્થિતિ વગેરે પરિબળો સાધકને મોક્ષમાર્ગે આગળ વધતા અટકાવવા સમર્થ ન બની શકે. આથી આપણે અહોરાત્ર આપણામાં જ રહેવાનું છે. બાહ્ય ભાવોમાં રહેવું તે સંસાર પરિભ્રમણ છે. આત્મભાવમાં જ રહે તે સાધક કે મુનિ આત્મસ્થ બનવા માટે અંતર્મુખતા આવવી જોઇએ, મધ્યસ્થતા આવવી જોઇએ. કોઇપણ બાહ્ય પદાર્થ પ્રત્યેનું આકર્ષણ આપણને પુદ્ગલભાવોમાં રાચતા કરી દે છે. સાધન કે ઉપકરણ પ્રત્યે આકર્ષણ ન થવું જોઇએ, પણ તેનો માધ્યમ તરીકે ઉપયોગ કરી અંતઃકરણ નિર્મળ બનાવવાનું છે. અનુકુળ પદાર્થોની રુચિ અને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જીવને વિષય તરફ લઇ જઇ તેના ભોગવટામાં ફસાવી દે છે અને મનને વિકલ્પની ખીણમાં ધકેલી દે છે. જો બાહ્યની માયાજાળમાં લપેટાઇ ગયા તો વિષાદ સિવાય કાંઈ હાથ આવવાનું નથી. માટે ઇચ્છાઓ ઊભી ન થઈ જાય તે માટે સાવધાની રાખવી. આમ જોવા જઇએ તો મોક્ષ અઘરો નથી, પણ આપણે જ તેને ઇચ્છા તૃષ્ણા, સંકલ્પ વિકલ્પના કુંડાળા ઊભા કરીને અઘરો બનાવી દીધો છે. સંકલ્પ વિકલ્પનું કાર્ય નબળા ભૂતકાળની વારંવાર સ્મૃતિ કરાવવાનું છે. નબળા ભૂતકાળને યાદ કરનારો સ્મશાનમાં જીવતો જણાય છે. માટે કોઇપણ બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ખેંચાણ રાખ્યા વિના આત્મસ્થ બનવા પ્રયત્ન કરવો. મનના સ્તરે કોઇપણ પરિસ્થિતિને સમભાવે સહન કરવાથી સકામ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી થાય. લોકોત્તર ત્યાગ-વૈરાગ્યના લીધે સતિ થાય અને છેવટે મોક્ષ પણ પ્રાપ્ત થાય. ૧. લાચારીથી સહન કરે તે સંસારી, ખુમારીથી સહન કરે તે સાધક. ૨. વેઠ ઉતારીને સાધના કરે તે સંસારી, ખુમારીથી સહન કરે તે સાધક. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ૩. પોતાની ઇચ્છા મુજબ ધર્મક્રિયા કરે તે સંસારી, ગુરુની આજ્ઞા મુજબ સાધના કરે તે સાધક. ૪. ગુરુને જોઈ મોટું બગાડે, મનની પ્રસન્નતા તોડે તે સંસારી, ગુરુ પ્રત્યેના બહુમાન ભાવમાં ઉછાળો લાવે તે સાધક. ૫. સંકલેશમાં રાચે તે સંસારી, સમાધિભાવમાં રાચવા પ્રયત કરે તે સાધક. ૬. સ્વાર્થભાવથી વિનય કરે તે સંસારી, આત્મકલ્યાણની ભાવનાથી, ભવનિસ્તારની કામનાથી, કૃતજ્ઞતા પ્રેરિત વિનય કરે તે સાધક. ૭. ત્યાખ્યા પછી ભોગનું આકર્ષણ રાખે તે સંસારી, ભોગને છોડી ત્યાગને યોગ સાધનામાં ફેરવવાની ખુમારી જેનામાં હોય તે સાધક. ૮. બીજાની સેવા લેવાની ગમે તે સંસારી, બીજાની સેવા કરવાની ભાવનાવાળો તે સાધક. આ પ્રમાણે ઉપયોગ ઉપર લક્ષ આપી આગળ વધવા પુરૂષાર્થી બનીએ. ૨૫. છેલ્લી વાત - ઉપસંહાર જેમ ઉંમર કરતાં વધુ પડતો શરીરનો વિકાસ જોખમી છે, તેમ સાધનામાં પોતાની શક્તિ કરતાં વધારે પડતો બુદ્ધિનો વિકાસ જોખમી છે. માટે બુદ્ધિને તીવ્ર કરી ઉછાળા મારવા કદી પ્રયત્ન કરવા નહિ. પોતાની બુદ્ધિ તીક્ષ્ણ બને તેવા શાસ્ત્રો ભણવાના બદલે પોતાની બુદ્ધિ નિર્મળ બને-થાય તેવા વૈરાગ્ય પ્રેરક, ગુણ પોષક ગ્રંથોનો અભ્યાસ કરવો. સમ્યગ્રજ્ઞાન એકાંતે નિર્જરા કરાવે, પરંતુ બુદ્ધિ તો ક્યારેક કર્મ બંધાવવાના કાર્ય પણ કરે. વ્યવહારથી જે બુદ્ધિ સાચી લાગતી હોય, પણ તે તૃષ્ણા, મોહ, વ્યામોહ ઊભા કરે તે મિથ્યાજ્ઞાન કહેવાય. “સાચું કે ખોટું” જેટલું મહત્વનું છે તેના કરતાં “સારું કે ખરાબ” આ સમજણનું Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સાધકના જીવનમાં વધુ મહત્વનું છે. આ સમજણ આવે તો