________________
(૫૮)
૪. સંયમ અને સગુણની દૃષ્ટિવાળાનો મોક્ષ વહેલો થાય, પુદ્ગલદષ્ટિવાળાનો મોક્ષ ન થાય.
૫. કશી અપેક્ષા રાખ્યા વિના પ્રેમથી સહન કરે તે ઉત્તમ.
૬. બીજું કદાચ ક્યારેક ક્યાંક ન સચવાય તો ચાલે પરંતુ દરેક સ્થાને, પ્રત્યેક પળે, સર્વ સંયોગમાં આપણા પરિણામને તો સાચવવા જ
રહ્યા.
૭. અધિકરણની મૂછ સંસાર વધારે.
૮. આરાધનામાં પાંચ બાધક તત્ત્વ - ૧. આળસ, ૨. ઉત્સાહનો અભાવ, ૩. અનુપયોગ, ૪. અનાદર, ૫. અવિધિ.
૯. સદગુરુ મોક્ષ માર્ગદર્શક હોવાથી આંખ સમાન છે, ભવસાગર તારક હોવાથી વહાણ તુલ્ય છે. ઠંડક આપનાર હોવાથી ઘેઘુર વડલા જેવા છે.
૧૦. પતનની પળ જો સાત્વિક ઉપાયથી અટકાવી શકાય તો ઉત્તમ. બાકી મધ્યમ કે ક્વન્ય ઉપાયથી પણ પતનની પળને અટકાવવી.
૧૧. જીવ મુસાફર છે. ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ એ એન્જન છે. આરાધના-ક્રિયાઓ રેલગાડીના ડબ્બાને સ્થાને છે.
૧૨. જેને ગુરુના અનુશાસનમાં રહેવું ન ગમે તેને ભગવાનના શાસનમાં પ્રવેશ ન મળે.
૧૩. સ્વાર્થી માનસ અને અધિકારવૃત્તિ એ અસમાધિના સ્વભાવની જાહેરાત છે.
| 35 ||