________________
(૧૦)
૯. પંડિત પ્રભુની કરૂણાને પાત્ર છે. ૧૦. પંડિત શાસ્ત્ર રચી શકે છે. ૧૧. પંડિત બીજાને સહાયક થાય છે. ૧૨. પંડિત હેય પદાર્થ શોધે.
૧૩. પંડિત પ્રજ્ઞાને કેન્દ્રમાં રાખે છે.
૧૪. પંડિત ચિંતાજ્ઞાન-ચિંતન જ્ઞાનની પાછળ દોડે છે.
જ્ઞાની
૧. શાસ્ત્રના પરમાર્થને, ગૂઢાર્થને, તાત્પર્યાર્થને, રહસ્યાર્થને, ગુપ્તાર્થને સમજે, સ્વીકારે તે મુજબ જીવન બનાવે તે જ્ઞાની.
૨. ગુરુકૃપા વડે અભ્યાસ કરવાથી આત્મજ્ઞાની થઇ શકાય.
૩. જ્ઞાની પાસે શાસ્ત્રો પારદર્શકપણે હોય.
૪. જ્ઞાનીની સ્વાનુભૂતિ આનંદ સાથે હોય.
૫. જ્ઞાનીને પરમગતિ-પરમજ્ઞાન પરમગુરુની પ્રાપ્તિ થાય છે. ૬. જ્ઞાની અનુભવજ્ઞાની હોય છે.
૭. નિયમથી જ્ઞાની પરમાર્થને પ્રગટાવે છે.
૮.
જ્ઞાની તો પ્રભુમય હોય છે.
૯. જ્ઞાની પ્રભુકૃપાનું પાત્ર છે. ૧૦. જ્ઞાની સ્વયં જીવંત શાસ્ત્ર છે.
૧૧. જ્ઞાની બીજાને સ્વાનુભૂતિ તરફ દોરે છે.
૧૨. જ્ઞાની પાસે ઉપાદેય પરમાર્થનો બોધ હોય છે.
૧૩. જ્ઞાની આજ્ઞાને કેન્દ્રમાં રાખે છે અને તે પ્રમાણે વર્તે છે. ૧૪. જ્ઞાની ભાવનાજ્ઞાનને આત્મસાત કરે છે.
જ્ઞાની પાસે કર્મ નિર્જરાનો માર્ગ હોય છે. પુણ્યાનુબંધી પુણ્યનું સફળ ઉપાર્જન જ્ઞાની કરે છે, કરાવે છે માટે જ્ઞાની બનવાનું ધ્યેય રાખી આગળ વધવું જોઈએ.