________________
(૧૨)
બનવા પ્રયત્ન કરવો. જેમ કાળી માટી વરસાદથી ભીંજાય, પોચી થાય, પાણીનો સંગ્રહ કરે અને વિશિષ્ટ પાક પણ લઈ શકાય તેવી જ રીતે ઉત્તમ શિષ્ય ગુરુની હિતશિક્ષા અને વૈયાવચ્ચથી વિશિષ્ટ કક્ષાના ગુણો મેળવવા-પ્રગટાવવા ભાગ્યશાળી બને છે. ગુરુની પ્રત્યેક હિતશિક્ષાને જીવનમાં ઉતારવી તે જ સાચું ગુરુ બહુમાન છે. ગુરુકૃપાના પાત્ર થવાનો ઉત્તમ રસ્તો છે. ઉત્તમકક્ષાના શિષ્ય ઉપર સહજ ભાવે ગુરુકૃપા નિરંતર વરસતી જ હોય છે. જેટલા અંશે ગુરુની ઇચ્છા, આજ્ઞાનું ઉત્સાહપૂર્વક પાલન કરીએ તેટલા અંશે ગુરુકૃપા પ્રાપ્ત થાય.
તન, ધન છોડીને શિષ્ય થવાય, પણ સાચા શિષ્ય તો મનને છોડવાથી થઈ શકાય છે. મન ગુરુને સમર્પિત કરવામાં નડે છે. ૧. ગુરુના કડક વચનો. ૨. ઠપકો, ૩. ગુરુના દિલમાંથી નીકળી જવાનો ભય, ૪. ગુરુના પ્રતિકૂળ વચનોને સ્વીકારવાનો અભાવ, પ. પોતાના ગુરુને યથાર્થપણે સ્વીકારવાની તૈયારીનો અભાવ. આ પાંચ મલિન તત્ત્વો હટે તો જ આપણું મન મુક્તપણે સદ્ગરને સોંપી શકાય.
ગુરુના કડક વચનો અને ઠપકો પ્રસન્નતાથી સહન કરવાથી ૧. અહં તુટે છે. ૨. વિનય પ્રગટે છે. ૩. આત્મા નિર્મળ બને છે. ૪. ભવાંતરમાં પણ સદ્ગુરુની પ્રાપ્તિના યોગ પ્રાપ્ત થાય છે. ૫. જ્ઞાનાવરણિય અને મોહનીયનો ક્ષયોપશમ થઈ ક્ષય થાય છે. ૬. સાધના કરવાનું બળ પ્રાપ્ત થાય છે. ૭. નિર્મળ બ્રહ્મચર્ય પાળવાનું સામર્થ્ય પ્રગટે. ૮. ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. ૯. અનેક પ્રકારના નુકસાનોથી બચી શકાય છે.