________________
(૪૩)
૨૪. ઉપયોગ : નો ઉપયોગ ક્યાં ? કેવી રીતે ?
કર્મ બે રીતે બંધાય છે. ૧. યોગોના પ્રવર્તનથી ૨. ઉપયોગથીપરિણતિથી અશુભ યોગ અને અશુભ ઉપયોગથી બંધાયેલાં કર્મના ઉદયમાં જીવને બાહ્ય નિમિત્તો નબળા મળે છે અને અશુભ ઉપયોગને કારણે જીવ પોતાના પરિણામો બગાડેછે. ઉદયના કારણે યોગ અશુભ હોય પણ ઉપયોગ શુભ રાખ્યો હોય તો તેનાથી બંધાયેલ કર્મના ઉદયમાં જીવને બાહ્ય પરિબળ નબળા મળે તો પણ તેના નિમિત્તે જીવ પોતાના પરિણામ બગાડવાના બદલે નિર્મળ કરે છે. યોગનું પ્રવર્તન કર્મને આધીન હોય, પણ ઉપયોગ શુભ રાખવો એ આપણા હાથની વાત છે. સ્વાધીન એવા ઉપયોગને સુધારવાને બદલે નબળા બાહ્ય યોગો બદલ પસ્તાવો કરનાર મોક્ષમાર્ગે આગળ ન વધી શકે અને આત્મવંચનામાં ફસાઇ જાય.
હવે આપણે સંસાર પરિભ્રમણ લંબાવવું નથી, માટે નબળા-અશુભ કર્મના ઉદયમાં પણ ઉપયોગને સ્ફટિક જેવો નિર્મળ બનાવવા પુરૂષાર્થી રહેવું જોઇએ. ઉપયોગને શુભ રાખવા માટે કોઇ બાહ્ય પરિબળની આવશ્યકતા નથી. ઉપયોગની નિર્મળતા અંતરને આધીન હોય તો મોક્ષ પ્રાપ્ત થાય અને બાહ્ય સારા નિમિત્તોને આધીન હોય તો કદાચ દેવલોક મળે.
જ્યાં આકર્ષણ હોય ત્યાં ઉપયોગ સહજ સ્વાભાવિક હોય, અનાદિકાળથી મોહના ઘરના ઉપયોગની સહજતા ખાવા, પીવા, ઊંઘવા વિગેરેમાં ઘણી રાખી આત્માના ઘરના ઉપયોગની સહજતાને સહન કરવામાં, સરળ બનાવવામાં સદ્ગુણ મેળવવામાં, સેવા કરવામાં કેળવી નથી. માટે ઉપયોગને સહનશીલતા, સરળતા, સેવા, સદ્ગુણ પ્રાપ્તિ વગેરેમાં રોકવામાં આવે તો ઉપયોગ અશુદ્ધતામાંથી બહાર નીકળી પોતાના શુદ્ધ સ્વભાવમાં વહેતો થઇ જાય. તેથી જો સાધક અંદર ઠરી જવાની-શાંત થઇ જવાની, સદ્ગુણમાં રમવાની, બહારના નુકસાન