ભાવનાજ્ઞાન, તત્ત્વસ્પર્શના અને અનુભવજ્ઞાનરૂપ પરિણતિ પ્રાપ્ત થવા દ્વારા જીવ મોક્ષ માર્ગે આગળ વધી શકે. યથાર્થ પરિણતિ આવે તો જ ઇન્દ્રિય, કષાય, સંજ્ઞા, ગારવ વગેરેને જીતી શકાય. પોતાના પરિણામોનું પરીક્ષણ કરતા રહેવાથી, શુદ્ધિકરણ થવાથી જીવનો ઉત્સાહ વધે છે. આવી સમજણ પરિપક્વ થવા દ્વારા બુદ્ધ : અવસ્થા આવે તે સમક્તિ. બહારના જગતમાં હોંશિયારી આવડત હોવા છતાં, ધર્મ ક્ષેત્રે, આત્મ પરિણતિ સુધારવાના ક્ષેત્રે કોઈ આવડત, લક્ષ, રુચિ, જાગૃતિ કે પ્રયત ન હોય તો તે મૂઢ અવસ્થા જાણવી. જ્યાં આંતરિક ગુણ સમૃદ્ધ મેળવવાની ગરજ હોય, ભૂખ હોય, આતુરતા હોય, તાલાવેલી હોય ત્યાં સમજણ-લક્ષ-પ્રયોજન વગેરે આપોઆપ આવતા જાય. આંતરિક ગુણ સમૃદ્ધિ મેળવવાની તાલાવેલી જેમ જેમ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ બને તેમ બુદ્ધ અને અસંમોહ અવસ્થા પ્રાપ્ત થાય. અસંમોહદશા એ લપકશ્રેણીની શરૂઆતનું લક્ષણ છે. સંસારની, દુર્ગતિની, દોષની ભયંકરતા બુદ્ધિથી નહિ પણ હૃદયથી સમજાય તો જ સગુણ અને સદ્ગુરુની જરૂરીયાત સમજાય. સગુણ, સદ્ગતિ, સાધનાની ઈચ્છા જેમ પ્રબળ બને તેમ ધર્મની આરાધનામાં અને ધર્મગુરુની ઉપાસનામાં અતિચાર નામશેષ થઈ જાય. સાધનામાં હંમેશાં શ્રદ્ધા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, તાલાવેલી આતુરતા ટકાવી રાખવી જરૂરી છે. ધર્મ અને પાપ કરવાની શરૂઆતમાં મોટો તફાવત છે. ધર્મની શરૂઆત પહેલાં કાયામાં, પછી વચનમાં, અને પછી મનમાં આવે. જ્યારે પાપ પહેલા મનમાં, પછી વચનમાં અને પછી કાયામાં આવે. મનના સ્તરે કરવામાં આવેલા ધર્મ કે પાપ સૌથી વધુ પ્રમાણમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪૭) થાય અને શક્તિ સૌથી વધુ હોય છે. માટે સાધના મન સુધી પહોંચવી જોઈએ અને પાપને મનમાંથી કાઢવાનો પુરૂષાર્થ કરવાનો છે. પહેલાં મનમાં સંક્લેશ ઊભો થાય, પછી વચનમાં કડવાશ આવે અને છેલ્લે કાયાના સ્તરે હિંસા વગેરે પાપ થાય. મનમાં પેદા થતા સંકલેશને અટકાવીએ તો જ તે અલગ અલગ રૂપે આગળ વધતો અટકે. જીવને અનાદિ કાળથી આકર્ષણ સંકલેશનું રહેલું છે. ૧. નાની બાબતમાં સંકલેશ જાગે. ૨. વાતવાતમાં ઓછું આવે. ૩. નબળા ભવિષ્યની કલ્પનાઓ જાગે. ૪. દુઃખી ભૂતકાળની સ્મૃતિ જાગે. ૫. ડંખીલા વ્યવહારમાં મન ચોંટી જાય. ૬. કડવાં શબ્દો ભૂલાય નહિ. ૭. અપમાન, તિરસ્કાર મનને વ્યથિત કરે. ૮. રોગને હટાવવાની વિચારણા લાંબી ચાલે. ૯. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વગેરેના નિવારણના ઉપાય માટે સતત ચિંતા રહે. ૧૦. સ્વાર્થ સાધવાની આસક્તિ રહે. ૧૧. પ્રતિકૂળતામાં મન બેચેન રહે. ૧૨. કષ્ટથી ભાગેડુ વૃત્તિ જાગે. ૧૩. સહન કરવામાં પલાયનવૃત્તિ પ્રગટે. ૧૪. બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકાય. ૧૫. પ્રતિપક્ષી વ્યક્તિને સંભળાવવાની તકની તલાશ શોધે. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ૧૬. દુ:ખીને જોઇ રાજીપો થાય. ૧૭. ઉધ્ધત વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર જન્મે. ૧૮. મતલબી વ્યવહાર. ૧૯. ભયભીત માનસથી સ્વદોષ છુપાવવાની વૃત્તિ. ૨૦. ગુરુથી ખાનગી વ્યવહાર. ૨૧. અનુકુળતાનો પક્ષપાત. ન આ દોષો સપરિવાર જીવનમાં ઘુસી જાય તો સમજવું કે સંકલેશનું આકર્ષણ મજબૂત રીતે રહેલું છે. સંક્લેશનું આકર્ષણ ન હટે ત્યાં સુધી સમક્તિ તથા પરમગતિનું તાત્ત્વિક આકર્ષણ ન જાગે