________________
(૫૬)
મમત્વભાવ : મનની લાગણીઓ જ્યારે ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, આદિ પરત્વે આસક્ત થઇ જાય છે ત્યારે જીવને ખૂબ જ મોટું આધ્યાત્મિક નુકસાન થાય છે. આ આસક્તભાવ એ જ મમત્વભાવ છે. દ.વૈ. કહ્યું છે કે “મમત્તભાવ કહિં પિ ન કુા' - કોઇપણ દુન્વયી પદાર્થ પર ક્યારેય મમત્વભાવ ન કરવો જોઇએ. મમત્વભાવની હાજરીમાં વૈરાગ્ય મજબૂત થઇ શકતો નથી, મજબૂત રહી શકતો નથી. જે મમતાથી દૂર રહે છે તે જ સ્થિર વૈરાગ્યને પામે છે. વૈરાગ્ય એ જ અધ્યાત્મની મોટી મૂડી સમાન છે. માટે સાધકે પોતાની વૈરાગ્યની મૂડી બરાબર સાચવી રાખવા મમત્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે.
મનની એક ખાસિયત છે કે એને જેટલું રોકવામાં આવે તેટલું તે તરફ જોરદાર રીતે જવા પ્રયત્ન કરશે. મનને નિષેધ કરવો એ તેને આમંત્રણ જેવું લાગે છે એટલે કે તેના તરફ વધારે દોડે છે. જ્યાં સુધી સંસારભાવોમાં રસ હોય ત્યાં સુધી અધ્યાત્મની દિશામાં આગળ વધી શકાતું નથી. મનને પહેલાં સંસાર ભાવોમાંથી છૂટું પાડવાનો પ્રયત કરવાનો છે અને એનો રસ્તો એ છે કે એને જ્યાં જવું હોય ત્યાં જવા દેવું, પણ તેની સાથે ભળીને રહેવું નહીં, તેના દૃષ્ટા થવાનો પ્રયત કર્યા કરવાનો, જ્યાં સુધી સંસાર અસાર છે તેવો પોતાને સ્વાનુભવ ન થાય ત્યાં સુધી એ સમજ ઊંડે સુધી જતી નથી. માટે સંસારભાવોના દ્રષ્ટા થવાનો પુરૂષાર્થ જ સાધકને આગળ વધવામાં મદદ કરી શકશે. માટે સંસારભાવોને મધ્યસ્થતા વડે જોયા કરવા અને સાથે અધ્યાત્મને પણ ઓળખવા પ્રયત્ન કરવો અને પછી સંસારભાવોના દ્રષ્ટા થઇ અધ્યાત્મના ભાવો તરફ ઢળતા જવું. એટલે કે આપણે જ્યાં પણ હોઇએ ત્યાં જાગતાં રહીને જીવવું એ અધ્યાત્મ પ્રાપ્ત કરવાનું સૂત્ર છે. જાગતાં રહેવાથી સંસાર ભાવોનું જોર વધી જતું નથી અને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાનું બની શકે છે.
જીવન કેમ જીવવું તે આપણા હાથની વાત છે. પણ આપણે જ તેને