________________
(૪૫)
૩. પોતાની ઇચ્છા મુજબ ધર્મક્રિયા કરે તે સંસારી, ગુરુની આજ્ઞા મુજબ સાધના કરે તે સાધક.
૪. ગુરુને જોઈ મોટું બગાડે, મનની પ્રસન્નતા તોડે તે સંસારી, ગુરુ પ્રત્યેના બહુમાન ભાવમાં ઉછાળો લાવે તે સાધક.
૫. સંકલેશમાં રાચે તે સંસારી, સમાધિભાવમાં રાચવા પ્રયત કરે તે સાધક.
૬. સ્વાર્થભાવથી વિનય કરે તે સંસારી, આત્મકલ્યાણની ભાવનાથી, ભવનિસ્તારની કામનાથી, કૃતજ્ઞતા પ્રેરિત વિનય કરે તે સાધક.
૭. ત્યાખ્યા પછી ભોગનું આકર્ષણ રાખે તે સંસારી, ભોગને છોડી ત્યાગને યોગ સાધનામાં ફેરવવાની ખુમારી જેનામાં હોય તે સાધક.
૮. બીજાની સેવા લેવાની ગમે તે સંસારી, બીજાની સેવા કરવાની ભાવનાવાળો તે સાધક.
આ પ્રમાણે ઉપયોગ ઉપર લક્ષ આપી આગળ વધવા પુરૂષાર્થી બનીએ.
૨૫. છેલ્લી વાત - ઉપસંહાર જેમ ઉંમર કરતાં વધુ પડતો શરીરનો વિકાસ જોખમી છે, તેમ સાધનામાં પોતાની શક્તિ કરતાં વધારે પડતો બુદ્ધિનો વિકાસ જોખમી છે. માટે બુદ્ધિને તીવ્ર કરી ઉછાળા મારવા કદી પ્રયત્ન કરવા નહિ. પોતાની બુદ્ધિ તીક્ષ્ણ બને તેવા શાસ્ત્રો ભણવાના બદલે પોતાની બુદ્ધિ નિર્મળ બને-થાય તેવા વૈરાગ્ય પ્રેરક, ગુણ પોષક ગ્રંથોનો અભ્યાસ કરવો. સમ્યગ્રજ્ઞાન એકાંતે નિર્જરા કરાવે, પરંતુ બુદ્ધિ તો ક્યારેક કર્મ બંધાવવાના કાર્ય પણ કરે. વ્યવહારથી જે બુદ્ધિ સાચી લાગતી હોય, પણ તે તૃષ્ણા, મોહ, વ્યામોહ ઊભા કરે તે મિથ્યાજ્ઞાન કહેવાય. “સાચું કે ખોટું” જેટલું મહત્વનું છે તેના કરતાં “સારું કે ખરાબ” આ સમજણનું