અને તેની પારમાર્થિક પણે પ્રાપ્તિ ન થાય. માટે સંક્લેશના આકર્ષણને તોડવાની વધુ જરૂરીયાત છે. તો જ આ તાત્ત્વિક પરિણામ મેળવવામાં આપણે સફળ બની શકીએ. સંકલેશના આકર્ષણને નહીં તોડી શકવાથી જ સંસારમાં પરિભ્રમણ ઊભું રહેલું છે. તેનું આકર્ષણ એ જ મિથ્યાત્વનું બીજા રૂપ છે. અસંકલેશ, સમાધિ, સદ્ગુણ મેળવવાનું આકર્ષણ, પક્ષપાત એ સમક્તિનું બીજું સ્વરૂપ જાણવું. અનુભવગમ્ય એવી આ ગંભીર બાબત તરફ લક્ષ કેળવી તેનો પ્રયત્ન કરીએ તો અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિ થાય; ક્ષયોપશમ ભાવ પ્રગટાવી, ક્ષાયિક ભાવ પ્રગટાવવાનું આકર્ષણ પ્રગટે અને સહજ રીતે મોક્ષમાર્ગે ઝડપી ગતિ થાય; અદ્વિતીય સમાધિ, જ્ઞાનાનંદનો અનુભવ પ્રગટે, આશ્રવના કારણો સંવરના કારણરૂપ બની જાય, ચિત્ત નિર્મળ બની જાય તેથી પુષ્કળ નિર્જરા થાય અને મોક્ષમાર્ગે આગળ વધી શકાય. ૨૬. અનુભવી અને અનુભવ The liberated man has no personal hopes; he does not seize on things as his personal possessions, he receives Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૯) what the divine (Prarbdha) will brings him, covets nothing, is jealous of none. Whatever comes to him he expects without repulsion and without attachment; whatever go away from him, he allows to depart into the whirl of things without repining or grief or sense of loss. His heart and self are under prefect control, they are free from reaction and passion, they make no turbulent response to the touches of outword things. [Shri Aurobindo].. જે નિર્મળ યોગ દ્વારા મને અનુભવ સિદ્ધ થયો છે, તે અનુભવની વાત અહીં પ્રકાશિત કરું છું. મને મન ચાર પ્રકારનું જણાયું છે. વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન. એમ ચાર પ્રકારનું મન છે, આને જાણનારના ચિત્તને ચમત્કાર આશ્ચર્ય પમાડનાર છે. જ્યાં ત્યાં ભમતા અસ્થિર મનને વિક્ષિપ્ત કહેવાય છે. કંઇક અંશે આત્મામાં સ્થિર થતું, કંઈક આનંદથી સભર અને બાહ્ય વિષયોમાં પણ જતું મન યાતાયાત – આવનજાવન કરનાર કહેવાય છે. એટલે કે જેટલે અંશે આત્મા સ્થિર થાય છે, તેટલે અંશે આનંદ સહિત હોય છે. આવી સ્થિતિ સાધનાની શરૂઆત કરનાર સાધકને હોય છે અને વિકલ્પપૂર્વક બાહ્ય વિષયને ગ્રહણ કરે છે. સ્થિર અને આનંદ સહિત ચિત્ત(મન) શ્લિષ્ટ કહેવાય છે, કારણ કે આત્મામાં સ્થિરતા થઈ હોવાથી તે આનંદયુક્ત હોય છે. તેમજ નિશ્ચલ - અત્યંતપણે સ્થિર અને પરમાનંદયુક્ત ચિત્તન-મનને સુલીન કહેવાય છે. આ છેલ્લા બે પ્રકારનું ચિત્ત માત્ર ધ્યેયરૂપ વિષયને-વાતોને જ ગ્રહણ કરે છે અને બાહ્ય વિષયોને ગ્રહણ કરતું નથી. એમ અનુભવીઓનું કથન છે. જે બરાબર લાગે છે. સાધક શરૂઆતમાં વિક્ષિપ્ત ચિત્ત વડે યાતાયાત ચિત્તનો અભ્યાસ કરે છે, અને યાતાયાત રૂપ સ્થિતિ પ્રાપ્ત થયા પછી, યાતાયાત રૂપ મન Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫૦) વડે ગ્લિષ્ટ ચિત્ત-મનનો અભ્યાસ કરે છે અને જ્યારે ચિત્ત શ્લિષ્ટ થઈ જાય પછી, તેના વડે ચિત્તને સુલીન બનાવવાનો અભ્યાસ કરે છે. આમ વારંવાર આવો અભ્યાસ-પુરૂષાર્થ કરવાથી નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સમરસ ભાવ પ્રાપ્ત કરી પરમાનંદને અનુભવે છે. સમરસભાવ-સામ્યયોગને મેળવવા માટે સાધક