________________
(૪૬)
સાધકના જીવનમાં વધુ મહત્વનું છે. આ સમજણ આવે તો ભાવનાજ્ઞાન, તત્ત્વસ્પર્શના અને અનુભવજ્ઞાનરૂપ પરિણતિ પ્રાપ્ત થવા દ્વારા જીવ મોક્ષ માર્ગે આગળ વધી શકે.
યથાર્થ પરિણતિ આવે તો જ ઇન્દ્રિય, કષાય, સંજ્ઞા, ગારવ વગેરેને જીતી શકાય. પોતાના પરિણામોનું પરીક્ષણ કરતા રહેવાથી, શુદ્ધિકરણ થવાથી જીવનો ઉત્સાહ વધે છે. આવી સમજણ પરિપક્વ થવા દ્વારા બુદ્ધ : અવસ્થા આવે તે સમક્તિ.
બહારના જગતમાં હોંશિયારી આવડત હોવા છતાં, ધર્મ ક્ષેત્રે, આત્મ પરિણતિ સુધારવાના ક્ષેત્રે કોઈ આવડત, લક્ષ, રુચિ, જાગૃતિ કે પ્રયત ન હોય તો તે મૂઢ અવસ્થા જાણવી.
જ્યાં આંતરિક ગુણ સમૃદ્ધ મેળવવાની ગરજ હોય, ભૂખ હોય, આતુરતા હોય, તાલાવેલી હોય ત્યાં સમજણ-લક્ષ-પ્રયોજન વગેરે આપોઆપ આવતા જાય. આંતરિક ગુણ સમૃદ્ધિ મેળવવાની તાલાવેલી જેમ જેમ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ બને તેમ બુદ્ધ અને અસંમોહ અવસ્થા પ્રાપ્ત થાય. અસંમોહદશા એ લપકશ્રેણીની શરૂઆતનું લક્ષણ છે.
સંસારની, દુર્ગતિની, દોષની ભયંકરતા બુદ્ધિથી નહિ પણ હૃદયથી સમજાય તો જ સગુણ અને સદ્ગુરુની જરૂરીયાત સમજાય. સગુણ, સદ્ગતિ, સાધનાની ઈચ્છા જેમ પ્રબળ બને તેમ ધર્મની આરાધનામાં અને ધર્મગુરુની ઉપાસનામાં અતિચાર નામશેષ થઈ જાય. સાધનામાં હંમેશાં શ્રદ્ધા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, તાલાવેલી આતુરતા ટકાવી રાખવી જરૂરી છે.
ધર્મ અને પાપ કરવાની શરૂઆતમાં મોટો તફાવત છે. ધર્મની શરૂઆત પહેલાં કાયામાં, પછી વચનમાં, અને પછી મનમાં આવે. જ્યારે પાપ પહેલા મનમાં, પછી વચનમાં અને પછી કાયામાં આવે.
મનના સ્તરે કરવામાં આવેલા ધર્મ કે પાપ સૌથી વધુ પ્રમાણમાં