________________
(૩૫)
જો સાધના કરતાં મોહનું અનુશાસન આપણામાં વધતું હોય તો સાધનાનું ફળ મોક્ષમાર્ગે આગળ વધવારૂપ પ્રાપ્ત થશે નહિ. માટે આચાર શુદ્ધિની સફળતા વિચારશુદ્ધિને આભારી છે. વર્ષોથી સાધના કરતાં હોવા છતાં આપણામાં વિધિપૂર્વક વિચારશુદ્ધિ ન પ્રગટે, ગુણાનુરાગ ન આવે, પ્રમોદ દષ્ટિ ન પ્રગટે, સાધક પ્રત્યે પૂજ્યત્વ બુદ્ધિ ન પ્રગટે, સાધના પ્રત્યે અહોભાવ ન પ્રગટે, વૈયાવચ્ચ કરવામાં ઉત્સાહ ન જણાય. ગુરુ સમર્પણભાવમાં કચાશ રહે, વિકથા, માયા, ઈર્ષ્યા, અહંકારમાં તણાતા રહીએ તો આપણે કરેલ સાધના સાર્થક કેવી રીતે બને ?
માટે આપણા જીવનમાં શરીરના સ્તરે સ્વાધ્યાય, વૈયાવચ્ચ, મનના સ્તરે ગુણાનુરાગ, નમ્રતા, ગુસમર્પણભાવની પ્રધાનતા; વચનના સ્તરે હિત-મિત-સત્ય-મધુર સરળ સ્પષ્ટ વાણીની મુખ્યતા, આત્માના સ્તરે પરિણતિની નિર્મળતા અને જૈન શાસન પ્રત્યે અહોભાવ. આમ થાય તો મોક્ષ આપણી નજીક આવી જાય.
૨૧. જન્મ-મરણ એ જીવનું કલંક છે જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મામાં જે ભાવો નથી તે આપણામાં છે, તે જ આપણા માટે કલંક સમાન છે. બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારના કલંક આપણને વળગેલા છે. જન્મ, શરીર, ઇન્દ્રિય, ઊંઘ, ખોરાક લેવો, રોગ થવો, જરાવસ્થા આવવી, મૃત્યુ થવું વિ. બાહ્ય કલંક છે. જે પૂર્વે કરેલા અદ્યાતિ કર્મના કારણે આપણા આત્માને વળગેલા છે. વિષય, કષાય, વાસના, લાલસા, તૃષ્ણા વગેરે દોષો અત્યંતર કલંક છે; જેને આપણે વળગેલા છીએ. અત્યંતર કલંક પૂર્વે કરેલા ઘાતી કર્મના ઉદયના કારણે છે.
બાહ્ય કલંક આપવાની સત્તા કર્મમાં છે પણ તેને તાબે થવું કે નહીં તે આપણા હાથની વાત છે. દા.ત. ખાવાની ગુલામી આપણી પાસે કર્મસત્તા કરાવે, પરંતુ તેમાં રાગદ્વેષ, મોહ કરવા કે નહિ? તે બાબતમાં