બાહ્યાત્મભાવથી પાછા ફરીને પ્રસન્નતાયુક્ત અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે : પરમાત્માનું ધ્યાન કરે છે. આત્મબુદ્ધિથી એટલે કે અહંભાવ અને મમત્વ બુદ્ધિથી શરીરાદિકને ગ્રહણ કરનાર આત્મા બહિરાત્મા કહેવાય છે અને શરીરાદિકનો સાક્ષી-દ્રષ્ટા થવાથી અંતરઆત્મા કહેવાય છે. જ્ઞાન સ્વરૂપ, આનંદમય, બધા જ પ્રકારની ઉપાધિથી રહિત, પવિત્ર, શુદ્ધ, ઇન્દ્રિયો દ્વારા અગોચર અને અનંતગુણોનું ભાજન એ પરમાત્મા છે. શરીરથી આત્માને ભિન્ન જાણે તેમજ સત એવા આત્માથી શરીર જુદું જાણે. આમ આત્મા અને શરીરનો ભેદ જાણી લે છે તે સાધક સાધના દ્વારા આત્માનો નિશ્ચય કરી લે છે. જેઓનો આત્મા બાહ્ય આવરણોથી ઢંકાયેલો છે. એવા મૂઢ-અવિવેકીજનો આત્માથી પર બાહ્ય વિષયોમાં સંતોષ પામે છે, પણ બાહ્ય વિષયોમાં સુખ નથી એવું ભાન થવાથી એવા જ્ઞાની, આત્માને વિષે જ સંતુષ્ટ બને છે. બહુ જ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે એવું મોક્ષપદ આત્મામાં જ રહેલું છે. તેથી જ વિચારવાન-જ્ઞાની પુરૂષો માત્ર આત્મજ્ઞાન મેળવવા ના પુરૂષાર્થને જ સાચો ગણે છે અને તેવો પ્રયત્ન કરે છે. જેમ સિદ્ધ થયેલા રસના સ્પર્શ વડે લોટું ,વર્ણપણાને પામે છે તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. જેમ નિંદ્રામાંથી જાગૃત થયેલા મનુષ્યને પૂર્વે અનુભવેલા પદાર્થોનું કોઈના કહ્યા વિના જ્ઞાન થાય છે. તેમ પૂર્વ જન્મના સંસ્કારથી કોઈના ઉપદેશ સિવાય પણ સ્વયમેવ આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે અથવા જન્માંતરના સંસ્કાર ન હોય તો આ જન્મમાં સદ્ગુરુના ચરણની સેવા Page #52 -------------------------------------------------------------------------- ________________ (૫૧) કરનારા, પ્રશમયુક્ત-તીવ્ર વૈરાગ્યયુક્ત, ને ગુરૂની કૃપાથી પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેને પૂર્વે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય તેને સદ્ગુરુ તે તત્ત્વજ્ઞાનની દઢ પ્રતીતિ કરાવનારા થાય છે અને જેણે પૂર્વે તત્ત્વજ્ઞાનના સંસ્કાર પ્રાપ્ત થયેલા નથી તેને તત્ત્વજ્ઞાન મેળવવામાં સદ્ગુરુ સહાયક થાય છે. આમ બન્ને કારણે સદ્ગુરુનું સાનિધ્ય જરૂરી હોવાથી સદ્ગુરુ તત્ત્વની ઉપાસના સદા કરવી યોગ્ય છે. જેમ સૂર્ય ગાઢ અંધકારને પળવારમાં દૂર કરે છે અને ન દેખાતી વસ્તુઓ કે પદાર્થો દેખાય છે તેમ સદ્ગુરુ અજ્ઞાનરૂપ અંધકારને કારણે પોતાનું તત્ત્વસ્વરૂપ દેખાતું નથી તેને પ્રકાશમાં આણવાનો માર્ગ બતાવવા દ્વારા તે તત્ત્વસ્વરૂપને પ્રકાશિત કરવાની પ્રેરણા કરે છે અને જે તે પ્રમાણે ચાલે તેને પોતાનું તત્ત્વસ્વરૂપ પ્રકાશિત થાય છે, અનુભવાય છે. માટે સાધકે બીજા યોગો સાધવાનો કલેશરૂપ પ્રયાસ નહીં કરતાં ગુરુના ઉપદેશ દ્વારા આત્માને અનુભવવા માટેના પુરૂષાર્થનો અભ્યાસ કરવો, પ્રીતિ કરવી. સાધક શાંત થઇ મન-વચન-કાયાના ક્ષોભનો પુરૂષાર્થ વડે ત્યાગ કરી રસથી ભરેલા પાત્રની પેઠે આત્માને હંમેશાં નિશ્ચલ-સ્થિર રાખે. ઉદાસીનતાને પ્રાપ્ત થયેલો સાધક કોઇપણ પદાર્થનું ચિંતન ન કરે, કારણ કે સંકલ્પોથી વ્યાકુળ થયેલું ચિત્ત પછી સ્થિર થતું નથી. જ્યાં સુધી સાધકના પ્રયત્નની ન્યૂનતા છે અને સંકલ્પ વિકલ્પો થયા કરે છે ત્યાં સુધી ચિત્તની લીનતા થતી નથી, તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ ન