________________
(૯)
૫. વિદ્વાન, પંડિત, જ્ઞાની
વિદ્વાન ૧. શાસ્ત્રના અર્થની વ્યાખ્યાને ઓળખે તે વિદ્વાન. ૨. નિરંતર શાસ્ત્રનો અભ્યાસ કરવાથી વિદ્વાન થઈ શકાય. ૩. વિદ્વાન શાસ્ત્રને લંબાવી શકે. ૪. વિદ્વાનની સ્મૃત્તિ તેજદાર હોય. ૫. વિદ્વાનની ગતિ આંતરિક કષાયની સ્થિતિને અનુલક્ષી થાય. ૬. શાસ્ત્રોનો ઉપરછલ્લો અભ્યાસી વિદ્વાન થાય. ૭. વિદ્વાન સ્વાર્થી હોય છે. ૮. વિદ્વાન પ્રભુની સામે હોય છે. ૯. વિદ્વાન દયાને પાત્ર છે. ૧૦. વિદ્વાન શાસ્ત્રના શબ્દાર્થને જ પકડે છે. ૧૧. વિદ્વાન બીજા સાથે વાદવિવાદમાં ઉતરે છે. ૧૨. વિદ્વાન બ્રેય અર્થની માહિતીવાળો હોય છે. ૧૩. વિદ્વાન બુદ્ધિને જ કેન્દ્રમાં રાખી વર્તે છે. ૧૪. વિદ્વાન શ્રુતની પાછળ દોડે છે.
પંડિત ૧. શંકા-કુશંકાના નિરાકરણપૂર્વક શાસ્ત્રના અર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પીછાણે
તે પંડિત. ૨. માર્ગદર્શક પાસેથી શાસ્ત્રાભ્યાસ કરવાથી પંડિત થઇ શકાય. ૩. પંડિત પાસે ઉંડાણ હોય. ૪. પંડિતની પ્રજ્ઞા સૂક્ષ્મ-ધારદાર હોય. ૫. પંડિત આંશિક સન્મતિ પ્રાપ્ત કરે છે. ૬. પંડિત મધ્યમમાર્ગી હોય છે. ૭. પંડિત પરોપકાર પણ સાધે છે. ૮. પંડિત પ્રાયઃ પ્રભુની સમીપ હોય છે.