________________
(૨૧)
જીભ સ્વાદ તરફ ન જાય, નહીંતર તે ક્યાં ફેંકાઇ જશે તેની તેને જાણ પણ નહીં થાય.
પરમાત્મા, ગુરુદેવ, સશાસ્ત્ર વચન, ગુણોસભર વ્યક્તિ, ઉપાસના જયણા, અપ્રમતતા વગેરે બાબતમાં જેનું મન કેમેરા જેવું બની જાય તે ઉત્તમ સાધક કહેવાય. માટે મનને નુકસાનકર્તા ભાવોમાં જવા ન દેતા શ્રેય તરફના ભાવોમાં રોકવું જરૂરી છે.
સાધના જીવન એ મનને ઘડવાની, સુધારવાની પ્રયોગશાળા છે. સાધનાની સફળતા કે નિષ્ફળતાનો આધાર મન ઉપર છે. માટે મનની નબળી વાતો જાણી તેનાથી દૂર થવા પ્રયત્નશીલ બનીએ તો સાધના સફળતાને વરે-પામે.
(૧) મનની પહેલી નબળી કડી એ છે કે જેટલું ખરાબ દેખે તે તુરત જીવનમાં ઉતારે છે. આચારની ઢીલાશ, પ્રમાદ, ગારવ વિ. જે કાંઇ દેખે તેને નિઃસંકોચ રીતે પોતાના જીવનમાં ઉતારતા મન વાર નથી લગાડતું. માટે સોબત આપણાથી ચઢિયાતાની કરવી, જેથી સાધનામાં અને સાધકભાવ ખીલવવામાં આપણો ઉત્સાહ વધતો રહે.
(૨) મનની બીજી નબળી કડી એ છે કે તેને નબળું જોવામાં જ રસ હોય છે. તેથી આસપાસના સાધકોના દોષ જોઇને મન તેના પ્રત્યે ધૃણા પેદા કરાવે છે. માટે સહવર્તી સાધકોમાં રહેલા વિશેષ ગુણને ઓળખી તેના પ્રત્યે ગુણાનુરાગ, વાત્સ ભાવ કેળવવો.
(૩) મનની ત્રીજી નબળી કડી એ છે કે બીજામાં નબળી ચીજ જોઇને તે વ્યક્તિની નિંદામાં મન ઊંડે ઉતરી પડે છે, તેના પ્રત્યે અણગમો, અરુચિ પેદા કરે છે. એવું આ વિચિત્ર મન છે અને બીજાના દોષોને પોતાના જીવનમાં ઉતારવામાં રસ પડી જાય છે.
(૪) મનની ચોથી નબળી કડી એ છે કે જેમ પાણી ઢાળ મળે કે નીચે ઉતરી જાય તેમ મન પણ પ્રતિકુળ નિમિત્ત મળે કે મનનો ઉત્સાહ