થાય. જે તત્ત્વને “આ છે” એમ સાક્ષાત્ સદ્ગુરુ પણ કહી શકતા નથી તે તત્ત્વને ઉદાસીનતાને પ્રાપ્ત થયેલો સાધક સ્વયમેવ પ્રાપ્ત કરી લે છે, અનુભવે છે. ઉદાસીનતાને - ઉન્મનીભાવને પ્રાપ્ત થયેલો સાધક કેવો હોય ? એકાંતમાં, અતિપવિત્ર સ્થળમાં હંમેશાં સુખપૂર્વક બેસી, શરીરના બધા જ અવયવોને શિથિલ કરી ભલે તે સુંદરરૂપ જોતો હોય, મનોહર જાણી સાંભળતો હોય, સુગંધી પદાર્થની સુગંધી લેતો હોય, સ્વાદિષ્ટ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫૨) રસોનો સ્વાદ લેતો હોય, કોમળ પદાર્થોનો સ્પર્શ કરતો હોય અને ચિત્તની વૃત્તિ ગમે ત્યાં જતી હોય તો પણ તેને પાછી વાળે નહિ, પણ રાગદ્વેષ રહિત ઉદાસીનતાને ધારણ કરી વિષયની ભ્રાંતિને તજી, હંમેશાં બહાર અને અંતરમાં ચિંતા અને ચેષ્ટાથી રહિત થઇ તન્મયતાને પ્રાપ્ત થયેલો સાધક અત્યંત ઉન્મનીભાવને પામે છે. આવા ઉદાસીનભાવને - ઉન્મનીભાવને પ્રાપ્ત થયેલા સાધકને પોતપોતાના વિષયોને ગ્રહણ કરતી ઇન્દ્રિયોને રોકવાની જરૂર રહેતી નથી. તેમજ તેને તેના વિષયોમાં પ્રવર્તાવવી નહિ. આમ કરવાથી થોડા સમયમાં આત્મજ્ઞાન પ્રકાશિત થાય છે, આત્માની અનુભૂતિ થાય છે. મન પણ જ્યાં જ્યાં પ્રવૃત્ત થાય ત્યાંથી તેને વારવું નહિ, કારણ કે તેને જો વારવામાં આવે તો તે પ્રબળ થાય છે અને વારવામાં ન આવે તો શાંત થાય છે. જેમ મદોન્મત્ત હાથીને પ્રયત્નથી વારવામાં આવે તો તે વધારે જોર કરે છે અને ન વારો તો તે ઇચ્છિત વસ્તુને મેળવી શાંત થઇ જાય છે. તેમ જ મનના સંબંધમાં જાણવું. જ્યારે જેમ, જે સ્થળે ચંચળ ચિત્ત-મન સ્થિર થાય ત્યારે તેમ તે સ્થળે અને તેનાથી જરાપણ હઠાવવું નિહ અર્થાત્ અમુક દેશકાળમાં અને અમુક રીતે ચિત્તને સ્થિર કરવાનો આગ્રહ રાખવો નહિ. આ પ્રમાણે અભ્યાસ કરનારનું અતિ ચંચળ ચિત્ત પણ આંગળીના અગ્રભાગ ઉપર રાખેલા દંડની પેઠે સ્થિર થાય છે. પ્રારંભમાં દૃષ્ટિ નીકળીને કોઇપણ ધ્યેય પદાર્થમાં લીન થાય છે અને ત્યાં જ સ્થિરતા પામીને ધીમે ધીમે વિલય પામે છે. ચારે તરફ ફેલાયેલી પરંતુ ધીમે ધીમે અંદર વળેલી દૃષ્ટિ પરમાત્મતત્ત્વને પોતાના નિર્મળ આત્માના દર્પણમાં આત્મા વડે આત્માને જુાએ. ઉદાસીનતામાં નિમગ્ન પ્રયત્ન વિનાનો તથા નિરંતર પરમાનંદની ભાવનાવાળો આત્મા કોઇપણ સ્થળે મનને જોડતો નથી. એમ આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કદી પણ ઇન્દ્રિયોનો આશ્રય કરતું નથી. તેથી પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયો પ્રવૃત્ત થતી નથી. જ્યારે આત્મા મનને Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫૩) પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરતું નથી ત્યારે ઉભય ભ્રષ્ટ થયેલું મન સ્વયંવિનાશ પામે છે. જયારે મન ભસ્મથી ઢંકાયેલા અગ્નિની પેઠે દેખાતું નથી તેમજ પવન વિનાના સ્થાનમાં રહેલા દિવાની પેઠે સ્થિર થાય છે ત્યારે સંપૂર્ણ આત્મજ્ઞાન રૂપ તત્ત્વ પ્રગટ થાય છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે તેનું શરીર કોમળતાને તેમજ સ્નિગ્ધતાને ધારણ કરે છે. અમનસ્કતાની પ્રાપ્તિ વડે મનરૂપ શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની પેઠે જડતાને તજી શિથિલ થાય છે માટે હંમેશાં કલેશ આપનારા શલ્ય રૂપે થયેલા અંતઃકરણને શલ્ય રહિત કરવા માટે અમનસ્કતા સિવાય બીજું કોઈ ઔષધ નથી. મન અતિ ચંચળ છે, અતિ સૂક્ષ્મ અને વેગવાળું હોવાથી