________________
(૪૧)
ઈચ્છા, તૃષ્ણા, અપેક્ષા, કામના, આશા, દોષનું આકર્ષણ કે વિરાધનાનું ખેંચાણ ઊભું ન થાય તેની સાવધાની રાખવાની છે. સમાધિનો સરળ ઉપાય એ છે કે ન મળેલ ચીજનું ખેંચાણ છોડી દેવું અને મળેલ આવશ્યક ચીજમાં તૃપ્તિ રાખવી. આવી જ્ઞાનદષ્ટિ ખૂલે તો બાહ્ય પદાર્થોનું ખેંચાણ તુટે. સમાધિ પ્રસન્નતા પ્રાપ્ત થાય. સ્વાધ્યાય પણ બોજારૂપ ન બની જાય તેનું ખાસ લક્ષ રાખવું ઘટે.
૨૩. સાધનામાં ખોટા યોગથી ચેતો ૧. ખાવાની રુચિ, સાધનાની રુચિ-પ્રવૃત્તિ મંદ કરે છે, તોડી નાખે છે.
૨. ઊંઘવાની રુચિ આળસ પેદા કરી સ્વાધ્યાય વિ.ની રુચિને, પ્રવૃત્તિને ઘટાડે છે. સમ્યગદર્શનથી પણ પડે જો એ તીવ્ર બની જાય તો.
૩. સ્વપ્રશંસાની ભૂખ નમ્રતા ગુણને તોડે છે, અહંકારને પેદા કરે છે, બીજાની ઇર્ષા કરાવે છે.
૪. સુખશીલિયાપણું વૈયાવચ્ચ, વિનય, વિધિ પાલનનો ઉત્સાહ અને અપ્રમત્તતામાં અવરોધ ઉત્પન્ન કરે છે.
૫. ઉત્તરોત્તર ક્રમથી આ ચારેય વધુ ભયંકર છે. સુખ શીલિયાપણું સાધના માર્ગમાં સૌથી વધુ નુકશાનકારક છે.
સુખશીલતા (૫) વિશુદ્ધ ક્રિયા યોગ અને (૬) વ્યવહારનયને આત્મસાત કરવામાં પ્રતિબંધક છે અને વ્યવહારનય પરિણમે નહીં ત્યાં સુધી (૭) નિશ્ચયનયને સમજવાની (૮) તેને પરિણાવવાની યોગ્યતા ન આવે. (૯) ત્યાં સુધી મોક્ષ માર્ગે આગળ ન વધી શકાય. સુખશીલ વ્યક્તિ (૧૦) પ્રસન્ન સંસારી છે (૧૧) સુખશીલતા રોગનું આમંત્રણ છે. (૧૨) બીજાની સેવા લઈને પુણ્યને ખતમ કરવાનું (૧૩) કિલ્બિષિક