________________
(૧૧)
૬. ગુરુ-શિષ્ય
નિઃસ્વાર્થભાવે શિષ્યના આત્મકલ્યાણને ઇચ્છે અને તેની યોગ્યતા મુજબ તેને આત્મહિતના માર્ગ યોગ્ય ઉપાયો દ્વારા આગળ વધારે તે સાચા ગુરુ. આવા ગુરુ પાસે બિનશરતી રીતે સંપૂર્ણ સમર્પિત હોય, ગુરુ આજ્ઞાને, ઇચ્છાને પાળવા તત્પર હોય, પોતાના તમામ દોષની ગુરુ પાસે મુક્ત મનથી કબુલાત કરી સુધારવાનો પ્રયત્ન કરે તે સાચો શિષ્ય.
૧. વાંચના વગેરેના માધ્યમથી ગુરુની ઇચ્છા જાણીને તે મુજબ જીવન બનાવે તે ઉત્તમ શિષ્ય.
૨. ગુરુના ઉત્તમ જીવનને આદર્શ રાખીને આચાર સંબંધી ગુરુનો વારસો જીવનમાં ઉતારે તે મધ્યમ શિષ્ય.
૩. ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવે, ગુરુ જે આજ્ઞા કરે તે પ્રસન્નતાથી પાળે તે ધ્વન્ય શિષ્ય.
૪. ગુરુની આજ્ઞા સાંભળી મન બગાડીને આજ્ઞા પાળે તે અધમ શિષ્ય.
૫. ગુરુની આજ્ઞા સાંભળવા-સમજવા છતાં પાળે જ નહિ અને સામે દલીલ, ચર્ચા, અવગણના, આશાતના કરે તે અધમાધમ શિષ્ય.
આપણી ગણના ૪થા કે ૫માં પ્રકારના શિષ્યમાં ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ૪થા કે ૫માં પ્રકારવાળો ગુરુની આશાતના કરે છે અને બોધનું પરિણમન ન થાય તેવા ચીકણા કર્મ બાંધે છે.
તાત્વિક ગુરુકૃપા પામવી હોય તો ઉત્તમ શિષ્યના લક્ષણો આપણામાં પ્રગટાવવા પડશે.
આપણે પત્થર જેવા કે રેતી જેવા શિષ્ય બનવાનું નથી. જેમ પત્થર ઉપર વરસાદ વડે પણ તે ભીંજાય નહિ તેમજ રેતી ભીંજાય પણ તેમાંથી કાંઇ વિશિષ્ટ પાક લઇ શકાય નહીં. આપણે તો કાળી માટી જેવા શિષ્ય