જલ્દી હાથમાં આવે તેવું નથી. માટે તેને પ્રમાદ રહિતપણે થાક્યા વિના ઉગ્નનીભાવરૂપ શસ્ત્ર વડે ભેદી નાખવું. જ્યારે અમનસ્કભાવની પ્રાપ્તિ થાય છે ત્યારે સાધક પોતાનું શરીર છૂટું પડી ગયેલું હોય, બળી ગયેલું હોય, ઉડી ગયેલું હોય, ઓગળી ગયેલું હોય અને હોય જ નહિ એવો અનુભવ કરે છે. આમ અમનસ્કતા રૂપ અમૃતકુંડમાં મગ્ન થયેલો સાધક અનુપમ પરમ અમૃતરૂપ આત્મસ્વરૂપનો આસ્વાદ અનુભવે છે. જ્યારે સાધક આત્મ અનુભવ કરીને તેમાં સ્થિર થાય છે ત્યારે સાધક પરમાનંદનો અનુભવ કરે છે, આ પરમાનંદની આગળ મધ પણ મધુર લાગતું નથી, ચંદ્રની શીતળતા કરતાં પણ અધિક શીતળતાને અનુભવે છે. - આમ આત્મજ્ઞાન પ્રગટ થતાં જીવ પરમાનંદનો અનુભવ કરે છે. માટે સાધકે આવું આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે સદ્દગુરુની ઉપાસના કરવા માટેની તીવ્ર ઈચ્છા કરવી અને રાખવી. ધર્મ કે અધ્યાત્મની યાત્રા પર જવા માગતી વ્યક્તિ પાસે ઊંડી સમજ હોવી જરૂરી છે. તે સમજને સ્વાનુભવમાં ફેરવવા માટેના દઢ સંકલ્પની પણ એટલી જ જરૂર રહે છે. અધ્યાત્મનો માર્ગ સહેલો પણ છે અને દુર્ઘટ પણ છે. જો પોતે પોતાની રીતે ધર્મ-માર્ગમાં આગળ વધવા પુરૂષાર્થ કર્યા Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૪) કરે તો તે દુર્ઘટ છે. પણ જો જ્ઞાની પુરૂષનું શરણ સ્વીકારી તેની આજ્ઞા મુજબ અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરે તો સહેલો પણ છે. આ માર્ગમાં આગળ વધવામાં મુશ્કેલી ઊભી કરનાર મન છે. મન હંમેશાં સદા પરિચિત રસ્તે ચાલવા ટેવાયેલું છે. એટલે એ અધ્યાત્મમાર્ગમાં વારંવાર અટકી જવાની જીદ કરે છે. કારણ કે સંસારભાવોનું ચીલાચાલુ જીવન એના માટે સુપરિચિત છે અને તેથી એમાં જ રચ્યાપચ્યા રહેવાનું એ સતત જીવને સમજાવવા પ્રયત કરતું રહે છે. અધ્યાત્મનો માર્ગ મન માટે નવો છે. માટે સતત જાગૃતપણે રહી મન તેમાં રુકાવટ ન કરે તે પ્રમાણે કેળવવાની જરૂરીયાત રહેલી છે. સજાગપણે વર્તમાન ક્ષણમાં જીવવું એટલે ધ્યાનમાં જીવવું. આ રસ્તે ચાલવાની મન આનાકાની કર્યા કરતું હોય છે. એક તો તેના માટે આ માર્ગ અજાણ્યો છે અને એ જાણે છે કે જો જીવ ધ્યાનમાર્ગમાં સ્થિર થઈ જશે તો તે મારી પકડમાંથી નીકળી જશે. પોતાનો માલિકીપણાનો હક જતો રહેશે. તેથી મને ધ્યાનમાર્ગમાંથી બહાર કાઢી નાખવા સતત જીવને કોઈને કોઈ પ્રકારનું પ્રલોભન આપ્યા કરતું હોય છે. આ સામે સાધકે સાવધ રહી મનને આપણી ઇચ્છા મુજબ અધ્યાત્મમાર્ગમાં ચાલતું કરવાનો પુરૂષાર્થ સતતપણને કરતા રહેવાનું છે. આલોચના-સચ્ચાઈ અને નિષ્કપટપણે કરવી જોઇએ. આલોચના જીવનનું અમૃત છે. સાધકે પોતાની ભૂલોની આલોચના ગુરૂ સમક્ષ કરીને દોષનો બોજ હળવો કરી નાખવો જરૂરી છે. આલોચના કરતી વખતે કપટરહિત અને દંભ રહિત થવું જરૂરી છે, કારણકે કપટ અને દંભ એ એવું વિષ છે કે જે આલોચનાના અમૃતને ઝેરયુક્ત બનાવી દે છે. વ્યાવહારિક દુનિયામાં પણ છળ-કપટ અને દંભ ખૂબ મુશ્કેલીઓ ઊભી કરે છે, તો આધ્યાત્મિક જીવનમાં તો એ વધારે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરે છે. સાધનાના ક્ષેત્રમાં માયાને કોઈ સ્થાન નથી. સાધકના જીવનમાં અને સાધનામાં તેમજ આત્મવિકાસ સાધવામાં માયા-કપટ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૫) અવરોધ લાવે છે. જ્યાં સુધી માયા-કપટ-દંભ છે. ત્યાં સુધી જીવ સમ્યગુ દર્શન પામી શકતો નથી. સાધનાના