________________
(૩૭)
૨૨. બાધક-વિરાધક તથા આરાધક-સાધક તત્ત્વ વિષે
(A) બાધક-વિરાધક તત્ત્વ : ૧. બીજા સાધકની આશાતના અથવા ગુરુની આશાતના થવી. ૨. ગુણવાનની ઇર્ષ્યા થવી. ૩. પોતાની શક્તિનો અહંકાર થવો. ૪. બળવાખોર માનસ થવું. ૫. ગુરુ સાથે દલીલ, બચાવ તથા સંઘર્ષ કરવો. ૬. દાંભિક વલણ રાખવું. ૭. પ્રાયશ્ચિત કરવામાં બેદરકારી રાખવી.
(B) આરાધક-સાધક તત્ત્વ : ૧. બીજા સાધકની અથવા ગુરુની આશાતના ન થાય તે માટેની દૃષ્ટિ કેળવવી. ૨. સારું મેળવવાની અને ખોટું છોડવાની દૃષ્ટિ કેળવવી. ૩. ગુરુના ઠપકામાં પણ પ્રસન્નતા ભાવ રાખવો. જેથી ગુણ વિકાસ ઝડપી બને. ૪. મનના પરિણામ બગડે નહીં તેનો ખ્યાલ રાખવો. ૫. જેનાથી આગળ વધી શકાય તેવા યોગની આરાધના કરવી. ૬. ઉપકારીના કે બીજાના આક્રોશ અને અપમાનને પ્રસન્નતાથી સહન કરવા જેથી ક્ષમાની અને નમ્રતાની કમાણી થાય. ૭. સાધના કરતાં કરતાં સંતોષના ઘરમાં ન આવી જવું, અટકી ન જવું. આગળ વધવા પુરૂષાર્થ કર્યા કરવો. આ સાત હેય અને ઉપાદેય કારણોને બરાબર સમજી તે પ્રમાણે જ આચરણ કરવા તત્પર રહેવું એટલે કે છાંડવા યોગ્યને છાંડવા અને આદરવા યોગ્યને આદરવા.
સાધક જેમ જેમ સાધનામાં આગળ વધતો જાય, તેમ તેમ વિરાધક અને આરાધક તત્ત્વની તાત્ત્વિક સમજણ આવવી જોઇએ. તો જ સાધના માર્ગમાં આવતા વિરાધક તત્ત્વને દૂર કરી શકાય અને સાધનામાં આગળ વધી શકાય.
૧. જેનું શ્રવણ સદ્ગુણ પ્રાપ્તિનું નિમિત્ત ન હોય તે વિકથા. (વિ)
૨. આરાધનામાં ઉત્સાહ, ઉમંગનો અભાવ તે આળસ. (વિ.) ૩. આપણાથી બીજા આકર્ષાય તેવો કાયિક કે વાચિક વિશિષ્ટ વ્યવહાર તે વિભૂષા. (વિ.)