________________
(૪૨)
નામકર્મનું ઉપાર્જન અને (૧૪) આભિયોગિકપણું બાંધવાનું કારણ છે અને નિષ્કારણ સેવા લેવાથી (૧૫) સાધકની આશાતના કરવાનું નુકસાન સુખશીલ વ્યક્તિ ઊભુ કરે છે. (૧૬) સુખશીલ વ્યક્તિને મનની સ્થિરતા ન હોય. (૧૭) કષ્ટ સાધ્ય કામથી ભય પામે, કાયાનો પરિશ્રમ ન ગમે. (૧૮) માનસિક પરિશ્રમ પણ ન ગમે. (૧૯) તાત્ત્વિક અનુપ્રેક્ષા, ધ્યાન, ચિંતન કરવામાં પણ કંટાળો આવે. (૨૦) સુખશીલપણું વિષય સેવન પ્રતિ તીવ્ર આકર્ષણ પેદા કરે છે. (૨૧) સુખશીલ કોઇને પ્રિય ન બની શકે. (૨૨) સુખશીલને વ્યવહારની વાતો સાંભળવી ગમે અને આચરવી ગમે. (૨૩) આભાસિક નિશ્ચયનયમાં સુખશીલ વ્યક્તિ અટવાય. (ર૪) રાગના સંકલેશને સમાધિ માનવાની ભૂલ કરે. (૨૫) સુખશીલ વ્યક્તિ અતિ પરિણામવાળો હોય. (૨૬) ક્રિયાઓ પણ પ્રમાદથી કરે અથવા ઉતાવળથી કરે.
આ બધા કુયોગનો સંગ્રહ થવાથી ભવભ્રમણ દીર્થ બને છે, આ સુખશીલતાથી ઉત્પન્ન થતા કુયોગનો નાશ વૈયાવચ્ચ વિનય વગેરેથી થઈ શખે છે. વૈયાવચ્ચ ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી ગુણ બતાવેલ છે. કારણકે વૈયાવચ્ચેથી
૧. બીજાને તત્કાળ સમાધિ મળે છે. ૨. બીજા પ્રત્યે પૂજયત્વ બુદ્ધિ બળવાન બને છે. ૩. સ્વાર્થવૃત્તિ મંદ પડે છે. ૪. ગ્લાન વગેરેના અંતરના આશિષ મળે છે. ૫. નમ્રતા ગુણ કેળવાય છે. ૬. સાધકને સહાય કરવાથી ભવાંતરના અંતરાય તુટે છે. ૭. જ્ઞાનાદિ ગુણોની અનુમોદના થાય છે. ૮. આરાધકભાવ વધુ દેદીપ્યમાન બને છે. ૯. તીર્થકર નામકર્મ બંધાય છે (ઉ. સૂત્ર) ૧૦. વૈયાવચ્ચેથી ઉત્પન્ન પુણ્યના ઉદયમાં પ્રાય પોતાનો પરાભવ ન થાય. ૧૧. વૈયાવચ્ચ કરનાર પ્રાયઃ રોગી ન હોય. ૧૨. તે સહુને પ્રિય બને. ૧૩. બીજાને શાતા-પ્રસન્નતા આપે. ૧૪. વૈયાવચ્ચથી અનેક ગુણી કર્મ નિર્જરા થાય. ૧૫. વૈયાવચ્ચ ગુણ સુખશીલિયાપણાની ભાવનાનો ઉચ્છેદ કરે છે.