ક્ષેત્રમાં ધારોકે સાધક તમામ વસ્તુનો પરિત્યાગ કરીને નગ્ન થઈને વિચરે છે, વર્ષો સુધી તપશ્ચર્યા દ્વારા શરીરને કૃશ કરી નાખે છે, પણ જો એનામાં માયાની ગાંઠ રહેલી છે, તો તેવા સાધકે અનંતવાર ગર્ભમાં આવવું પડશે અને જન્મ-મરણ રૂપ ફેરા કરવા પડશે. દંભવૃત્તિ સાધકના આધ્યાત્મિક તેમજ સામાજિક જીવન એ બન્નેમાં અશાંતિ ઊભી કરે છે. હૃદયની પવિત્રતા, સરળતા અને નિષ્કપટતા વિના સઘળી સાધના નિષ્ણાણ જેવી છે. શાસ્ત્રમાં લક્ષ્મણા સાધ્વીજીનો દાખલો આપવામાં આવ્યો છે. પોતાની ભૂલની આલોચના પોતાના ગુરુણીજી પાસે કપટરહિતપણે કરી શક્યા નહિ, એમ કરવા જતાં પોતાની પ્રતિષ્ઠા જોખમાશે. આવા વિચારથી દંભ થઈ ગયો અને એમ વિચાર્યું કે તપથી મોટા મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે તો આ તો મારો માત્ર નાનકડો અને માનસિક અપરાધ છે, તેને દૂર કરતાં કેટલીવાર લાગવાની. આ દંભનું પરિણામ શું ભોગવવું પડશે તેનો વિચાર ન થયો. તેથી ગુરુણીજીએ એ અપરાધનું જે પ્રાયશ્ચિત દર્શાવ્યું, તેના કરતાં અનેકગણી તપશ્ચર્યા કરી, છતાં તેઓ નિઃશલ્ય થયા ન હોવાથી તે શુદ્ધ થઈ શક્યા નહીં. • ૮૪ ચોવીસી સુધી જન્મમરણના ફેરાવામાં ભમવું પડ્યું. હવે આ આવતી ચોવીસી તેમના માટે ૮૪મી ચોવીસી છે. તેમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં લક્ષ્મણા સાધ્વીજીનો જીવ મુક્તિ પામશે. આ ચરિત્રનો સાર એટલો જ છે કે સાધકે નિર્દોષ અને સરળ બનીને ગુરૂ પાસે પોતાના દોષની વાત યથાતથ્ય કહેવી જોઇએ અને જે પ્રાયશ્ચિત આપે તે સ્વીકારવું જોઇએ અને તે પ્રમાણે જ પ્રાયશ્ચિત કરવું જોઈએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મમત્વભાવ : મનની લાગણીઓ જ્યારે ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, આદિ પરત્વે આસક્ત થઇ જાય છે ત્યારે જીવને ખૂબ જ મોટું આધ્યાત્મિક નુકસાન થાય છે. આ આસક્તભાવ એ જ મમત્વભાવ છે. દ.વૈ. કહ્યું છે કે “મમત્તભાવ કહિં પિ ન કુા' - કોઇપણ દુન્વયી પદાર્થ પર ક્યારેય મમત્વભાવ ન કરવો જોઇએ. મમત્વભાવની હાજરીમાં વૈરાગ્ય મજબૂત થઇ શકતો નથી, મજબૂત રહી શકતો નથી. જે મમતાથી દૂર રહે છે તે જ સ્થિર વૈરાગ્યને પામે છે. વૈરાગ્ય એ જ અધ્યાત્મની મોટી મૂડી સમાન છે. માટે સાધકે પોતાની વૈરાગ્યની મૂડી બરાબર સાચવી રાખવા મમત્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મનની એક ખાસિયત છે કે એને જેટલું રોકવામાં આવે તેટલું તે તરફ જોરદાર રીતે જવા પ્રયત્ન કરશે. મનને નિષેધ કરવો એ તેને આમંત્રણ જેવું લાગે છે એટલે કે તેના તરફ વધારે દોડે છે. જ્યાં સુધી સંસારભાવોમાં રસ હોય ત્યાં સુધી અધ્યાત્મની દિશામાં આગળ વધી શકાતું નથી. મનને પહેલાં સંસાર ભાવોમાંથી છૂટું પાડવાનો પ્રયત કરવાનો છે અને એનો રસ્તો એ છે કે એને જ્યાં જવું હોય ત્યાં જવા દેવું, પણ તેની સાથે ભળીને રહેવું નહીં, તેના દૃષ્ટા થવાનો પ્રયત કર્યા કરવાનો, જ્યાં સુધી સંસાર અસાર છે તેવો પોતાને સ્વાનુભવ ન થાય ત્યાં સુધી એ સમજ ઊંડે સુધી જતી નથી. માટે સંસારભાવોના દ્રષ્ટા થવાનો પુરૂષાર્થ જ સાધકને આગળ વધવામાં મદદ કરી શકશે. માટે સંસારભાવોને મધ્યસ્થતા વડે જોયા કરવા અને સાથે અધ્યાત્મને પણ ઓળખવા પ્રયત્ન કરવો અને પછી સંસારભાવોના દ્રષ્ટા થઇ અધ્યાત્મના ભાવો તરફ ઢળતા જવું. એટલે કે આપણે જ્યાં પણ હોઇએ ત્યાં જાગતાં રહીને જીવવું એ અધ્યાત્મ પ્રાપ્ત કરવાનું સૂત્ર છે. જાગતાં રહેવાથી સંસાર ભાવોનું જોર વધી જતું નથી અને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાનું બની શકે છે. જીવન કેમ જીવવું તે આપણા હાથની વાત છે. પણ આપણે જ તેને Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૭) જીવવામાં જટિલ બનાવી દઇએ છીએ અને પછી થાક અનુભવીએ છીએ. જીવન શાંતિથી જીવવું હોય તો આડંબર વિનાનું સાદું જીવન, સરળ જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. સાદગી અને સરળતા એ આપણા જીવનના મુખ્ય પાયા હોવા જોઈએ. આપણું જીવન આરંભ કે સમારંભ રહિત સાદગી અને સરળતાથી મહેકતું રહેવું જોઇએ. જીવન મળ્યું છે તેને આનંદપૂર્વક જીવવાનો પુરૂષાર્થ કરવો અને તે રૂપે જીવવું. આપણું જીવન જ બીજાને બોધરૂપ બની શકે તેવી રીતે જીવવું જોઈએ. કાંઇપણ બોલ્યા વગર આપણું જીવન જ બીજાને બોધનું કારણ થઈ શકે. જો આ રીતે જીવીએ તો આપણું જીવન સરળ બની જાય પણ આપણને તેને જટિલ બનાવીને જીવવાની ટેવ પડી ગઈ છે, જ્યાં ત્યાંથી પ્રશ્નોની હારમાળા જ ઊભી કર્યા કરીએ છીએ અને પછી તેને સુલઝાવવામાં જ આપણું જીવન વહી જાય છે. આપણને જીવનમાં જે વિષમતાનો અનુભવ થાય છે તે આપણે જ ઊભી કરેલી છે. જીવનને જટિલ બનાવીને જીવવા જતાં આપણે નથી જીવનનો આનંદ લઈ શકતા અને જીવનથી હારી થાકી જઈને નિરાશતાને અનુભવીએ છીએ. ૨૭. વિચારણીય - સુવાક્યો ૧. જે બીજાના સુકૃતને બાળે તેને એવા નિમિત્ત મળે જેનાથી તે "પોતાના સુકૃત બાળે. ૨. આસ્તિકતા ટકાવવી સહેલી છે, કારણ કે તેમાં ગુમાવવાનું કશું નથી, પણ ઉપશમભાવ ટકાવવો અઘરો છે; કેમકે તેમાં અહંકાર, ઇચ્છા, સ્વાર્થ, અસહિષ્ણુતાનું બલિદાન દેવું પડે છે. - ૩. વિષયની આસક્તિ એકને ડુબાડે, કષાયની ઉગ્રતા અનેકને સળગાવે. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ૪. સંયમ અને સગુણની દૃષ્ટિવાળાનો મોક્ષ વહેલો થાય, પુદ્ગલદષ્ટિવાળાનો મોક્ષ ન થાય. ૫. કશી અપેક્ષા રાખ્યા વિના પ્રેમથી સહન કરે તે ઉત્તમ. ૬. બીજું કદાચ ક્યારેક ક્યાંક ન સચવાય તો ચાલે પરંતુ દરેક સ્થાને, પ્રત્યેક પળે, સર્વ સંયોગમાં આપણા પરિણામને તો સાચવવા જ રહ્યા. ૭. અધિકરણની મૂછ સંસાર વધારે. ૮. આરાધનામાં પાંચ બાધક તત્ત્વ - ૧. આળસ, ૨. ઉત્સાહનો અભાવ, ૩. અનુપયોગ, ૪. અનાદર, ૫. અવિધિ. ૯. સદગુરુ મોક્ષ માર્ગદર્શક હોવાથી આંખ સમાન છે, ભવસાગર તારક હોવાથી વહાણ તુલ્ય છે. ઠંડક આપનાર હોવાથી ઘેઘુર વડલા જેવા છે. ૧૦. પતનની પળ જો સાત્વિક ઉપાયથી અટકાવી શકાય તો ઉત્તમ. બાકી મધ્યમ કે ક્વન્ય ઉપાયથી પણ પતનની પળને અટકાવવી. ૧૧. જીવ મુસાફર છે. ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ એ એન્જન છે. આરાધના-ક્રિયાઓ રેલગાડીના ડબ્બાને સ્થાને છે. ૧૨. જેને ગુરુના અનુશાસનમાં રહેવું ન ગમે તેને ભગવાનના શાસનમાં પ્રવેશ ન મળે. ૧૩. સ્વાર્થી માનસ અને અધિકારવૃત્તિ એ અસમાધિના સ્વભાવની જાહેરાત છે. | 35 || Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૯) નોંધ : Page #61 --------------------------------------------------------------------------  Page #62 -------------------------------------------------------------------------- ________________ છોત16 als સાયલા . મુદ્રક : નૈષધ પ્રિન્ટર્સ, મ્યુનિ. સ્કૂલ પાસે, નારણપુરા ગામ, અમદાવાદ-૧૩. ફોન : 7491627