________________
(૩૯)
૧૬. પોતાની શક્તિ હોય તે પ્રમાણે સાધનામાં પ્રવર્તાવે અને શક્તિ ઓછી પડતી હોય તો વધારવાની ભાવના ભાવે (આ.) તે સિવાય જે કાંઈ થાય તે કલ્પનારૂપ બને અને વાણી વિલાસરૂપ બને (વિ.)
૧૭. જેની સેવા કરીએ અને તેના ઉપર અહોભાવ-પૂજયત્વ બુદ્ધિ પ્રગટાવે તે વૈયાવચ્ચ (આ.) બાકી મજુરી કે મજબુરી (વિ.).
૧૮. ગુરુના અનુશાસનમાં રહેવા ઝંખે, ગુરુને મન સોપે તે શિષ્ય (આ.) બાકી મજૂર અથવા માથાનો દુઃખાવો (વિ.)
૧૯. યાત્રામાં આત્માને તારે તેવી ભાવના રહે તે તીર્થયાત્રા (આ.) બાકી પર્યટન કે પ્રવાસ-કર્મનું કારણ (વિ.)
૨૦. ગુણની ગરિમાથી શોભે અને શિષ્યને કરુણાબુદ્ધિથી તત્ત્વ કહે તે ગુરુ (આ) બાકી બોઝ સમાન (વિ.)
૨૧. રાગદ્વેષ જીતવાનું વલણ કેળવે તે જૈન (આ.) બાકી જનશૈતાન (વિ.)
૨૨. આત્માને નુકશાનકારી એવા તત્ત્વને સમજી તેને અણગમાપૂર્વક છોડીએ તે ત્યાગયોગ (આ.) બાકી ગતાનુગતિક ઘેટાવૃત્તિ (વિ.)
૨૩. કોઈ પ્રત્યે વેરની કે નેહની ગાંઠ ન રાખે તે નિગ્રંથ, બાકી ગઠિયો.
૨૪. જેમાં આત્માનું વિશેષ રીતે કલ્યાણ થાય તેવી વૃત્તિ, પ્રવૃત્તિ કેળવવી એનું નામ શ્રદ્ધા (આ.) બાકી અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા (વિ.)
૨૫. ઉપયોગી કે અઉપયોગી સાંસારિક પદાર્થો પ્રત્યે તુચ્છભાવ તે ઉદાસીનતા એટલે વૈરાગ્ય. (આ.)
આ વાતો દિ રાખી સાધના માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કરીએ અને સાધનામાં અર્જીણ ન થઈ જાય તેનો ખ્યાલ રાખીએ.
આપણે છધસ્થ છીએ એટલે ભૂલ થવાની, ભૂલ કરનારનો મોક્ષ