________________
(૮) ૫. બીજાને શક્ય હોય તેટલી સાધનામાં મદદ કરવી. ૬. સહન કરવાની ટેવ પાડવી. ૭. હિતકારી અને પરિમિત વાણી બોલવી.
આ બાબતોને આપણા જીવનમાં આત્મસાત્ કરવાની જરૂર છે. સમાધિ પ્રાપ્ત થવાના કારણો આ પ્રમાણે છે. ૧. કર્મ વિજ્ઞાનની યથાર્થ સમજણ, ૨. ધીરજ-વૈર્ય, ૩. વિશુદ્ધ પુણ્ય.
વિશુદ્ધ પુણ્ય સંકલેશ થાય તેવા પરિણામ-સંયોગને હઠાવે છે. જ્યારે કર્મ વિજ્ઞાનની સમજણ અને ધીરજ પ્રતિકૂળ સંયોગમાં પણ સમાધિ પ્રગટાવવાનું કાર્ય કરે છે. વિશુદ્ધ પુણ્ય માટે શાલિભદ્રને યાદ કરો અને કર્મ વિજ્ઞાન અને ધીરજ માટે મયણા, સનતકુમાર ચક્રવર્તી વગેરેને યાદ કરવા.
દશવૈકાલિકમાં ચાર પ્રકારના સમાધિ ના કારણો કહ્યા છે. ૧. વિનય, ૨. શ્રત, ૩. તપ અને ૪. આચાર. વિનય વગેરે ચારેય સમાધિના કારણ છે. આ ચારેયના રહસ્યને સમજીને તે પ્રમાણે આચરણ કરવાથી સમાધિ પ્રગટે. કાયા અને અંતઃકરણ પૂજ્ય પ્રત્યે ઝૂકે તે વિનય સમાધિ. સૂત્ર અને તેના અર્થ તેમજ તેના રહસ્યને જાણી તેને જીવનમાં વણી લઈએ તે શ્રુતસમાધિ. કાયા વડે તપ તેમજ આત્મા પર લાગેલા કર્મને ખપાવે, ખંખેરે, નિર્જરા કરે તે તપ સમાધિ. બાહ્યતા સાથે ઇચ્છા નિરોધ ભળે તો તે તપ સમાધિ બને. વચન અને કાયા પંચાચાર પાલનમાં મસ્ત બને તે આચાર અને સાથે મન પણ પંપાચાર પાળવામાં ભળે તો તે આચાર સમાધિ. ગુરૂદેવ આપણને વિનય અને શ્રુત વગેરેમાં જોડી શકે પણ તેનું સમાધિમાં રૂપાંતર કરવા માટે આપણો યથાર્થ પુરૂષાર્થ હોવો જરૂરી છે. આ સમજી સમાધિ પ્રાપ્ત કરીએ.